ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

લોકશાહીનો આદર્શ નમૂનો

.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

 ભારતના ચૂંટણી અને સંસ્થાકીય રાજકારણમાં, શાસક પક્ષ અથવા શાસક બનવાની પ્રબળ સંભાવના ધરાવતા પક્ષની અંદર તોડજોડ નિયમિત ધોરણે બની રહી છે. આ ઘટના કદાચ લોકશાહીની નૈતિક ગુણવત્તા ઉપર ખરાબ અસર કરે છે. દલીલપૂર્વક, આવી ગુણવત્તાને સમૃદ્ધ બનાવવા અને ટકાવી રાખવી તે નમુનારૂપ આદર્શ બંધારણ પર આધાર રાખે છે. આવા બંધારણમાં આંતરિક મૂલ્ય રૂપેનું આત્મ-સન્માન સ્વ-મૂલ્યાંકન પર આધાર રાખે છે. સ્વ-મૂલ્યાંકનમાં બીજી પાર્ટીમાં જવાનો નિર્ણય લે ત્યારે તે કેમ અને કેવી રીતે સક્રિયપણે મતદારોની સલાહ લે છે તેનો સમાવેશ થાય છે. જે લોકોએ તેમને ચૂંટી કાઢ્યા છે તેમની આકાંક્ષાઓ સાથે ઉભા રહેવાની પ્રબળ પ્રતિબદ્ધતા બતાવીને આત્મ-સન્માન મેળવવાનું જે તે પ્રતિનિધિની નૈતિક મર્યાદા પર આધાર રાખે છે. કોઈના આત્મ-સન્માનની રક્ષા કરવાની આ પ્રતિબદ્ધતા છે જે આદર્શ નમૂનાને બદલી ન શકાય તેવું બનાવે છે. આ પ્રતિબદ્ધતા કોઈના આત્મ-સન્માનની રક્ષા કાજે છે અને તે ન બદલી શકાય તેવા નમુનારૂપ બનાવે છે.  નૈતિક અપેક્ષાઓ નૈતિક સારપને પ્રાધાન્ય આપે તેવા જનપ્રતિનિધિ પર મુકી શકાય છે, જેમ કે આંતરિક મૂલ્ય તરીકે આત્મગૌરવ અને તેને અનુરૂપ મૂલ્યહાની હોય છે. આવી પક્ષપલટા જેવી પ્રવૃત્તિ નૈતિક મૂલ્યને ઘટાડે છે.

પક્ષપલટા જેવા રાજકીય પગલાં નૈતિક રીતે વાંધાજનક છે કારણ કે તેમાં દેખીતી રીતે જનાદેશનો ભંગ થાય છે અને તેના આધારે જ તો જનપ્રતિનિધિને રાજ્ય વિધાનસભાઓ અથવા સંસદ જેવી રાજકીય સંસ્થાઓમાં પહોંચવામાં મદદ મળી હોય છે. જોકે લોકશાહીની નૈતિક ગુણવત્તાના પતનમાં પક્ષપલટું અને પક્ષ બંને આવા પક્ષપલટાના લાભાર્થીઓ છે અને તે આ પતન માટે જવાબદાર છે. નૈતિક ધોરણે મતદાતાની પસંદગીમાં વ્યક્ત કરાયેલા જાહેર કારણો દ્વારા સમર્થિત નહી પણ માત્ર સંપૂર્ણ રૂપે વ્યક્તિગત હિતોને પગલે કરવામાં આવેલો પક્ષપલટાના પરિણામે આત્મ-સન્માન નો ક્ષય થાય છે. જોકે તકવાદી રાજકારણ રમતા પક્ષપલટુઓમાં પ્રતીતિને મુક્તિની શક્તિનો અભાવ હોય છે. આવી પ્રવૃત્તિ લોકપ્રતિનિધી સહિતના વ્યક્તિને તેમની પોતાની અને પક્ષની મર્યાદાઓને ઓળંગવા માટે પ્રેરિત કરે છે, જેમાં તે સંભવિત પક્ષપલટુઓને અંકે કરીને સત્તાનો સ્વાદ મેળવે છે.

