બટેટાની બબાલમાં સપડાયા
પેપ્સીકોએ તેનો કેસ પાછો ખેંચી લીધો તેમાં ખેડૂતોના નહી વિભાજનવાદીઓના હિતોનો વિજય થયો છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
ચોક્કસ બટાકાની જાતને કંપનીની પેટન્ટના ઉલ્લંઘન બદલ ગુજરાતમાં કેટલાક ખેડૂતો સામે પેપ્સિકોએ કરેલા કેસની અસ્પષ્ટતાએ એ હકીકતને ધ્યાનમાં આણી છે કે "ખેડૂત" શબ્દના ઉલ્લેખથી આ દેશમાં કોઈ મુદ્દો નૈતિક આક્રમકતામાં બદલી શકે છે. જ્યાં અડધાથી વધુ વસતી ખેતીમાંથી તેની આજીવિકાની પૂર્તિ કરતી હોય અને જેમાં ઉત્પાદનના સાધનના વિતરણ અને આવકના દ્રષ્ટિએ અસ્થિરતા જોડાયેલી હોય ત્યાં આ એક અનિવાર્ય પ્રતિક્રિયા છે. અહીં, બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ફેલાવવામાં આવતા અનૈતિક શક્તિના ભયને નજરઅંદાજ કરી શકાતો નથી. પરંતુ જ્યારે આ આશંકા તાર્કિક મન પર ઘેરો ઘાલે છે ત્યારે આ તે ચિંતાનો વિષય બને છે. વધુ મહત્વનુ, "ગોલિયાથ" (બાઇબલ મુંજબ પેલેસ્ટાઇન મહાનયોદ્ધા) બનાવવાની આ મનોવૃત્તિમાં, આપણે વર્તમાન "આત્મા"ના અવિશ્વાસુ શાસનને સંભારવાનું ચૂકી જઈએ છીએ. જ્યા સરકારે કૃષિને સમાવેશક વિકાસમાંથી બહાર મુકી છે.
ચાલો કેટલાક પ્રાથમિક મુદ્દાઓને કાનૂની ભાષાની બહારથી જોઈએ. ખેડૂતોને તેમની પસંદની પાક વૈવિધ્યની ખેતી કરવાના અધિકારથી બાકાત રાખવા માટે મોટી કંપનીઓ તેના બજારની શક્તિનો ઉપયોગ કરી રહી છે તેવી તકરારને ધ્યાનમાં રાખીને એક પ્રશ્ન કરી શકાય કે, આ કિસ્સામાં નાના ખેડૂતોએ યાર્ડમાં કોઈ ખાતરીપૂર્વક ખરીદનાર ન હોય તો ભારે માર્કેટીંગ અવરોધો ધરાવતી જાતોને શા માટે પસંદ કરી છે?
પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પેપ્સિકોના સહયોગી ખેડૂતોએ રાજ્યમાં પરંપરાગત જાતની તુલનામાં ઉત્પાદનના ઊંચા ખર્ચ અને કંપનીની પ્રોસેસિંગ વેરાયટીની ઉત્પાદકતાના નીચા દરનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. તેનાથી વિપરીત, કંપની દ્વારા ખરીદી લેવાની ખાતરી છતા કંપનીની ઉત્પાદન "ગુણવત્તા"ની ધારણાને પહોંચી વળવામાં ખેડૂતો નિષ્ફળ જાય ત્યારે કંપનીએ તેમનો માલ નકારવાના જોખમ સામે રક્ષણ આપ્યું નથી અને એની પણ ખાતરી નથી આપી કે કંપની દ્વારા નક્કી કરેલી "ગેરંટીકૃત" કિંમત બજારના ભાવ કરતા તો કમસેકમ વધારે જ હશે.
તેમ છતાં, પશ્ચિમ બંગાળ કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશનના અંદાજ મુજબ, પેપ્સિકો સાથે સપ્લાય કરારો કરનારા ખેડૂતોની સંખ્યા પાછલા દાયકામાં લગભગ સાત ગણી વધી છે. આ સમિશ્ર પુરાવાઓમાં આર્થિક તર્કને પડકારવાની શક્યતા છે, હકીકતમાં, તેઓ જમીની વાસ્તવિકતાઓને આંખ ખોલનારા તરીકે કામ કરે છે. ખેડૂતો માટે માર્કેટિંગ તકોની અછત સૂચવતી વાસ્તવિકતાઓ અને ત્યારબાદ શા માટે તેઓ આવકના "સ્તર" ને બદલે "નિશ્ચિતતા" માટે પ્રાધાન્ય આપે છે તે સમજાવે છે.
પાછલા ત્રણ દાયકાઓમાં, બટાકા ઉત્પાદનમાં, 1988-89માં 14.86 મિલિયન ટનથી 2017-18 માં 48.6 મિલિયન ટન સુધીનો 227% વધારો થયો છે. જ્યારે વપરાશમાં માથાદીઠ લગભગ 1987-88માં 14 કિલોગ્રામમાંથી 2016-17માં 17 કિલોગ્રામ એટલે કે માત્ર 22% વધારો થયો છે. આશરે 1,330 મિલિયનની વર્તમાન વસ્તીની બટેટાની માંગ વર્તમાન ઉત્પાદનના ભાગ્યે જ 50% છે.
