ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

એકસાથે ચૂંટણી સામે જવાબદારી

શું ચૂંટણીઓ સરકારને ચૂંટવા માટે છે કે એક અર્થપૂર્ણ લોકશાહીની સ્થાપના માટેનું સાધન છે?

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) માટે "એક રાષ્ટ્ર, એક ચૂંટણી" એ મોટી પ્રાધાન્યતા છે. 19 જૂન 2019 ના રોજ યોજાયેલી ઓલ-પાર્ટી મીટિંગમાં અગ્રતાક્રમે આ દરખાસ્તની ચર્ચા હાથ ધરવાની દિશામાં ભાજપનો હેતુ સ્પષ્ટ હતો. ભાજપ લોકસભા અને રાજ્યોની એક સાથે ચૂંટણી યોજવાના વિચારને અમલમાં મુકવા માંગે છે. કેટલાક પ્રાદેશિક પક્ષો સહિતના તેમના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના ઘટકદળો વચ્ચે આ વિચારની સ્વીકૃતિ હોવાનું જણાય છે, જ્યારે કેટલાક વિપક્ષી દળોએ તેનો એમ કહીને વિરોધ કર્યો છે કે તેનાથી બંધારણીય લોકશાહી અને સંઘવાદને પ્રતિકૂળ અસર પડી શકે છે. ઘણા લોકોને એવી શંકા છે કે આ પ્રકારના પગલાથી શાસક પક્ષના સત્તાવાદી વલણને મજબુતાઈ મળશે. તેથી, આ વિષયમાં યોગ્ય ચર્ચા અને સાવચેતી પૂર્વકની વિચારણાની જરૂર છે.

એકસાથે ચૂંટણી યોજવાની વિચારણા નવી નથી, આ વિચાર 1982માં ચૂંટણી પંચ દ્વારા તેમજ લો કમિશન દ્વારા 1999માં રજૂ કરવામાં આવ્યો હતો તેમ તાજેતરના નીતિ આયોગના સભ્યોની ચર્ચા પત્રિકા દ્વારા તેમજ કાયદા પંચના એક અહેવાલ દ્વારા જાણવા મળ્યુ છે. વધુમાં, વડાપ્રધાન દ્વારા તેમના ભાષણો અને એકલ સંબોધનોમાં આ વિચારને બળપૂર્વક આગળ ધપાવવામાં આવ્યો છે, જેનાથી તેને રાજકીય મહત્વ મળ્યું છે. મુખ્યત્વે, આ વિચાર પાછળ અસરકારકતા અને ખર્ચ કાપની દલીલો કરવામાં આવે છે. એકસાથે ચૂંટણીઓથી કહેવાય છે કે 1969થી સામાન્ય ઉદાહરણ પ્રમાણે એકસાથે ચૂંટણીઓ યોજાવાના કારણે ચૂંટણીઓના આયોજન પાછળના કુલ ખર્ચ પર ઘણો કાપ મુકવામાં મદદ મળશે અને અસરકારક રીતે ચૂંટણી યોજી શકાશે. વધુમાં, આ નિર્ણય અલગ અલગ સમયે બદલાતા મોડેલ કોડ ઓફ કંડકના પાલનના નીતિના નિર્ણયો લેવાના અવરોધ દૂર કરશે. આવી દલીલોમાં વધુ તો વ્યવસ્થાપકીય કે સાધનસામગ્રીને લગતી હોય છે અને બંધારણીય સિદ્ધાંતો અને લોકશાહી મૂલ્યોની વધુ વાત હોતી નથી.

આ વિચારને અમલમાં મૂકવાથી ઘણા રાજ્ય વિધાનસભાઓના ચાલુ કાર્યકાળને સમાપ્ત કરવાની જરૂર પડશે, જે અસરકારક રીતે લોકશાહીના જનાદેશને અવગણતું પગલું ગણાશે. જો પ્રક્રિયા કલમ 356ની પરવા કર્યા વિના હાથ ધરવામાં આવે અને તેને સંમતિપૂર્વક હાથ ધરવામાં આવે તો પણ તે સંઘીય સિદ્ધાંતને નુકસાન પહોંચાડે છે. સંઘવાદની મજબૂતાઈને સહાયક રાજકીય દળોના સહસંબંધમાં પરિવર્તન સાથે, આ નિર્ણયથી સમય જતાં, બિન-એકરૂપતા સ્થાન લેશે અને કેન્દ્ર સરકારને સૌથી આગળ મુકશે. આમ થવાનું કારણ એ છે કે રાજ્ય-સ્તરના મુદ્દાઓઅને પ્રાદેશિક દળોની વિશિષ્ટતાઓને લઈને જે તે રાજ્યોએ રાજ્યની ચૂંટણીઓ પર એકાકી ધ્યાન કેન્દ્રિત કરીને વધુ સારી તક અને જગ્યા પ્રાપ્ત કરી છે. સમાનતાના આગ્રહો આ વિશિષ્ટતાને લઈ ડૂબશે. ખાસ કરીને એક પક્ષ પાસે રહેલા વિશાળ સંસાધનો અને એક પક્ષ સાથેના નેરેટિવના જોરે. લોકસભાની ચૂંટણીઓથી વિધાનસભાની ચૂંટણીઓ અળગ યોજાય છે, જેનાથી કેન્દ્ર સરકાર પર લોકશાહી મૂલ્યો અને પરિબળોને જાળવવાનું દબાણ રહે છે. આ ઉપરાંત, વિવિધ સમયે યોજાતી ચૂંટણીઓને કારણે કેન્દ્ર સરકારને પ્રજા-વિરોધી નીતિઓને સુધારવા અને જનતાની માંગ તરફ ધ્યાન આપવાની ફરજ પડી શકે છે.

