ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

નબળું ચૂંટણી પંચ

ચૂંટણીપંચ મતદાર મેનીપ્યુલેશનના કપટને નાથવા પર્યાપ્ત રીતે સજ્જ છે?

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

દેશની લોકશાહી સંસ્થાઓના આરોગ્ય અને સંરક્ષણ 2019ની લોકસભાની ચૂંટણીના પરિણામ પર અવલંબે છે. ભારતનું ચૂંટણી પંચ (ઇસીઆઇ) માથે સ્વયં સહિત લોકશાહી સંસ્થાઓને બચાવવા માટે "મુક્ત અને નિષ્પક્ષ" ચૂંટણીઓનું આયોજન કરવાની મોટી જવાબદારી આવી પડી છે. આ કાર્ય જટીલ છે કારણ કે આમાંની કેટલીક સંસ્થાઓના કામકાજના મેનુપ્યુલેશનને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તેને હજુ સુધી સંપૂર્ણપણે સમજી શકાયું નથી અને ઇસીઆઇ માછે અસહાય બનવાનું અને આખરે પક્ષપાતી બની જવાનું મોટું જોખમ આવ્યું છે.

બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીની રિલિઝની આજુબાજુની હરોળમાં, એવું લાગે છે કે ઇસીઆઇએ અવિશ્વસનીયતાને સતત જાળવી રાખી છે. 10-ભાગની વેબ સિરિઝ, "મોદી: જર્ની ઓફ કોમન મેન" પણ આવી રહી છે. અગાઉ, 2014 અને 2017માં પણ મોદીની પ્રશંસા કરતા પ્રચાર અભિયાનના આવા જ ઉદાહરણો સામે આવ્યા છે. આ પ્રકારની ફિલ્મો મોદીની અવિશ્વસનીય પ્રતિષ્ઠા બતાવતી હોય છે, પરંતુ આ સંતચરિત્ર રજૂઆત પણ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ને સમર્થન આપે છે, જે વ્યક્તિ અને તેમની પાર્ટી બંનેને ઉંચો દરજ્જો આપે છે. ઇસીઆઈને આવા કુલ મેનિપ્યુલેશન્સ સામે સુઓ મોટો લાવતા કોણ રોકે છે? શું ઈસીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ મોડલ કોડ ઓફ કન્ડક્ટ (એમસીસી) આવા મતદાર મેનીપ્યુલેશનને ગંભીરતાથી લે છે? અને, જો લે છે, તો તે કેવી રીતે મેનીપ્યુલેશનને માપે છે?

મોદીનું કેમ્પેન ભાજપની 2014ની જીત સાથે પુરુ નહોતું થયું; મહત્ત્વના મુદ્દા પર વડા પ્રધાનનું રાષ્ટ્રને સંબોધન - એક પણ વખત તેમણે પ્રેસ કોન્ફરન્સ અથવા ચર્ચા માટે બોલાવ્યા નથી – આ બધુ એક પ્રભાવશાળી ઝુંબેશનો એક ભાગ હતો. તેના પૂર્વગામીઓથી વિપરીત, વર્તમાન સરકારે વ્યૂહરચના કે અર્થશાસ્ત્રની વિશિષ્ટ ભાષાને દૂર કરી દીધી છે અને સૂક્ષ્મ સ્વરૂપોમાં મેનીપ્યુલેશનના કાર્યને પ્રભાવી કરવા માટે લોકોની અને રોજિંદી ભાષાને સમાવવામાં સફળ રહી છે. ઉદાહરણ તરીકે, જ્યારે પ્રધાનમંત્રી તેમની "મન કી બાત" રજુ કરે છે, ત્યારે તેમણે પોતાને "સેવક" અથવા "ચોકીદાર" તરીકે ઓળખાવે છે અથવા રાષ્ટ્રીય ટેલિવિઝન (ટીવી) પર આંસુ વહાવીને નોટબંધી માટે લોકોનું સમર્થન માંગે છે. લોકોને તેમની પ્રત્યે સહાનુભૂતિ જગાવવા માટે. જ્યારે લોકોએ દેશ, તેની સમસ્યાઓ, તેના વિકાસનો પ્રશ્ન, એનડીએ સરકારના લેન્સથી જોવાનું શરૂ કર્યું છે ત્યારે આવા નૈતિક મેનીપ્યુલેશનને માપી શકાય છે? આ સરકારનો રોજિંદા "અવતાર"ની કાળજીપૂર્વક રચના કરવામાં આવી છે જે વ્યૂહરચના લોક નજરથી અજ્ઞાત છે. જોકે, ભલે તેઓ તેમના પોતાના નિર્ણાયક વ્યક્તિગત હિતો ઓળખી શકે પણ ધર્મ, વ્યવસાય અથવા નૈતિકતાના સંદર્ભમાં સરકારના લોકો સાથે હોય, ત્યાં સુધી તેઓ બંધારણીય મૂલ્યોને અવગણવા માટે તત્પર રહે છે.

