ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

શું આપણે તટસ્થ અમલદારશાહીની જરૂર છે?

તટસ્થતા પ્રબુદ્ધ સરકારી અધિકારીઓને પક્ષપાતી સરકારની હનીકોમ્બ-જેવી ચૂંગાલમાંથી છટકવામાં મદદ કરે છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ઉત્તર પ્રદેશ (યુપી)ના 80થી વધુ નિવૃત અમલદારો દ્વારા લખવામાં આવેલો ખુલ્લો પત્ર એક કરતાં વધુ બાબતોના સંકેતરૂપ છે. પહેલી બાબત એ કે, ભારતીય સંવિધાનના સિદ્ધાંતોને સંદર્ભ તરીકે ધ્યાનમાં રાખીને પત્ર લખવામાં આવ્યો છે. તેથી તે બંધારણિય આદેશ મેળવવા માટે પ્રતિબદ્ધ છે. તે દર્શાવે છે કે સરકારી અધિકારીઓ કાં તો રાજકારણીઓ અથવા બંધારણની નૈતિક સત્તા સિવાયની અન્ય કોઈ સત્તાના ગુલામ નથી. બીજું, તે દર્શાવે છે કે તટસ્થતાના સિદ્ધાંતનો માપદંડ બંને પ્રકારની સ્વતંત્રતા પર લાગુ પડે છે, સરકારના પક્ષપાતી હિતો અને કેટલાક જૂથોની અન્યોના ગૌરવને હણવાની ચેષ્ટામાંથી સ્વતંત્રતા. પત્રનું હાર્દ બતાવે છે કે સરકારના ગેરવર્તન સામે સરકારી અધિકારીઓએ ઓછામાં ઓછી પોતાની ચિંતા જાહેર કરવામાં સક્રિય ભૂમિકા ભજવવાની જરૂર છે. જેમકે વર્તમાનમાં યુપી સરકારના હાલના કિસ્સામાં. આવી ભૂમિકા વિશ્વસનીયતા પાછી લાવવામાં મદદરુપ થવાની સાથે તે ખાસ કરીને સામાજીક લાગણીશીલ અમલદારશાહી માટેનો વહીવટી અભિગમ અપનાવવાની ભૂમિકા સૂચવે છે જેથી તે સતત મોબ લિન્ચીંગ (ટોળાશાહી)ના ડર હેઠળ જીવતા સામાજિક જૂથોને થોડી રાહત આપી શકે.

લોકશાહીને વધતો જતો ખતરો બંધારણીય અમલદારશાહીને હંમેશાં સુસંગત બનાવે છે. ત્રીજું, આ પત્ર એ પણ સૂચવે છે કે સરકારની નિષ્ફળતા મોબ-લિન્ચિંગની માનસિકતાને ઉશ્કેરે છે અને અમલદારશાહી સમાજ પર ચર્ચાને અપ્રસ્તુત કરે છે. ભારતમાં, આપણને બંધારણીય પ્રતિબદ્ધ અમલદારશાહીની જરૂર છે. શું આપણને જરૂર નથી? વિચારધારા અને રાજનીતિના સંદર્ભમાં અમલદારશાહી તટસ્થ છે. અંતે તે એ પણ સુચવે છે અને તે સૌથી અગત્યનું છે કે, નિવૃત્તિ પછી પણ, અમલદારશાહી ડરમાંથી મુક્તિ અને માનવ ગૌરવ વગેરે માટે જાહેર ક્ષેત્રના ઔપચારિક સિદ્ધાંતોના સંદર્ભે ઔપચારિક રાજકારણમાં શામેલ થયા વગર પણ સારા સમાજ માટેના વધુ ઉચિત હેતુઓ માટે હસ્તક્ષેપ કરી શકે છે. તેને અલગ રીતે મૂકીએ તો, આ પત્ર જે રાજકીય પક્ષો સાથે જોડાયા છે અને જેમણે નફરત અને અપમાનના વલણ સામેની લડતમાં તેમની પ્રતિબદ્ધતા બતાવી નથી એવા નિવૃત્ત જાહેર અધિકારીઓને એક અરીસો બતાવે છે.

