ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

હતાશાની વિરૂદ્ધ

ચૂંટણીમાં પીછેહઠના જવાબમાં વિરોધ પક્ષે લપસણા માર્ગથી કેવી રીતે બચવું?

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)નો ચૂંટણી વિજય સ્કેલ અને માર્જિન બંને દ્રષ્ટિએ અદ્દભુત છે. જો કે, તેની પ્રતિક્રિયામાં ઘૂંટણીએ પડી જવાનું કે આત્યંતિક બનવાનું ટાળવું જોઈએ. કેમકે તેમ કરતા ગંભિર વિશ્લેષણ થઈ શકતું નથી. કોઈપણ કિસ્સામાં, આવું વિશ્લેષણ ઉતાવળમાં કરી શકાતું નથી. હકીકતમાં, વિશ્લેષણ વ્યાપક લોકશાહીમાં હિસ્સેદારો દ્વારા હાથ ધરવામાં આવે તે જરૂરી છે, જે તેમના તેના પક્ષે જરા થોભીને ચૂંટણી પરિણામોનું નિરિક્ષણ કરશે. જો કે, આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપના ટેકેદારોના ઉન્માદી હર્ષોલ્લાસ અને વિપક્ષની નોંધપાત્ર પ્રમાણમાં નિરાશાને જોઈએ છીએ. એનડીએ વિજય મેળવવા માટે ઉપયોગ કરી શકાય તેવા સંસાધનોનો ફાયદો ઉઠાવતા, યોગ્ય તો એ રહેશે કે આપણે વિપક્ષોને નિરાશા તરફ દોરી જતા વલણો પર ધ્યાન કેન્દ્રિત કરીએ. ચૂંટણી પછીના વિપક્ષની સ્થિતિ ઉપર ધ્યાન આપવું. ખાસ કરીને તંદુરસ્ત લોકશાહી માટે વિપક્ષની તંદુરસ્તી ખૂબ જ મહત્વપૂર્ણ છે એ જોવું જોઈએ.

નિશ્ચિતપણે, નિરાશા જુદા જુદા સ્વરૂપોમાં અભિવ્યક્ત થાય છે. વિપક્ષી છાવણીમાં, નિરાશાજનક પ્રતિક્રિયાનો એક દાખલો સ્વૈચ્છિક ટીકાઓ, પરિણામી સલાહ અને દોષારોપણની રમતોમાં જોવા મળે છે. તે ખરૂ કે પક્ષો, ખાસ કરીને કૉંગ્રેસ, વિપક્ષી છાવણીમાંથી ભાજપના પરંપરાગત ગઢમાં ગાબડું પાડવાના સંદર્ભમાં નિષ્ફળ રહી છે. 2014થી ભાજપ સામેની સીધી લડાઈમાં બેઠકોની સંખ્યામાં વધારો થયો છે તે સ્પષ્ટ છે. તાજેતરમાં યોજાયેલી ત્રણ રાજ્યની ચૂંટણીમાં તેની નિષ્ફળતા ગંભીર ચિંતાનું કારણ છે, કોંગ્રેસ કર્ણાટક, મહારાષ્ટ્ર અને અમેઠીમાં પોતાનો ગઢ જાળવી રાખવા અક્ષમ પુરવાર થઈ છે. આ નિરાશાજનક પ્રદર્શન વધુ તો લોકશાહીની ચિંતાનો મુદ્દો છે, ખાસ કરીને આ રાજ્યોમાં બિન-કૉંગ્રેસ વિપક્ષના વિકલ્પની ગેરહાજરીના સંદર્ભમાં. વિપક્ષી એકતાનો અભાવ અને તેમાં કૉંગ્રેસની જવાબદારી વગેરે મુદ્દે પણ ટીકા કરી શકાય છે, પરંતુ સામાજિક જોડાણ અથવા બ્લોક બનાવવા માટે ઉત્તર પ્રદેશ અને બિહારમાં પક્ષોના જોડાણની નિષ્ફળતા પરિણામોમાં સ્પષ્ટ દેખાય છે.

