ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

'મીલાવટી સરકાર'ની તરફેણમાં

બીજેપીની શુદ્ધતાને લઈને આવતો દરેક સૂર વાસ્તવમાં લોકશાહીના દૂષણને વધારે છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

વિરોધપક્ષોની એકતા મજબુત થવાની સાથે, ભારતીય જનતા પાર્ટી (બીજેપી) કેમ્પમાં બેચેનીનું પ્રમાણ વધી રહ્યુ છે. તેના ટોચના નેતૃત્વ દ્વારા વારંવાર કરવામાં આવતા તિવ્ર નિવેદનોમાં આ સ્પષ્ટ જોઈ શકાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વિરોધપક્ષોની એકતાને "મિલાવટી સરકાર" (ભેળસેળવાળી સરકાર) તરીકે ઓળખાવવાનો પ્રયાસ કર્યો. અમિત શાહ પણ આ વિરોધ પક્ષો દ્વારા રચાયેલી ગઠબંધન સરકારની સંભાવના પર મજાક કરીને કહેતા હતા કે આવી સરકારના દરરોજ નવા વડા પ્રધાન બને છે. લોકસભાના સંસદીય સત્રના છેલ્લા દિવસે તેમના ભાષણમાં, મોદીએ પોતે સ્થિરતા માટે બહુમતી સરકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને તેમના મત મુજબ, તેમણે ભારતના વૈશ્વિક સ્તરે દબદબામાં વધારો કર્યો છે. ભાજપ અને તેના ટેકેદારો વિરોધ પક્ષના નેતા કોણ હશે તે પ્રશ્ન વારંવાર કરીને રાષ્ટ્રીય નેતૃત્વના દાવાનો બચાવ કરતા રહ્યા છે. ભાજપ એકમાત્ર પક્ષ છે જે દેશને સ્થિર સરકાર પ્રદાન કરી શકે છે તેવી મતદારોને અપીલ સાથે તેમની "મીલાવટી વિરોધપક્ષ"ના વિરોધને વધારવા માટેની રાજકીય વ્યૂહરચના સાથે સંધાન કર્યુ છે. મતદારોને આ મીલવટી સરકાર અંગે જાગૃત કરવાનો સંદેશ ભાજપના પોતાના દેખાવની મજબૂતાઈ અંગે મતો માંગવાની નિષ્ફળતામાંથી ઊભો થયો છે અને તેનો સ્થિરતાનું વળગણ પણ લોકશાહી માટે મૂળભૂત રીતે વિરોધાભાસી છે.

વૈકલ્પિક સરકાર રચવાની કોશિશ કરી રહેલા વિરોધપક્ષની એકતાને રાજકીય વાસ્તવિકતાના સંદર્ભમાં એવી રીતે સમજવી જોઈએ કે ચૂંટણી પ્રક્રિયામાં બહુવિધ અને અસંબદ્ધ રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે, જેમને એક સાથે કામ કરવાનું હોય છે. આ અસમાનતાની રાજકીય અભિવ્યક્તિ હોવાની સાથે સામાજિક જૂથોની વાજબી મહત્વાકાંક્ષા છે. જો કે, સત્તાધારી પક્ષ વિરુદ્ધ આવા લોકશાહી દાવાઓ ભાજપના મત મુજબ ભેળસેળિયા છે અથવા મેલી મુરાદવાળા છે. જો કે, ભાજપના એકલ પરિપ્રેક્ષ્યમાંથી ભેળસેળ અથવા મિલાવટ જે છે તે વાસ્તવમાં ભારતની વૈવિધ્યસભર અને અસામાન્ય સામાજિક વાસ્તવિકતા સાથે સંમત થવાનો એક માર્ગ છે. વિચારભેદવાળા રાજકીય દળોનું સાથે મળીને રાજકારણમાં ઝંપલાવવું રાજનીતિનું સંઘીય લક્ષણ છે અને તે વર્તમાન સરકારની કેન્દ્રલક્ષી વલણોની નિષ્ફળતા તરફ દોરી જાય છે. ભાજપ, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) સામે એકજુથ થઈ રહેલા વિવિધ વિરોધ પક્ષો વિવિધ સામાજિક દળો, પ્રદેશો અને ઓળખોને રજૂ કરે છે, જેનો દાવો એક પક્ષ તરીકે દર્શાવી શકાય નહી. તેથી, બહુવિધ વિરોધાભાસી-દ્રષ્ટિકોણ અને રુચિઓને સમાવવા માટે એક ગઠબંધન સરકાર આવશ્યક છે. સમાધાનની આ પ્રક્રિયા વાસ્તવમાં કેન્દ્રમાં સ્થાઈ સરકારને સુનિશ્ચિત કરવા વર્તમાન કેન્દ્ર સરકારની માત્ર સામાજિક તિરાડને પહોળી કરતી એકપક્ષવાદી કામગીરીની વિરુદ્ધ છે.

