ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

વધુ એક 'સંસ્થાકીય મર્ડર'

પાયલ તડવીનું મોત ઉચ્ચ શિક્ષણમાં સામાજિક ભેદભાવની સંસ્થાકીય ઉપેક્ષાનું પરિણામ છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

મુંબઇના બી.વાય.એલ. નાયર હોસ્પિટલના 26 વર્ષીય નિવાસી ડૉ. પાયલ તડવીનું મોતે તબીબી કોલેજોમાં અનુસૂચિત જાતિ(એસસી)/અનુસૂચિત જનજાતિ(એસટી) વિદ્યાર્થીઓ વિરુદ્ધ ભેદભાવ અને જાતિવાદની ભિતરી પ્રકૃતિને ફરીથી ખુલ્લી કરી છે. તડવી ભીલ મુસ્લિમ સમુદાયના હતા, જે એસટી ગ્રૂપ તરીકે ઓળખાય છે. તેની બી.વાય.એલ. નાયર હોસ્પિટલ સાથે જોડાયેલી ટોપવાલા નેશનલ મેડિકલ (ટીએનએમ) કૉલેજમાં ત્રણ વરિષ્ઠ નિવાસી ડોક્ટરોએ પજવણી થઈ રહી હતી, જેણે કથિત રૂપે તેણીને આત્મહત્યા કરવા તરફ દોરી હતી. તેણીના પરિવારે "જાતિવાદી" આરોપોના આધારે કૉલેજ વહીવટીતંત્રને ઔપચારિક ફરિયાદ કરી હતી અને અન્યાયની ઘા નાખી હતી, પરંતુ તેને ન્યાય મળ્યો નહી.

તડવીના મોત બાદ જ સંસ્થાનું તંત્ર હરકતમાં આવ્યું અને ત્રણ ડોકટરો અને તેના એકમના વડાને સસ્પેન્ડ કર્યા અને એન્ટિ-રેગિંગ સમિતિએ તેની તપાસ શરૂ કરી. તડવીના મૃત્યુના એક અઠવાડિયા પછી, સમિતિએ શોધી કાઢ્યું છે કે તડવીને ખરેખર "ભારે પજવણી"નો સામનો કરવો પડ્યો હતો અને એસટી સમુદાયના હોવાથી ભેદભાવ અને અપમાનનો ભોગ બની હતી અને તડવીએ એસસી/એસટી ક્વોટામાં કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. તડવીના મૃત્યુના પગલે, મેડિકલ કૉલેજમાં હતા ત્યારે આવો જ ભેદભાવ સહન કરી ચુકેલા એસસી/એસટી સમુદાયના ઘણા ડોકટરો આગળ આવ્યા છે.

આ બધી હકીકતો છતા ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રતિનિધિઓ એવું માને છે કે જાતિ-આધારિત ભેદભાવ તબીબી ક્ષેત્રે અસ્તિત્વમાં નથી અથવા જાતિ આધારિત ભેદભાવે તેમનું ક્યારેય ધ્યાન દોર્યુ નથી. હકીકતમાં, ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીમાં જાતિ આધારિત ભેદભાવ અને રૂઆબ તબીબી કોલેજોના ભારે દબાવવાળા વાતાવરણમાં તેમજ દેશમાં અન્ય ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સામાન્ય બાબત છે. થોરાટ સમિતિના 2007ના રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે દેશની અગ્રણી તબીબી કોલેજ એઇમ્સમાં જાતિ આધારિત ભેદભાવ ભારે માત્રામાં અને વિવિધ સ્વરૂપે ચલણમાં છે. આ અહેવાલ બહાર આવ્યો તેને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, અને તડવીનો કેસ માત્ર એ બતાવે છે કે તેમાં કોઈ સુધારો નથી થયો અને જાતિ-આધારિત ભેદભાવના વ્યવહારોની સંસ્થાકીય ઉપેક્ષા સતત ચાલુ છે.

આ સંસ્થાકીય ઉદાસીનતાનુ બીજું પાસું તેના કાર્યકારી અને સત્તાના એકીકૃત માળખામાં પ્રતિબિંબિત થઈ રહ્યુ છે, આ સત્તા આવી સંસ્થાઓમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રૅગિંગ અને હૅઝિંગ જેવી પ્રવૃત્તિઓને ઉલટાની પ્રોત્સાહિત કરે છે. સામાન્ય પ્રથા બની ગયેલી વિદ્યાર્થીઓ અને જુનિયરની આ પજવણી આ સંસ્થાઓમાં કોઈપણ પ્રતિરોધને સ્થાન આપતી નથી. અને તે બતાવે છે કે આ સત્તાનું માળખું કેવી રીતે માનવીય વર્તણૂંકને નુકસાન પહોંચાડી શકે તેવા પ્રકારનાં વિચારો અને પર્યાવરણની રચના કરવા અને તેને કાયમી કરવાની છૂટ આપે છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ને 2013 અને 2017 ની વચ્ચે વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગની 3,022 ફરિયાદો મળી હતી. આ સિવાયના એવા કેટલાય બનાવો હશે જે જાહેર કરવામાં નથી આવ્યા અથવા એ લોકોની નજર સુધી પહોંચી શક્યા નથી. યુજીસીના એક અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે 84.3% વિદ્યાર્થીઓ વિવિધ કારણોસર કોલેજમાં તેમના વરિષ્ઠ નેતાઓના હાથે રેગિંગના અનુભવની ફરિયાદો નોંધાવતા નથી, કૉલેજ સત્તાવાળાઓમાં વિશ્વાસની અભાવ હોવાને કારણે તેમને તેમની ફરિયાદને નહી સાંભળવાનું અને તેમની કારકિર્દીને નુકસાન થવાનો ડર, કેમ્પસ પર બહિષ્કાર કરવાનો અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા માર મારવાનો ભય રહે છે.

