ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

આઘાત શોષકોનું રાજકીય ઉત્પાદન

વાજબી ટીકા સાથે જોડાવાની નિષ્ફળતા અભિવ્યક્તતાની સ્વતંત્રતાને મર્યાદિત કરે છે.

 
 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

11 મી જાન્યુઆરીએ મહારાષ્ટ્રના યવતમાલમાં યોજાયેલા સાહિત્યિક મેળાવડા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનમાં આયોજકોની અક્ષમતા સામે આવી છે. તેમની 92મી વાર્ષિક મીટિંગના ઉદઘાટન માટે નરેન્દ્ર સહગલને આમંત્રણ આપવાના તેમના પોતાના નિર્ણયને ફેરવી તોળવા માટે તેમની વચ્ચેના જ ઘણા અગ્રણી સાહિત્યકારો દ્વારા વ્યાપક નિંદા અને ટીકા કરવામાં આવી છે. જો કે, આવો નિર્ણય એકલા સહગલને ખલેલ પહોંચાડવાની સાથે અભિવ્યક્તિની સ્વતંત્રતા ધરાવતા લોકશાહી મૂલ્યોને લઈને ત્રણ પ્રશ્નો ઉભા કરે છે. પ્રથમ, આમંત્રણ પાછું લેવાના નિર્ણયમાં આત્મ-આદર ગુમાવવાનો સમાવેશ તો થાય છે, પરંતુ શું તેમાં સ્વાભિમાન આમંત્રિતનું હણાય છે કે યજમાનનું? બીજું, આવા પ્રકારના નિર્ણયો પાછા ખેંચવા માટે પ્રત્યક્ષ કે આડકતરી રીતે જવાબદાર હોય તેવા લોકોની નૈતિક ક્ષમતા ઉપર આની અસરો શું હોય છે? છેલ્લે, શું આ નિર્ણય, જેમ કે વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા લોકશાહી મૂલ્યોના બચાવકારોના સ્વ-આદરને ઘટાડવામાં સફળ થશે?

અખિલ ભારતીય મરાઠી સાહિત્ય મહામંડળ (આયોજક)ના સેક્રેટરીના રાજીનામાથી સાબિત થાય છે કે તેમનું અપમાન કરવામાં આવ્યુ છે અથવા તેમના આત્મસન્માનમાં ઓટ આવી છે. અહી પ્રશ્ન એ ઉઠે છે કે: શા માટે સેક્રેટરી કે કોઈ પણ વ્યક્તિના અપમાનની પ્રવૃત્તિમાં ભાગ લેવો જોઈએ? વધુ મહત્ત્વની વાત એ છે કે, શાસક રાજકીય શક્તિને કોઈને અપમાનિત અનુભવ કરાવવા શા માટે દબાણ કરવું જોઈએ? છેલ્લા પ્રશ્નાના જવાબમાં, એવી દલીલ થઈ શકે છે કે મીટિંગની આયોજન સમિતિના કેટલાક સભ્યો પોતાને શોક શોષકની ભૂમિકા ભજવવા માટે પ્રસ્તુત કરે છે, કારણ કે તે તેમની રાજકીય તેમજ વ્યાવસાયિક મહત્વાકાંક્ષાઓ અને મહેચ્છાઓની અનુભૂતિ તરફ કામ કરે છે. મહત્ત્વાકાંક્ષાના આ દબાણને લીધે તે આયોજકોને આમંત્રણ પાછું લેવાના એકપાત્રીય નિર્ણયથી પરિણમેલી જાહેર નિંદાનો કડવો ધૂંટડો ગળી જવા માટે પોતાને તૈયાર કર્યા હતા. આ ઉપરાંત, આયોજકોએ રાજ્યમાં શાસક શક્તિનું દબાણ પણ સહ્યુ હતું.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિક્ષણ પ્રધાને આયોજન સમિતિના નિર્ણયથી પોતાને અલગ કરવાનો પ્રયાસ કર્યો છે. એ શક્યતા વધુ છે કે ઉદ્ઘાટન ભાષણ રદ કરવાના નિર્ણયમાં સરકારની કોઈ વાસ્તવિક ભૂમિકા ન પણ હોય. પરંતુ, આ નિર્ણયને પરિણામે સરકારે લાભ મેળવ્યો છે તે હકીકતને અવગણી શકાતી નથી.

