ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

રાફેલના પગેરૂને ઢાંકવું

રાફેલની સતત ચર્ચા પીએમઓની ભૂમિકાની તપાસ માંગે છે અને સરકારના દાવાઓને નબળા પાડે છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

2019ની લોકસભાની ચૂંટણીઓમાં રાફેલ મુદ્દાએ વિરોધ પક્ષોએ મજબુત કર્યો છે, જેમાં અનિલ અંબાણી અને સરકાર ઉપર રાફેદ સોદાને લગતી અનિયમિતતાઓની જવાબદારી લેવાનું દબાણ વધારે છે. બીજી બાજુ, સરકારના પ્રવક્તા આ અનિયમિતતાઓથી હાથ ખંખેરી લેવાના સતત પ્રયત્નો કરી રહ્યા છે. જો કે, તાજેતરના અહેવાલોએ સરકારને વિવાદમાં મજબુતીથી ઘેરે છે અને ભ્રષ્ટાચાર અને મલિનતાને ઉઘાડા પાડે છે.

એપ્રિલ 2015માં, અંબાણીની રિલાયન્સ ડિફેન્સે ભારતીય હવાઇ દળ (આઇએએફ)ના ફ્રાન્સના ડેસોલ્ટ એવિએશન દ્વારા ઉત્પાદિત ઘણા રાફેલ વિમાનોની ખરીદી માટેના કરારમાં હિસ્સો મેળવ્યો હતો. સોદા પહેલા માત્ર બે અઠવાડિયા પહેલા નોંધાયેલી કંપનીને તત્કાલ પેમેન્ટ કરવામાં આવ્યુ હતું. બધા તરકટો અને નાટક સાથે આ કોન્ટ્રાક્ટ ઉઘાડો પડી ગયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળના પહેલા વર્ષ દરમિયાન વિશ્વ સત્તાના પદે આરુઢ થવાની તેમની મહાત્વાકાંક્ષાના ભાગ રૂપે ફ્રાંસની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો કહેવાતો હેતુ ભારતના બાહ્ય જગત સાથેના સંબંધોને મજબુતી પ્રદાન કરવાનો હતો. ભારતના વિદેશ સચિવ, એસ. જયશંકરે મુલાકાત પછી તરત કહ્યુ હતું કે, આ "નેતૃત્વ સ્તરની મુલાકાત" હતી અને તેમાં "ચાલુ સંરક્ષણ કરારના ઊંડાણપૂર્વકની વિગતો"માં પડ્યા નથી.

અગાઉની સરકારની 2007માં જટિલ વાટાઘાટ શરૂ થયા પછી "રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ"(આરએફપી), ડેસોલ્ટ સાથેનો સોદો ઘોંચમાં પડ્યો હતો. જેમાં અનુરુપ હથિયારોથી સજ્જ 18 જેટલા યુદ્ધ જહાજોની ખરીદી કરવાની હતી અને આગામી સમયમાં ભારતની સરકારી કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. (એચએએલ) સાથેના સહયોગથી 108 વિમાનો બનાવવાની યોજના સામેલ હતી. ઉંચી કિંમતની રકઝક વચ્ચે કેટલીક ગૂંચવણો સર્જાઈ હતી, જે સંપૂર્ણ ખરીદી અને ટેકનોલોજી ટ્રાન્સફરના સોદા માટે અનપેક્ષિત નહોતી. જેમાં એચએએલને છ ગણા એરક્રાફ્ટના ઉત્પાદન માટે ખર્ચના આશરે 70% ફાળો આપવાનો હતો.

વિદેશી સચિવના આ જટિલ વિગતોને "જાહેર" ચર્ચાનો મુદ્દો બનાવવાના ઇનકાર બે દિવસની અંદર, ભારતના વડા પ્રધાને ઉતાવળે 36 એરક્રાફ્ટ માટે ફ્રાન્સ સાથે "ઇન્ટર-ગવર્ગનમેન્ટ એગ્રિમેન્ટ" (આઇજીએ)ની જાહેરાત કરી દીધી. સંયુક્ત નિવેદનને એવી રીતે રજુ કરાયું કે, "અલગ પ્રક્રિયાના ભાગરૂપે ડેસોલ્ટ એવિયેશન દ્વારા જણાવવામાં આવ્યું તેના કરતાં વધુ સારું રહેશે."