આ એકપક્ષવાદની અભિવ્યક્તિ વડાપ્રધાનની ઑફિસ (પીએમઓ)ની એકહથ્થુ સત્તા અને સરકારની કેબિનેટ સિસ્ટમ પરની પ્રભાવશાળી અસરને કારણે જોવા મળે છે. ગઠબંધન સરકારમાં કોઈ એક પક્ષ નિર્ણાયક આગ્રહ માટે દાવો કરી શકે નહીં અને તે કેબિનેટ સિસ્ટમને પુનર્સ્થાપિત કરશે જ્યાં વડાપ્રધાન અને કેબિનેટ સંયુક્ત અને સમાન રીતે સંસદ પ્રત્યે જવાબદાર છે. પીએમઓ હસ્તગત સત્તા છેલ્લાં પાંચ વર્ષોમાં જોવા મળી છે અને સંસદની મહત્તાને ઘટાડે છે અને તેથી લોકપ્રિય પ્રતિનિધિત્વને આગળ ધરીને લોકશાહી સિદ્ધાંતની ઘોર ખોદે છે. આંચકી લેવાયેલું દ્વારા સંસદીય લોકશાહીનું અધિપતિકરણ આપખુદ વલણથી ભરેલું છે. તેથી, આજે સંસદની ભૂમિકાને પુનર્સ્થાપિત કરવા અને રાજકીય પ્રક્રિયામાં લોક મહેચ્છાને પાછી લાવવાની શક્યતાઓને ખોલવા માટે ગઠબંધન સરકાર આવશ્યક બની ગઈ છે.

આખરે તો લોકશાહી એ એક અસ્થિર પ્રણાલી છે કે તેમાં સતત હરીફાઈ, રાજકીય દળોના સંબંધમાં બદલાવ આવતો રહે છે અને તે મૂળભૂત રીતે કોઈપણ રાજકીય દળ અથવા નેતાની સ્થિરતા કે સ્થાઇત્વને નકારે છે. તેથી, 50 વર્ષ સુધી શાસન કરવાની શેખી મારવી કે વિરોધ પક્ષોને આ ચૂંટણીમાંથી ખસી જવા અને એ પછીની ચૂંટણી માટે તૈયારી કરવાના ટોણા મારવા, આવી બાબતોને લોકશાહીમાં કોઈ સ્થાન નથી. લોકશાહીની આ ક્રાંતિકારી અસ્થિરતાને કેન્દ્રમાં સરકારોના સતત બદલાવ કે ગબડાવવા સાથે કોઈ લેવાદેવા નથી. એ પણ નોંધવું જોઈએ કે બિન-કોંગ્રેસ, બિન-ભાજપની નેતૃત્વવાળી ગઠબંધન સરકારોના અગાઉના પ્રયોગોને કહેવાતા રાષ્ટ્રીય પક્ષો દ્વારા અસ્થિર કરવામાં આવ્યા હતા. તેમ છતાં, જો આવા વારંવાર ફેરફારો સામાજિક ઉત્પાતનું પરિણામ હોય તો સ્થિરતાના નામે તેને ભાંડવાના પ્રયત્નો કદાચ ટૂંકા ગાળાના લોકશાહી પ્રક્રિયાઓના પ્રમાણમાં હોઈ શકે છે. આ એવા પ્રકારની લોકશાહી અસ્થિરતા છે જેમાં લોકપ્રિય દળોએ સક્રિય ભૂમિકા ભજવવાની છે અને સિસ્ટમની સીમાઓને કેટલાકના જ નહી પરંતુ ઘણા લોકોના હિતો અને સુખાકારી તરફ વિસ્તારે છે. ઢીલા ગઠબંધન (એકપાત્રીય એક પક્ષની સરકારની સામે)માં લોકહીતની નીતિને આગળ કરવાની શક્યતા રહે છે, કારણ કે શાસક પક્ષની અંદરના વિરોધાભાસનો ઉપયોગ તે દિશામાં થઈ શકે છે. આ સંદર્ભે અમિત શાહની એ ટિપ્પણી જોવી જોઈએ, જેમાં તેમણે કહ્યું હતું કે વિરોધપક્ષની એકતા ભાજપની મજબુત સરકાર સામે મજબુરોનો શંભુમેળો છે. લોકશાહીમાં, ઇચ્છનીય છે કે લોકલાગણીને અવગણતી કહેવાતી મજબુત સરકારને બદલે લોક હિતો અને અપેક્ષા સામે સરકાર મઝબુર બને.

Back to Top