કામદારો પોતાના અધિકાર પરત્વે
કલ્યાણ સેવાઓમાં તેમની મહત્વની ભૂમિકા હોવા છતાં, આ યોજનાના કામદારોનો પોતાના અધિકારોને મેળવવા માટેનો સંઘર્ષ ચાલુ છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
લગભગ આખા ફેબ્રુઆરી મહિનામાં બે લાખથી વધુ આંગણવાડી કાર્યકરો મહારાષ્ટ્રમાં તેમની માંગને લઈને આંદોલન ચલાવી રહ્યા છે. બિહારમાં, શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના (એમડીએમએસ)ના રસોઈયાઓ પગારવધારાની માંગને લઈને જાન્યુઆરીમાં લાંબી હડતાળ પર ઉતર્યા હતા. આ આંગણવાડી કાર્યકરો અને રસોઈયા સમગ્ર દેશના સમગ્ર "સ્કીમ કામદારો" પૈકીના એક છે જે લોકો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોની સામાજિક કલ્યાણ યોજનાઓ ચલાવે છે. વાસ્તવમાં, તેઓ આ યોજનાઓના રાજદૂતો છે અને અમલીકરણ કરનારા છે અને આમાંથી ઘણી સંબંધિત સરકારોની ફ્લેગશિપ યોજનાઓ છે. એ વિચિત્રતા છે કે, તેમની માંગ તેઓ હડતાલ કે આંદોલન પર ઉતરે તે પછી જ સ્વિકારવામાં આવે છે અને એ પછી પણ, તેમની માંગ આંશિક અને અનિચ્છાએ સ્વિકારવામાં આવે છે.
સમગ્ર ભારતમાં, આ સ્કીમ કામદારો આરોગ્ય, શિક્ષણ અને પોષણ જેવા મૂળભૂત ક્ષેત્રોમાં ચાવીરૂપ સેવાઓ પૂરી પાડે છે. "સ્વયંસેવકો" તરીકે ઓળખાતા તેમનું પેમેન્ટમાં શોષણ કરાય છે અને ભારે કામ લેવાય છે અને તેમને કોઈ લાભો મેળવવા પાત્ર ગણવામાં આવતા નથી. આશરે 27 લાખ આંગણવાડી કાર્યકરો અને મદદગારો છે અને તેમાં ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીઝ (આઈસીડીએસ) હેઠળ મુખ્યત્વે મહિલાઓ છે અને આટલી જ કામદાર સંખ્યા એમડીએમએસ હેઠળ છે, આશરે 10 લાખ એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ્સ (આશા) કામદારો અને અર્બન સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ્સ (ઉષા) કામદારો અને આશરે ત્રણ લાખ સહાયક નર્સ મિડવાઇફ (એએનએમ) કામદારો છે અને આ બધા રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ આવે છે. આ શિવાય રાષ્ટ્રીય બાળ મજૂરી યોજના, નાની બચત યોજનાઓ, સર્વ શિક્ષા અભિયાન અને રાષ્ટ્રીય ગ્રામીણ જીવનનિર્વાહ મિશન વગેરે હેઠળ લાખો કામદારો કામ કરે છે.
તેમની કામની જવાબદારીઓ અને અવકાશને ધ્યાનમાં રાખતા સ્પષ્ટ છે કે આ મહિલા-પ્રભુત્વ ધરાવતા કામો છેવાડાના તબકાના કલ્યાણને સમાવી લેતી નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેઓ સામાજિક કલ્યાણ યોજનાઓના "ચહેરા" અને "હાથ" છે જે ગર્ભવતી સ્ત્રીઓ, બાળકોથી લઈને બીમાર અને કુપોષણવાળા લોકોને આવરી લે છે. તેમના યુનિયનો જણાવે છે કે, તેમના પર કામનું ભારણ હોવા છતાં, તેઓ સરકારી સર્વેક્ષણો અને ડેટા કલેક્શન ડ્રાઇવ્સ હાથ ધરવા તૈયાર છે. જો કે, આ કર્મચારીઓને સરકારી કર્મચારીઓ તરીકે માનવામાં આવતાં નથી, ઉપરાંત તેમના ખભે મુકવામાં આવેલી જવાબદારી કરતા તેમને ઘણુ ઓછું "વેતન" ચૂકવવામાં આવે છે. યુનિયનોએ એ પણ ધ્યાન દોર્યું છે કે જુદી જુદી યોજનાઓમાં વિવિધ બજેટ કાપ સાથે તેમની અસલામતી અને જવાબદારીઓનો બોજો ઉમેરાય છે. મીડિયા અહેવાલો અનુસાર 2015-16ના કેન્દ્રિય બજેટમાં આઇસીડીએસ અને એમડીએમએસ માટેની બજેટ ફાળવણીમાં ઘટાડો થયો હતો. તેમના કામના મહત્વને ધ્યાનમાં રાખીને કોઈપણ એવું માનશે કે રાજ્ય અને કેન્દ્ર સરકારો તેમને યોગ્ય વેતન અને કામનું વાતાવરણ પુરૂ પાડવું જોઈએ.
