ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

પારદર્શિતા અને ઇલેક્ટોરલ બોન્ડ

શું ભારતની ચૂંટણી પ્રણાલીને પારદર્શિતા જવાબદેહ બનાવશે?

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ઇલેક્ટોરલ બોન્ડની હાજરીને લઈને આ નવો શોરબકોર શા માટે થઈ રહ્યો છે? શું આપણને ખબર નથી કે ઇલેક્ટોરલ બોન્ડ લાગુ પાડવા શાસક સરકાર દ્વારા અનેક વિરોધાભાસી પગલાઓ લેવામાં આવ્યા છે? ચૂંટણી પંચના કાયદા અને ન્યાય મંત્રાલયને 27 મે, 2017 ના રોજના પત્રને યાદ કરો, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે નાણાં અધિનિયમોમાં કરવામાં આવેલા સુધારામાં શેલ કંપનીઓ થકી મની લોન્ડરિંગને વેગ મળશે. એ પણ યાદ કરો કે દિલ્હી સ્થિત નાગરિક સમાજ સંસ્થાઓએ 2017માં દાખલ કરેલી બે જાહેર હિતની અરજીઓcex ચર્ચા કરી હતી કે ચૂંટણીના ભંડોળને લગતા કાયદામાં સુધારણા માટેના નાણાંના બિલની અસર બંધારણમાં સમાહિત બંધારણિય યોજનાને નબળી પાડે છે. શું આપણે એ જાણતા નહોતા કે આ બંધારણિય કાર્યવાહીઓ શાસનની સર્વોચ્ચ સંસ્થાઓના ગૌરવ અને બંધારણીય પવિત્રતાને કચડી નાખનારી અને રાજનીતિના અનેક મૂળભૂત સિદ્ધાંતોને અસ્થિર કરનારી છે?

લગભગ સર્વવ્યાપક શંકા હોવા છતાં, ઇલેક્શન બોન્ડ પ્રચલિત થયા છે. અને, તેનું કારણ માત્ર શાસક પક્ષના "રાજકીય ભંડોળમાં પારદર્શિતા," "શુધ્ધ નાણાં" અને "દાતાની ગોપનિયતા"ના દાવાઓ છે. જો આમાં પારદર્શિતાને સરળતાથી જોઈ શકાય એવી હોય તો પછી તેને દાતાની ગોપનિયતા, ગુપ્તતા જેવી વાતોને કોઈ સ્થાન હોઈ ન શકે. ભ્રષ્ટાચાર બજારના વહેવારો કારણે હોય કે અમલદારો અને ખાનગી એજન્ટો વચ્ચેના સોશિયલ નેટવર્કમાં શરત આધારિત હોય, તે અહી અસ્પષ્ટ કે સુસંગત બની જાય છે. આમ અહી કાળા નાણાંને પોતાના પક્ષમાં ઉછેટવાનું સરળ બની જાય છે.

નક્કર પુરાવાનો અભાવ લોક નજરમાં આવા સરકારી દાવાઓની નિરર્થકતાનું કારણ બનતું હોય તો ઇલેક્ટોરલ બોન્ડ ઉફરની હફપોસ્ટની વર્તમાન ઇન્વેસ્ટિગેટિવ સિરિઝ આ પરિસ્થિતિનો ઉઘાડ બતાવે છે. આ રિપોર્ટોમાં આ ફંડની રીતભાતને લઈને જાહેર માનસમાં ફેલાયેલી શંકાને પુરાવા સાથે માન્યતા આપી છે. જોકે અહી એ મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આ પુરાવાઓ વર્તમાન સરકારને ન્યાયી સ્પર્ધાના લોકશાહી આદર્શોને વિકૃત કરવાના "દોષી" ઠરાવવાથી આગળ જતી રાજકીય ચર્ચાને રજૂ કરી શકે છે? આ ચિંતા વિવિધ કારણોસર પ્રવર્તે છે.

પ્રથમ ભારતની ચૂંટણીલક્ષી લોકશાહીનો બદલાતો સ્વભાવ છે, જેમાં રાજકીય આદર્શો કે નીતિ દરખાસ્તો તેમજ સત્તાની આપુર્તિ માટે નાણાં વધુ પ્રબળ સાધન તરીકે ઉભરી રહ્યા છે. પરિણામે, જ્યારે ભ્રષ્ટ રાજકીય ભંડોળ પ્રચલિત થાય છે, ત્યારે રાજકીય વિપક્ષો માટે પડકાર એ છે કે તેઓ પોતાની સતત હાજરીને જાળવી રાખે. આવા સંજોગોમાં, વિપક્ષની કોઈપણ જુબાનની રાજકીય ભાષાના વિકાસની સંભાવના ઓછી રહે છે.

