ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

શ્રીલંકામાં આતંકવાદી હુમલાઓ

શ્રીલંકાના કટોકટીથી ઘેરાયેલી સરકારના પાપે નિર્દોષ જીવનનો ભોગ

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

21 એપ્રિલ 2019ના રોજ શ્રીલંકામાં આતંકવાદી હુમલાઓએ માત્ર આ ટાપુના રાષ્ટ્રને જ નહીં, પણ સમગ્ર વિશ્વને હલાવી દીધું. ઇસ્ટરના દિવસે કેથોલિક ચર્ચ અને પ્રવાસી હોટલમાં કોઓર્ડિનેટેડ બોમ્બ ધડાકાઓએ 350થી વધુ લોકોનો ભોગ લીધો છે. (મિડિયા પર જતા આપણને આ આંકડો સુધારીને "આશરે 253" મુકવામાં આવ્યો છે). એવું નોંધાયું છે કે સેન્ટ એન્થોનીના દેવળ, કોચીકાડે, સેન્ટ સેબાસ્ટિયન ચર્ચ, કાટુવાપીટીયા, ઝિઓન ચર્ચ, બેટીકેલોઆ અને શાંગરી-લા, કિંગ્સબરી અને સિનામોન ગ્રાન્ડ હોટલમાં આત્મઘાતી વિસ્ફોટ કરવામાં આવ્યા અને આ વિસ્ફોટોની જવાબદારી આતંકવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક એન્ડ સિરિયા (આઈએસઆઈએસ) દ્વારા લેવામાં આવી હતી. હુમલાઓનું પ્રમાણ અને તીવ્રતા, ટાર્ગેટની પસંદગી અને પ્રાર્થના દરમિયાન પૂજાના સ્થળોને લક્ષ્યાંક બનાવાયા હતા તે અત્યંત ઘાતકી હતું. જો કે, આ તાજેતરના ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં મસ્જિદો પરના હુમલામાં જોવા મળતી પેટર્ન સાથે સુસંગત હતા. એક તરફ આ હુમલાઓએ સંકટગ્રસ્ત શ્રીલંકાના રાજકારણની અને અન્ય વાસ્તવિકતાઓ છતી કરી દીધી છે અને સાથે ધાર્મિક લઘુમતી સમુદાયોની અસલામતીઓને પણ ઉઘાડી પાડી દીધી છે, જેમાં ખાસ કરીને વંશીય ઘર્ષણના ઇતિહાસના સંદર્ભમાં કમનસીબે દક્ષિણ એશિયાઈ પ્રદેશના સંદર્ભમાં.

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે કેથોલિક ચર્ચોને ટાર્ગેટ કરવાના સંભવિત ત્રાસવાદી હુમલાઓ વિશે અગાઉથી ગુપ્ત માહિતી ઉપલબ્ધ હતી અને શ્રીલંકાના વડા પ્રધાન રનિલ વિક્રમેમસિંઘે જણાવ્યા મુજબ, માહિતીને અધિકારીક સ્વરૂપે આપવામાં આવી નહોતી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ એક્સ-ઓફિસિઓ કમાન્ડર ઇન-ચીફ સંરક્ષણ પ્રધાન હોવાની સાથે કાયદો અને વ્યવસ્થાના પ્રધાન બન્યા હોવાથી ગુપ્ત માહિતીના ઇનપુટ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળતા તેમના માથેનો ગંભીર અપરાધ છે. આ ઓક્ટોબર 2018માં રાષ્ટ્રપતિ દ્વારા હાથ ધરાયેલા અને "બંધારણીય બળવા" તરીકે ઓળખાતા વહીવટીતંત્રના ભંગાણનું પરિણામ હોય એવું લાગે છે. જો કે, તેમ છતા પ્રધાનમંત્રી તેમની જવાબદારીમાંથી છટકી શકતા નથી. કાનુન મંત્રાલય રાષ્ટ્રપતિના કાર્યક્ષેત્ર હેઠળ લાવવામાં આવ્યું હતું અને વડા પ્રધાને તેનો સ્વિકાર કર્યો હતો તેમ જણાય છે. મૈત્રિપાલા સિરિસેનાની આગેવાની હેઠળની શ્રીલંકા ફ્રીડમ પાર્ટી (એસએલએફપી) અને વિક્રમેસિંઘેની આગેવાનીવાળી યુનાઈટેડ નેશનલ પાર્ટી (યુએનપી) વચ્ચેના ઘર્ષણમાંથી ઉભી થયેલી ચાલુ કટોકટીની ભારે કિંમત ચુકવવી પડી છે. જેના પરિણામે સેંકડો નિર્દોષોએ જીવ ગુમાવ્યાં છે. તે એક દુ:ખદ વક્રોક્તિ છે કે વંશવાદને સમર્થન સાથે 2015માં સત્તામાં આવેલી સરકારની અસમર્થતાએ માંડ એક દાયકા પહેલા ગૃહ યુદ્ધની ચૂંગાલમાંથી બહાર નિકળેલા દેશમાં અસુરક્ષિત અને અસ્થિર સામાજિક સ્થિતિનું જોખમ ઉભુ કર્યુ છે. વંશીય શ્રેષ્ઠતા અને સામંતશાહીની રેખા પર, ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મહિન્દ્રા રાજપક્ષા માથે સુરક્ષા દળો અને રાષ્ટ્રીય સુરક્ષાને નજરઅંદાજ કરવાનો દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો છે. આ વર્ષના અંતે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે એ ભય છે કે, આવી સ્થિતિઓની આસપાસ અભિપ્રાયનું એકીકરણ થઈ શકે છે અને આપાત્તકાલીન જોગવાઈઓને પગલે રાષ્ટ્રપતિના હાથમાં અમર્યાદ સત્તાઓ આવી શકે છે. આવા એકત્રીકરણથી શ્રીલંકામાં ધાર્મિક લઘુમતી સમુદાયોમાં અસુરક્ષામાં સતત અને તીવ્ર વધારો થઈ શકે છે. આઘાતજનક વાત એ છે કે આઇએસઆઈએસ (વિવિધ ધર્મો અને પ્રદેશોના અન્ય આતંકવાદીઓ સાથે) જેવા આતંકવાદી જૂથો આતંકનો પ્રચાર કરીને તેમની કાર્યપ્રણાલીને કાયમી સ્થાપિત કરી શકે છે.

