ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

લવારીને ગોદો

તકો વધારવા માટે નક્કર પગલાં વિના, "વર્તણૂક પરિવર્તન" એ એક ડેમોગ્રાફી છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ઇકોનોમિક સર્વે 2018-19 ઇરાદાપૂર્વક સરકારની જાહેર નીતિઓ ઉપર "માનવીય" ચહેરો મઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. સરકાર સામાજિક-આર્થિક સંચાલનમાં તેનો નિરાશાજનક રેકોર્ડ હોવા છતાં ફરીથી બહુમતીથી ચૂંટાઈ છે. એ તો સર્વ વિદિત છે કે સામાન્ય લોકોને કંઈ "આર્થિક પુરુષો" તરીકે ઓળખાતી "રેશનલ" હસ્તિઓ નથી પણ તે સામાન્ય હાડ માંસના "માનવીઓ"  છે અને તેમને દેશમાં સકારાત્મક સામાજિક-આર્થિક પરિવર્તન માટે પ્રોત્સાહન/હસ્તક્ષેપો અથવા "ધક્કા" (અમલ/આદેશો નહી) મારવા પડે છ અને એ બાબત કંઈ નવી નથી. હકીકતમાં, એક દાયકાથી વધુ સમયથી વિશ્વની વિવિધ સરકારો વર્તણૂકીય અભ્યાસોમાંથી નીતિવિજ્ઞાનમાં તેને સંકલિત કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમાં રહેલો નિહિત ઉદ્દેશ્ય સરકારની આગેવાની હેઠળના વિવિધ કાર્યક્રમો કે યોજનાઓ અને નીતિઓમાં નાગરિકોની સહભાગીતા વધારવા માટે તેમના વચ્ચે હકારાત્મક વર્તણૂકીય ફેરફારોને વેગ આપવાનો છે. સ્વચ્છ ભારત મિશન (એસબીએમ) કે બેટી બચાવો, બેટી પઢાઓ (બીબીબીપી) જેવા તેની પ્રમુખ ઝુંબેશ દ્વારા આવા હકારાત્મક ફેરફારોને આગળ ધકેલવાના વર્તમાન સરકારના દાવાઓ તે જોવા મળી શકે છે. અલબત્ત આ પ્રોગ્રામોના ફાયદાકારકતાના પુરાવા વિવાદાસ્પદ છે.

દાખલા તરીકે, 2018-19ના રાષ્ટ્રીય વાર્ષિક ગ્રામીણ સ્વચ્છતા સર્વેક્ષણ (એનએઆરએસએસ) દ્વારા એસબીએમનું મૂલ્યાંકન જણાવે છે કે 93% ગ્રામીણ પરિવારોમાં શૌચાલયનો ઉપયોગ થઈ રહ્યો છે, 96.5% લોકો સૌચાલયનો ઉપયોગ કરે છે, તેથી દેશમાં 90.7% ગામ ખુલ્લામાં સૌચની ક્રિયા(ઓડીએફ)થી મુક્ત છે. તેની સામે, કંટ્રોલર અને ઑડિટર જનરલ દ્વારા 2017-18ના અહેવાલમાં જેમાં ઘરેલું-સ્તરના લાભો અને નાણાકીય સહાયથી બનેલા શૌચાલયોનો ઉપયોગ કરવામાં આવે છે એવા એસ.બી.એમ.ની સફળતાની આકારણીમાં ઓડીએફના પરિમાણોની કાર્યક્ષમતા અંગે સ્પષ્ટપણે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. એસબીએમ માર્ગદર્શિકા મુજબ, ઓડીએફને ફેકલ-ઓરલ ટ્રાન્સમિશનને દુર કરવાના સંદર્ભમાં રજુ કરવામાં આવી છે, જે ઘરો અને જાહેર/સામુદાયિક સંસ્થાઓઓના કચરાના નિકાલ માટે સલામત ટેકનોલોજીનો અભાવ સુચવે છે. ઓડીએફ સ્ટેટસ મેળવવા માટે શૌચાલયોના ઉપયોગ વિશે માર્ગદર્શિકામાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી.