બીજું, ઐતિહાસિક રૂપે, ભારતમાં ઇલેક્ટોરલ ફંડીંગ ભૂતકાળની ગોપનિય આવકના ખુલ્લા રોકાણને શક્ય બનાવવા માટે વિશેષ બેરર બોન્ડ પુરવાર થયુ છે. "સ્વૈચ્છિક જાહેરાત યોજનાઓ" તરીકે પ્રખ્યાત એવા આ ફંડે જાહેર તિજોરીઓમાં કાળા ધનને જગ્યા આપી હતી. આવી યોજનાઓ સહજ રીતે આવક, સંપત્તિ અને ભેટ પરના કરની મર્યાદાથી પ્રતિરક્ષાની ખાતરી સાથે આવી હતી. હજી તાજેતરમાં, યુપીએ સરકારે તેના કોર્પોરેટ દાતાઓની ઓળખ છુપાવવા માટે ઇલેક્ટોરલ ટ્રસ્ટની રચના કરી હતી. કાળા નાણા ધારકોને રક્ષણના આવા દૃષ્ટાંતો છે ત્યારે વર્તમાન સરકારને તેની ઇલેક્ટોરલ બોન્ડ યોજના દ્વારા રાજકીય ભંડોળમાં ભ્રષ્ટાચાર કરવા બદલ દોષિત ઠેરવવાનું અઘરૂ થઈ પડે છે.

ત્રીજું, શાસક સરકારના ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (એફસીઆરએ), 2010ની રજૂઆતની તારીખથી રાજકીય ભંડોળના “વિદેશી સ્ત્રોતો”ની સુધારેલી વ્યાખ્યાને લાગુ કરવાનો પ્રયાસ, અને ત્યારબાદ અનુક્રમે ફાયનાન્સ એક્ટ 2016 અને 2018 થકી રદ કરાયેલ એફસીઆરએ, 1976થી તેના રાજકીય વિરોધીઓને પણ રાહત મળી છે. દાખલા તરીકે, એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ અને એએનઆર વિરૂદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા અને અન્ય (2014)ના કેસમાં, દિલ્હી હાઈકોર્ટે તારણ શોધી કાઢ્યુ હતું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને વેદાંતા રિસોર્સિંસ પાસેથી ગેરકાયદેસર રીતે વિદેશી યોગદાન મેળવી રહ્યા છે. જ્યારે એફસીઆરએમાં સુધારાઓ તેમના બચાવમાં આવી શકે છે, ત્યારે વિપક્ષોને સરકારથી અસંમત થવાનું કારણ શું?

રાજકીય વિરોધની ગેરહાજરીમાં, ઉભી થતી પરિસ્થિતિ બુદ્ધિગમ્ય રીતે સમજાવે છે કે સરકાર ઇલેક્ટોરલ બોન્ડ યોજના લાગુ કરવાના મુડમાં હોવા છતા કેમ બહુ વ્યગ્ર નથી જણાતી. પુરાવા સરકારને રાજકીય દાન અને તેમના ઉદ્દેશિત અધિકારીઓ વિશેની માહિતી વિકૃત કરીને પારદર્શક ચૂંટણી પ્રણાલીમાં ભંગાણ લાવવાનો દોષ સ્વીકારવાની ફરજ પાડી શકે. પારદર્શિતાથી શરમની શક્તિમાં વધારો થાય છે, પરંતુ નિર્લજ્જતા લોકનજરમાં બહાર ન તેવું બની શકે છે.

ભારતમાં ચૂંટણી પ્રણાલીનો ઇતિહાસ ગેરરીતિઓથી ઘેરાયેલો રહ્યો છે અને એવા જ ભ્રષ્ટાચારમાં ડૂબવું કોઈ ખાસ સરકારને તેના પૂર્વગામીથી અલગ પાડતું નથી. વાસ્તવમાં રાજકીય જવાબદેહી પર પારદર્શિતાની સીધી અસર નથી. માટે, પારદર્શિતા એ અસ્પષ્ટ અને સ્પષ્ટતાની વિવિધ ડિગ્રી સાથેની પરિકલ્પના છે. જ્યારે આવા દ્રષ્ટિકોણ જોવામાં આવે છે, ત્યારે એવું કહી શકાય કે શાસક સરકારે ફંડની માહિતીની કથિત "શૂન્ય" અથવા અપારદર્શિતાને બદલે ઇલેક્ટોરલ બોન્ડની પદ્ધતિથી અસ્પષ્ટ અથવા સંદિગ્ધ પારદર્શિતા આપી છે.

અસ્પષ્ટ પારદર્શિતા સંસ્થાકીય "જવાબદેહી" રજૂ કરી શકતી નથી કે ન તો એકલી જવાબદેહી નક્કર દાયિત્વની ખાતરી આપે છે. નાગરિક સમાજ સંસ્થાઓ સક્રિય રીતે માહિતી અને પારદર્શિતાના લોકશાહી અધિકાર અને જાહેર સંસ્થાઓને જવાબદાર બનાવવાનું દબાણ કરતી હોવા છતાં, યાદ રહે કે નક્કર જવાબદેહી એ સિસ્ટેમિક મુદ્દો છે. તેમાં પારદર્શિતાના સ્તરથી આગળ વધવું અને જાહેર જવાબદેહીની સંસ્થાઓને સક્ષમ બનવા શાસન અને નાગરિક સમાજના સ્વભાવ અને ક્ષમતાને સમજવાનું પણ જરૂરી બને છે.

Back to Top