માહિતીનું જોખમ?
આંકડાકીય સંસ્થાઓની સ્વાયત્તતા એ આંકડાકીય માહિતીની વિશ્વસનીયતાની ખાતરી કરવા માટે આવશ્યક છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન (એનએસસી)ના બે સ્વતંત્ર સભ્યોના રાજીનામાએ ફરી એકવાર ભારતમાં જાહેર સંસ્થાઓની સ્વાયત્તતાના પ્રશ્નો ઉભા કર્યા છે. એનએસસી 2006માં માત્ર અધિકૃત આંકડાઓ માટે જ નહી પણ પરંતુ તે ડેટા જાહેર સાર્વજનિક ક્ષેત્રમાં મૂકવા માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ, રાજીનામું આપેલી સભ્યો સૂચવે છે તેમાં આવી મૂળભૂત જરૂરિયાત સંતોષાતી નથી. સરકારે ડિસેમ્બર 2018માં એનએસસીની માંગને અવગણીને જુલાઈ 2017-જૂન 2018 માટે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસર્સ(એનએસએસઓ) પિરીયોડિક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ)નો રિપોર્ટ પ્રકાશિત ન કરવાનું પસંદ કર્યું છે. જે સભ્યોએ રાજીનામુ આપ્યુ તેમણે નીતિ આયોગ સામે પણ એનએસસી સાથે પરામર્શ કરવા અંગેની ઉદાસીનતાને લઈને પણ જાણીતા આંકડાકીય સંસ્થાને બાજુએ ધકેલવા અંગેની પોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે.
જો કે, આ કંઈ પ્રથમ ઉદાહરણ નથી જેમાં નીતિ આયોગે એનએસસીની અસરકારકતા અને સ્વાયત્તતાને નબળી પાડવાની કોશીષ કરી છે. નીતિ આયોગ અને સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસિઝ (સીએસઓ) દ્વારા એનએસસીને બાયપાસ કરીને નવેમ્બર 2018માં 2011-12ના બેઝ વર્ષ તરીકે બેકડટેડ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) શ્રેણીની નવી આંકડાકીય માહિતી બહાર પાડવામાં આવી હતી. તેમાં પણ તેમણે પહેલાના વર્ષોની સરખામણીએ વર્તમાન સરકારના સારા વિકાસ પ્રભાવને દર્શાવવા માટે તેની સબકમિટીના અહેવાલને પાછો ખેંચવાની પણ માંગ કરી હતી. આ રિપોર્ટ એનએસસી રિપોર્ટમાં પૂરા પાડવામાં આવેલા આંકડાઓથી નોંધપાત્ર રીતે અલગ હતો. આ હિલચાલની પણ નિષ્ણાતોએ ઘણી ટીકા કરી હતી, અને તેમણે અધિકૃત આંકડા સાથે ચર્ચા કરવા માટે નીતિ આયોગ અને સીએસઓને બોલાવ્યા હતા.
એનએસએસઓના અહેવાલમાં, તેમનું તથ્ય મહત્વપુર્ણ હશે કારણ કે આ સર્વે દેશના રોજગાર દૃશ્ય પર વિશ્વાસપાત્ર ડેટા પ્રદાન કરવા માટે હાથ ધરવામાં આવ્યો હતો, ખાસ કરીને વિમુદ્રીકરણ અને જીએસટીને લાગુ પાડ્યા પછી. આ અહેવાલ ઘણેખરે અંશે અપેક્ષિત ઘરેલું સર્વે હોઈ, સરકારે તેનું પ્રકાશન શા માટે અટકાવ્યું છે? સામાન્ય પ્રશ્ન એ છે કે આ અહેવાલ સરકારના દાવાથી વિરુદ્ધ દેશમાં દાવાની પરિસ્થિતિના વિપરીત ચિત્રની રજૂઆત કરે છે.
