ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

લોકશાહીના નાના અવાજો

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

લોકશાહીના નાના અવાજોની તરફેણમાં દલીલ ત્રણ કારણોસર ખોટી લાગી શકે છે. પ્રથમ, ઘણા લોકો આધુનિક લોકશાહીના માળખા સાથે નાના અવાજો બિનસુસંગત છે એવી દલીલ કરી શકે છે. આમ થવાનું કારણ એ કે લોકશાહી તેના સૈદ્ધાંતિક વેગમાં, ભેદભાવ વિના તમામ અવાજોની અભિવ્યક્તિમાં સમાનતાના આધારો પૂરા પાડે છે. જેને આપણે બંધારણમાં આપેલ મુક્ત અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકાર તરીકે ઓળખીએ છીએ. બીજું, તે માનવામાં આવે છે કે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ સરકાર ભારતના દરેક નાગરિક વતી બોલે છે. તે આ દેશના દરેક નાગરિકનો સામૂહિક અવાજ છે. જો આ બંધારણીય સ્થિતિ છે, તો શા માટે કોઈએ લોકશાહીના જાહેર જીવનમાં નાના-મોટા અવાજોનો પ્રશ્ન ઉઠાવવો જોઈએ? બીજા કારણના સિદ્ધાંત તરીકે, શાસક પક્ષને મત ન આપનારાઓ સહિત સરકારને દરેકના અવાજની સામાન્ય અભિવ્યક્તિ માનવામાં આવે છે. આવી રીતે નાના-મોટા અવાજો વચ્ચેનો તફાવત દૂર થવો જોઈએ. છેવટે, જ્યારે વિરોધી પક્ષો અને સામાજિક આંદોલનો પણ નાના અવાજોના પ્રતિનિધિત્વનો દાવો કરે છે, ત્યારે વિરોધના અવાજ તરીકે સ્વતંત્ર અવાજની જરૂરિયાત ન રહેવી જોઈએ. અને, છતાં, આપણે ભારતીય લોકશાહીમાં અવાજ અને મૌન બંને સ્વરૂપોમાં આ અવાજોનો સ્વતંત્ર પડઘો જોઈ શકીએ છીએ.

સમાન અવાજથી દરેકને સશક્ત બનાવવાના લોકશાહીના વચન છતાં, પછાત લોકોનો અવાજ લોકશાહીમાં અનિવાર્ય અભિવ્યક્તિ બની ગયો છે. આદિવાસીઓ, દલિતો, લઘુમતીઓ અને કામદારોના અવાજો અકળ રીતે નાના છે. આપણે ઘણી વાર વિવિધ સરકારોના શાસન દરમિયાન આવા અવાજોને ન્યાય, સમાનતા અને ગૌરવ માટે પોકાર કરતા સાંભળીએ છીએ. તીવ્રતા અને પુનરાવર્તિત અભિવ્યક્તિમાં આ અવાજોની નિંદા કરવામાં આવે છે; જાણે કે આવા અવાજોનું કોઈ ઔચિત્ય જ નથી. જો કે, અહીં એ નોંધવું જોઇએ કે આ "નિયુક્ત ટીકા" ખરેખર તેના માટે આંતરિક કારણ ધરાવે છે કારણ કે બહુમતી અને તેની સરકારની નિષ્ફળતાના પરિણામ રૂપે તે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ ભારતના દરેક નાગરિકનો અવાજ અપેક્ષિત પણે ઉત્સાહપૂર્વક આ અવાજો સાંભળતો નથી.

આપણે સંવેદનશીલતાપૂર્વક નોંધ લેવાની જરૂર છે કે આ અવાજો લોકશાહી માટે ઘાતક નથી, પરંતુ તેમની વેદના રજુ કરવા માગે છે. હકીકતમાં, લોકશાહીને તેમના વર્ણન પ્રમાણે સંવેદનશીલ બનાવવાની તેઓ પહેલ કરે છે. લોકશાહી માટે કે સરકાર માટે, તેમને ઘાતક માનવું અન્યાયી ગણાશે. તેમાં જીવનના તથ્યો સમાયેલા છે કારણ કે તેમાં હિંસા, વંચિતતા અને જાતિવાદનો ભોગ બનેલા લોકોનો સમાવેશ થાય છે. મૂર્ત અવાજો આ ભેદી પ્રશ્ન પૂછે છે કે શા માટે તેઓ એકલા આરોગ્ય, શહેરી આયોજન અને બજારની પ્રણાલીગત નિષ્ફળતાનો ભોગ બને છે. આવા અવાજો બહુમતી સમુદાય અને સરકારની નૈતિક વિચારણા સામે દુખભરી વેદના રજૂ કરે છે. વર્ણનાત્મક અવાજો એવી ધારણા પર કાર્ય કરે છે કે માનસિકતા ધરાવતા અનન્ય લોકો સહિત દરેક વ્યક્તિમાં હજી માનવિયતા માટે એક શક્યતા સમાયેલી છે.

