ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

થોમસ કૂકને વિદાય

જરી પુરાણુ બિઝનેસ મોડલ અને સરકારી રાહે થોમસ કૂકને બરબાદ કરી દીધી છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ઘણી વાર, આપણા દ્રષ્ટિકોણ પરથી ખબર પડે છે કે આપણને શું જોઈએ છે. થોમસ કૂક દ્વારા 1841માં બ્રિટનના માર્કેટ હાર્બરમાં ઉભી કરેલી વિશ્વની સૌથી જૂની ટ્રાવેલ કંપનીના પાટિયા પડી જવા એ આધુનિક બ્રિટીશ મૂડીવાદની બેશરમ અને નિર્લજ્જતાનું ઉદાહરણ છે. બ્રિટીશ હોમ સ્ટોર્સની નિષ્ફળતાની પાછળ રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ કે રોવરના સારા વેતનવાળા મેનેજરો કે માલિકોએ સંપત્તિ વેચી દીધી હતી અને કંપનીને બંધ કરતા પહેલા પેન્શન યોજનાનો ગાળિયો કરી દીધો દીધો હતો. શું થોમસ કૂક ફક્ત ઝડપી અને છૂટક મૂડીવાદને નડેલો આધુનિક અકસ્માત છે?

મુશ્કેલ બેલેન્સશીટ હોવા છતાં,  થોમસ કૂક બોર્ડે શેરહોલ્ડરોને ડિવિડન્ડ ચૂકવ્યાં અને છેલ્લાં ચાર વર્ષમાં લગભગ £ 8.4 મિલિયન (એમએન) ના ચીફ એક્ઝેક્યુટિવ ઓફિસર (સીઈઓ) પીટર ફેંકૌઝરના મહેનતાણું પેકેજને મંજૂરી આપી હતી. પેન્શનનો દલ્લો સુરક્ષિત હતો કે ઓડિટરોએ તેના એકાઉન્ટિંગમાં અપવાદરૂપ વસ્તુઓને સમાવીને પુરતી મહેનત કરી હતી કે નહીં તેની તપાસ કરવામાં આવશે. લોકોમાં એ વાતે નિરાશા જોવા મળશે કે, છીનવાઈ ગયેલી નોકરીઓ અને છૂટાછવાઈ રજાઓ વચ્ચે, ક્રેડિટ ડેરિવેટિવ્ઝ માર્કેટમાં સંસ્થાની નિષ્ફળતા પર વિશ્વાસ મૂકનારા આર્થિક સંકડામણમાં મુકાઈ જશે. આકારણીકારોએ કંપનીની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. પરંતુ, થોમસ કૂકની વાર્તા લોભી ધંધા વિશેની નીતિ કથામાં એકદમ ફિટ નથી બેસતી. પેન્શન ફંડ ટ્રસ્ટીઓએ પણ મેનેજમેન્ટની છેલ્લી બેલઆઉટ પ્રસ્તાવને ટેકો આપવાનો ઇનકાર કર્યો હતો.

કેટલાક એવી દલીલ કરશે કે કંપની બંધ થવામાં બ્રિટન અને યુરોપ વચ્ચેના બગડેલા સંબંધો કારણભૂત છે. બોરિસ જ્હોનસનની સરકારે બ્રિટનમાં 9,000 નોકરીઓ બચાવવા માટે સમય ખેંચવા માટે રાહત પેકેજ માટે £ 150 મિલિયનની કંપનીની વિનંતીને નકારી કાઢી હતી. તેના બદલે, બ્રિટીશ સરકારે ખૂબ મોટા પ્રમાણમાં શાંતિ સમયે પરત ફરતા 1,50,000 થી વધુ વંચિત બ્રિટીશરોને રજાઓ માટે ઘરે પહોંચાડવા માટે “ડંકર્ક-સ્ટાઇલ” ઓપરેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. દરમિયાન, જર્મનીના હેસનમાં, ફેડરલ અને રાજ્ય સરકારોએ સાથે મળીને થોમસ કૂકની જર્મન પેટાકંપની કોન્ડોરને 380 મિલિયન યુરોમાં ખરીદી લીધી. આને લીધે 1,40,000 જર્મન હોલિડે મેકર્સને તેમની રજા હંમેશની જેમ માણવાની અને એ જ એરલાઇનમાં પરત ફરવાની છુટ મળી છે.

કેટલાક એવા હશે કે જે થોમસ કૂકને બ્રેક્ઝિટનો પ્રથમ શિકાર ગણતા હશે. એક વર્ષ પહેલાં, કંપની પાસે વિશ્વભરમાં વાર્ષિક 9 અબજ ડોલરનો વેપાર, 19 મિલિયન ગ્રાહકો અને 22,000 સ્ટાફ હતો. તેણે 23 સપ્ટેમ્બર 2019 ના રોજ તેની બેલેન્સશીટમાં £ 3 અબજની ખોટ સાથે તેના કાયમ માટે કંપનીનું શટર પાડી દીધું. બ્રેક્ઝિટ, નબળો પડી રહેલો પાઉન્ડ પાઉન્ડ અને હૂંફાળા હવામાનથી બ્રિટ્સને 2019માં ઘરે રહેવાની ફરજ પડી છે. ટ્યુઇ, રાયનાયર, ઇઝીજેટ, થોમસ કૂક જેવા શેરોમાં, લાંબા ગરમ બ્રિટિશ ઉનાળા દરમિયાન શેરના ભાવોમાં 16 બિલિયન ડોલર કે શેરના બજાર મૂલ્યનો 50%થી હિસ્સો ધોવાઈ ગયો હતો. જોકે, કંપનીની સમસ્યાઓ બ્રેક્ઝિટના ઘણા સમય પહેલા શરૂ થઈ ગઈ હતી. 2011માં ઇમરજન્સી બેંક લોન અને 2013 માં શેરહોલ્ડરો પાસેથી 425 મિલિયન પાઉન્ડનું ભંડોળ ઉભું કરીને આઠ વર્ષ પહેલા કંપનીને નાદારીમાંથી બચાવવામાં આવી હતી.

