ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

આતંકવાદી તરીકે વ્યક્તિઓની ઘોષણા

યુએપીએમાં થયેલા સુધારામાં વ્યક્તિઓના મૂળભૂત અધિકાર પર તરાપ લાગવાની સંભાવના છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

કડક “રાષ્ટ્રીય સુરક્ષા” કાયદાના ધોરણો માટેનો અનલોફૂલ એક્ટિવિટિઝ(પ્રિવેન્શન) અમેન્ડમેન્ટ એક્ટ, 2019 - ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) સુધારો અધિનિયમ, 2019 સ્વતંત્ર ભારતના ઇતિહાસ ઉપરના કાળો ડાઘ રૂપ છે. સુધારણા અંગેની મોટા ભાગની જાહેર ચર્ચા અને ચિંતાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (યુએપીએ), 1967ના હેતુ માટે કોઈપણ વ્યક્તિને “આતંકવાદી” જાહેર કરવાની કેન્દ્ર સરકારની શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, આ ચાલ સાચુ વિચારતા કોઈપણ નાગરિકને ભયભીત કરે છે.

યુએપીએ કેન્દ્ર સરકારને કોઈપણ સંગઠનને “આતંકવાદી સંગઠન” તરીકે જાહેર કરી દેવાની મંજૂરી આપે છે અને સરકારને આવા સંગઠનના સભ્યો અને સક્રિય સમર્થકો સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપે છે. તેમાં કોઈ સુનાવણી અથવા પ્રક્રિયાને સ્થાન નથી, પરંતુ જેની ઉપર પ્રશ્નાર્થ લાગ્યો છે તે સંસ્થા કે આવા પદથી અસરગ્રસ્ત કોઈપણ વ્યક્તિનો નિર્ણય કરવા માટે ચાલુ અથવા નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમીક્ષા સમિતિ દ્વારા નિર્ણય પછીની સુનાવણી કરવામાં આવે છે અને નિર્ણય લેવામાં આવે છે કે તેને આતંકવાદીનું પદ ચાલુ રાખવું કે નહીં.

સરકારે રાજ્યસભામાં કહ્યું છે કે આતંકવાદી કૃત્યો સંગઠનો દ્વારા નહીં પરંતુ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે. વ્યક્તિઓને આતંકવાદી તરીકે જાહેર ન કરવાથી તેઓને કાયદામાંથી છટકવાની તક મળશે અને તેઓ બીજા નામ હેઠળ ભેગા થઈને તેમની આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખશે. આતંકવાદી સંગઠનોના સભ્યો હોય અથવા આતંકવાદમાં કોઈપણ રીતે સહાયક અથવા પ્રેરિત કૃત્યોમાં સંડોવાયેલા હોય તેવા લોકો પર સુધારેલા યુએપીએ હેઠળ કાર્યવાહી થઈ શકે છે ત્યારે આશ્ચર્ય એ વાતનું થાય છે કે સુધારામાં કોઈ વ્યક્તિને “આતંકવાદી” જાહેર કરવાના કયા હેતુઓ સમાવવામાં આવ્યા છે.

આનું એક કારણ એ છે કે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી) હવે વ્યક્તિઓને આતંકવાદી જાહેર કરશે, અને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરમાં સહી કરનારી ભારત આવા વ્યક્તિઓને આતંકવાદી માનશે. આ ઔચિત્ય આ પગલાને આંશિકરૂપે સમજાવે છે, પરંતુ યુએનએસસી દ્વારા આવા પદને ધ્યાનમાં લીધા વગર કેન્દ્ર સરકારને કોઈ વ્યક્તિને આતંકવાદી તરીકે જાહેર કરવાની સત્તા કેમ આપવામાં આવે છે તેનો જવાબ મળતો નથી.

એક વ્યક્તિને “આતંકવાદી” તરીકે જાહેર કરવા માટેની અપનાવેલી પ્રક્રિયા ખામીભરેલી છે. અને સુધારામાં સંગઠનથી વ્યક્તિ (આતંકવાદી)ના બંધારણ હેઠળ તેમના મૂળભૂત સુરક્ષિત અધિકારની પરવા કર્યા વિના સંસ્થાઓને “આતંકવાદી સંગઠનો” તરીકે જાહેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સમાન પ્રક્રિયાને સુધારામાં અપનાવવામાં આવી છે. શું સરકાર બંધારણની કલમ 21 થી અજાણ હતી કે પછી પણ તેને સરળતાથી અવગણવાનું પસંદ કર્યું?

