લોકશાહી અને નમ્રતા
અહંકાર અને નફરત જે જમીનને કેળવે છે તેને નમ્રતા દૂર કરવાનું કાર્ય કરે છે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
ગૌરવ અને નફરતના વલણો 2019ની લોકસભાની ચૂંટણીના ચૂંટણી અભિયાનમાં સંતાયા હોવાનું જણાય છે. જો કે ચૂંટણીમાં ભાગ લેતા જુદા જુદા પક્ષોના અભિયાનકારોમાં વિવિધ અંશે આ પ્રકારની અભિવ્યક્તિઓ સ્પષ્ટ દેખાઈ હતી, તેમ છતાં આ વલણ શાસક પક્ષના સભ્યોમાં સતત જોવા મળ્યું હતું અને શાસનના નેતાઓ અને સમર્થકોની દલીલમાં સતત દેખાયું હતું. ભારતીય ચૂંટણી પંચ (ઇસીઆઇ) અપરાધીઓને ઉઠાવી લઈને દરમિયાનગીરી કરી રહ્યું છે. તેમ છતાં, આ નૈતિક આક્રમક વલણને નિયંત્રિત કરવા માટે ચૂંટણીપંચની આવી દખલગીરી મર્યાદિત અને ભેદભાવપૂર્ણ હતી. જે ચૂંટણીપંચની શક્તિનો ઉપયોગ કરવાની અક્ષમતા અને અનિચ્છાને દર્શાવે છે અને ભારતીય રાજકારણમાં આક્રમક ભાષાના વધતા ઉપયોગને ઘટાડવામાં તેની કોઈ નિર્ણાયક અસર નથી જણાતી. ચૂંટણીપંચ વાણી સ્વાતંત્ર્યની મર્યાદાને નિયંત્રિત કરવાની છે, જે પ્રમાણે તે કેટલાક નેતાઓને પ્રતિબંધિત કરે છે જ્યારે તે અન્ય શક્તિશાળી નેતાઓને નિયમિત ક્લીન ચીટ આપે છે.
અહી જે પ્રશ્ન ઉઠાવવાની જરૂર છે તે એ છે કે શા માટે કેટલાક નેતાઓ ફક્ત તેમના વિરોધીને જ નહીં, પણ જેઓ સભ્ય સમાજના નિર્માણની અપેક્ષા રાખતા લોકો પ્રત્યે પણ નફરત અને ઘમંડ ફેલાવવાને શા માટે નૈતિક બોજ અનુભવતા નથી? નમ્રતાનો મૂલ્ય શું છે અને ઘમંડ અને નફરતના "સામાજિક અનિષ્ટ" ને નિયંત્રિત કરવામાં તે શું કાર્ય કરે છે?
નમ્રતાને સતત સ્વ-મૂલ્યાંકન માટેની નૈતિક ક્ષમતા તરીકે જોવામાં આવે છે. તેની સામે સ્વ-મૂલ્યાંકન રાજકીય શક્તિ જાળવી રાખવાની મહત્ત્વાકાંક્ષા દ્વારા સળગેલી ગૌરવની જ્વાળાને નિયંત્રિત કરે છે. નમ્રતામાં નફરત, ખરાબ વાણીને દૂર કરવાની શક્તિ સમાયેલી છે. તે આવી અભિવ્યક્તિઓના સંચયને માન્ય કરતી નથી. ભારતીય સંદર્ભમાં નમ્ર બનવા માટે જરુરી પાત્રતા મતભેદો અને અસંમતિનો આદર કરવો અને અભિપ્રાયની બહુમતીને સહન કરવામાં સમાયેલી છે. નમ્રતા નેતાઓ કરતાં લોકો માટે વધુ મહત્વની સમસ્યાઓ પર મજબૂત ચર્ચામાં જોડાવાની રાજકીય નીતિરીતિને પ્રોત્સાહન આપે છે. લોકશાહી બહુવિધ અભિપ્રાયને સહન કરીને વ્યક્તિત્વ ઘડતર માટે નમ્ર બનાવવાની સ્થિતિ નિર્માણ કરી શકે છે.
જોકે સદગુણ તરીકે નમ્રતા, પાછળના વિચારો કે જ્યાં નેતાઓ ચૂંટણીમાં પ્રત્યક્ષ જોખમને (હાલના કિસ્સામાં) જોવાનું શરૂ કરે છે તેવી પોસ્ટ ફેક્ટો પરિસ્થિતિમાં જ અસ્તિત્વ ધરાવતી નથી, પરંતુ તે નેતા કે તેમના શાસક પક્ષ દ્વારા કરવામાં આવેલા લોકહીતના સારા કાર્યના જથ્થા નિર્મિત આત્મવિશ્વાસમાં પણ ઝળકે છે. સાચી નમ્રતા ચૂંટણીના તકવાદી સમય પર આધારીત નથી, પરંતુ તેનું અસ્તિત્વ ચૂંટણીઓ સિવાય સતત હોય છે. નમ્રતાનું સંપુર્ણ સ્વરુપ ન અપનાવામાં આવે તો નમ્ર વ્યક્તિની છબીને અપનાવવાનો પ્રયત્ન તેના સાધનરૂપ બનશે. નમ્રતાનો સાધન તરીકે ઉપયોગ કરવાની આ પદ્ધતિ ઉપહાસ અને અપમાન દ્વારા વિરોધીઓને અપમાનિત કરી શકે છે. છેલ્લા બે મહિનામાં આપણે જે જોયું છે તે એ છે કે કેટલાક નેતાઓ દ્વારા નમ્રતાનો સાધન તરીકે, સમય પુરતો ઉપયોગ જોયો છે.
