ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

માર્જિનને ઓપ્ટિમાઇઝ કરવાની સંભાવનાઓ

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ખાસ કરીને લોકશાહીમાં રાજકીય માર્જિનની ચર્ચા વિરોધાભાસી દેખાઈ શકે છે. સૈદ્ધાંતિક કારણની દ્રષ્ટિએ સંસદીય લોકશાહીના રક્ષણમાં સામાન્યપણે બનાવવામાં આવે છે ત્યારે માર્જિન માટે કેસ બનાવવો અસંગત દેખાશે. રોટેશનનો સિદ્ધાંત તેની ગતિશીલતાને લઈને સંસદીય લોકશાહીનું મૂળ છે અને તેમાં સંસ્થાકીય શક્તિમાં નેતાઓની સતત બદલાતા  રહેવાની અપેક્ષા રહે છે. આવા રોટેશનના પરિણામે, ઔપચારિક અર્થમાં, માર્જિન પરના લોકો સત્તાના કેન્દ્રમાં ઉભા થઈ શકે છે અને ટોચ પર ઉભેલાને સીડીની નીચે ઉતરવા દબાણ કરી શકાય છે. લોકશાહીના ચૂંટણી પાસમાં આ સંક્રમણને પ્રાપ્ત કરવાનું સ્વિકારવામાં આવ્યું છે. આને અલગ રીતે કહીએ તો, લોકશાહીના જીવનમાં માર્જિન ક્યારેય સ્થિર અથવા જડ હોતો નથી; તેમની પાસે કેન્દ્રમાં જવાની સ્થિતિસ્થાપકતા છે. અને હજી સુધી, ભારતીય લોકશાહીએ તેમનો પોતાનો માર્જિન હોવાનો આ ફરક જાળવી રાખ્યો છે; એવો માર્જિન કે જે કેન્દ્રના અસમપ્રમાણ સંબંધમાં અસ્તિત્વમાં છે જે વધુ મજબૂત બન્યો છે અને ઓછામાં ઓછા કેટલાક વર્ષો સુધી સત્તામાં સ્થિર રહેવા માંગે છે.

રાજકારણનું કેન્દ્ર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આસપાસ ફરે છે અને લાગે છે કે તે ભારતમાં રાજકીય ચર્ચાની શરતોનું નિર્ધારણ કરે છે. આ તે હકીકતથી સ્પષ્ટ થાય છે કે સમકાલીન દૃશ્યમાં, વિરોધ પક્ષ પ્રતિક્રિયાશીલ બળ બનતો અટકી ગયો છે. આ સ્થિતિમાં, નાના પક્ષો અથવા માર્જિન પરની કે છેવાડાની પાર્ટીઓ બે સ્થિતિઓમાં કામ કરતી હોય તેવું લાગે છે. આ સ્થિતિઓ દેખીતી રીતે જુદી જુદી લાગે છે, પરંતુ મૂળરુપે એક અને સમાન છે. ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડ્રેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)નો ભાગ છે એવા નાના રાજકીય પક્ષોએ, ખાસ કરીને અને માર્જિનનો સામનો કરી રહેલા કેટલાક નિર્ણાયક મુદ્દાઓને કેન્દ્ર તરફ જવા પર સ્વતંત્ર પક્ષ લેવાનું પહેલેથી જ છોડી દીધું છે એવું દેશમાં સામાન્ય રીતે નજરે પડે છે. જે પક્ષો માર્જિનના પ્રતિનિધિ હોવાનો દાવો કરે છે, તેઓ ક્ષેત્રિય રાજકારણમાં રહીને પોતાનાં વિશેષ હિતોને ધ્યાનમાં રાખીને સાવચેતીભર્યું સ્થાન લેતા હોય તેવું લાગે છે. ચાલો હવે ટેબલ ફેરવીએ અને પૂછીએ કે: શું આ પક્ષો ખરેખર માર્જિન પર છે? નિર્ભેળ ચૂંટણીની રાજનીતિની દ્રષ્ટિએ આ પક્ષો હાંસિયામાં હોઈ શકે છે, પરંતુ નોંધપાત્ર રાજકારણની દ્રષ્ટિએ તેઓ કેન્દ્રમાં હોવા જોઈએ. કેન્દ્રમાં હોવાનો ફાયદો જે આ પક્ષો ધરાવે છે તેવા જ્યોતિરાવ ફૂલે અને બી.આર. આંબેડકર જેવા સુપ્રસિદ્ધ ચિંતકોના સંદર્ભમાં સમજવો જોઈએ. બીજું, આ પક્ષો આ વિચારકોના બૌદ્ધિક સમર્થન દ્વારા હાંસિયામાં ધકેલાયેલા વંચિતોની રાજકીય શક્તિને આગળ વધારવા માટે સારી સ્થિતિમાં છે. આને જુદા શબ્દોમાં કહીએ તો, સમાજના સમૃદ્ધ વર્ગને ફૂલે અને આંબેડકરના વિચારોમાં કોઈ રસ નથી. આમ, તેમની રાજકીય મોબિલાઇઝેશની સામગ્રી સમૃદ્ધ છે પરંતુ ક્રોસફર્ટિલાઇઝેશનની રાહ જુએ છે. ચૂંટણીના સંદર્ભમાં પણ માર્જિનથી રાજકીય કેન્દ્ર તરફ જવા માટે આ એકદમ આકર્ષક શરતો છે. અને તેમ છતાં, આ પક્ષો માર્જિનને ઓપ્ટિમાઇઝ કરવામાં નિષ્ફળ જાય છે જે તેની મૂળભૂત વિચારધારા રાજકારણમાંમાં વૈચારિક રીતે સર્જનાત્મક અને પરિવર્તનશીલ છે. તે સાચું કે શક્તિશાળી દળો બિનશક્તિશાળીના વર્ચસ્વને પેદા કરવાના પ્રયત્નોને નિષ્ફળ બનાવવા માટે તમામ પ્રકારના હેરફેરના અને દબાણયુક્ત માધ્યમોનો ઉપયોગ કરે છે. પરંતુ તે પણ એટલું જ સાચું છે કે આ પક્ષો પ્રાદેશિક સ્તરે સુસંગત રહેવાનો હેતુ સાધી રહ્યા છે.

