ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

લોકશાહી વિરુદ્ધ યુદ્ધ લલકાર

શાસક પક્ષ અને સરકારે દેશને યુદ્ધ મશીનમાં ફેરવી દીધો છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

પુલવામામાં આતંકવાદી હુમલાના પગલે સરકારનું વલણ અને હવાઈ દળ દ્વારા સીમા પારની સ્ટ્રાઇક, લોકશાહીના ધોરણોની સામે નૈતિક રીતે બિનજરૂરી અને વિરોધાભાસી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષની શક્યતા વધવાની સંભાવના સામે વડા પ્રધાન કે તેમના સાથીઓએ રાષ્ટ્રને સંબોધવા માટે અને નાગરિકોને શાંત રહેવા માટે કોઈ પ્રયાસ કર્યો નહોતો. જ્યારે ભારતીય હવાઇ દળ (આઇએએફ) ના પાઇલટ પાકિસ્તાનની કસ્ટડીમાં હતા, ત્યારે વડા પ્રધાન અને અન્ય પ્રધાનો તેમના પક્ષપાતી વિખવાદી રાજકીય ગતિવિધીઓ કરતા રહ્યા. નાગરિકો સાથે પારદર્શક રીતે વાતચીત કરવાને બદલે, સરકારે અસંતુલિત મીડિયા માધ્યમો પર વિશ્વાસ મૂક્યો હોવાનું જણાય છે અને ઘણીવાર "સ્રોત" પર આધારિત સમાચાર અહેવાલોને રજૂ કરવામાં આવ્યા છે. નાગરિકોને હકીકતોના આધારે નિષ્કર્ષ કાઢવા સક્ષમ બનાવવા માટે સંઘર્ષની કે કટોકટીની ક્ષણોમાં પારદર્શિતા' આવશ્યક છે. જો કે, આ સરકારનો ઉદ્દેશ આવા સૂચિત નિષ્કર્ષને સમર્થન આપતો નથી, પરંતુ તાત્કાલિક ચૂંટણી લાભ મેળવવા માટે તે અસંમજતાને ફેલાવે છે. આમ કરવાથી સરકાર તેના બચાવ અને વ્યૂહાત્મક નિર્ણયોના વાસ્તવિક કાર્ય અને પરિણામોને બતાવ્યા વગર તેની બહાદુર છબીને ઉભી કરે છે. આઇએએફ પાઇલોટને છૂટા કર્યા પછી સમગ્ર તણાવમાં એકમાત્ર સંરક્ષણ પ્રધાન તરફથી ટ્વીટ દ્વારા દેખીતી દખલ કરવામાં આવી હતી.

સરકાર કટોકટીની પરિસ્થિતિ દરમિયાન સમગ્ર રાષ્ટ્રને રાજકીય નેતૃત્વ પૂરું પાડવાની જવાબદારીમાંથી છટકી ગઈ હોવા છતા શાસક પક્ષે વિભાજનવાદી રાજકીય હેતુઓ માટે હવાઈ દળની સ્ટ્રાઇકને યોગ્ય ગણાવવાનો પ્રયાસ કર્યો છે. કેટલીકવાર મભમ વાતો કરીને અને અન્યથા બહાદુરીના બણગા ફૂંકીને શાસક પક્ષના નેતાઓએ હવાઇ દળની કાર્યવાહીને તેની પોતાની સિદ્ધિ તરીકે વર્ણવવાનો પ્રયાસ કર્યો છે. 2016માં "સર્જીકલ સ્ટ્રાઇક્સ"ના કિસ્સામાં, તેઓ દાવો કરે છે કે આ સરકાર આતંકવાદના પાકિસ્તાન-પ્રાયોજિત કૃત્યોનો "બદલો" લેનારી પહેલી સરકાર છે. આઇએએફ સ્પષ્ટપણે કહી રહ્યું છે કે તેની પાસે એવા કોઈ આંકડા નથી છતા રાષ્ટ્રીય સલામતીના એકમાત્ર સંરક્ષક તરીકે પોતાને સ્થાપિત કરવા માટે, શાસક પક્ષના નેતાઓએ હવાઈ હુમલામાં સેંકડો આતંકવાદીઓને માર્યા ગયા હોવાના દાવા કર્યા છે. આવી વિસંગતતાઓ કુદરતી રીતે આ આંકડાઓની સત્યતા વિશે પ્રશ્નો ઉભા કરે છે, જે અવિરત સ્રોતો દ્વારા મીડિયામાં ઝળહળતા રહે છે. આમ ફરી એકવાર, ઇરાદાપૂર્વકના નિયંત્રણ અને શાસક પક્ષની લડાયક રાષ્ટ્રવાદી છબી વચ્ચે જોડાણને રજુ કરે છે. આવા દાવાઓ રાષ્ટ્રીય ગૌરવ અને વિજયની રાજકીય વૃત્તાંત બનાવવા માટે મહત્વના છે, જે નાગરિક સમાજમાં લશ્કરી ચેતનાનો આવિર્ભાવ કરે છે. વ્યૂહાત્મક હેતુઓની વાસ્તવિક અનુભૂતિને ધ્યાનમાં લીધા વિના વ્યૂહાત્મક સિદ્ધિઓને ઢાંકીને લોકમત અંકે માટે લશ્કરી માનસ નિર્માણ ફાયદાકારક નિવડે છે. તે વિદેશી અને સંરક્ષણ નીતિઓની નબળી સમજણ દર્શાવવાની સાથે તે સ્થાનિક રાજકારણના સાધન તરીકે યુદ્ધ અને લશ્કરી કાર્યવાહીને કાયદેસર બનાવે છે. આ સરકારના ભાગરૂપે રાજકારણનો આ પ્રકારનો આચાર તેમના વ્યૂહાત્મક પગલાંના પરિણામને લઈને સંવાદી નથી કારણ કે તે ચૂંટણીના ફાયદા માટે વિભાજનકારી રસ સાથેના રાષ્ટ્રીય હિતને આગળ ધરે છે.

