ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

નૈતિક સંવેદનશીલ લોકશાહીની શોધમાં

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

લોકશાહીના વિદ્યાર્થીઓનું એક મજબુત લક્ષણ એ છે તે બે મુખ્ય પાસાઓને ધ્યાનમાં રાખીને ઉદાર લોકશાહીના મૂલ્યાંકન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરે છે: સબળ અને પ્રક્રિયાગત. પ્રક્રિયાગત પાસામાં બંધારણીય ખાતરીઓનો સમાવેશ થાય છે, જે બદલામાં દરેક નાગરિકને કોઈ ભેદભાવ વિના રાજકીય અવકાશમાં હિસ્સેદારી નોંધાવવાનો સમાન અધિકાર પ્રદાન કરે છે. પ્રક્રિયાગત લોકશાહીની મુખ્ય ચિંતા એ છે કે આવા અવકાશમાં હિસ્સેદારી નોંધાવવાનો અધિકાર હોવાને કારણે અધિકાર ધરાવતા નાગરિકને સમાન મૂલ્ય પ્રાપ્ત થાય છે, ખાસ કરીને ચૂંટણી ક્ષેત્રે. સરળ શબ્દોમાં કહીએ તો, મત આપવાનો અધિકાર સમાન મૂલ્ય ધરાવે છે, કારણ કે તેમાં ઉમેદવારના ચૂંટણીના ભાવિને નક્કી કરવાની શક્તિ છે. નાગરિકો આ અધિકારોનો આનંદ માણે છે તેનું કારણ એ નથી કે તેઓ કોઈ ખાસ ક્ષેત્ર અથવા ધર્મ સાથે જોડાયેલા છે, અથવા કોઈ ખાસ ભાષા બોલે છે, પરંતુ તેનું કારણ એ છે કે બંધારણ દ્વારા તેમને આ તક આપવામાં આવી છે. અનેક બંધારણીય જોગવાઈઓ, એક નાગરિકને માત્ર મત આપવા માટે જ નહીં, પણ જાહેર નીતિઓની ઘડતરમાં તેમનો પ્રામાણિક અવાજ વ્યક્ત કરવામાં પણ સક્ષમ કરે છે, જે ફક્ત વ્યક્તિઓ તરીકેના તેમના ખાસ હિત પર જ નહીં, પરંતુ લોકોના સામાન્ય કલ્યાણ પર પણ અસર કરે છે.

આમ, લોકશાહી એક ખુલ્લા અવકાશ તરીકે, બંધારણીય દ્રષ્ટિએ, વ્યક્તિગત નાગરિકને કોઈની પરવાનગી, સમર્થન અથવા સહાનુભૂતિ વિના દેશમાં અસ્તિત્વ જાળવી રાખવા માટે સક્ષમ બનાવે છે. નાગરિકોએ, આદર્શ પરિસ્થિતિમાં, આ રીતે, કોઈના સૌજન્ય અથવા તરફેણ સાથે દેશમાં પોતાનું અસ્તિત્વ જાળવીને રહેવાની જરૂર નથી. અલગ રીતે કહીએ તો, નાગરિકત્વ કોઈપણ પ્રકારના માળખાકીય વંશવેલા પર આધારિત નથી.

જો કે, ભારતીય સંદર્ભમાં લોકશાહી પ્રથા કંઈક એવી રીતે વિકસિત થઈ જે ઉદાર લોકશાહીની ભાવનાની વિરુદ્ધ રહી છે. રાજકીય અને ચૂંટણીલક્ષી ગતિશીલતાનું કેન્દ્ર, ખાસ કરીને કેટલાક રાજકીય પક્ષો દ્વારા, જાતિ અને ધાર્મિક સમુદાય પર આધારીત જૂથ જોડાણ તરફ આગળ વધવા માટે એક પ્રબુદ્ધ વ્યક્તિગત નાગરિકને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત તરફ ધ્યાન ખેંચ્યું છે. સાંપ્રદાયિક, જાતિવાદી વલણ ધરાવતા આવા પક્ષકારોએ વ્યક્તિગત નાગરિકોને ચોક્કસ સમુદાયોના "પ્રતિબંધિત" તર્કમાં ખતવી દેવાની કોશિશ કરી છે. આમ કરવા પાછળનો એકમાત્ર હેતુ એ છે કે ધર્મના આધારે રાજકીય બહુમતી બનાવવી. જુદા શબ્દોમાં કહીએ તો, બહુમતી સમુદાયના પક્ષ તરીકે પક્ષની રાજકીય ઓળખ બનાવવા અને તેને મજબૂત કરવા માટે મતદારોનું વિશિષ્ટકરણ તાર્કિકરૂપે આવશ્યક શરત છે; અહી બહુમતી લોકશાહીને બદલે વંશીય છે.