જોકે નમ્રતાને "અધિકારો"ની ભાષા અને "ગૌરવ"ની અવ્યવસ્થિત કલ્પના દ્વારા અતિશય આકલન કરતી ચૂંટણીની રાજનીતિમાં સફળ થવાનું અઘરુ પડતું જણાય છે. રાષ્ટ્રની પ્રગતિની પ્રશંસાની અભિવ્યક્તિ તરીકેનું ગૌરવ માનવીય સુખાકારીમાંથી ઉદ્દભવતું હોવું જોઈએ. સરહદ પર લશ્કરી સિદ્ધિમાં ગૌરવ લેવું એ પરિમાણોમાંનું એક માનવામાં આવે છે. જો કે, ગૌરવને એક પગથિયું નીચે લાવવાથી "ઘમંડી રાષ્ટ્રવાદ" ઊભો થશે. રાષ્ટ્રવાદની ઉચ્ચતમ સામગ્રી તરીકે ગૌરવને મુકવાથી જેના પર નમ્ર લોકશાહીની શક્યતા કલ્પવામાં અને અમલમાં મુકવામાં આવી છે તે આચરણ નષ્ટ થાય છે.
નમ્રતા કેમ ઘમંડ સામે સફળ થતી નથી? કારણ કે આ નેતાઓ એક સભ્ય સમાજની જરૂરિયાતને આધારે અધિકારોની ભાષાને પ્રાથમિકતા આપે છે. હકીકતમાં, અધિકારોની ભાષા નમ્રતા માટેના આધારને દૂર કરે છે. અહીં, આપણે એવા અધિકારોનો ઉલ્લેખ કરી રહ્યા છીએ કે જે સમાજના અમુક ભાગ દ્વારા એકીકૃત રીતે ભારપૂર્વક કહેવામાં આવે છે અને જે અનિવાર્ય ઉગ્રતા અને ઠાલા ગૌરવમાં સંતાય છે અને તેને વિસ્તારે છે. અધિકારોની આવી પક્ષપાતી કલ્પના એવું સૂચવે છે કે કોઈ ચોક્કસ પાર્ટી અથવા સામાજિક જૂથનો રાષ્ટ્ર પર વિશેષાધિકાર છે. તે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) સરકારના ટેકેદારોમાં સ્પષ્ટ દેખાય છે. ભારત પર વિશિષ્ટ અધિકારો સ્થાપિત કરવાના પ્રયાસમાં, તેઓ ઘણીવાર અન્ય લોકોના પણ રાષ્ટ્ર પરના આવા અધિકારોને માન્ય કરે છે. "પાકિસ્તાનમાં જાવ" એ એક સામાન્ય અભિવ્યક્તિ છે કે હિંદુત્વ બ્રિગેડના સભ્યો એવા લોકો માટે ઉપયોગ કરે છે જેઓ તેમના કેટલાક સમર્થકો દેશની લોકશાહી સંસ્કૃતિને તોડવાનો પ્રયાસ કરે છે. જ્યારે તેઓ દેશ પર રાજ કરવા માટે બીજાના હક્કને સ્વીકારતા દ નથી, ત્યારે તેમને નમ્ર થવાની જરૂરતનો પ્રશ્ન જ રહેતો નથી. જ્યારે તેઓ દેશ પર રાજ કરવા માટે બીજાના હક્કને સ્વીકારતા નથી, ત્યારે તેઓ નમ્ર થવાની જરૂર નથી. વિરોધીઓની ભૂતકાળની ભૂલનો હવાલો આપીને અને તેમને દોષિત ઠરાવીને કોઈની ભૂલને છાવરવાના વલણને કારણે પસ્તાવો કરવાની ક્ષમતા નાશ પામે છે. તે વાસ્તવમાં એક સભ્ય સમાજ અને અને તેની નક્કર અનુભૂતિ તરફ રાજકારણને દિશામાન કરી શકે એક પુનરાવર્તિત વલણને પ્રોત્સાહિત કરે તેવા વ્યક્તિને નકારે છે. જો કે, આજે ભારતમાં બહુમતીવાદી રાજકીય સંસ્કૃતિનો સામનો કરતા મૂળભૂત પડકારોમાંનો એક છે નમ્ર બનવાની રીતભાતોને ત્યજવી. આપણે એ સમજવાની જરૂર છે કે ખરાબ ભાષણને નિયંત્રિત કરવું એ જાહેર સંસ્થાનું કાર્ય ઓછું અને નમ્રતાના મૂલ્યનું લોકશાહીકરણનું પરિણામ વધુ છે.