થોમસ કૂક કંઈ આ પ્રકારની પ્રથમ દુર્ઘટના નહોતી. તે છેલ્લા ઇન્ટરનેટ પીડિતો પૈકીની એક હતી. ઇન્ટરનેટની દુર્ઘટનાના બીજા પીડિત મોનાર્ક એરલાઇન્સના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર ટિમ જીન્સે કહ્યુ હતું કે "તેનું ડિજિટલ વર્લ્ડમાં એનાલોગ બિઝનેસ મોડેલ હતું." ઘણા પ્રવાહીઓ તેમની રજાઓમાં પ્રવાસ માટે ટ્રાવેલ એજન્ટોનો ઉપયોગ કરવાને બદલે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે ટેવાઈ ગયા છે. એરબીએનબી, ટ્રિપએડવાઈઝર અને અન્ય પ્લેટફોર્મે સ્વતંત્ર પ્રવાસ ક્ષેત્રે ક્રાંતિ લાવી છે. 500 થી વધુ હાઇ-સ્ટ્રીટ શાખાઓનું કંપનીનું નેટવર્ક એકવાર બજાર દ્વારા સ્કેલની ઉત્તમ અર્થવ્યવસ્થા અને ગ્રાહકો માટે સરળ સંપર્કના રૂપમાં જોવામાં આવતું હતું. જો કે, ઓનલાઇન ટ્રાવેલ એજન્ટોની સખત હરીફાઈને પગલે તેનું આ જ શાખા નેટવર્ક એસેટ નહીં પણ આર્થિક બોજ બની ગયું. થોમસ કૂક હજી પણ જૂના ટ્રાવેલ એજન્ટ બિઝનેસ મોડેલમાં અટવાયું હતું જ્યાં ઉનાળા માટે હોટલના રૂમ માટે મહિના પહેલા પેમેન્ટ કરવાનું હતું. નિમ્બલર ઓનલાઇન સ્પર્ધકોએ વધુ સારી શરતો મુકી અને ગ્રાહકની બદલાતી માંગ સાથે વધુ સારી રીતે એડજસ્ટ થતી હતી.

1841માં, થોમસ કૂકમાં એક બાપ્ટિસ્ટ ઉપદેશકે સમ્રાંત સભા માટે 500 લોકો માટે લેસેસ્ટરથી લોબૌરોના એક દિવસના પ્રવાસનું આયોજન કર્યુ હતું. એક શિલિંગમાં, મુસાફરોને ટ્રેનની ટિકિટ, બપોરે ચા અને લાઇવ મ્યુઝિકનું પેકેજ મળી ગયું. થોમસ કૂકે બ્રિટનમાં ટ્રાવેલ ઉદ્યોગની સ્થાપના કરી. પરંતુ, કેટલીકવાર, પ્રથમ હોવું અને પ્રતિષ્ઠા અને પરંપરાનો બચાવ કરવો તે સમય સાથે સંતુલિત થવાનું મુશ્કેલ બનાવે છે. આખું ટ્રાવેલ એજન્સી ક્ષેત્ર પીડાદાયક સંકટમાંથી પસાર થઈ રહ્યુ છે. થોમસ કૂક કરતાં જેઓ થોડી વધુ સારી રીતે વિકાસ પામ્યા છે તે તુઈ અને સનવિંગ જેવા ટ્રાવેલ એજન્ટ જેવા ઓછા અને એરલાઇન અને હોટલ કંપની જેવા વધુ લાગે છે. થોમસ કૂક એરલાઇન બિઝનેસમાં આગળ વધ્યો હતો અને 90 જેટલા એરક્રાફ્ટ વસાવ્યા હતા, જોકે તે અન્યોની જેમ સંકલિત મોડલમાં તબદિલ થવામાં સફળ ન થઈ.

થોમસ કૂકને લેલેન્ડ ટ્રક અને રોયલ એન્ફીલ્ડ મોટર સાયકલની જેમ ભારતમાં પણ પુનર્જન્મ મેળવવાની સંભાવના રહેલી છે. તેણે 2012માં આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પોતાનો ભારતીય બિઝનેસ વેચી દીધો હતો, એવી શરતે કે તેની પૂર્વ સહાયક કંપની વાર્ષિક ફીના બદલામાં 2024 સુધી બ્રાન્ડનો ઉપયોગ ચાલુ રાખી શકે છે. બીજી બ્રિટિશ ભૂલ એ થઈ કે થોમસ કૂક ઇન્ડિયા હવે ભારતની સૌથી મોટી ટ્રાવેલ કંપનીઓમાંની એક છે. તે પહેલાં તેનું નામ 2020થી બદલવાની યોજના બનાવી રહી હતી, પરંતુ હવે, તે થોમસ કૂક નામનો ઉપયોગ કાયમીધોરણે ચાલુ રાખવા અને નામ રાખવાનું વિચારી શકે છે, નામ ભલે ચાલુ રાખે, બિઝનેસ મોડલ ચાલુ ન રાખવું.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top