ઉલ્લેખનીય છે કે, સાચા સરકારી અધિકારી માટે, બંધારણીય સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધતા આજીવન હોવી ઘટે અને સાથે વધુ મહત્ત્વપૂર્ણ બાબત તો એ છે કે તે કોઈપણ રાજકીય અથવા વૈચારિક મધ્યસ્થી વિના કરી શકાય છે. ઉદાહરણ તરીકે, ન્યાય, રાજકારણ અથવા વિચારધારાના બંધારણીય સિદ્ધાંતને સંબંધિત નથી. આ બાબતમાં બંધારણ જેના દ્વારા શાંતિ, સંવાદિતા અને ન્યાય માટે પ્રતિબદ્ધ રહેવા માટે અમલદારશાહીની ક્ષમતાને માપી શકાય ધોરણ તરીકે કાર્ય કરે છે. અમલદારશાહી રાજકારણ અથવા વિચારધારા વિના સામાજિક રીતે અસરકારક બની શકે તેવા ત્રીજા અને તટસ્થ પક્ષ તરીકે સેવા આપે છે. અને જવાબદારી એવા સરકારી અધિકારીઓ પર છે જેઓ જાતિ અને સામાજિક બહુવચનવાદ પર નકામા ગાણા ગાતા રાજકીય પક્ષોમાં જોડાવાની યોજના બનાવી રહ્યા છે અને આવા પક્ષોના પ્રવેશ માટે જાહેર માન્યતા મેળવવા માંગે છે. તેમણે એ હિસાબ આપવો રહ્યો કે તેમની સેવાની કામગીરી બંધારણીય આદર્શની તરફેણમાં કેટલી છે. જ્યાં રાજકીય પક્ષો પોકળ સામાજિક રેકોર્ડ સાથે ઔપચારીક રાજકારણમાં આવા અધિકારીઓનો સમાવેશ કરતી વખતે આવા હિસાબ માટે પૂછતા નથી તે સંદર્ભમાં આ એક નૈતિક જરૂરિયાત બની જાય છે. આપણા કેટલાક સરકારી અધિકારીઓ તેમની જ્ઞાતિ/પૈતૃકસત્તાને અને ઓફિસ બહાર તિરસ્કારની તીવ્ર સભાનતાને જાળવી શકતા નથી એ સંદર્ભમાં આ હિસાબ આપવો જરૂરી બન્યો છે. અલબત્ત, ભારતમાં અમલદારશાહી માળખું અમલદારશાહી મસ્તિષ્કની જાતિ સાથે જોડાયેલું છે. વહીવટી સંક્રમણમાં, વ્યક્તિની જાતિ તેમના ટ્રાન્સફરના પેપર કરતાં પહેલી પહોંચે છે. જાતિ, વર્ણ, પ્રદેશ, ધર્મ અને ભાષાના આધારે ભેદભાવના વર્ણનમાં તેમનો નિયમિત ઉલ્લેખ થાય છે.

સરકારી અધિકારીઓમાં બે આંતરિક સંબંધીત નૈતિક કાર્યો છે. પહેલું, તે નાગરિક સમાજમાંથી નિરાશાજનક તત્વો દ્વારા અવરોધ કે નિરાશાજનક વર્તાવ સામે સુરક્ષા માટેનું. બીજું, જાતિ અને પૈતૃકસત્તા સભાનતા સાથે સંકળાયેલા સમાજના વિખરાયેલા પ્રયત્નોને રોકવા માટેનું. સમાજ આક્રમક રુઢિવાદમાં બદનામ થતો નથી તે જોવા માટે અમલદારશાહીએ જાહેર જીવનમાં દખલ કરવી જોઈએ. એક તરફ, આ બંને કાર્યો કરવા માટેની રચનાત્મક પરિસ્થિતિઓ માટે બંધારણીય હિતોનો વિરોધ કરવા માટે સરકારી અધિકારીઓની નૈતિક ક્ષમતાનો સમાવેશ થાય છે જેને જેતે સરકાર દબાવવાનો પ્રયાસ કરી શકે છે. બીજી બાજુ, તેઓ, તેમના સક્રિય હસ્તક્ષેપ દ્વારા લોકોના સમસ્યારૂપ સામાજિક અભ્યાસના રોજિંદા સ્વરૂપોને સમજવા માટે આ બંધારણીય સિદ્ધાંતોનો તરજુમો કરવાની જરૂર છે. તે એ અર્થમાં છે કે આ પ્રકારના અધિકારીઓ સાર્વત્રિક વર્ગનો ભાગ છે કારણ કે આવા કાર્યોનો અંત એક પ્રતિષ્ઠિત અને શાંતિપૂર્ણ સમાજની સ્થાપનાના પ્રયત્નોમાં યોગદાન આપવાના સાર્વત્રિક રસને પોષવાનો છે. આવા વર્ગના સભ્યો પોતાના માટે અમલદારશાહી પ્રભુત્વને ટકાવી રાખવામાં રસ ધરાવતા નથી, પરંતુ સામાજિક સંબંધોના વિચિત્ર આધારને બદલવામાં અને વધુ યોગ્ય રીતે તેમને ફરીથી ગોઠવવામાં વ્યાપક ભૂમિકા ભજવવા માટે પ્રતિબદ્ધ છે તેની પાસે શાંતિપૂર્ણ મધ્યસ્થી, સમજાવટ અને વિચારણા દ્વારા સામાજિક સંબંધોનો વિરોધ કરવાની ક્ષમતા છે. આવા વર્ગની સાર્વત્રિકતા કોઈ ચોક્કસ રસના અનુસંધાનની વિપરીત છે. આમ, તેમના પત્રમાં સૂચવવામાં આવેલા તટસ્થતા સિદ્ધાંતમાં સરકારી જેતે સરકારના ગુલામ બનતા અટકાવવા માટેની નૈતિક તાકાત છે.

 

Comments

(-) Hide

EPW looks forward to your comments. Please note that comments are moderated as per our comments policy. They may take some time to appear. A comment, if suitable, may be selected for publication in the Letters pages of EPW.

Back to Top