મજબુત વિપક્ષ માટેનો આદેશ
સામાજિક વિરોધાભાસને ફરીથી ઉભો કરવાનો સત્તાનો ઘમંડ ઓછો થઈ શકે છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) ની અજેયતાની ધારણાને પંચર કરી દીધી છે. મોટી સંખ્યામાં બેઠકો મળશે એવા તેમના નેતાઓના દાવાઓ ઉંધા પછડાયા છે, કારણ કે તેની સીટની સંખ્યા 2014ના વિધાનસભાના પરિણામોથી પણ નીચે આવી ગઈ છે, અને સરકાર બનાવવાનું કામ નેવાના પાણી મોભે ચડાવવા જેવું કપરૂ થઈ ગયું છે. ભાજપના નેતૃત્વ હેઠળનું એનડીએ વધુ તાકાત સાથે કેન્દ્રમાં સત્તા પર પરત ફર્યા પછી, એક એવી ધારણા ઉભી થઈ હતી કે તેની નેતૃત્વ હેઠળ ભાજપને પડકાર કોઈ પડકાર નથી (એકલા હાથે જ પાડી દો) કેમ કે તે તેમના એક હાથમાં તેમની તરફેનો લોકપ્રિય સૂર હતો અને બીજા હાથમાં સત્તાનું લિવર હતું. જો કે, આ પરિણામોએ લોકશાહી રાજનીતિના પ્રથમ સિદ્ધાંતની રૂપરેખા આપી છે કે, નિશ્ચિતપણે લોકોની પાસે જઈને તેમની શક્તિ મેળવીને અને આત્મવિશ્વાસમાં વધારો કરી શકાય છે, સત્તાની ખરાઈ કરી શકાય છે. શરદ પવાર દ્વારા સંચાલિત વિપક્ષી અભિયાનમાં મહારાષ્ટ્રમાં આ પ્રકારના પ્રયાસો સૌથી વધુ સ્પષ્ટ જોવા મળ્યા હતા, અને તેમણે સીધો ભાર લોક સંપર્ક બનાવવા અને શાસક પક્ષના પ્રચાર-પ્રસારનો અસરકારક રીતે સામનો કરવા કર્યો હતો. ભારે વરસાદ દરમિયાન સતારામાં તેમની રેલી દ્વારા પ્રતીકાત્મક રીતે પવાર દ્વારા બતાવવામાં આવેલું ધૈર્યએ રાજકીય પ્રતિકૂળતાઓ વચ્ચે કાર્યકરો અને ટેકેદારોને ટકાવી રાખ્યા હતા. પવારે કેમ્પેને જમીની સ્તરે ચલાવ્યું. લોકોના જીવન અને આજીવિકાને જોડીને. કારણ કે શાસક પક્ષ વિપક્ષી નેતાઓ બહુસંખ્યક અને રાષ્ટ્રવાદી તર્જ પર યોજનાબદ્ધ રીતે વિપક્ષને ટાર્ગેટ કરતા હતા. મહારાષ્ટ્ર અને હરિયાણાના મતદારોએ “વિપક્ષ મુકત ભારત” તરફ દોરી જવાની ભાજપની રણનીતિને ફગાવી દીધી છે અને વિપક્ષી દળોને મજબૂત બનાવ્યા છે. આમ કરીને શાસક પક્ષ પાસે હિસાબ માંગતા રહીને તેને સતત જવાબદેહ બનાવી રાખવાની તાકીદ કરી છે. જો આવા મજબુત વિપક્ષની ભુમિકા તેમણે છેલ્લા પાંચ વર્ષોમાં દેખાડી હોત અથવા તો જો છેલ્લા બે મહિનાના પ્રચારમાં તેમણે બતાવેલું લક્ષણ સતત જળવાઈ રહ્યુ હોત તો પરિણામ વધુ સારૂ આવ્યુ હોત.
શરદ પવારને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) નોટિસ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારનો મુખ્ય વળાંક બની હતી. મુખ્યત્વે, તેણે મરાઠા સમુદાયને એકજુઠ કરવાનું કામ કર્યુ છે, કારણ કે તેમના એક અગ્રણી નેતાને વિપક્ષમાં મક્કમ હોવા બદલ નિશાન બનાવવામાં આવ્યા હતા. એ પણ નોંધવું રહ્યુ કે મરાઠા સમુદાય એક એકાધિકાર અથવા એકજુથ મતદાન મંડળ છે અને તે સમજની પરે હંમેશાં અલગ રીતે મતદાન કરે છે. “મરાઠા સ્ટ્રોંગમેન” જેવા પત્રો હોવા છતાં, પવાર અને તેમની પાર્ટીને સમુદાયના માત્ર એક વર્ગ તરફથી ચૂંટણીલક્ષી સમર્થન મળ્યું છે. તેમ છતાં, તે નકારી ન શકાય કે મહારાષ્ટ્રના સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસ અને રાજકીય અર્થવ્યવસ્થાના મૂળભૂત કારણોને લીધે, તે મરાઠાઓમાં તાત્કાલિક ઓળખ તરીકે બહાર આવે છે. ઓળખની આ ભાવના ઇડી નોટિસ અને પવારની લડાયક પ્રતિક્રિયા પછી રાજકીય અને ચૂંટણી મેદાનમાં સક્રિય થઈ હતી. જો કે, તે માત્ર એક ભાવનાત્મક મુદ્દો જ નહોતો કારણ કે ટાર્ગેટ કરવાની આ રીત બિન-કૃષિ પૃષ્ઠભૂમિવાળા શાસકો દ્વારા કરવામાં આવતા ગ્રામીણ-કૃષિ મુદ્દાઓની અવગણનામાં અને મરાઠાઓ અને ધનગરો જેવા અન્ય કૃષિ સમુદાયોની સમાન માંગણીઓ માટે અલગ અલગ અનામતના અમલીકરણમાં વ્યક્ત કરવામાં આવી હતી. રોજિંદા જીવનનિર્વાહના મુદ્દાઓને દરકિનાર કરવા અને શાસક પક્ષના નેતૃત્વનું મહિમામંડન કરતા રહેવું, જે પેશ્વા શાસન સામે સુષુપ્ત ગુસ્સો ઉભો કરી શકે છે અને તેનો પડખો વિપક્ષી ઝુંબેશમાં પડ્યો. વિપક્ષે એક આંકડાકીય રીતે આગળ વધનારા સમુદાયને ધ્યાનમાં રાખ્યો ન હતો.