બજારની માહિતી અને કોલ્ડ સ્ટોરેજ જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ જેવી સેવાઓના સામાન્ય અભાવને લઈને પુરવઠાના વ્યવસ્થાપનના જોખમો વધુ ઘેરા બન્યાં છે. દેશની હાલની કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા જો તે બટાટા સંગ્રહ માટે સંપૂર્ણપણે સમર્પિત હોય તો પણ તે કુલ બટાકાની પેદાશોના આશરે 70% જેટલા જ સમાવી શકે છે. વળી, તાજેતરમાં કૂલિંગ યુનિટ તકનીક માટે ફરજિયાત સુધારણા સાથે કોલ્ડ સ્ટોરેજ સબસિડીના દરમાં કુલ પ્રોજેક્ટ ખર્ચના 20% થી 40% જેટલો વધારો કાં તો બહુહેતુક, મલ્ટી-ચેમ્બર, ઊર્જા-સઘન સ્ટોરેજ કે કોલ્ડ સ્ટોરેજ ટેકનોલોજીનો ફેલાવાને વધુ પ્રોત્સાહિત કરશે. બંને કિસ્સાઓમાં, નાના ખેડૂતો માટે સ્ટોરેજ પરવડશે નહી.
બીજી તરફ, બાકીના 50% ભાગમાં, પ્રોસેસિંગ સેક્ટર દ્વારા માત્ર 6% ઉપયોગમાં લેવાય છે. એપ્રિલ 2000 થી માર્ચ 2017 ની વચ્ચે આશરે 7.54 અબજ ડોલરનું સીધું વિદેશી રોકાણ (એફડીઆઈ) મેળવ્યું હોવા છતાં, ભારતમાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટર કૃષિના કુલ મૂલ્યમાં ફક્ત 8.39% ફાળો આપે છે, જે ઓછા મૂલ્યવાળા ઉત્પાદનના પ્રભુત્વને સૂચવે છે. નીતિઓ પણ આવી ઉત્પાદન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. તમને યાદ હશે કે 100% એફડીઆઈ મૂક્તિ માત્ર પ્રાથમિક પ્રક્રિયા તરફ અથવા તો માત્ર ફૂડ રિટેલીંગ તરફ લક્ષિત છે.
બટાટા પ્રોસેસિંગ સેક્ટરમાં, ટેક્નૉલૉજી ટ્રાન્સફર, મૂડીરોકાણ અને ઉત્પાદનનું માર્કેટીંગમાં બજારના અડધા કરતાં વધુ હિસ્સો ધરાવતો હોવા છતા નાના પ્લેયરોને કોઈ સ્થાન નથી. મર્યાદિત સંખ્યામાં સંગઠિત ખેલાડીઓ સાથેના કરાર સાથે તે ત્રણેય માપદંડને સુનિશ્ચિત કરે શકે છે, એ પણ સ્પષ્ટ છે કે મોટી કંપનીઓ તેમના નફાને મહત્તમ કરવા અને ખેડૂતોને ફક્ત તેમના મજૂરી ખર્ચ ચૂકવવા માટે તેમની સોદાબાજી શક્તિનો ઉપયોગ કરશે. જોકે આ પૂર્ણ સત્ય નથી. એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટિ એક્ટના ચોક્કસ દુરુપયોગ દ્વારા- કાયદેસર નથી (જેમ કે પશ્ચિમ બંગાળમાં) છતા કોન્ટ્રાક્ટ ફાર્મીંગ દ્વારા સહિયારી કૃષિ વ્યવસ્થાને મંજૂરી આપીને કે અનુમતિ આપતી કોન્ટ્રેક્ટની સ્થાપનાને સરળ બનાવીને (જેમ કે ગુજરાત) – સરકાર ખૂદ દલાલ પક્ષ બને છે.
આમ, પેપ્સિકોનો કેસ પાછો ખેંચવાની બાબત ભારતના કાયદાના પરિઘમાં છોડની જાતો અને ખેડૂતોના અધિકારોની સુરક્ષા પર વિજય તરીકે જોવાતી નથી, કારણ કે બહાર આવી રહેલા મીડિયા અહેવાલો જણાવે છે કે આ કિસ્સામાં કોઈ વાસ્તવિક "ખેડૂતો" સામેલ નથી. કંપનીએ સ્થાનિક બજારોમાં પોતાના હિસ્સાને સલામત કરવા માટે પ્રાદેશિક ખેલાડીઓ સાથે ગઠબંધન કરી લીધુ હતું, જ્યારે સરકારે કાટમાળની વચ્ચે "ખેડૂત સહાનુભૂતિ" કાર્ડ રમીને તેમના ચૂંટણી લાભોને પાક્કા કરી લીધા હતા. અને બહુરાષ્ટ્રીય કંપનીઓ વિરુદ્ધ આ દેશની કૃષિ વિવિધતાને બરબાદ કરવાના એક્ટિવિસ્ટોના આક્ષેપોના જવાબમાં, કોઈએ સરકારની ટેકાના ભાવની નીતિઓ અને કૃષિ સંશોધનની સંસ્થાઓમાં ઘટાડાની ભૂમિકાને નજર અંદાજ ન કરવી જોઈએ.