બીબીબીપીના કિસ્સામાં આવું જ જોવા મળ્યું છે. દાખલા તરીકે, તાજેતરના મીડિયા અહેવાલમાં જાણવા મળ્યું છે કે, બીબીબીપી હેઠળ "કન્યા કેળવણીને સક્ષમ કરવા" માટે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) દ્વારા રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાને સન્માનિત કરવામાં આવ્યો છે. આ માટે પાયાની વસ્તુઓ શિક્ષકોને તાલીમ, શાળામાં સ્વચ્છ શૌચાલયોની સગવડ અથવા શાળામાં જવા-આવવા માટે વાહનવ્યવહારની સરળતા વગેરેમાં ભાગ્યે જ પ્રગતિ થઈ છે. બીજી તરફ, જીલ્લા શિક્ષણ વિભાગે 2016-17 થી 2018-19માં 56,038 થી 56,06,600 વધેલી કન્યાઓની શાળા નોંધણીને આગળ ધરી છે, ત્યારે એજ સમયગાળામાં ડ્રૉપ-આઉટ કન્યાઓની સંખ્યાની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. વિચિત્રતા એ છે કે રાજસ્થાનમાં સામાન્ય રીતે 2014થી ડ્રોપ-આઉટ સંખ્યામાં વધારો થયો છે. રાજ્યની તત્કાલીન ભાજપ સરકારના નિર્ણયને લીધે હાલની સરકારી શાળાઓના લગભગ પાંચમા ભાગની શાળાઓનો અન્ય શાળાઓમાં વિલય થયો હતો. દુરના અંતરની શાળાઓના વિલયમાં મોટાભાગના ડ્રોપ આઉટ કરતા વિદ્યાર્થીઓમાં છોકરીઓ છે કારણ કે તેમના માતા-પિતા વિવિધ સામાજિક-સાંસ્કૃતિક કારણોને લીધે બહુ દુર તેમને મોકલવા માટે તૈયાર નથી.

આ પ્રકારના પુરાવાઓ જોતા આપણને ઇકોનોમિક સર્વેમાં અથવા સરકાર દ્વારા સમયાંતરે કરવામાં આવેલા "વર્તણૂક પરિવર્તન"ના દાવાની અધિકૃતતા વિશે નવાઈ લાગ્યા વગર રહેતી નથી. જો કોઈ પરિવર્તન થયું હોય તો, તે મોટાભાગે જમીન સ્તર પરના ફેરફારો કરતાં ઉદઘાટન સમારોહો અને કેક-કટીંગ સમારંભો (કેક પકડેલા પ્રોગ્રામ લૉગો સાથે)/પ્રમાણપત્ર વિતરણ સમારોહો/સ્પર્ધાઓ/બાઈક રેલી વગેરેને સહારે ઉપરછલ્લા બદલાવો થયા છે. જો આમ જ કરવું હોય તો, સામાજીક-આર્થિક પરિવર્તન તરફના લોકોના વલણને વેગ આપવા અને રાજકીય યોગ્યતા માટે દુષિત કરતા જાહેર વલણ વચ્ચે શું તફાવત છે? દાખલા તરીકે, બીબીબીપી યોજના અંતર્ગત સાયકલ મેળવતી કન્યા વિદ્યાર્થીના લાભોને વિવિધ સામાજિક સમાજશાસ્ત્રીય કારણો હેઠળ ખતવીને વંચિત કરવામાં આવે છે. એ સાયકલ તેના પરિવારમાં પુરૂષના સભ્યોને લાભ આપી શકે છે અને તેના બદલામાં તેમનો રાજકીય (પક્ષ) મત બંધાઈ શકે છે.

ભારત જેવા દેશમાં જ્યાં વ્યક્તિની વર્તણૂંકની પેટર્ન તેના સામાજિક પરિબળો, નાણાકીય સહાય (પશ્ચિમ બંગાળમાં કન્યાશ્રી પ્રક્લ્પ યોજનાના કિસ્સામાં)થી ભારે પ્રભાવિત થયેલી છે ત્યારે, વર્તનમાં કોઈપણ મૂળભૂત ફેરફારો આવવાની શક્યતા નહીવત્ત થઈ જાય છે. તેનાથી વિપરીત, આવા લાભો લોકોના આચરણને વધુ ભ્રષ્ટ કરે છે, કેમકે વધુ લાભો મેળવવા તે વા પ્રમાણે ઘોડી માંડી દેવાનું વલણ અપનાવે છે.

મર્યાદિત સંસાધનો, અવકાશ અને ક્ષમતાના દ્વારા બાંધવામાં આવેલા માળખામાં, કહેવાતા ''પૈસાના પિયાસી માણસ'' અને ''સામાન્ય મનુષ્ય''  વચ્ચે ભેદ કરવો મુશ્કેલ છે. આમ થવાનું કારણ એ છે કે આવા સંજોગોમાં લોકહિતના ભોગે સ્વ-હિતને વધુ બળ મળે છે અને તે મોખરે થઈ જાય છે. આવી જમીની વાસ્તવિકતાઓ અને કોઈપણ કોઈપણ વ્યવસ્થિત મૂલ્યાંકન વિના સરકાર તરફથી પુરી પાડવામાં આવતી આર્થિક તકો, અધિકારો અને ક્ષમતાઓને વિસ્તૃત કરવા માટેની પહેલની રૂપરેખા, "હોમો ઇકોનોમિકસ" (અથવા આર્થિક માણસ) થી "હોમો સેપિઅન્સ" (અથવા હોમો સેપિઅન્સ) તરફ જવાની ધ્યાન કેન્દ્રિત કરતી ઉલટી ગંગા બની રહે છે. આવા જુમલાઓ અને નામ બદલાવની આ રાજનીતિ પાછળ સરકાર તેની નિષ્ક્રિયતાને ક્યાં સુધી છુપાવશે?

Back to Top