સરકારની મશીનરી દ્વારા કાલ્પનિક અને અમલમાં મુકાયેલા મેનિપ્યુલેશન્સના જથ્થા ઉપર નજર રાખવાની ઇસીઆઇની અક્ષમતા હવે સ્પષ્ટ છે, કારણ કે તે ફક્ત બાબતોને “ઘટનાઓની તપાસ”માં રાખીને જઇ રહી છે: નમો ટીવી વિશેની વિગતો પૂછવી, એર ઇન્ડિયાને શોકોઝ નોટિસ આપવી, રેલવે મંત્રાલયની પ્રતિક્રિયા માંગવી, અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)ની જવાબદારી બદલવી વગેરેમાં. વિવિધ ડિગ્રી દ્વારા એમસીસીને બાયપાસ કરતા આ અને અન્ય સંસ્થાઓ પર એક ઝડપી નજર માત્ર "બ્રાન્ડ મોદી" ની વ્યાપકતા સૂચવે છે.

ઇસીઆઇનું વર્તન પક્ષપાતી દેખાવાનું શરૂ કરી રહ્યું છે અને ઇસીઆઈની નિષ્પક્ષતા અંગે શંકા ચોક્કસ પ્રકારની ગંભીરતા ધરાવે છે કારણ કે તેનાથી ચૂંટણીની સ્પર્ધાની અસમાનતા સર્જાય છે. શાસક પક્ષના હાથમાં ભારે સંસાધનોને લીધે આ અસમાનતા, અને પક્ષ એક સામાજિક વિભાજક અને બદનક્ષીકારક ઝુંબેશ પર એકાકી રીતે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. ઇસીઆઇએ યોગી આદિત્યનાથને "મોદી જી કી સેના" (મોદીની સેના) તરીકે ઉલ્લેખ કરવા માટે એક કારણ-દર્શક નોટિસ પાઠવી છે અને રાજસ્થાનના રાજ્યપાલના મોદીને ફરીથી વડાપ્રધાન તરીકે ચૂંટવા માટેના આહવાન કરતો રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. એમસીસીને અમલમાં મૂકવા માટે ઇસીઆઇ દ્વારા કરવામાં આવેલા આ પ્રયત્નો મોદીની ઝુંબેશને ઇંધણ પુરૂ પાડતી પોપ્યુલિઝમ, ધર્મ અને રાજધાનીના જોડાણની અસરની અવગણના કરે છે.

વાસ્તવિક શાસન અને નારેબાજીની ઝુંબેશ વચ્ચેનું અંતર સતત સતત અસ્પષ્ટ થઈ રહ્યુ છે, જે પ્રકૃતિ, સ્રોતો અને મેનીપ્યુલેશનના જથ્થાને કુશળપણે અવ્યવસ્થિત કરવા માટે પરવાનગી આપે છે. નારેબાજી મેનીપ્યુલેશન માનવામાં આવે છે? શું ઇસીઆઈ ફિલ્મ અને ટીવી ઉદ્યોગો અને પ્રિન્ટ મીડિયાની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે? એમ.સી.સી.ના પ્રચંડ ફ્લોટિંગને ઓળખવા માટે ઝુંબેશ માધ્યમોની વિવિધતાને ઓળખવી એ પ્રથમ પગલું છે. અને, મતદાર મેનીપ્યુલેશનનાં વિવિધ સ્વરૂપોને સમજવા અને સંબોધવા માટેના માળખાને ઇસીઆઇએ મૂળભૂત રીતે ફરીથી સ્થાપિત કરવાની જરૂર છે.

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top