ઓપ્ટિમાઇઝિંગ એ એક આમૂલ પ્રક્રિયા છે જેમાં નેશનલ મોબિલાઇઝેશન અથવા હાંસિયામાં રહેલા લોકોના ભારતભરના સમુહને ગતિશીલતા સાથે કાટકોણ દેશામાં આગળ વધવાના પ્રયાસો શામેલ છે. પરંતુ આ નેતાઓ જુદી જુદી વંચિત સામાજિક જૂથોને એકત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતા હોવાથી વંચિતોની આ ગતિશીલતા આડા માર્ગને આગળ વધારશે. આવા નેતાઓના આ પ્રયત્નો વંચિતોથી વંચિતો તરફ આગળ વધે છે. દેશમાં દલિત અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) ની રાજનીતિમાં આંતર-જૂથો અને આંતર-જૂથોના સતત વધતા પ્રસારમાં આ સંકુચિત પગલું સ્પષ્ટ છે. એવું લાગે છે કે માર્જિનમાં યથાવત રહેલી અશક્યતા બાહ્યરૂપે પ્રેરિત અને આંતરિક રીતે સ્થાઈ છે. મર્દાના રાજકારણ અસરકારક રીતે રમવા માટે પક્ષકારો દ્વારા ઉપરથી તેને પ્રેરિત કરવામાં આવે છે. શાસક પક્ષોની હાલની અને પહેલાની મર્દાના જરૂરિયાતમાં, છેવાડાના પક્ષોની હાજરી તાર્કિક રીતે મર્દાના પ્રોજેક્ટને પોષે છે. એ જ રીતે, આ પક્ષોના નેતાઓ તેમની ખાસ ઓળખને વળગી રહેવાથી, તેમાં હાંસિયામાં ધકેલાયેલા અને પોતાની જાત બંનેનો સમાવેશ કરી શકે છે. આવા પક્ષો હંમેશાં પોતે વિશિષ્ટરૂપે વૈશ્વિક છે, તેવી ચોક્કસ સામાજિક ઓળખને કાયમી બનાવવાના તેમના પ્રયત્નોમાં હંમેશાં કારણો આપી શકે છે, પરંતુ તે નામ માત્રના હોય છે અને સારગર્ભિત રીતે નહીં. આ નાના જૂથો તેના તર્કમાં સમાવવા માટે મર્દાના ક્ષમતાના અભાવને સમજાવી શકે છે. આવા પક્ષોના સભ્યોને રેટરિકલી અથવા આંશિક રીતે સમાવવા માટે મર્દાના ક્ષમતા આવશ્યક છે. તદુપરાંત, રાજકીય આધિપત્યનો તર્ક ચૂંટણીની લોકશાહીમાં માર્જિનમાંથી ઉભરતા દરેક અવાજને તેના તર્કમાં ઢાળતો હોય છે. હાંસ્યાસ્પદ એ છે કે વંચિતાના પક્ષોના વિચાર અને વંચિત લોકોની સંખ્યાના સંદર્ભમાં પૂરતા પ્રમાણમાં છે, પરંતુ તે કેન્દ્રમાં આગળ વધવાની સ્થિતિમાં નથી.

Back to Top