ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

સુધારેલ આરટીઆઈ વિ. સહભાગી લોકશાહી

નાગરિકો અને સરકાર વચ્ચેની માહિતીની અસમપ્રમાણતા પારદર્શક લોકશાહીની કામગીરીને નબળી પાડે છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

સંસદ દ્વારા પસાર કરાયેલ માહિતીનો અધિકાર (સુધારો) બિલે તાજેતરમાં જ ઘડાયેલા માહિતીના અધિકાર (આરટીઆઈ) ના મૂળમાં ઘા કરે છે અને કેન્દ્રીય માહિતી આયોગની (સીઆઈસી) સંસ્થાને નબળી પાડે છે. આગોતરી પરામર્શ નીતિને અનુસર્યા વિના ઉતાવળે સુધારો રજુ કરવાની રીતથી સરકારના હેતુ વિશે ગંભીર શંકાઓ જન્મે છે. શા માટે આ સરકાર આ સુધારાઓની કડક ચકાસણી કરવાનું જરૂરી નથી માનતી? બિલને પસંદગી સમિતિને નહીં મોકલવાની જીદ શા માટે? સુધારાઓ પર ઝીણી નજર નાખતા લાગે છે કે તેનું ઔપચારિક અસ્તિત્વ ચાલુ રાખવાથી સંસ્થાઓ અને તેમના આત્માનું ખવાણ થશે.

આરટીઆઈ એક્ટ, 2005 નાગરિકને શાસન અને વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવતી શક્તિના દુરુપયોગ અંગે સવાલ કરવાની સત્તા આપે છે. તેમાં કેન્દ્ર અને રાજ્ય સ્તરે માહિતી કમિશન દ્વારા માહિતી પ્રદાન કરવામાં આવે છે. આ માહિતીને જાહેર હિત તરીકે ગણી શકાય, કારણ કે તે નાગરિકોના હિત સાથે સંબંધિત છે અને તે પારદર્શક અને ગતિશીલ લોકશાહીની કાર્યશીલતા માટે નિર્ણાયક આધારસ્તંભ છે. આરટીઆઈ (સુધારા) બિલ, 2019માં આરટીઆઈ એક્ટ, 2005ની કલમ 13, 15 અને 27માં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં કેન્દ્ર સરકારને કેન્દ્ર અને રાજ્ય સ્તરે કમિશનરોની સેવાનો કાર્યકાળ, પગાર, ભથ્થાં અને ચીફ માટે અન્ય શરતો અને નિયમો લાદવામાં આવ્યા છે. આ, સુધારાઓ કેન્દ્રને માહિતી કમિશનરોની મુદત, ભથ્થાં અને સેવાની શરતો અંગે નિર્ણય લેવા માટે સત્તા આપે છે, તે પ્રસ્તાવિત પ્રોત્સાહક માળખા સાથે સંકળાયેલા માહિતી કમિશનની સંસ્થાની સ્વાયત્તતા અને સ્વતંત્રતાને નુકસાન પહોંચાડશે અને અધિનિયમ તરીકે સમાવિષ્ટ આરટીઆઈના અસરકારક અમલને અવરોધિત કરશે.

વધુમાં, સુધારો “લોખંડી સંઘીયતા” ના બીજા સ્વરૂપને પ્રગટ કરે છે કે જેમાં સંબંધિત રાજ્યોની સત્તાઓનો ભંગ કરીને કેન્દ્ર સરકાર પોતાની સત્તા ચલાવશે અને તેથી તે બિન-લોકશાહી છે. આનાથી ભવિષ્યમાં જે નાગરિક અને સરકાર વચ્ચેની માહિતીની અસમપ્રમાણતાને દૂર કરવા માટે નિર્ણાયક અને લોકશાહીમાં શાસનને જવાબદાર બનાવવા અને તેના કામકાજમાં પારદર્શિતા બનાવવા માટે મહત્વપૂર્ણ એવી માહિતી કમિશનરની સંસ્થાની વિશ્વસનીયતા પર ગંભીર અસર પડશે. શાસનની પારદર્શિતાની માત્રા એ નિર્ધારિત સરકાર રાજ્યના નાગરિકોના હિતમાં કયા લક્ષ્યોને આગળ ધપાવી શકશે તે નક્કી કરવાની સાથે આવી માહિતી સમાજના હિતોને આધારે આપવી કે નહી તે નક્કી કરશે. જોકે આવી માહિતી બહુવિધ હેતુઓ સાધી શકે છે, જે એકંદરે સમાજના હિતોને સાધશે.