વધુમાં, બીજેપીના દેખાવમાં ઉત્તર-દક્ષિણના વિભાજન તરફ ધ્યાન કેન્દ્રિત કરીને આત્મસંતોષ માણવો તે આત્મવંચનાની કવાયત પૂરવાર થઈ શકે છે. આ માત્ર ભાજપના કર્ણાટકમાં સફાયા અને ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને તેલંગણામાં માર્ગ કરવાના કારણે નથી થયું, પણ સત્તાધારી બહુમતીવાદના વિકલ્પમાં પ્રાદેશિકવાદની માળખાકીય મર્યાદાને કારણે પણ થયું છે. બિન-ભાજપ અથવા બિન-એનડીએ પક્ષો દ્વારા કુલ મત મેળવવાનું પ્રમાણ વધારે છે તેવી દલીલ પર સંતોષ મેળવવો એ બીજુ ટાળી ન શકાય તેવું કૃત્ય છે. આ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 31% ની સામે 69%ના ભાષણમાં દેખાઈ રહ્યું હતું. ફર્સ્ટ-પાસ્ટ-ધ પોસ્ટ સિસ્ટમની વાસ્તવિકતાને નકારવા સિવાય, આવા ભાષણો ભાજપના રાજકીય વૃત્તાંતની આસપાસ લોકપ્રિય કાયદેસરતાને અવગણે છે. તેમાં વિરોધી કાયદેસરતા ઉભી કરવાની સમસ્યાને ઉઠાવ્યા વિના રાજકારણના ગણિતને સમજવું મુશ્કેલ છે.

સ્વયંસંચાલિત બળવા અને તેના ધ્રુવીય વિરુદ્ધઃ લોક ચરિત્ર પર અંતિમ નિર્ણયની સામે વિપક્ષ માટે રક્ષણ મેળવવું પણ જરૂરી છે: પહેલા ભાજપ માટેના હકારાત્મક મતની તીવ્રતાને અવગણવામાં આવે છે. આ એવા રાજ્યોની સંખ્યા પરથી સ્પષ્ટ થાય છે કે જ્યાં ભાજપ 50% અથવા તેનાથી વધુ મતથી જીત્યો છે, ખાસ કરીને કેન્દ્રીય ભારતીય રાજ્યોમાં ભારે મતોથી વિજય મેળવ્યો છે. પહેલી નજરે એવું લાગે કે તેણે ચૂંટણીના મોડનો ઉપયોગ કર્યા વગર અને સંઘ પરિવારની રાજકીય વિચારધારાના સપોર્ટ વગર ભાજપની આયોજનપૂર્વકની ડિઝાઇન શાસક પક્ષની હકારાત્મક અસર સૂચવે છે. જો કે, આને સ્વીકારવાથી, આપણે પરિવારના પ્રોજેક્ટમાં ફસાવા માટે લોકોને દોષી ઠેરવવાનો ઝડપી નિર્ણય લેવો ન જોઈએ. આવા દોષારોપણની યુક્તિઓનો ઉપાય કરવાથી રાજકીય પ્રવૃત્તિમાંથી ખસી જવાની ફરજ પડે છે, જે આગળ જતા શક્તિહીન સત્યના ગૌરવ સાથે સંકળાયેલા જોખમોને અનુસરે છે. વિપક્ષ દ્વારા આ પ્રકારના અલગ મહિમામંડનથી સત્ય પાછળની લોકપ્રિય શક્તિને એકત્ર કરવાના કાર્યને નુકસાન પહોંચે છે. કોઈએ એ ન ભૂલવું જોઇએ કે રાજકારણમાં લોકો હંમેશા પહેલેથી જ ઉતારવામાં આવતાં નથી, પરંતુ બનાવટ કરવામાં આવે છે; હકીકતમાં, તે જ તો રાજકારણ ઉભુ કરવાની કામગીરી છે. વા લોકોને ચૂંટી કાઢવાની વાસ્તવિક પસંદગી ક્યારેય ન હોવાથી, વિપક્ષી દળોએ જનતા વચ્ચેના આવા લોકો કે વિરોધી લોકોની બનાવટ કરવી પડશે, જેમાં ભાજપ/એનડીએને મત આપનારાઓનો પણ સમાવેશ થાય છે.

એજન્ડા અને ભાજપના રાજકીય પ્રોજેક્ટના સામાજિક ચરિત્રને ધ્યાનમાં રાખીને, ભારતીય સમાજમાં કેટલાક સ્વરૂપની રચના કરવા માટેની લોકપ્રિય ઇચ્છાશક્તિ અસ્તિત્વમાં છે; પછી ભલે તે સહજ સ્વરૂપમાં ન હોય તો અદ્દશ્ય સ્વરૂપમાં અસ્તિત્વમાં છે. જે તેના ફાયદા માટે કાર્ય કરી શકે છે કારણ કે તેમના માટે પ્રમાણમાં ફાયદાકારક પરિસ્થિતિ ઉપલબ્ધ છે. બીજી બાજુ, વિપક્ષની સામાન્ય કાર્યસૂચિ (ન્યાય અને સંવાદિતાના વિચારોની આસપાસની)ને રાજકીય કાયદેસરતા અપાવવા માટે રાજકીય જમીનની જરૂર પડશે. સ્વ-ન્યાયીકરણ, આત્મ-વંચના અને આત્મનિંદાની ઉદ્દભવની મુશ્કેલીઓનો સામનો કરવો એ વિપક્ષને આ કાર્ય તરફના વિરોધને લક્ષ્ય બનાવવાની પૂર્વશરત છે.

Back to Top