ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

મહારાષ્ટ્રની રાજનીતિમાં બદલાવ

ભારતીય જનતા પાર્ટીના એકરૂપ પ્રોજેક્ટ્સમાં વિવિધ રાજકીય પ્રયોગો જરૂરી છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાના એક મહિના કરતા પણ વધુ સમય પછી, મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના કરવામાં આવી છે. શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ત્રિપક્ષીય ગઠબંધનની સરકાર પ્રવર્તમાન રાજકીય સંજોગોમાં જરૂરી એવો અનન્ય પ્રયોગ છે. તકનીકી રીતે કહીએ તો ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને શિવસેના વચ્ચેના એલાયન્સને બહુમતી મળી હતી અને તેણે સરકાર બનાવવી રહી. જો કે, કોઈપણ કારણોસર ચૂટણી પહેલાનું જોડાણ ધરાવતા આ પક્ષોને સરકાર બનાવવા માટે દોરી ન શકી. ત્રિપક્ષીય જોડાણ અભૂતપૂર્વ છે કારણ કે તેની રચના એવા રાજકીય દળો વચ્ચે થઈ છે જે અત્યાર સુધી કટ્ટર રાજકીય વિરોધીઓ રહ્યા છે અને કેન્દ્રમાં સરકાર ધરાવતી પ્રભુત્વ સ્થાપિત કરવા મથતી પાર્ટી સામે બળવાના સ્વરૂપમાં આ જોડાણ અસ્તિત્વમાં આવ્યુ છે. આ પરિસ્થિતિને તકવાદ તરીકે ગણાવવું અથવા તેને વૈચારિક શરણાગતિ તરીકે ઉપજાવવાથી બચવું રહ્યું. આ માર્ગ અપનાવ્યો છે તેમની પાસે ચોક્કસ માન્ય ચિંતાઓ અને આશંકાઓ છે, તે નોંધવું રહ્યું અને સાથે એ પણ જોવું રહ્યુ કે સક્રિય રાજકારણ બાહ્ય વિકલ્પોની માંગ કરે છે, કારણ કે તેનો કોઈ દુકાળ નથી હોતો. જો આ યોગ્ય વિકલ્પનો ઉપયોગ કરવામાં ન આવે, તો અન્ય દળો તે અવકાશની આપુર્તિ કરી દેશે. એનો અર્થ એ થયો કે રાજ્યમાં ભાજપ પાસે સત્તા હાથવગી છે. આવા પરિણામની રાજકીય અને સામાજિક અનિશ્ચિતતા માત્ર સંબંધિત ત્રણ પક્ષો પુરતી જ નહીં પરંતુ વ્યથિત જનતાના વિશાળ વર્ગ માટે પણ વ્યૂહાત્મક જોડાણ ન્યાયનું પુરક બની શકે છે.

એનસીપી અધ્યક્ષ શરદ પવારની આગેવાનીમાં જોડાણના ભાગીદારોએ ચૂંટણી પરિણામ પછી પ્રગટતી પરિસ્થિતિમાં દુર રહેવાના બદલે દખલનો માર્ગ પસંદ કર્યો. રાજકીય વલણને ચાલાકીથી અંકે કરવાની સત્તાધારી પક્ષની ક્ષમતાને ધ્યાનમાં લેતા, માત્ર આવો સક્રિય હસ્તક્ષેપ જ સત્તાધારી પક્ષ સામે કટોકટી પેદા કરી શકે છે. અત્યાર સુધીમાં, વિરોધી પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીનો અભિગમ નિષ્ક્રિયતા અને જડતાની ભાવનાવાળો રહ્યો છે. તેથી, તે રાજકીય એજન્ડા કે ચર્ચાની શરતો નક્કી કરી શક્યો નથી અને શાસક પક્ષને તેમણે જગ્યા કરી આપી. સંભવતઃ પવારની સલાહ હેઠળ, એવું લાગે છે કે આ વખતે કોંગ્રેસે સ્વરૂપ બદલ્યુ છે અને મોટા રાજકીય લક્ષ્યોને પાર પાડવા માટે જુનિયર ભાગીદારની ભૂમિકા સ્વીકારી છે. જો આ વ્યૂહાત્મક લવચિકતા ખાસ કરીને ભાજપના અભિગમની વધતી કઠોરતાના સંદર્ભમાં ટકી રહે તો કોંગ્રેસ શાસક પક્ષના વર્ચસ્વ સામે ગઠબંધન રચવામાં અગ્રણી અને સક્રિય ભૂમિકા ધારણ કરી શકે છે.