દર વર્ષે, આરટીઆઈ એક્ટ હેઠળ લગભગ સાંઇઠ લાખ અરજીઓ થાય છે, જે તેને વૈશ્વિક સ્તરે સૌથી વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતો શસક્ત કાયદો બનાવે છે. જેમાં સરકારને મૂળભૂત અધિકારો આપવા માટે જવાબદાર બનાવવાથી લઈને દેશના સર્વોચ્ચ અધિકારીઓને પ્રશ્ન પુંછીને વિવિધ બાબતોની માહિતી માંગે છે. આરટીઆઈ એક્ટનો ઉપયોગ કરીને, લોકોએ એવી માહિતી માંગી છે કે જે સરકારો જાહેર કરવા માંગતી નથી, કારણ કે તે સરકારના ભ્રષ્ટાચાર, માનવાધિકારનું ઉલ્લંઘન અને ગેરરીતિઓને ઉજાગર કરી શકે છે. સંસદમાં ચર્ચા દરમિયાન ઘણા સભ્યોએ છેલ્લા કેટલાક વર્ષોમાં એવા દાખલાઓ તરફ ધ્યાન દોર્યું હતું જેમાં માહિતી કમિશન દ્વારા ડિસ્ક્લોઝર અપાયા બાદ અરજદારોને માહિતી આપવાનું નકારવામાં આવ્યું હતું.

અહી મૂળભૂત પ્રશ્ન એ છે કે લોકશાહી રીતે ચૂંટાયેલી સરકાર નાગરિકોને માહિતી મેળવવામાંથી કેમ બાકાત રાખવા માંગે છે? જાગૃત નાગરિકો જાહેર સંસ્થાઓની સ્વચ્છ લોકશાહી કામગીરીને સુનિશ્ચિત કરવા માટે માહિતીને સક્રિય રીતે મેળવી શકે તે જરૂરી છે. આરટીઆઈ તેમને મજબૂત લોકશાહીમાં ફાળો આપવાની તક આપે છે. શાસક પક્ષને મતે લોકશાહીના વિચારમાં નાગરિકોને નિષ્ક્રિય વિષય તરીકે માનવામાં આવે છે. નાગરિકોના જીવનને અસર કરતી સરકારની નીતિઓ, નિર્ણયો અને પ્રક્રિયાઓ વિશેની માહિતીની રસીદ એ જવાબદારીની ખાતરી કરવા માટેનું એક સાધન છે. તેથી, જ તો લોકો રાજનીતિના કેન્દ્રમાં છે, શાસકો અને નેતાઓ નહીં. સુપ્રીમ કોર્ટે કેટલાક ચુકાદાઓમાં જણાવ્યું છે કે બંધારણના અનુચ્છેદ 19 અને 21 ના ​​આધારે આરટીઆઈ એ મૂળભૂત અધિકાર છે, જે નાગરિકોને અનુક્રમે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને જીવનના અધિકારની ખાતરી આપે છે. વર્તમાન સરકાર નિયંત્રિત, પસંદગીયુક્ત અને વિકૃત માહિતી પુરી પાડીને નાગરિકોની ભૂમિકાને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે, જેનાથી નાગરિકોને વિષયોમાં ઘટાડવામાં આવશે. લોકોએ તેમના શાસકોને પ્રશ્નો ન પુંછવા અને માહિતી મેળવવાને અસરકારક રીતે અવરોધિત કરવાથી આ સંભાવના ઓછી થાય છે. બીજું પરિણામ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ પરની વિપરીત અસર છે, જેમાં આરટીઆઈનો ઉપયોગ સત્યને શોધવા માટેના સાધન તરીકે કર્યો છે. આરટીઆઈને મંદ કરવાની પ્રવૃત્તિ સરકારને વધુ રક્ષણ પુરુ પાડશે જે સમસ્યા શોધવાના પત્રકારત્વમાંથી નરમ અને શુષ્ટુ મીડિયા બનાવે છે.

આરટીઆઈનું સર્જન સમૂહ આંદોલન દ્વારા થયુ હતું, અને તેનું સાતત્ય અને ઉંડાણ તેની જવાબદારી સુનિશ્ચિત કરવા માટેની ક્રિયાના સ્વરૂપ તરીકે તેના ઉપયોગ પર પણ ટકી શકે છે. ખરેખર, સામાજિક આંદોલન સિવાય વ્યક્તિગત નાગરિકો દ્વારા આરટીઆઈના સ્વયંભૂ ઉપયોગના ઘણા દાખલાઓ છે, જેમાં આરટીઆઈનું હાર્દ પ્રગટે છે. સેંકડો આરટીઆઈ કાર્યકરોની હત્યા, હુમલો, ત્રાસ કે ધમકી આપવામાં આવી છે. અવિરત પ્રણાલીગત હુમલાઓ દરમિયાન આવા બલિદાનો ટકાવી રાખવા મુશ્કેલ છે. આ સુધારોને પાછો ખેંચવા અને માહિતીના અધિકારને પુનર્સ્થાપિત કરવાની પ્રક્રિયા તેમના જીતેલા અધિકારોના બચાવમાં જનતાને એકત્રીત કર્યા વિના પ્રાપ્ત કરી શકાય તેમ નથી.

Back to Top