પોલિટિકલ પ્રોજેક્ટ કે જેમાં કોઈ પણ જાતિ અથવા ધર્મના ચોક્કસ માળખામાં વ્યક્તિગત અથવા વ્યક્તિગત નાગરિકોને ખતવી દેવાનો સમાવેશ થાય છે, તે મતભેદથી ઓછું અને લઘુમતી સાથે સંબંધિત વ્યક્તિ પ્રત્યેની તિરસ્કારની તીવ્ર લાગણીઓ સાથે વધુ જોડાયેલું હોય છે. વ્યક્તિનું લઘુમતીમાં સિમિત કરવાનું કૃત્ય નૈતિક બળજબરી છે. તે એટલી હદે અપમાનકારક છે કે તે સમુદાયના સભ્યોને પ્રબુદ્ધ નાગરિકો તરીકે આત્માનુભૂતિ માટેની તક પણ આપતું નથી.

આમ, લોકશાહી એક ખુલ્લા રાજકીય અવકાશ તરીકે, ફક્ત આવશ્યક અથવા પ્રારંભિક સ્થિતિ જ નહી પણ તે વ્યક્તિને આવા અવકાશમાં ભાગ લેવાના તેમના અધિકારનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. પરંતુ ખુલ્લા અવકાશ માટેની બંધારણીય જોગવાઈ, જરૂરી હોવા છતાં, સમાન મૂલ્ય અને સિવિક એટેન્શનને માણતા વ્યક્તિની આત્મ-અનુભૂતિ માટે પૂરતી નથી. તે નાગરિકને સમાન મૂલ્ય અને સમાન નાગરિક ધ્યાનની બાંયધરી આપતું નથી. દરેક નાગરિક કે જે લોકશાહીના કહેવાતા ખુલ્લા અવકાશનો ઘટક હિસ્સો છે, તે સમાન મૂલ્યની અન્યની નૈતિક આવશ્યકતાને સ્વીકારવા માટે નૈતિક તત્પરતા સાથે જોડાયેલું હોવું જોઈએ.

સંવેદનશીલ લોકશાહી માટે મૂલ્યનો અવકાશ વહેંચવાની નૈતિક તત્પરતા મૂળભૂત રીતે જરૂરી છે. લોકશાહી અવકાશને તાબે કરવાને બદલે તેની મહેમાન નવાજી કરવી પડશે. આવી લોકશાહીમાં, કોઈ સભ્યને દ્વેષ કે તિરસ્કાર સામે પોતે કશુ જતુ કરવું પડતું નથી. એ વાત સાચી છે કે આ સમુદાયોના સભ્યો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ એવો મતલબ એવો નથી કે કોઈ વિશ્વાસપૂર્વક એમ કહી શકશે નહીં કે આ સામાજિક જૂથોના સભ્યો પોતાનો અવાજ મુક્તપણે વ્યક્ત કરી શક્યા છે, જે તેમની સંસ્થાકીય તેમજ જાહેર જગ્યાઓમાં ધબકતી હાજરી દેખાડવા માટે જરૂરી છે.  જોકે, એવું નિરીક્ષણ અતિશયોક્તિ નહીં ગણાય કે તેઓ "ઘેરાબંધી" હેઠળ હોય એવું લાગે છે.

છેલ્લા બે દાયકાની લોકશાહી પ્રથા ભારતીયને તેની નૈતિક જરૂરિયાત પ્રત્યે નૈતિક રીતે સંવેદનશીલ બનવાની ક્ષમતા અંગે તદ્દન શંકાસ્પદ બનાવે છે. નાગરિક સમાન લાયક હોવા માટે. તેથી, આ મુદ્દાને ફરીથી રજૂ કરવાની જરૂર છે: લોકશાહી અને તેના સભ્યો માટે જે મહત્ત્વનું છે તે માત્ર રાજકીય દ્રષ્ટિએ ખુલ્લો અવકાશ જ નહીં, પણ તેના બંધારણિય સભ્યોને સમાન પ્રતિષ્ઠા અને આદર સાથે વહેંચવાની સામાન્ય જગ્યા છે. રાજકીય સમુદાયના દરેક સભ્ય માટે ગૌરવ અને પરસ્પર સન્માનના વૈશ્વિક મૂલ્યોની વહેંચણી કરવી એ લોકશાહીની મહત્વાકાંક્ષા અને નિવેદન છે. રાજકીય સમુદાયના ઉદભવ અને એકત્રીકરણના નિર્માણ માટે નૈતિક સમાજના આધારની જરૂર છે. આ નૈતિક મૂલ્યોના મૂળભૂત માળખાની વહેંચણી દ્વારા થઈ શકે છે, જેમ કે ગૌરવ અને પરસ્પર આદર. આવા મૂલ્યો વંશીયતાના આધારે રાજકીય બહુમતી બનાવવા માટેની પ્રબળ ઇચ્છાને બદલે નૈતિક એકતામાં વધુ સુરક્ષિત છે.

Back to Top