જોકે આ મુદ્દો નથી બનતો અને તેનું આશ્ચર્ય પણ નથી થતું. મહારાષ્ટ્ર સરકારે 2018માં મહારાષ્ટ્ર એસેન્સિયલ સર્વિસિઝ મેઇન્ટેનન્સ એક્ટ હેઠળ તો તેમના અસંતુષ્ટ આંગણવાડી કાર્યકરોને આવરી લીધા પરંતુ તેમની લાંબા-સમયની પડતર માંગને માન્યતા આપવાનું અવગણ્યુ. બિહારમાં, જાન્યુઆરી 2019 ની શરૂઆતમાં જ્યારે 2.48 લાખ રસોયાએ શાળાઓમાં એમડીએમએસ માટે રાંધવાનું બંધ કરી દીધું હતું, તેમની હડતાલથી લાખો સ્કૂલના બાળકોને અસર થઈ હતી તેમ છતા છેક 39 દિવસની હડતાલને અંતે તેમના પગારમાં મામૂલી વધારો જાહેર કરવામાં આવ્યો. આંગણવાડી કાર્યકરોના યુનિયન એવો પણ આક્ષેપ કરે છે કે સરકાર 25 કરતા ઓછા લાભાર્થીઓ ધરાવતા આંગણવાડી કેન્દ્રો બંધ કરવાનો પ્રયાસ કરી રહી છે. મહારાષ્ટ્રમાં 97,000 મોટી અને 10,000 નાની આંગણવાડીઓ છે, અને દરેકમાં ઓછામાં ઓછા એક શિક્ષક કે સંચાલક અને સહાયકને રોજગારી આપે છે, આ આંગણવાડીઓ બંધ થતા તેમની આજીવિકાને ફટકો પડશે.
17 જાન્યુઆરી 2018ના રોજ, કેન્દ્ર સરકારની યોજના હેઠળના 50 લાખથી વધુ કામદારોએ દેશભરમાં હડતાલ ચલાવી અને સમગ્ર દેશમાં જીલ્લાના મુખ્યમથકોમાં વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. તમામ 10 કેન્દ્રીય વેપાર સંગઠનો દ્વારા હડતાલ પાડવામા આવી હતી. સરકારે મે 2013થી ભારતીય શ્રમ પરિષદની (આઈએલસી) ભલામણોને લાગુ નહી કરીને તેમની ચિંતાઓની અવગણના કરી રહી છે. તેમની ભલામણો પ્રમાણે, કેન્દ્ર સરકારની યોજનાના "સ્વયંસેવકો"ને કામદારો તરીકે માન્યતા આપવી જોઈએ, તેમને લઘુત્તમ વેતન અને પેન્શન મળવા જોઈએ, અને સામૂહિક રીતે વાટાઘાટો કરવાનો તેમને અધિકાર આપવો જોઈએ. તાજેતરની હડતાળના કર્મચારીઓની માગણીમાં આઇએલસીની ભલામણો, કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ અને કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ આવરી લેવા, કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ માટે બજેટમાં યોગ્ય નાણાંકીય ફાળવણી, તેમને અમલમાં મૂકવા માટે આંતરમાળખાકીય સુવિધા અને સ્થિરતા અને આમાંની કેટલીક યોજનાઓનું બિન-સરકારી સંસ્થાઓને સામેલ કરીને ખાનગીકરણ કરવાનો પ્રયાસ વગેરે મુદ્દા હતા.
આ કામદારોએ ધ્યાન દોર્યું છે કે તેમના કામને ઓછું મહત્વ અપાઈ રહ્યુ છે અને તેમની માગણીઓને અવગણવામાં આવી છે કારણ કે "મહિલાઓની કામગીરી"ની જેમ જ તેમનું કામ માનવામાં આવે છે. આ યોજનાઓ માટે ખાનગીકરણ અને બજેટ ફાળવણીમાં કાપના પ્રયાસો એ રાજ્યની જવાબદારીઓમાંથી છટકવાના પ્રયાસ છે. તેથી, આ કામદારોના સંઘર્ષને ફક્ત કામદારોના વર્ગની આર્થિક માંગથી ઉપર ઉઠીને જોવો જોઈએ.