ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

સૌ કોઈ બચાવમાં લાગી ગયા છે પણ કોઈ ફાયદો નથી.

૨૦૧૮-૧૯ના કેન્દ્રીય બજેટમાં ફાળવાયેલ ખર્ચાઓ સરકારના મોટા મોટા દાવાઓ સામે ઉણા ઉતારી રહ્યા છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

કેન્દ્રીય બજેટની વાર્ષિક પરંપરાએ લાંબા સમયથી પોતાનું મહત્વ ખોઈ દીધું છે. છતાં, કેન્દ્ર સરકારના કેલેન્ડરમાં આ એક મીડિયા ઈવેન્ટ તો છેજ; મોટાભાગે, સાર્વભૌંમિક ખાધના નીચા સ્તરને પસંદ કરતી અને તે દ્વારા જાહેર ક્ષેત્રની ઊંચા ધિરાણની જરૂરિયાતો સામે મોં વકાસનાર, વૈશ્વિક ધિરાણ અને આંતરરાષ્ટ્રીય ક્રેડીટ રેટિંગ એજન્સીઓની નાણાકીય સરવૈયાની જરૂરિયાતો સંતોષવાનું એક સાધન માત્ર હોવા છતાં, સત્તાધારી પક્ષ માટે આમ જનતા તરફી હોવાનો દેખાવ કરવા માટેની એક તક પણ છે.

વર્ષ ૨૦૧૮-૧૯નું કેન્દ્રીય બજેટ સરકારની રાજનીતિક છબીનું પ્રતિબિંબ છે. બજેટનું ભાષણ મીડિયાના માંધાતાઓ માટે લખવામાં આવ્યું હતું નહીંકે ભારતીય અર્થતંત્રની સમસ્યાઓના ઉકેલ માટે કોઈ હાલ રજુ કરવા માટે. નીતિવિષયક પહેલ તરીકે દાવો કરવામાં આવેલ મોટી મોટી જાહેરાતો, પ્રવર્તમાન નીતિઓને નવા પેકેજીંગ સાથે રજુ કરવાના પ્રયાસ થી વિશેષ કશુંજ નથી. જે ક્રુરતાપર્ણ રીતે નરેન્દ્ર મોદીની સરકાર રાજનીતિક દેખાવનો આશરો લઇ રહી છે અને તેને મીડિયા સવાલ નહિ પૂછીને મદદ કરી રહી છે તે આ પહેલાની સરકારોને શરમાવી દે છે.

તેમછતાં, આપણે જોઈએ કે આ શણગારેલ બજેટમાં લોકો માટે શું છે. ૨૦૧૮-૧૯માં કુલ ખર્ચ આગલા વર્ષની અપેક્ષાએ ૧૦.૧% વધવાનું આંકલન કરવામાં આવ્યું છે જે જીડીપી, વર્ષ ૨૦૧૭-૧૮ની સરખામણીએ વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૧.૫%ના દરે  વધવાની આશા કરતા નીચું છે અને વર્ષ ૨૦૧૬-૧૭ કરતા વર્ષ ૨૦૧૭-૧૮માં વધવા અન્દાજાયેલ ૧૨.૩% કરતા ધીમું છે.

વર્ષ ૨૦૧૭-૧૮ ની સામે વર્ષ ૨૦૧૮-૧૯માં, કુલ ટેક્સ મહેસુલ ૧૬.૭% વધવાનું આશાવાદી આંકલન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૭-૧૮ માટે ખર્ચનો સુધારાયેલ અંદાજ બજેટના અંદાજ કરતા ઉંચો છે જ્યારે મૂડી ખર્ચનો સુધારાયેલ અંદાજ રૂ.૩૬,૩૫૭ કરોડ જેટલો નીચો છે. આમ ૨૦૧૭-૧૮માં મૂડી ખર્ચ ૨૦૧૬-૧૭ની સરખામણીએ નીચો છે. આ પ્રકારનો ખર્ચ મોટેભાગે, સ્થાવર મિલકતો ઉભી કરવામાં જતો હોય છે અને જાહેર રોકાણ માટેનો મહત્વનો ભાગ છે. વર્ષ ૨૦૧૭-૧૮માં સુધારાયેલ અંદાજમાં ઘટાડો આવવાનું કારણ “મોટા અને મધ્ય કક્ષાના સિંચાઈ અને પાવર પ્રોજેક્ટો”માં મુકવામાં આવેલ કાપ ને કારણે હોવાનું જણાય છે. વર્ષ ૨૦૧૪-૧૫ અને ૨૦૧૮-૧૯ દરમ્યાન મૂડી ખર્ચ વર્ષ દર વર્ષ સરેરાશ ૧૦.૪%ના દરે વધ્યો છે જે વર્ષ ૨૦૦૯-૧૦ અને ૨૦૧૩-૧૪ દરમ્યાન નોંધાયેલ વર્ષ દર વર્ષ,૧૬.૪%ના સરેરાશ મૂડી ખર્ચ કરતા નીચો છે. આ ટ્રેન્ડ ચિંતાજનક છે કેમકે જાહેર રોકાણમાં ખાનગી કોર્પોરેટ રોકાણો સામેલ છે જે આશા કરતા નીચા નફાના દર અને “બેવડા સરવૈયા”ની સમસ્યાને કારણે ઉભા થયેલ નાણાકીય દબાવને કારણે નબળા પડી રહ્યા છે.