યુએપીએ હેઠળ આતંકવાદી જાહેર કરવાના કોઈ તાત્કાલિક કાનૂની પરિણામો ભલે નથી, પણ આવી જાહેરાતના નકારાત્મક પરિણામો સ્પષ્ટ છે. કોઈને પણ આતંકવાદી ઠેરવાયા બાદ તેના આતંદવાદીકૃત્યને સાબિત કરવાની કે તેની આતંકવાદના ગુના હેઠળ સુનાવણીનો સામનો કરવાની જરૂર પડતી નથી.

આ સ્થિતિમાં, નિર્દોષ મુસ્લિમો આતંકવાદના આરોપસર દાયકાઓ સુધી જેલમાં બંધ રહે છે અને એનઆઈએ મુસલમાનો પરના આતંકવાદી હુમલાના આરોપીઓ સામે ઇરાદાપૂર્વક કેસને નબળી પાડે છે, ત્યારે કલ્પના કરવી મુશ્કેલ છે કે આ કાયદો તટસ્થ રીતે લાગુ પાડવામાં આવશે. એવું બહાનું આગળ ધરાયું કે જ્યારે ગંભીરતાથી તપાસ કરવામાં આવે ત્યારે તપાસ અને કાર્યવાહીમાં "વિવિધ ગુનાઓ"માં સુધારાઓ જરૂરી હતા. નવી જોગવાઈઓમાંથી કોઈ પણ ખરેખર આતંકવાદના ગુનાઓની તપાસ અને કાર્યવાહીને અસર કરતી નથી, જેમાં મોટાભાગે વિકૃત કરવામાં આવે છે અથવા અસમર્થ નિવડે છે.

કાયદાના પરિઘમાંથી પસાર થવાના સંજોગો ચિંતાજનક છે. આ સુધારાને 8 મી જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો અને 2 ઓગસ્ટે રાજ્યસભામાં તેને પસાર કરી દેવામાં આવ્યો હતો. તેને કોઈ સમિતિનો સંદર્ભ આપવામાં આવ્યો ન હતો, નહીવત્ત તપાસ કરવામાં આવી હતી અથવા કોઈ વાસ્તવિક તપાસ કરવામાં આવી ન હતી અને તેને ખૂબ ગંભીર ચર્ચાનો વિષય ગણવામાં નહોતો આવ્યો. આ સંદર્ભમાં, તે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા અન્ય બિલથી અલગ નથી, કારણ કે સરકારનું લોકસભામાં સંખ્યાબળ છે અને રાજ્યસભામાં પ્રાદેશિક પક્ષોનો ટેકો છે. સંસદ માત્ર ઔપચારિકતા બની ગઈ છે અને "ઉત્પાદકતા" વિશેનું ગૌરવ આખી કવાયતની સુસંગતતાને લઈને એક પ્રશ્નાર્થ સર્જે છે. 2019ની લોકસભાની ચૂંટણીના પરિણામો પછી સંપૂર્ણ અવ્યવસ્થામાં વિપક્ષે આ મામલે કરવામાં આવતા પ્રતિકાર કરતાં થોડો વધારે ભાર મૂક્યો, જે સૂચવે છે કે ભારતમાં લોકશાહી કલ્પના કરતા ઘણી ખરાબ સ્થિતિમાં છે.

2018માં દેશભરના અસંતુષ્ટ અને કાર્યકરો પર "શહેરી નક્સલવાદીઓ" હોવાના આરોપ મૂકાયા હતા અને અસ્પષ્ટ આરોપો સાથે બિનજામીનપાત્ર ગણીને અટકાયતો કરવામાં આવી હતી. આતંક સામે લડવા માટે કડક કાયદાની જરૂર છે, પરંતુ આ સુધારાઓનો દુરૂપયોગ થઈ શકે છે. આ મુદ્દે કાયદો ઘડતી વખતે સરકારની મૂળભૂત અધિકારોની જાળવણી કરવાની ફરજ છે.

Back to Top