વિરોધી પક્ષોમાં, ખાસ કરીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ની કેમ્પેનની રણનીતિ અને ટિકિટ વિતરણમાં વ્યાપક ક્રોસ-સેક્શન તરફથી સમર્થન સુનિશ્ચિત કરવા માટેના પ્રયત્નો સ્પષ્ટ દેખાતા હતા. આનો વધુ ફાયદો પશ્ચિમી મહારાષ્ટ્રમાં અને મરાઠાવાડા, ઉત્તર મહારાષ્ટ્ર અને વિદર્ભના ભાગોમાં પણ જોવા મળ્યો છે. એનસીપીના અગ્રણી પ્રચારકોમાં મરાઠા સમુદાયની વ્યક્તિઓ જ નહીં, પરંતુ માલી અને વણઝારી જેવા અન્ય પછાત વર્ગો (ઓબીસી) અને મુસ્લિમ સમુદાયના અગ્રણી ઉભરતા નેતાઓ હતા. વળી, પશ્ચિમ મહારાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં, એનસીપીએ પણ સ્થાપિત મરાઠા નેતાઓની સામે ઓબીસી સમુદાયોના વડીલો અને સશક્ત ખાસ કરીને ધાંગર સમુદાયના ઉમેદવારોને ઉભા રાખ્યા હતા. મહારાષ્ટ્રમાં, જ્યાં શિવાજી મહારાજનું પ્રતીક એક જીવંત છે, ન્યુક્લિયસ તરીકે સંખ્યાબંધ પૂર્વનિર્ધારણ જૂથ સાથે એક વિશિષ્ટ સામાજિક જોડાણ બનાવવાની દિશામાં પ્રયત્નો સાથેની આ વ્યૂહરચનાના વિવિધ પ્રકારે ખુદ શિવાજી મહારાજે તે સમયની શામેલ વિશેષાધિકૃત શક્તિઓ સામે અમલમાં મુકી હતી. આ ચૂંટણી પરિણામોમાં આ લાઇનો સાથે સામાજિક જોડાણો ફરીથી ગોઠવવાની સંભાવના છે અને તે છેલ્લાં ત્રણ દાયકાથી બીજેપી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ઓબીસીએસના સોશિયલ એન્જિનિયરિંગના કહેવાતા "માધવ" (માલી-ધનગર-વણજારી)ના સમિકરણને ધ્વસ્ત કરી શકે છે. આ ચૂંટણીમાં બ્રાહ્મણ મુખ્ય પ્રધાનના નેતૃત્વ હેઠળ માધવ ગઠબંધનનું સંચાલન કરવામાં તણાવ દેખાયો હતો અને વિપક્ષના અભિયાને એ સંકેત આપ્યો કે તેણે ઓબીસીએસ વર્ગની નારાજગી સામે પગલાં ભરવાનું શરૂ કર્યું છે. આમ કરીને વિપક્ષે મહારાષ્ટ્રમાં સંઘ પરિવારના મુખ્ય સામાજિક ચરિત્રને ઉઘાડુ કર્યુ હતું. હાલના મુખ્ય પ્રધાનની શાસક પક્ષની મોડસ ઓપરેન્ડીમાં મરાઠા સમુદાયને અલગ પાડવાની સાથે, સુરક્ષિત રીતે તમામ સમુદાયોમાં ખાઈ મોટી કરીને સમર્થન મેળવવાની અને જુદા જુદા સામાજિક જૂથોમાં ફાળો વધારવાની રહી છે. ક્લીન સ્વીપના પોકળ સપના પાછળનો આ સામાજિક વિરોધાભાસના કાયમી વ્યવસ્થાપનનો આધાર હતો. પરિણામોએ આ કાયમી વ્યવસ્થાપનના શૂન્યાવકાશને ઉજાગર કરી દીધી છે કારણ કે આ સામાજિક વિરોધાભાસના વધારે વજનનો ખતરો ઉભો થયો છે.
આ સંચિત પરિબળોને ધ્યાનમાં લેતા, વિપક્ષ પાસે શાસક પક્ષને અસ્થિર રાખવાની ખરી તક હતી. પરંતુ, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પક્ષની નિરાશા અને દિશાહિનતા સાથે, પાછલા પાંચ વર્ષોના મોટા ભાગના સમયગાળા દરમિયાન, પોતાના પ્રયત્નોના અભાવને લીધે, તે આ કાર્યમાં સફળ થઈ શક્યું ન હતું. જો કે, અસરકારક વિપક્ષના જનાદેશને સ્વીકારીને તે જનતાની એકસૂત્રતા સાથે શાસક ગઠબંધન સરકાર માટે સક્રિય રીતે રાજકીય કટોકટી પેદા કરવાનું કામ કરી શકે છે. આવનારા દિવસો આવી કાર્યવાહીની શક્યતાઓથી ભરપુર હોવા જોઈએ કારણ કે શાસક ગઠબંધન પહેલેથી જ કટોકટીથી ઘેરાયેલું હોય એવું લાગે છે.