વળી, વિધાનસભા દ્વારા લોકોના કામની જવાબદારીના સિદ્ધાંતના ક્રૂર ઉલ્લંઘન સામે સમાનતાના વલણને જાળવવાની દરખાસ્તો આગળ મૂકવામાં આવી છે. એક જ સમયે ચૂંટણીઓની જોગવાઈને કારણે તે ચોક્કસ કાર્યકાળની જોગવાઈ કરે છે. આવી જોગવાઈની ગેરહાજરીમાં, કેન્દ્ર અથવા રાજ્ય સ્તરે સરકાર વિરુદ્ધ સફળ અવિશ્વાસની ગતિવિધિને લઈને મધ્ય-સત્ર ચૂંટણીઓની આવશ્યકતા ઉભી થાય તો એક સાથે ચૂંટણીની પેટર્ન તુટી શકે છે. આવી સંભાવનાને કહેવાતી રચનાત્મક અવિશ્વાસ પ્રસ્તાવ (જેને વૈકલ્પિક ગોઠવણની શક્યતા કહીને દુર કરી શકાય છે)માં, રાષ્ટ્રપતિ શાસન અથવા ટૂંકા સમયગાળા માટે તાત્કાલિક ચૂંટણીઓ જેવી દરખાસ્તો રજુ કરવામાં આવે છે (કે જે શબ્દનો અંશ ભાગ છે). આમાંના કોઈપણ વિચારને બંધારણમાં કોઈ સ્થાન નથી. પૂર્વનિર્ધારિત કાર્યકાળની હિમાયત કરીને મોટાભાગના ફાયદાઓ સ્થિરતા અને સાતત્યના ગણાવવામાં આવે છે, અને હકારાત્મકતાને આગળ ધરીને લોકશાહીની ગુણવત્તાનો ભોગ લેવામાં આવે છે. અવિશ્વાસ પ્રસ્તાવ જેવા વિધાનસભાની જવાબદારીને ઘટાડે છે અને લોકશાહીમાં જવાબદેહીની સામે સ્થિરતાને અગ્રતાક્રમે મુકી છે કે નહીં તે અંગે પ્રશ્ન ઊભો કરે છે. આ પ્રકારની નબળાઈથી રાજકારણના સર્વોપરિકરણની પ્રક્રિયાને ચોરીચૂપીથી આગળ ધપાવી શકાય છે. આ પ્રક્રિયાને વેગ મળે છે કારણ કે એકસાથે ચૂંટણીઓ સંસાધનો અને પહોંચથી મોટા રાષ્ટ્રીય પક્ષોને અયોગ્ય મદદ કરે છે અને રાજકીય હરીફાઈને વધુ દ્વિપક્ષી બનાવે છે અને ચૂંટણીઓ નેતાઓના વ્યક્તિત્વ પર કેન્દ્રિત થાય છે.

ઉપરોક્ત "મેનેજરિયલ ઇન્સ્ટ્રુમેન્ટલ"ની કલ્પના મૂળભૂત લોકશાહીની સામાન્ય અવધારણા સાથે ઘર્ષણમાં ઉતરે છે, જે લોકપ્રિય સાર્વભૌમત્વના વિચારમાં જોડાયેલો છે. આવી કલ્પના ચૂંટણીઓને લોકોના રાષ્ટ્રને ચલાવવા માટે સરકારની પસંદગી કરવાની પ્રક્રિયા અથવા પદ્ધતિ તરીકે જુએ છે. (આવા સંચાલકીયવાદના આત્યંતિક સ્વરૂપો ચૂંટણીને જ શાસનમાં અડચણ તરીકે જોશે.) તેની કલ્પના એવી છે કે લોકો નિષ્ક્રિય મતદારો છે અને તેમણે દર પાંચ વર્ષે મત આપવાનો હોય છે અને પછી સરકારી પ્રવૃત્તિમાંથી દુર થઈ જવાનું છે અને સાશન એક્ઝિક્યુટિવને સોંપી દેવાનું છે. જેમ, રામ મનોહર લોહિયા દલીલ કરતા હતા તે પ્રમાણે, "ઝિન્દા કૌમે પાંચ સાલ ઈંતઝાર નહી કર સકતી" (સક્રિય લોકો પાંચ વર્ષ સુધી રાહ જોઇ શકતા નથી). લોકપ્રિય વધારાના સંસદીય આંદોલન અને ચળવળો સાથે, વિવિધ રાજ્યોમાં ચૂંટણીઓ જનતાને આ પ્રવૃત્તિની અભિવ્યક્તિ માટે એક અવકાશ પણ પૂરી પાડે છે જે લોકશાહી માટે જરૂરી છે. છેવટે, ચૂંટણીઓ એ એક કવાયત છે જેના દ્વારા લોકપ્રિય સાર્વભૌમત્વનો સિદ્ધાંત અમલી કરવામાં આવે છે. પૈસા-અને મીડિયા-પ્રભુત્વની ચૂંટણીઓમાં આ લોકપ્રિય પ્રવૃત્તિ કેટલી શક્ય છે તે અંગે ચર્ચા કરી શકાય છે, પરંતુ એક સાથે ચૂંટણીઓનો તર્ક તો આવી શક્યતાને જ ડબ્બામાં પુરી દેવાની માંગ કરે છે.

Back to Top