વધુમાં, તેમને એસસી/એસટી સમાજના હોવાનો અને ક્વોટા મારફત એડમિશન મેળવ્યુ હોવાના ડરને પગલે વિદ્યાર્થીઓને ફરિયાદ કરતા ખચકાટ થાય છે, ખાસ કરીને ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સામે. તડવી અને તેના માતા-પિતાએ ઘણીવાર કૉલેજ સત્તાવાળાઓને ફરિયાદ કરી હોવા છતાં, તેની ફરિયાદને સાંભળવામાં ન આવી, તેમના દ્વારા લેવામાં આવેલા દરેક પગલાને એકલા પાડી દેવાયા. હકીકતમાં, એવું કહેવાય છે કે ટી.એન.એમ કોલેજની એન્ટિ-રેગિંગ સમિતિ છેલ્લા સાડા દોઢ વર્ષમાં એકપણવાર મળી નથી. વધુમાં, તેમના પરિવારના જણાવ્યા મુજબ, કૉલેજને ફરિયાદ કર્યા પછી જ પજવણીમાં વધારો થયો હતો. આ પ્રકારની ફરિયાદોને ગંભીરતાપૂર્વક નહી લેવાની અને સાથે સંસ્થા તરફથી નિષ્ક્રિયતા દાખવવાના કારણે, એસસી/એસટી વિદ્યાર્થીઓને ફરિયાદ નોંધાવવા માટે વધુ નિરૂત્સાહી કરે છે. આને લીધે ઘણા લોકો ચૂપચાપ પજવણી ભોગવી લેવાનું પસંદ કરે છે, કૉલેજમાંથી બહાર નીકળી જાય છે અથવા આત્યંતિક કિસ્સાઓમાં તેમના પોતાના જીવનનો અંત આણી દે છે, ઉચ્ચ શિક્ષણમાં એસસી/એસટીએસની પહેલેથી નિરાશાજનક સ્થિતિમાં ઉમેરો થાય છે. એસસી/એસટી સમુદાયોમાંથી પ્રતિનિધિત્વ ધરાવતા કૉલેજ વહીવટીતંત્ર અને ફેકલ્ટીની ગેરહાજરીમાં અથવા જાતિ-આધારિત ભેદભાવને નજરઅંદાજ કરીને અને ભેદભાવ અને રેગીંગની ફરિયાદોને કોરાણે મુકે છે અને પરિણામે કોલેજના પક્ષે નિષ્ક્રિયતામાં પરિણમે છે.જે તડવીના કિસ્સામાં, આવી કથાઓનું એક પછી એક સંસ્થામાં પુનરાવર્તન થતું રહે છે.

રોહિત વેમુલાના મૃત્યુને પણ યાદ કરવું રહ્યું. આ દલિત વિદ્યાર્થી, હૈદરાબાદ યુનિવર્સિટીમાં પી.એચ.ડી. મેળવી રહ્યો હતો અને તેમની આત્મહત્યાને "સંસ્થાકીય હત્યા" તરીકે વર્ણવવામાં આવી હતી. તેમનું મૃત્યુ અને તે પછીની ઘટનાઓ ઉપેક્ષિત સમુદાયોના વિદ્યાર્થીઓને રક્ષણ પૂરું પાડતા "રોહિત એક્ટ"નામના કાયદાની માગ તરફ દોરી ગઈ. જો કે, આ પ્રકારનો કાયદો ફક્ત ત્યારે જ અસરકારક રહેશે જ્યારે સંસ્થાઓ અને તેના અંદરના લોકો સામાજિક ભેદભાવના જોખમોને સમજશે અને સ્વીકારશે. સૌથી "નિર્દોષ" ગણાતા રેગીંગથી શરૂ કરીને "આત્યંતિક પજવણી"માં હકીકતમાં આવા ભેદભાવપૂર્ણ વર્તન હિંસાનું નિર્માણ કરે છે અને તે વ્યક્તિના માનવ અધિકારોનું હનન કરે છે જે તેમને તેમના જીવનને ગૌરવ અને શિક્ષણ પ્રાપ્ત કરવાથી અટકાવે છે. તે માત્ર એ બાબતનું પરિચાયક છે કે આપણે તડવી, વેમુલા અને મૌન ત્રાસદી સહન કરતા હજારો વિદ્યાર્થીઓ માટે ન્યાય મેળવવા તરફ આગળ વધવું રહ્યું.

Updated On : 15th Jul, 2019
Back to Top