તેમાં સંખ્યા જણાવાઈ નહોતી, તે કહેવાની જરૂર નથી. "અલગ પ્રક્રિયા"માં વાટાઘાટ હેઠળના સોદામાં અનેક વચનો સામે, આઇજીએએ સંપૂર્ણ ખરીદીથી વિશેષ કંઈ ઓફર કર્યું નહોતું. વર્ષ 2007માં આરએફપીના ભંડોળના 42000 કરોડનો અંદાજ 126 જેટલા જેટલા જેટની ખરીદી માટે અથવા લગભગ દરેક વિમાન માટે રૂ.350 કરોડ આંકવામાં આવ્યો હતો. જોકે, આ ઇચ્છનીય વિચાર બની શકે તેમ હતું, છતાં સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકરે જૂની ડીલ હેઠળ દરેક વિમાન માટે રૂ.715 કરોડની કિંમતની વાત કરી હતી, જે પછી આઇજીએ દ્વારા સુપરસીડ કરવામાં આવી હતી. સલામતીના કારણોને લઈને આઇજીએ હેઠળ સંમત થતા ભાવને પ્રગટ કરી શકાય તેમ ન હોવા છતાં, સંરક્ષણ પ્રધાન સુભાષ ભામરેની નવેમ્બર 2016 માં લોકસભામાં જીભ લપસી ગઈ કે દરેક વિમાનની રૂ.670 કરોડની આસપાસ કિંમત થશે. આનો ડેસોલ્ટ અને રિલાયન્સ ડિફેન્સ દ્વારા ફેબ્રુઆરી 2017માં પ્રસિદ્ધ થયેલા રૂ. 1,660 કરોડની કિંમત સાથે વિરોધાભાસ સર્જાતો હતો.

એરક્રાફ્ટની પહેલી ડીલીવરીની જાહેરાત થઈ નથી ત્યારે હવે શંકા મજબુત થાય છે કે  નિર્ધારિત સમયમાં તે થશે કે કેમ. દરમિયાન વધુ શરમજનક બાબત એ છે કે સરકારી નિર્ણયોના બચાવના પ્રયત્નો માટે સરકારી સંસ્થાઓ અને એજન્સીઓની આખી ફોજને ઉતારવામાં આવી છે. ઓગસ્ટ 2018માં, નાગરિક અધિકારના વકીલ પ્રશાંત ભૂષણ જેમણે મોદી સરકારને બચાવવાનું પડતુ મુક્યું છે એવા અરુણ શૌરી અને યશવંત સિન્હા સાથે મળીને રાફેલ સોદા પર વિગતવાર હકીકત પત્રિકા રજૂ કરી હતી. ઘટનાક્રમમાં એક જગ્યાએ ભેગા થઈને, તથ્યો સંભવિત ગેરવ્યવસ્થામાં સોદામાં ગડબડ તરફ નિર્દેશ કરે છે.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા તપાસ માટે સુપ્રીમ કોર્ટ સમક્ષની અરજીમાં આ અગ્રણી પોલીસ સંસ્થામાં વરિષ્ઠ કર્મચારીઓમાં મોટી માત્રામાં ફેરફાર અને પરિવર્તન કરવામાં આવ્યું હતું અને ટોચની કેડર વચ્ચે અનિચ્છનીય આંતરીક યુદ્ધ શરૂ કરતું હતું. ટોચના સીબીઆઈ અધિકારીઓને આ વિગતોને ઉઠાવવાના દંડ રૂપે દુર કરવાની સમરી ભરવામાં આવી હતી તે જ રીતે, સુપ્રીમ કોર્ટના એક વરિષ્ઠ ન્યાયાધીશે નિવૃત્તિ પછીના પોસ્ટિંગની ઓફર તરફ શંકા વ્યક્ત કરી હતી. ધારણા પ્રમાણે જ શાસને સીબીઆઈની તપાસનો આદેશ નહીં આપતા, તેમાં કોર્ટે વધુ નાલેશીભરી રીતે ભારતના કંટ્રોલર અને ઑડિટર જનરલ (કેગ) દ્વારા પૂછપરછ કરવા કહ્યુ અને તેની પણ જાહેરાત ન થઈ.

આખરે જ્યારે કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો ત્યારે, તેમણે રાફેલ જેટની પસંદગી નાણા અને કિંમતોના આધારે કરવામાં આવી હોવાનું કહ્યું. પરંતુ, આ દાવાની પોલ પહેલેથી જ સંરક્ષણ મંત્રાલયના દસ્તાવેજોના ખુલાસોઓથી ઉઘાડી પડી ગઈ છે, જે સૂચવે છે કે આઈજીએ કાર્યરત થયા પછી દરેક વિમાનની કિંમતમાં 41% વધારો થયો છે. પ્રધાનમંડળના અધિકારીઓ દ્વારા તૈયાર કરાયેલા મેમોરેન્ડમમાં વડા પ્રધાનની દખલગીરીના વલણને પરિણામે ભારતના ભાવતાલ પર ગંભીર અસર થઈ થઈ હોવાનું સૂચવવામાં આવ્યું છે.

વ્યવહારિક દાવપેચમાં, સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના વિષય પર ઘણી મહેનત કરી છે અને તેની વિશિષ્ટ જાળવણીનો તેમનો દાવો છે. રાજકીય વિરોધીઓને ધ્વસ્ત કરવા માટે "રાષ્ટ્ર-વિરોધી પ્રવૃત્તિ" ના જૂના વલણને નવા વાઘા પહેરાવવામાં આવ્યા છે. પરંતુ, ભ્રષ્ટાચાર નાબુદ કરવાનું બાજુએ મુકી દેવાયું છે. 

Back to Top