ઘટી રહેલી પ્રજોત્પાદકતા અને વસ્તી હિસ્સેદારી
વસ્તી ગુણભાગના સુમેળ માટે સંયુક્ત નીતિ એ સમયની જરૂરિયાત છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
વસ્તી સંક્રમણના બે ઘટકો છે, પ્રજોત્પાદકતા અને મૃત્યુદર સંક્રમણ. જો કે, પ્રજોત્પાદકતા સંક્રમણ કોઈપણ જાતિના વસ્તી વિષયક હિસ્સેદારી નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કુલ પ્રજોત્પાદકતા દર (ટીએફઆર)માં સતત ઘટાડો, જે પ્રજનન સમયગાળા દરમિયાન સ્ત્રીની બાળકોને જન્મ આપવાની સરેરાશ અપેક્ષિત સંખ્યાની સૂચક છે અને છેલ્લા દાયકાઓમાં ભારતમાં વસ્તી વૃદ્ધિ ધીમી થવાનું મુખ્ય કારણ છે. પરિણામે, તેના પોલીસી પર ઘણા પ્રભાવ પડ્યા છે, કારણ કે કામકાજ કરવાની વયની વસ્તીના હિસ્સામાં વધારા સાથે આગામી દાયકાઓમાં વસ્તી વૃદ્ધિ દર ધીમો રહેશે એ ચોક્કસ છે. ઉચ્ચ પ્રજોત્પાદકતા ધરાવતા રાજ્યોમાં પણ સમયાંતરે ટીએફઆરમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે, તેમાં 2017માં 22 મોટા રાજ્યોમાં મહિલા દીઠ 2.2 જેટલો ઘટાડો નોંધાયો છે. જો કે, અસમાન લિંગ ગુણોત્તરને કારણે, જરૂરી રિપ્લેસમેન્ટ-સ્તરની પ્રજોત્પાદકતા, અથવા અસરકારક રિપ્લેસમેન્ટ-લેવલ પ્રજોત્પાદકતા 2.1ના બેંચમાર્ક કરતા વધારે છે. વળી, રાજ્યભરનાના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પ્રજનનક્ષમતા, મૃત્યુદર અને વય માળખામાં નોંધપાત્ર વૈવિધ્યતા છે. ટીએફઆરના ઘટાડામાં ફાળો આપનારા પરિબળોમાં વધતી ગતિશીલતા, મોડા લગ્ન, ઉચ્ચ શિક્ષણની પહોંચ અને સ્ત્રીઓની આર્થિક સ્વતંત્રતાનો સમાવેશ થાય છે.
સેમ્પલ નોંધણી સિસ્ટમ (એસઆરએસ) 2017ના ડેટા દર્શાવે છે કે પ્રજોત્પાદકતા દરમાં ઘટાડાના સંદર્ભે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં અનેક વિરોધાભાસો જોવા મળે છે. પ્રજોત્પાદક દરમાં બધા વય જૂથોમાં ઘટાડો થયો હોવા છતાં, શહેરી ભારતભરમાં વૃદ્ધોમાં સમયાંતરે તેમાં વધારો થતો જાય છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ઉંચી વય જૂથ એટલે કે 35 વર્ષથી ઉપરની વયમાં પ્રજોત્પાદક દરમાં ઘટાડો થયો છે, વૃદ્ધ મહિલાઓની પ્રજોત્પાદક ક્ષમતા શહેરી વિસ્તારોમાં વધી છે. જો કે, એકંદર વલણ સ્ત્રીના પ્રજોત્પાદક દરમાં ઘટાડાનો છે. એવું જાણવા મળ્યું છે કે શિક્ષણનો પણ સ્ત્રીઓમાં પ્રજોત્પાદક દરની ભૂમિકા રહેલી છે. તેમ છતાં, સામાન્ય રીતે શિક્ષિત મહિલાઓમાં, શહેરી વિસ્તારોમાં પ્રજોત્પાદકતા ઓછી છે. 30 વર્ષની વયજુથની સ્ત્રીઓમાં પ્રજોત્પાદક દર ઓછા શિક્ષિત મહિલાઓમાં વધુ શિક્ષિત મહિલા કરતા વધારે છે. આમ થવાનું કારણ એ છે કે વધુ શિક્ષિત મહિલાઓ લગ્ન અને બાળજન્મમાં વિલંબ કરી શકે છે, જ્યારે સારી આરોગ્ય સુવિધાઓ મહિલાઓને પાછલી ઉંમરે સંતાન મેળવવામાં સક્ષમ બનાવે છે. જો કે, શહેરી વિસ્તારોમાં પ્રજોત્પાદકતા અપેક્ષા કરતા ઝડપથી ઘટી રહી છે. 2017 સુધીમાં, શહેરી ભારતમાં ટીએફઆર ઘટીને 1.7 પર આવી ગઈ છે, જે રિપ્લેસમેન્ટ લેવલ કરતા ઓછી છે. બિહાર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ સિવાય તમામ રાજ્યોના શહેરી વિસ્તારોમાં પ્રજોત્પાદક દર કાં તો રિપ્લેસમેન્ટ લેવલ પર છે અથવા તેનાથી નીચે છે. ઉપરાંત, 10 રાજ્યોમાં, ગ્રામીણ વિસ્તારોમાં ટીએફઆર 2ની નીચે છે.
