ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ભારતીય લોકશાહીના મુક્ત વાહકો કોણ છે?

એનડીએની દલીલયુક્ત રાજકારણમાં જોડાવાની નામરજીએ લોકશાહી ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

તેમનું જીવન સુરક્ષા અને ગૌરવ સાથે જીવવા માંગતા વંચિત સમુદાયના લોકો દ્વારા વિરોધ અને અસંતોષના ઘણાં કાર્યો ખરેખર તો તે લોકશાહી ધોરણોને સમર્થન આપવા અને ભારતની લોકશાહી સામગ્રીને સમૃદ્ધ બનાવવા માટે કટિબદ્ધ છે. આ વિરોધ સ્વાભાવિક રીતે લોકશાહી છે કારણ કે તેનો હેતુ ગરીબી, બેરોજગારી, ગ્રામીણ સમસ્યાઓ, ચિંતા, ડર અને હતાશાથી મુક્તિ મેળવવાનો છે. આ વિરોધની તાસિર પ્રાસંગિક અને વિચારશીલ અથવા દલીલકારક છે. સામાન્ય લોકોના કિસ્સામાં દલીલો મોટેભાગે લેખિત પાઠોમાંથી પેદા થતી નથી, પરંતુ આવશ્યકપણે તે સત્ય ઉપર આધારિત જરુરિયાતમાંથી ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે, આ જરૂરિયાત રોજગારી મેળવવાની છે પછી ભલેને તે ખતરનાક, પ્રાચિનપુરાણી અને અપમાનજનક હોય. વાલ્મીકી સમુદાયના મોટાભાગના સભ્યોને સફાઈ માટે ગટરમાં ઉતરવાની ફરજ પડે છે, કેમકે એ સિવાયનો એમની પાસે કોઈ રસ્તો નથી. બે મુદ્દાઓ સમજવા જેવા છે, એક તો યોગ્ય કામની ગેરહાજરી અને બીજું આવી નોકરી કે રોજગાર ગુમાવી દેવાની અને અન્ય પાસે જતો રહેવાની બીક. ઇચ્છા પ્રમાણેના શ્રમની તકલીફને કારણે તેમને જે પ્રકારનું કામ આપવામાં આવે છે તે દિશામાં આગળ વધવાની તેમને ફરજ પડે છે.

જે કોઈ પણ શાસક પક્ષ હોય, તેમના નાગરિકોને સ્વતંત્રતાની ખાતરી માટે, તે કટોકટી, ચિંતા અને હતાશાને સંપૂર્ણપણે દૂર ન કરે તો પણ તેમાં ઘટાડો થાય તેવી સ્થિતિનું નિર્માણ કરવાની તેમની ફરજ છે. જે કોઈ સરકાર તેના નાગરિકોને સ્વતંત્રતા અને લોકશાહી ધોરણોને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ હોવાનો દાવો કરે તેમણે તેની દિશા અને કામગીરી અંગેની દલીલોમાં ભાગ લેવામાંથી ખસી ન જવું જોઈએ. લોકશાહીની રીતે રચાયેલી સરકાર દલીલયુક્ત સ્થિતિમાં રેશનલ તત્વને જોવા માટે પૂરતી પ્રબુદ્ધ હોવી જોઈએ. મતદારો સાથે સંપર્કમાં આવે ત્યારે ચૂંટણીના સમર્થન માટેના તેના દાવાને મજબૂત બનાવવા માટે તે દલીલયુક્ત વચનોની લહાણી કરે છે. ઘણા નિર્ણાયક ક્ષેત્રોમાં નિષ્ફળ હોવા છતાં દલીલોને ટાળીને  અને તેમના વચનોની આપૂર્તિ કે રાષ્ટ્રના સંરક્ષણ દળોની સફળતા પર સવાર થઈને તેને પોતાની "સફળતા" ગણાવે છે. આપણો મુખ્ય પ્રશ્ન એ પૂછવાની જરૂર છે કે, છેલ્લાં પાંચ વર્ષોમાં, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારે લોકશાહીનું મુખ્ય અંગ એવી દલીલોમાંથી કેમ ખસી ગઈ? તો પછી શું આ સરકાર લોકશાહી પર જાતે જ સવાર થઈ ગઈ છે એમ ન કહી શકાય?