આ રીતે, નાનો અવાજ પણ તેની અભિવ્યક્તિની "તીવ્રતા" માં વાજબી લાગે છે, ખાસ કરીને આ સંદર્ભમાં જ્યાં આંતરિક સુધારા માટેની સરકાર પસંદગીથી આ અવાજને થોડી શક્તિ આપે છે. અથવા, તે મજબૂત અવાજોને પ્રાધાન્યતા આપીને સાંભળવાનું પસંદ કરે છે. જેમકે અનામત ક્વોટાના સંદર્ભમાં તાજેતરમાં નિર્ણય આપવામાં આવ્યો છે. મજબૂત સમર્થન સાથે સરકાર પાસે નૈતિક કારણોસર અપેક્ષા રહે છે કે તે સમય જતાં નબળા અને નબળા બનેલા અવાજોને સમર્થન આપવાની જવાબદારી લે. મુખ્ય વિરોધી દળો અને તેના વિભાગો પણ આ નાના અવાજો સાંભળવામાં નિષ્ફળ જાય છે. આ અવાજો નાના અવાજોના સામાન્ય કારણો સાથે એકસૂત્ર રહેવાની આ પાર્ટીઓની નિષ્ફળતાથી સ્પષ્ટ થાય છે. આ પક્ષોએ નાના અવાજોને મોટો બનાવવા માટેનો મહત્વપૂર્ણ રાજકીય વિકલ્પ બનાવવાને બદલે શાસક પક્ષને રાજકીય વિકલ્પ આપવાની જરૂરિયાત પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નાના અવાજોને સતત વજન આપવાના વૈકલ્પિક રાજકારણ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. નાના અવાજો માટે માત્ર પ્રસંગોપાત અને અતિશયોક્તિ કરવાને બદલે, બહુમત સમાજના ટેકાને જોડીને તેમના અવાજને મોટો કરવા માટે ગંભિર પ્રયાસો કરવા જોઈએ.

વૈકલ્પિક રાજકારણ એ સતત વિકટ પરિસ્થિતિઓથી તાત્કાલિક રાહત ઝંખતા હાંસિયામાં ધકેલાતા લોકોના રોજિંદા સંઘર્ષ પર અસર કરે છે. આ માટે, તેઓએ એવા પ્રતિનિધિઓ પર વધુ નિર્ભર રહેવું પડશે કે જેઓ પ્રતિભાવક અને જવાબદાર સરકાર અને નાના અવાજો વચ્ચે પ્રતિબદ્ધતા સાથે આગળ વધે, નહી કે એક પક્ષમાંથી બીજામાં ગુલાંટ મારીને સ્થાનાંતરિત થઈ જાય એવા પ્રતિનિધિઓ. ઉદાહરણ તરીકે, તેમ છતાં પક્ષપલટો કરતા ધારાસભ્યો પર તેની બહુ ઓછી અસર પડે છે. તેમનો રાજકીય અવાજ જેનો મતપત્રક દ્વારા વ્યક્ત થાય છે જોકે તેના પરિણામ પર તેમનું કોઈ નિયંત્રણ નથી. અત્યારે આ પ્રક્રિયા સામાજિક અથવા જાતિ ભેદ વિના આમ "ધનિકો" પેદા કરે છે. રાજકારણનું આ વૈકલ્પિક સ્વરૂપ પક્ષપલટાના રાજકારણને આ નાના અવાજ પ્રત્યે અપ્રસ્તુત બનાવશે, જે આખરે સામૂહિક લોકશાહી અવાજમાં ભળી જશે.

Back to Top