વસ્તીના પરિમાણો એ પણ સૂચવે છે કે ભારતમાં વસ્તી વિષયક સંક્રમણ એકસરખું નથી. તેમ છતાં, વસ્તી વૃદ્ધિમાં ઘટાડો ચોક્કસ છે અને કાર્યકારી વયની વસ્તીના હિસ્સામાં વધારો ભારતમાં વસ્તી વિષયક ડિવિડન્ડનો ફાયદો દર્શાવે છે. આનો અર્થ એ કે કામ કરી શકતી વસ્તીનો વિકાસ દર સામાન્ય વસ્તી કરતા વધારે છે. સામાન્ય રીતે, વસ્તી વિષયક ડિવિડન્ડ 40 થી 50 વર્ષ સુધી ટકી શકે છે અને જે તેનો અસરકારક રીતે ઉપયોગ કરી શકે તે દેશો જ ફક્ત તેનો ઉપયોગ કરી શકે છે. અન્યથા, વસ્તી વિષયક ડિવિડન્ડ પણ વસ્તી વિષયક બોજમાં ફેરવાઈ શકે છે. ભારતમાં, કારણ કે પ્રદેશો અને રાજ્યોમાં વસ્તી વિષયક પદ્ધતિમાં સ્પષ્ટ તફાવત હોવાથી, વસ્તી વિષયક ડિવિડન્ડ રાજ્યોમાં જુદા પડતા વય માળખા પ્રમાણે જુદા જુદા સમયે ઉપલબ્ધ છે. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફર્સ્ટ મુજબ, દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં વસ્તી વિષયક ડિવિડન્ડ વૃદ્ધ વસ્તી સાથે પાંચ વર્ષોમાં બંધ થવામાં છે, જ્યારે કેટલાક રાજ્યોમાં તે 10 થી 15 વર્ષ સુધી મળતુ રહેશે. ઉત્તરના ઉચ્ચ પ્રજોત્પાદકતાવાળા રાજ્યોમાં, આ વિકલ્પ હજુ હવે ખુલશે. આમ, રાજ્યોમાં વસ્તી વિષયક સંક્રમણમાં તફાવતને કારણે ભારતમાં વસ્તી વિષયક ડિવિડન્ડના લાંબા ગાળાના ફાયદા મળી રહ્યા છે.
વસ્તી વિષયક ડિવિડન્ડને કારણે પરોપજીવિતા ગુણોત્તરમાં સુધારો એવી પૂર્વધારણા તરફ દોરી જાય છે કે કાર્યકારી વયની વસ્તીમાં વૃદ્ધિ વિકાસમાં ગતિ તરફ દોરી જાય છે. પરંતુ, શું નીતિનિર્માતાઓ માનવ મુડીનો ડેમોગ્રાફીક ડિવિડન્ડમાં લાભ લેવા માટે સક્રિય પ્રયાસ કરી રહ્યા છે? વસ્તી વિષયક ડિવિડન્ડનો લાભ ફક્ત ત્યારે જ મેળવી શકાય કે વસ્તીને રોજગારી પૂરી પાડવા માટે યોગ્ય સંખ્યામાં રોજગાર નિર્માણ સિવાય મૂળભૂત માળખાકીય સુવિધાઓ, આરોગ્ય, શૈક્ષણિક સમર્થતા અને કામદારોના કૌશલ્ય સુધારણા માટે પુરતા રોકાણો કરવામાં આવે. આ એટલા માટે કારણ કે ઉપલબ્ધ કામદારો ઉચા ગ્રોથને આપવા આપમેળે સક્ષમ થતા નથી. આમ વસ્તી વિષયક ડિવિડન્ડનો ઉપયોગ કરવા માટે જરૂરી છે કે કામ કરવાની ઉંમરે લોકો લાભકારક રીતે રોજગારી મેળવે અને તે કાર્યરત લોકો પાસે યોગ્ય શિક્ષણ અને કુશળતા હોય કે જેથી તેઓ કાર્યસ્થળે ઉત્પાદક બને. આનાથી ઉલટું, 6.1% સાથે બેરોજગારી દર 45 વર્ષની સૌથી ઉંચી સપાટીએ છે. જે બતાવે છે કે પૂરતી નોકરીઓ ઉપલબ્ધ નથી અને કર્મચારીઓની નબળી રોજગારક્ષમતા તેમના આરોગ્ય, શૈક્ષણિક પ્રાપ્તિ અને વ્યાવસાયિક તાલીમની નબળાઇઓ બતાવે છે, આમ સાબિત થાય છે કે વસ્તી વિષયક લાભ લેવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા નથી.