વૈવિધ્યતાના મૂલ્યને ધ્યાનમાં રાખવું અને વિવિધતાને જગ્યા આપવાથી આ વર્ચસ્વને તોડી શકાય છે, કારણ કે શાસક પક્ષ દ્વારા અનિયંત્રિત વર્ચસ્વ સુરક્ષિત રાખવાનો પ્રોજેક્ટ આ મૂલ્યોના અસ્વીકાર પર આધારિત છે. આવા પ્રોજેક્ટને વિવિધતા અને અસમાનતાના અનેક સ્વરૂપો ધરાવતા ભારત જેવા સમાજમાં અને રાજકીયતામાં સત્તાધિકારવાદના સ્વરૂપને આશરો આપીને જ ટકાવી શકાય છે. જો કે, લોકશાહીના માળખામાં આ સરમુખત્યારશાહીપણાને ટકાવી રાખવા શાસક પક્ષને નિષ્ફળતાઓ મળે છે એટલે એ આંચકીને સત્તા કબજે કરવાના પ્રયત્નો કરે છે. કોઈપણ કિંમતે સત્તામાં રહેવા માટેની માસ્ટરી હોવાની તેમની સ્વ-નિર્મિત છબી સામે, કેન્દ્ર અને રાજ્યમાં ભાજપના નેતૃત્વએ 23 નવેમ્બર 2019 ના રોજ મુખ્યમંત્રી પદના રાતોરાત શપથ લીધા બાદ થુંકેલું ચાટવાનો વખત આવ્યો હતો. તેમને કદાચ એવું લાગતું હતું કે પૈસાની તાકાત અને દબાણની યુક્તિઓનો બેફામ ઉપયોગ કરીને વિધાનસભાના વિપક્ષી સભ્યોને સાધી લેશે અને આખરે ઘીના ઠામમાં ઘી પડી જશે. જો કે, લોકશાહીના માળખામાં, શાસનના વર્ષોના અનુભવને લીધે મજબૂત સામાજિક આધારના જોરે વર્ષોના શાસનના અનુભવને લીધે વિપક્ષોએ શાસક પક્ષની આવી આક્રમક ચાલોને ઉંધી પાડી દીધી. ભાજપના નેતૃત્વની હતાશા બતાવે છે કે તેમના રાજકીય પ્રોજેક્ટને ટકાવી રાખવા માટે તેમના માટે દરેક સ્તરે સત્તાના લિવરનું નિયંત્રણ કેટલું નિર્ણાયક છે અને તેથી તેમને અંકે કરવાના પ્રયત્નોનું ડહાપણ પાછુ પડ્યુ છે.

શાસક પક્ષના પ્રયાસોને નિષ્ફળ કરવામાં સફળ થયા પછી, ત્રિપક્ષીય ગઠબંધન સરકાર સામે તેમના કાર્યો દ્વારા લોકોમાં તેની વિશ્વસનીયતા સ્થાપિત કરવાનો પડકાર છે. આમ કરવા માટે, તેણે કોમન મિનિમમ પ્રોગ્રામમાં ઉલ્લેખિત દુખી જનતાને તાત્કાલિક રાહત આપે તેવી પોલીસીઓને વળગી રહેવું પડશે. તદુપરાંત, તેમણે ભાજપ અને મીડિયાના તબકા દ્વારા તેના મુખ્ય કાર્યથી ભટકાવી શકે તે માટે ફેલાયેલી જાળમાં નહી ફસાવા માટે ભારે કુશળતા બતાવવી પડશે. એનસીપી અને કોંગ્રેસે તદ્દન વિરોધાભાસી વિચારધારા ધરાવતી પાર્ટી શિવસેના સાથે જોડાણ કર્યું છે, ત્યારે શિવસેના ઉપર પોતાના પ્રભાવને અને પોતાની કેન્દ્રિયતા સ્થાપિત કરવા માટે વૈચારિક સ્પષ્ટતા બતાવવી પડશે. આ પ્રયાસ માટે મહત્તમ અસરકારક અમલીકરણ માટે "ટેક્ટિકલ લવચીકતા અને વૈચારિક દૃઢતા" નિર્ણાયક રહેશે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top