વર્ષ ૨૦૧૮-૧૯ માટે નાણા ખાધ(આવક કરતા ખર્ચનો વધારો) જીડીપીના ૩.૫% જેટલી આંકવામાં આવી છે. આ અગાઉના ટાર્ગેટનું ઉલ્લંઘન છે પણ એવી આશા રાખવી સ્વાભાવિક છે કે આનું પણ ઉલ્લંઘન થશે કેમકે જીડીપીનું આંકલન અવાસ્તવિક છે. આની ખાતરી કરવી હોય તો, વર્ષ  ૨૦૧૭-૧૮ના, નાણાકીય ખાધના ટાર્ગેટ પૂરો નહિ થવાનું કારણ મોટાભાગે નીચી મહેસુલ વસુલીને લીધે દર્શાવી શકાય. આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે નાણાકીય ખાધનો કરકસરયુક્ત અંદાજ અને નવા “ધિરાણ નિયમ” માટે હજી વધુ પ્રતિબંધાત્મક વચન લાગુ કરવાનો પ્રસ્તાવ, જે સરકારને સરકારી દેવાને જીડીપીના ૪૦% સુધી સીમિત કરે છે તે નાણાકીય બજારોને અને રેટિંગ એજન્સીઓને બતાવવા માટેજ છે કે સરકાર “સુધારાયેલ આર્થિક પથ”પર આગળ વધવા માટે પૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ બજેટની પૂરી પ્રક્રિયાનું પ્રાથમિક લક્ષ્ય રહ્યું છે.

રાજનીતિક રીતે  એવી આશા રાખવી સ્વાભાવિક હતુકે, વર્ષ ૨૦૧૭-૧૮માં કૃષિક્ષેત્રમાં  વ્પાપ્ત બહુવ્યાપી અશાંતિ, જેમાં નીચા કૃષિ વળતર અને ગ્રામીણ અર્થતંત્ર પ્રત્યે અપૂરતા નીતિવિષયક ધ્યાન સામે,ખેડૂતો અને મધ્યમ જાતિના લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા, તેણે માટે સરકાર પગલાં લેશે. બજેટ પ્રવચન તેની પરંપરાથી હટીને જાણે માત્ર ગ્રામીણ અર્થતંત્રને જ સંબોધી રહ્યું હોય, પરંતુ આ આશય માટે કરવામાં આવેલ ફાળવણી દર્શાવે છે કે એમાં કોઈ દમ નથી. નાણામંત્રીએ “તમામ ખરીફ પાકો” માટે લઘુત્તમ ટેકાના ભાવ માટેના નિર્ણયની જાહેરાત કરી. જે ઉત્પાદ કિંમત કરતા ૫૦% વધુ નક્કી કરવામાં આવી, પરંતુ ત્યારબાદ તરતજ નીતિ આયોગને સુચના આપવામાં આવીકે કેન્દ્ર અને રાજ્ય સરકારોની સલાહ લઇ, ખેડૂતોને તેમના પાકની પુરતી કિંમત મળી શકે તે માટે “ચોક્કસ મીકેનીઝમ” તૈયાર કરવામાં આવે. વાસ્તવમાં, આનો અર્થ એ થયોકે સરકારનો ઈરાદો – ભારતીય જનતા પાર્ટીના ૨૦૧૪ની ચુંટણી અભિયાનના અપૂર્ણ વચન( સાચું કહીએ તો જુમલો)- માત્ર એક શક્યતા છે જે નીતિવિષયક ચર્ચાઓનો એક જરૂરી ભાગ માત્ર છે. આપણે વિચારી શકીએ કે આ માટે ઘણું મોડું થઇ ગયું છે.

“નવા” અને અગાઉની તમામ પહેલોમાં બાકીની ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે નહીવત બજેટની ફાળવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જે ગરમીન રોકાણોનો એક મહત્વનો ભાગ છે તેમાં પણ ફાળવણીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે નાણામંત્રીએ ભાષણમાં કહ્યું હતુકે આ યોજના અંતર્ગત રસ્તાઓ બનાવવાનો લક્ષિત સમય ૨૦૨૨થી આગળ લાવી ૨૦૧૯ કરવામાં આવ્યો છે. આ એક સદંતર જુઠાણું હોય એવું લાગે છે.