ઇરાદાપૂર્વકની સ્થિતિમાં મતદાર સાથે પારસ્પરિક વાટાઘાટોનો સમાવેશ થાય છે અને તે જરૂરી લોકશાહી પ્રથા છે. જો કે, રેડિયો પર પ્રધાનમંત્રીએ સાપ્તાહિક ધોરણે આદરેલી "મન કી બાત" જેવી ઘણી પ્રથાઓ ભાગ્યે જ આવા લોકશાહી આદર્શની સિદ્ધિઓની બાંયધરી આપે છે. આ રેડિયો પ્રોગ્રામમાં મૂળભૂત એવા સમભાવનો અભાવ છે કારણ કે તે એવી ધારણા સાથે શરૂ કરવામાં આવ્યો હતો કે વડા પ્રધાન પાસે "લાખો" લોકોના મનને વાંચવાની વિશેષ શક્તિ છે. તે વાસ્તવમાં તો તાર્કિક ધોરણે સંવાદ કરવા માંગતા પ્રેસ સાથે વાતચીત કરવાની જરૂરિયાતને દૂર કરે છે. કોઈને એવું લાગી શકે કે વડાપ્રધાન લોકો સાથે વાત કરી રહ્યાં છે, પણ વાસ્તવમાં મૂલતઃ તે લોકો સાથે ઉચ્ચ આસને બેસીને વાત કરી રહ્યા છે અને આવા "વાર્તાલાપ"માં અસમપ્રમાણતા સમાવિષ્ટ છે. અહી એ પણ સ્પષ્ટ છે કે વડા પ્રધાન તેમના "હું પણ ચોકીદાર" ઝુંબેશમાં અનુમાનિત વાતચીતને સાંકળે છે.

એક આદર્શ લોકશાહીમાં, શાસક પક્ષના નેતાઓની જવાબદારી છે કે તેઓ વિપક્ષ સાથે જોડાય અને વિપક્ષી નેતાઓને દલીલ કરવા આમંત્રણ આપે. તેના બદલે, છેલ્લાં પાંચ વર્ષોમાં એક વાત ઝડપથી સપાટી પર એ આવી કે સરકાર અને તેના ટેકેદારો દ્વારા સોશિયલ મીડિયા પર વિરોધીઓને ઘસડીને, અવાંછિત ભાષાનો ઉપયોગ કરીને અને દલીલના અવાજને દાબી દઈને દલીલના અવકાશમાં તીવ્ર ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નૈતિક રીતે અપમાનકારક ભાષાના ઉપયોગ કર્યા બાદ શાસક પક્ષના કેટલાક ટેકેદારોએ કંઈક આ પ્રકારના નિવેદનો કર્યા હતા: "મારા વિશે ગેરસમજ થઈ હતી," અથવા "મને ખોટા સંદર્ભ સાથે ટાંકવામાં આવ્યો હતો." આવી અભિવ્યક્તિઓમાં, નૈતિક ભૂલો સામેલ છે અને તે કાયદેસર રીતે સજાપાત્ર નથી. આ વારંવારની ભૂલો અન્યની નૈતિક ક્ષમતાને ભ્રષ્ટ કરે છે કારણ કે તે તેમને એવી ભાષાની પુનરોક્તિ કરવા માટે દબાણ કરે છે. મહત્વના ડેટાને જાહેર ક્ષેત્રમાં આવતા અટકાવવાના સરકારના પ્રયાસોમાં દલીલમાં ઉતરવાનો ડર પણ સ્પષ્ટ થયો છે.

એક એ પ્રશ્ન ઉઠાવવો જોઈએ કે શા માટે તેઓ આવી નૈતિક આક્રમક ભાષાનો ઉપયોગ કરે છે? આનો જવાબ નેતાઓને વળગેલા દલીલના ભયમાં છુપાયેલો છે. હકીકતમાં, તેઓ દલીલયુક્ત રાજકારણ પહેલાં પ્રતીકાત્મક રાજકારણ મૂકીને દલીલને અવરોધિત કરે છે. ઉદાહરણ તરીકે, રાષ્ટ્રવાદની આસપાસ એનડીએ સરકાર દ્વારા રચવામાં આવેલા પ્રતીકાત્મક રાજકારણનો ઉપયોગ, રાષ્ટ્રવાદની ગતિશીલ કલ્પનાને આગળ ધપાવવામાં સફળ થયો છે, જે રાષ્ટ્ર અને તેના નાગરિકો વચ્ચેના પારસ્પરિક સંબંધને સ્થિર કરે છે. રાષ્ટ્રને એક "શક્તિશાળી" એન્ટિટી તરીકે ઉભુ કરવાનું તેના લોકોના વલણ પર આધારિત છે. એક પ્રતિભાવશીલ રાષ્ટ્રનો વિચાર તેના નાગરિકો આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને આવાસને મેળવવાના સંદર્ભમાં ક્યાં છે તેના પર આધારિત છે. ખાતરીપૂર્વકની દલીલ કરવામાં નિષ્ફળતામાં કશું બાકી નથી રહેતું. જો કે, આવી પાર્ટી, લોકશાહીના ધોરણોને સમૃદ્ધ બનાવવા માટે કોઈ યોગદાન આપ્યા વગર, ચૂંટણીમાં લોકશાહીનો ઉપયોગ ફરી સત્તા માટે કરશે.

Back to Top