મીડિયા દ્વારા એનએસએસઓ રિપોર્ટમાંથી લીક થયેલા ડેટાના પ્રકાશન દ્વારા આ વાતની ખાતરી થઈ છે, જે દેશમાં રોજગાર કટોકટીને પ્રકાશમાં લાવે છે. લીક થયેલા રિપોર્ટ મુજબ, 2017-18 માં, દેશમાં સામાન્ય સ્થિતિ (વર્ષનાં સંદર્ભ સમયગાળાના આધારે વ્યક્તિઓની પ્રવૃત્તિ સ્થિતિ) મુજબ દેશમાં બેરોજગારીનો દર 6.1% હતો, જ્યારે વર્તમાન વીકલી સ્ટેટસ સ્થિતિ (સીડબલ્યુએસ) મુંજબ, બેરોજગારીનો દર ભયજનક 8.9% હતો. શહેરી વિસ્તારોમાં અને ગ્રામિણ વિસ્તારોમાં આ આંકડા અનુક્રમે 7.8% અને 9 .6% અને 5.3% અને 8.5% અનુરૂપ હતા. વધુમાં, યુવાનોમાં (15 અને 29 વર્ષની વયે) બેરોજગારીનો દર નોંધપાત્ર રીતે ઊંચો હતો. પરંતુ, શ્રમ બળ સહભાગિતા દર (એલએફપીઆર) 36.9% નીચો હતો, જે સૂચવે છે કે વધુ લોકો, ખાસ કરીને મહિલા કર્મચારીઓ કામથી દુર થઈ રહ્યા હતા. ઓછી LFPR સાથે બેરોજગારીનો ઊંચો દર જોકે, ભારત જેવી વિકસી રહેલી અર્થવ્યવસ્થા કે જેમાં મોટા વસ્તી આધારિત વિભાજન છે તે માટે સારી નિશાની નથી.
એનડીએ સરકાર, આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, રાજીનામું આપેલા સભ્યોની ચિંતાને એમ કહીને હળવી કરવા માંગે છે કે આ માહિતી ફક્ત ડ્રાફ્ટ ફોર્મમાં જ ઉપલબ્ધ છે. એમ બની શકે કે NSSO રિપોર્ટ ફક્ત તેના "ડ્રાફ્ટ" તબક્કામાં હોય; જો કે, આ રિપોર્ટને પ્રસારિત કરવાથી રોજગારીની કટોકટી છતી થવાનો ભય હતો તે હકીકતને નકારી શકાતી નથી. આનાથી અપેક્ષિત, એનડીએ સરકારે સંસદમાં અને મીડિયામાં બંને સમક્ષ કરેલા રોજગાર સર્જનના દાવાઓ સામે વિપક્ષના પ્રશ્નોનો સામનો કરવા સક્ષમ બનત. એનડીએએ 2014માં આપેલા 1 કરોડ રોજગાર સર્જનના વચનને ભુલવું ન જોઈએ. બીજી બાજુ, ડેટાના પ્રકાશનથી સૂચવવામાં આવે છે કે બેરોજગારીનો રેકોર્ડ છેલ્લા 45 વર્ષમાં સૌથી ખરાબ રહ્યો છે. દિલ્હીની કેન્દ્ર સરકારને ખબર હતી કે આ આંકડાકીય સત્યને પ્રકાશિત કરતા પોતાના માથે જોખમ આવશે અને આ વર્ષે લોકસભા ચૂંટણીઓમાં સરકાર માટે તે વિનાશક સાબિત થશે.
બેરોજગારી અંગાના અહેવાલ અને ડેટાની સારા રાજકારણ અને મજબૂત આર્થિક વિશ્લેષણ માટે મૂલ્યાંકન મૂલ્યની અસરો પડે છે. આવી આંકડાકીય માહિતી જન સામાન્યના ફાયદા માટે શાસક વર્ગને વધુ સ્પષ્ટ નીતિ અપનાવવામાં મદદ કરશે. તે રોકાણકારો અને વ્યવસાયિકોને પણ તેમની આર્થિક પ્રવૃત્તિઓની યોજના બનાવવા માટે મદદ કરશે. તેમછતાં, હકીકત એ છે કે એનએસસીના નિર્ણયોને અવગણવા અને અધ્યયનને નકારીને, નીતિ આયોગે આંકડાકીય સંસ્થાની સ્વાયત્તતાને અવગણી છે, અને આમ કરવાથી, અધિકૃત આંકડાઓની વિશ્વસનીયતા પર પ્રતિકૂળ અસર પડી છે.