આવી મુક્તિની પ્રતીતિ પ્રત્યેની પ્રતિબધ્ધતા આદર્શ નમૂના માટે શાનદાર સ્થિતિ પ્રદાન કરે છે. પોતાની અને પક્ષની મર્યાદાઓને ઓળંગવાની નૈતિક ક્ષમતામાં ન્યાયી-પ્રસંગોચિત કારણ સમાયેલું હોય છે જે લોકશાહીની નૈતિક ગુણવત્તાને સુનિશ્ચિત કરે છે. પક્ષપલટુને ગુમાવનારા પક્ષ અને તેને મેળવનારા પક્ષ બંને પાસે પક્ષપલટાનું કારણ જાણવાની અપેક્ષા રાખવામાં આવે છે અને તેમની મર્યાદાઓને ઓળંગવાનું મૂલતઃ તેમના પોતાના સ્વાર્થમાંથી પેદા થાય છે. મર્યાદાને પહોંચી વળવા નૈતિક પહેલ કરવાથી વ્યક્તિગત પક્ષપલટુના આત્મ-સન્માન માટેની જગ્યા બને છે અને તે પક્ષને જાહેર સંસ્થા તરીકે ગૌરવ અપાવે છે. જોકે જેઓ પક્ષપલટાના કૃત્યમાં સામેલ છે તેઓ ગૂઢ કારણોથી નહી પણ દેખીતા કારણોસર આમ કરે છે. આ કારણોની ભૌતિકતા ઐકીકરણના વિચારમાં વ્યક્ત થાય છે. આવા વિચાર પક્ષની વર્ચસ્વ અને શ્રેષ્ઠતા બંને સ્થાપિત કરવાની ઇચ્છા પર આધારીત છે જે આવશ્યકપણે પક્ષપલટામાં જોર પકડે છે. હકીકતમાં, આવા પક્ષો પક્ષપલટો અથવા આત્મસમર્પણ કરનારા લોકોને તાબે કરવાને તેમના રાજકીય વર્ચસ્વ અને સામાજિક શ્રેષ્ઠતાને સ્થાપિત કરવા માટેનું લાયસન્સ મળ્યુ હોય તેમ વર્તે છે. હકીકતમાં, પક્ષપલટો ઐકીકરણ માટે ઉદ્દીપક તરીકે કામ કરે છે. સંબંધિત અથવા વિભેદક મૂલ્ય માટે સોદાબાજી કરે છે અને સમાન મૂલ્ય માટે નહીં, જે આત્મ-સન્માનની મૂળરેખા છે. જોકે આવી સ્થિતિ માટે સમાનતાવાદી રાજકીય ક્ષેત્ર એક પૂર્વશરત બની જાય છે અને તે સૈદ્ધાંતિક અર્થમાં બંધારણમાં પહેલેથી જ પૂરી પાડવામાં આવી છે.

આવા પક્ષોની મર્યાદા ઐકીકરણની તરફની તેમની ઇચ્છામાં રહે છે. તેમાં આત્મ-સન્માન જેવા નૈતિક સંસાધનોમાં વૃદ્ધિ કરવા માટે પક્ષપલટુઓના સશક્તિકરણ માટેની કોઈ જોગવાઈ હોય તેમ લાગતું નથી. આવા પક્ષો પક્ષપલટુઓને "બહેલાવે" કરે છે, કારણ કે તેઓ પક્ષપલટુને જગ્યા પૂરી પાડવામાં રસ ધરાવે છે એવું નથી પરંતુ આ નવાંગતૂકના સાધન તરીકે ઉપયોગ કરવા માટે બહેલાવે છે. આપણે સત્તાધારી પક્ષ અથવા શાસક બનવા જઈ રહેલા પક્ષમાં જોડાયા પછી પક્ષપલટુએ અભિવ્યક્તિની સ્વતંત્રતા માણવાની નૈતિક ક્ષમતાનું નિદર્શન કર્યુ હોય તેવો કોઈ પક્ષપલટું જોયો નથી. સાધન તરીકેનું મૂલ્ય તે પોતાની જાતને વેચાણપાત્ર વસ્તુ તરીકે પેશ કરતો થઈ જતો હોઈ તેનું સાર્વત્રિક મૂલ્ય નક્કી થાય છે. તેઓ, પક્ષપલટા દ્વારા અદલાબદલની વસ્તુ બની જતા હોઈ સ્વાયત વિષય બનવાનું બંધ કરે છે અને તેથી પોતાની જાતને પક્ષ અને રાજનીતિ બંને માટે ઉચ્ચ નૈતિક ધોરણો નક્કી કરવાની તેમની ક્ષમતા ગુમાવે છે. પક્ષપલટુંઓ ખરીદફરોક્તની વસ્તુ તરીકે સાર્વત્રિક ઓળખ મેળવે છે, અને તે પછી, કોઈપણ શાસક પક્ષ અથવા સંભવિત શાસક પક્ષ માટે પક્ષપલટું બનવા માટે ઉપલબ્ધ થાય છે. જે લોકો માત્ર વ્યક્તિગત લાભ મેળવવા માટે પક્ષપલટુ બની જાય છે, તેઓ અસરકારક રીતે આપલેની વસ્તુ બની જાય છે. આવી સ્થિતિમાં, આ પક્ષપલટું લોકોમાં બીજી બાબતો ગૌણ બની જાય છે. આવા પક્ષપલટુંઓની કોઈ જાતિ, વિચારધારા કે ભાષા કે પ્રદેશ આધારિત ઓળખ હોતી નથી. અને તેથી ઐકીકરણની મહાત્વાકાંક્ષા ધરાવતા પક્ષ દ્વારા સરળતાથી તેના સ્થાને બીજાને બદલી શકાય છે. એ કમનસીબ છે કે જો લોકશાહીની નૈતિક ગુણવત્તા આદર્શ નમૂનાના બદલે ખરીદ-વેચાણ થાય તેવા નમૂના દ્વારા વધુ નક્કી કરવામાં આવે છે.

Back to Top