જોકે આતંકી હુમલાઓમાં થયેલી જાનહાની સ્થાનિક વંશીય તણાવમાં સીધી રીતે મુકી શકાતી નથી (શ્રીલંકન મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચે ઘર્ષણનો ઇતિહાસ નથી, અને બંને સમુદાયોને મોટાભાગના સિંહાલી બૌદ્ધ ઉગ્રવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે), આની અસર દેશની સામાજિક એકરુપતા પર પડશે. ત્યાં કેટલાક સંસદસભ્યો દ્વારા ભેદભાવપૂર્ણ પગલાંની માંગ થઈ રહી છે, મુસ્લિમ સમુદાય વિરુદ્ધ જલદ ભાષણો થઈ રહ્યા છે અને સતામણીવાળા અહમદિયા સમુદાયના ઓછામાં ઓછા 700 શરણાર્થીઓ શ્રીલંકન બંદરિય શહેર નેગોમ્બોમાં તેમના ઘરોને છોડીને સંતાતા ફરી રહ્યા છે. છેલ્લા 10 વર્ષોમાં, બોડુ બાલા સેના જેવા સિંહાલા બૌદ્ધ ઉગ્રવાદીઓ દ્વારા મુસ્લિમ સમુદાયને લક્ષ્યાંકિત કરવાના કેટલાક ઉદાહરણો સામે આવ્યા છે. 1980 અને 1990ના દાયકા દરમિયાન મુસ્લિમોની, ખાસ કરીને વંશીય તમિલોની જાફનામાં લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ દ્વારા સતાવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ત્યાં સાઉદી અરેબિયાના ભંડોળ પર ચાલતા વહાબીઝમનો પ્રભાવ વધતા લઘુમતી સમુદાયમાં અંતિમવાદી તત્વોનો વધારો થયો છે. આ પ્રકારના ઘર્ષણવાળી પરિસ્થિતિની માંગ છે કે શ્રીલંકામાં રાજકીય નેતૃત્વ ખાસ કરીને સત્તાવાળાઓ, 2015ના વચનનું પાલન કરે અને બહુમતિ સરમુખત્યારશાહીવાદ ફરી દેશને જખ્મી ન કરે તે જોવામાં આવે. અન્યથા, જમણેરી અંતિમવાદીઓનો ઉગ્રવાદના ઉદભવના વૈશ્વિક દૃશ્યમાં તે ભયંકર પરિણામો લાવી શકે છે.

ભારતીય દ્રષ્ટિકોણથી, આ હુમલાઓ પછીના સૌથી વધુ નિરાશાજનક પરિબળ તેમની ચૂંટણી રેલીઓમાં નરેન્દ્ર મોદી દ્વારા કરૂણાંતિકાને દોહરાવવાનું રહ્યુ છે. આ નિંદાત્મક વર્તનને શ્રીલંકાના ટીકાકારો અને નાગરિકો તરફથી યોગ્ય ટીકાઓ મળી છે. દરેકે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભારતીય વડા પ્રધાનને અપનાવેલું વલણ દક્ષિણ એશિયામાં પહેલેથી જ અસ્થિર ભારતીય સ્થિતિને વધુ નબળી બનાવી શકે છે.

Back to Top