તેથી, સર્વસંમત અભિગમ અપનાવવાને બદલે અને સમગ્ર રાષ્ટ્રને એકબીજા સાથે સંમત થવાની સંભાવનાને એકમત કરવાને બદલે, સરકાર અને શાસક પક્ષ માટે વિરોધાભાસી અભિગમ અપનાવવા જરૂરી બન્યું. મરાયેલા આતંકવાદીઓની સંખ્યા અને આતંકવાદના માળખાને નુકસાનની વિગતોની પુષ્ટિ વિશે વિપક્ષોના પ્રશ્નોનો સામનો કરતી વખતે, સરકાર સશસ્ત્ર દળોને ઢાલ તરીકે વાપરવાનો પ્રયાસ કરી રહી છે. યોગ્ય પ્લેટફોર્મ પર આ પ્રશ્નોના જવાબ આપવા માટે તેની પોતાની લોકશાહી જવાબદારીને પડતી મુકીને સરકારે સશસ્ત્ર દળો પર શંકા કરવા બદલ વિરોધ પક્ષ પર હુમલો કરવા માટે અન્ય તમામ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું છે. લોકશાહીમાં, સશસ્ત્ર દળો નિર્ણાયક સવાલ-જવાબથી ઉપર નથી, પણ અહી ચૂંટણીના ફાયદા માટે સશસ્ત્ર દળોનો ઉપયોગ કરવાનો એક કઠોર પ્રયાસ છે. આથી તેઓ આપણી લોકશાહીના આત્મારૂપ બિન-પક્ષપાતી વલણને જોખમમાં મુકી રહ્યા છે. જો કે, એક શાસક પક્ષ પોતે જ રાજકારણને યુદ્ધ રૂપે જુએ છે તે આવા પરિણામો વિશે ચિંતા ક્યાંથી કરશે?

રાજકારણનો આ દૃષ્ટિકોણ, દેશને યુદ્ધ મશીન તરીકે જુએ છે, તે શાસક પક્ષ અને આ સરકાર માટે પ્રચલિત છે. નોટબંધીને પણ તે કાળા નાણાં સામેના યુદ્ધ અથવા સર્જિકલ સ્ટ્રાઇકના કાર્ય તરીકે રજૂ કરે છે અને કોઈ પુંછે કે તેનો વિરોધ કરે તો તેને દેશદ્રોહી માનવામાં આવે છે. જો કે, આ સરકાર દ્વારા સતત યુદ્ધની ગતિવિધિ વિરોધ પક્ષો તરફ લક્ષિત છે, અને તેના દ્વારા વિશાળ નાગરિક સમુહને તે પોતાના સ્વરુપ તરીકે રજુ કરે છે. તે દર્શાવે છે કે શાસક પક્ષ સત્તા જાળવી રાખવા માટે અને નહી કે દેશના લોકશાહી માળખાને જાળવી રાખવા માટે કેટલો રસ ધરાવી રહી છે. સરકાર એર સ્ટ્રાઇકનો લાભ લેવા માટે મચી પડી છે અને જે લોકો પ્રશ્નો પૂછતા હોય તેને દુશ્મન તરીકે ખપાવી રહી છે અને આમ કરીને તે સતત યુદ્ધની સ્થિતિને સ્થાપિત કરે છે. જોકે એ વાતની નવાઈ નથી કેમકે આ પ્રકારની વિચારસરણી ધરાવતી પાર્ટી સંઘ પરિવાર જેવા રેજિમેન્ટ જૂથ દ્વારા સંચાલિત થાય છે, જેનો એકમાત્ર હેતુ પોતાના કહેવાતા આંતરિક દુશ્મનો સામે યુદ્ધ છેડવાનો હોય છે. લોકશાહીમાં, નાગરિકો સતત યુદ્ધ માટે એકત્ર થતા નથી, પરંતુ તેમને સંવાદમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવે છે. વર્તમાન સરકાર આ પ્રકારની સંવાદ શરૂ કરવા અસમર્થ છે જે તેને રાજકારણના આચાર અને વિચારને લશ્કરી સ્વરુપ આપવા મજબૂર કરે છે.

Back to Top