આયોજકોને અપમાનજનક સ્થિતિમાં મૂકવા માટે રાજ્ય સરકાર જવાબદારીથી છટકી શકશે નહીં. મરાઠી સાહિત્યિક સમુદાયના અગ્રણી સભ્યો દ્વારા કરવામાં આવેલી આકરી ટીકાના રોષને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્રની ગઠબંધન સરકારે પોતાને લાગેલો આંચકો આ આઘાત શોષકોની પાછળ છુપાવવાની કોશીશ કરી છે. પક્ષ અને સરકારમાં લોકશાહી મૂલ્યોની ચર્ચા માટે જગ્યા બનાવવા માટે નૈતિક ઇચ્છાના અભાવના પરિણામે આવા આઘાત શોષક તત્વોનું રાજકીય ઉત્પાદન થાય છે.

દેખીતી રીતે, સહગલનું ભાષણ સત્તાને સાચુ પરખાવતું હતું, અને એવું લાગે છે કે કેન્દ્ર અને મહારાષ્ટ્ર બંનેમાં ગઠબંધન સરકારના બચાવકારોએ સત્તાની વાજબી ટીકા સાંભળવામાં અક્ષમતા અને અનિચ્છા દર્શાવી હતી. આનાથી વિપરીત, દુર્ગા ભાગવતે 1975માં કરાડમાં યોજાયેલી સાહિત્યિક મીટિંગની 51 મી આવૃત્તિમાં તત્કાલીન કેન્દ્રીય પ્રધાન વાય બી ચવ્હાણની હાજરીમાં કટોકટી લાદવાની નિંદા કરી હતી. આ વાતને ભાગ લેવા માટે સત્તા પક્ષની અક્ષમતાને સામાન્ય રીતે સમસ્યાઓ અંગે ચર્ચા કરવા માટેની તેમની રુચિના અભાવના સંદર્ભમાં સમજી શકાય છે. ઉદાહરણ તરીકે, આ વર્ગના સભ્યો વારંવાર સત્તાને કેવી રીતે હસ્તગત કરવી તેની શુદ્ધ વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ, તેઓ ભાગ્યે જ એવા પ્રયત્નો કરે છે કે જેના દ્વારા સમાનતા, ન્યાય અને ગૌરવ જેવા મૂલ્યો સ્થાપિત થાય છે. સ્વ-સ્પષ્ટતા કે સ્વ-શંકાને સ્પષ્ટ કરવા માટે આવી ચર્ચાઓ મહત્વપૂર્ણ છે. જો અન્યોની સાથે ચર્ચામાં રુચિ ન હોય, તો કોઈ તેમને ઓછામાં ઓછું ઘરમાં ચર્ચા કરી શકે છે. સરકારી ફોરમમાં અથવા પાર્ટી મીટિંગોમાં શાસક પક્ષના સભ્યો માનવીય મૂલ્યો અને સાર્વત્રિક સિદ્ધાંતો પર ચર્ચા કરે છે કે પોતાની સત્તા અને લાભ મેળવવા માટે વ્યૂહરચનાઓ પર સમય અને પ્રયાસ વિતાવે છે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. પક્ષ અને સરકારના સ્તરે ગંભીર ચર્ચાઓ સતત સ્થગિત થાય છે. આમ, આવા બેવડા ધોરણથી વૈચારિક પૂર્વગ્રહના ફલકનો ઉપયોગ માત્ર પડકારજનક ઘટનામાં પોતાની સ્થિતિને બચાવવા માટે થાય છે. એમ જ થયુ હતું બીઆર આંબેડકર દ્વારા 1936માં લાહોરમાં જાત-પાત-તોડક મંડળના વાર્ષિક સંમેલનમાં તેમના ઉદ્ઘાટન ભાષણને અટકાવીને અને હવે 2019માં સહગલ સાથે.

સહગલ માટે અગ્રણી સાહિત્યિક વ્યક્તિત્વના વધતા જતા અને વિસ્તૃત સમર્થન અને મરાઠી સાહિત્યિક ક્ષેત્રના અગ્રણી લેખકોને તેના સ્થાને મુકવા માટે આયોજકોએ કરેલી ઓફરનો નક્કર વિરોધ લોકશાહી મૂલ્યો માટેના ક્રુસેડર સહગલ પ્રત્યે સન્માનની વધતી ભાવના અને સાથે અભિવ્યક્તિની સ્વતંત્રતાના વિરોધીઓની નૈતિક મૂલ્યની ઉતરતી સમજ દર્શાવે છે.

Back to Top