આવોજ બોદો એપ્રોચ સરકારના પોતાના મહત્વના કાર્યક્રમોમાં પણ જોવા મળે છે.નાણામંત્રીના ભાષણમાં આમાંથી ત્રણ યોજનાઓનો ઉલ્લેખ કરાયો હતો: પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ ૨૦૧૭ની “સ્વાસ્થ્ય અને કલ્યાણ કેન્દ્રો” અને રહસ્યમયી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના.  પહેલી યોજનામાં સાવ ક્ષુલ્લક રૂ. ૧૩૧૩ કરોડ ની ફાળવણી ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે કરવામાં આવી છે, જયારે બીજી યોજનામાં લગભગ ૧.૫ લાખ એકમોને મદદ કરવા માટે માત્ર રૂ.૧૨૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ત્રીજી મહત્વની યોજનાને “વિશ્વની સૌથી વિશાળ સરકાર દ્વારા અનુદાનિત સ્વાસ્થ્ય સંભાળ યોજના” હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શરૂઆત તરીકે સરકાર વીમા યોજનાને જાહેર સ્વાસ્થ્ય સંભાળના કાર્યક્રમ તરીકે રજુ કરી રહી છે. ઓછા દરની જાહેર સ્વાસ્થ્ય સારવારની સરખામણીએ,સ્વાસ્થ્ય વિમાને કારણે સારવારનો ખર્ચ વધી જતો હોવાનું જોવા મળ્યું છે અને તેનો ખર્ચ, દર્દી અને તેના પરિવાર ઉપર આવતો હોય છે. આ ઉપરાંત આ વર્ષના બજેટમાં આ માટે કોઈપણ ફાળવણી કરવામાં આવી નથી. આ કાર્યક્રમ ૨૦૧૬-૧૭ના બજેટ ભાષણમાં સૌપ્રથમવાર જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી લઇ અત્યાર સુધી કેબીનેટ પાસે ધૂળ ખાઈ રહ્યો છે.

પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં અપાતા પ્રસુતિ લાભો ઉપર પુરતું ધ્યાન અપાયું નથી. સાઠ અર્થશાસ્ત્રીઓ દ્વારા નાણામંત્રીને  લખાયેલ, ખુલ્લા પત્ર(ઇપીડબલ્યુ, ૨૩ ડીસેમ્બર) દ્વારા આ યોજનાની અપૂરતી ફાળવણી અને નબળા ક્રિયાન્વયનની હકીકત ધ્યાન પર લાવવામાં આવી હતી. રાષ્ટ્રીય ખાદ્ય યોજના,૨૦૧૩ના નિયમાનુસાર સરકાર દ્વારા પ્રસુતિ લાભો પુરા પાડવા ફરજીયાત છે. જો સરકારે આ યોજનાના વચનોનો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેંચણી અનુસાર પુરા કરવા હોય તો રૂ.૮૦૦૦ કરોડની ફાળવણી કરવી જરૂરી છે. વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટમાં આ માટે રૂ.૨૭૦૦ કરોડનો અંદાજ રાખવામાં આવ્યો હતો અને માત્ર રૂ.૨૪૦૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા.  ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત વૃધ્ધો માટેનું ભત્થું, રૂ.૨૦૦ થી વધારીને રૂ.૩૦૦ અને વિધવાઓ માટે  ભત્થું, રૂ.૩૦૦ થી વધારીને રૂ.૫૦૦ કરવાની માંગને પણ અવગણવામાં આવી છે.

બજેટમાં, ૧ લાખથી ઉપરના લાંબા ગાળાના મૂડી લાભ પર ૧૦% કેપિટલ ગેઇન ટેક્સ દ્વારા મહેસુલ વધારવાનો પ્રસ્તાવ નોંધનીય છે. ૩%ના શિક્ષણ સેસની જગ્યાએ ૪% “સ્વાસ્થ્ય અને શિક્ષણ સેસ” કારનું ભારણ વધારે છે અને આ વધારાનું મહેસુલ રાજ્યો સાથે વહેંચવામાં પણ નહિ આવે. “નોકરીયાતો કરદાતાઓ માટે રાહત ” ની ધારાને તેના નામ સાથે સમ ખાવા પુરતો સંબંધ માત્ર છે કેમકે રૂ. ૪૦૦૦૦ના સ્ટાન્ડરડ ડીડકશનની રાહત હાલમાં મળવાપાત્ર ટ્રાન્સપોર્ટ અને મેડીકલ વળતર કરતા નજીવી માત્ર વધુ છે.

આ સરકારના પહેલા બજેટથીજ , ૧૪માં નાણા કમીશનની નવી ફોર્મ્યુલા મુજબ રાજ્યોનું ફંડ ઘટાડાઈ રહ્યું છે. સામાજિક ક્ષેત્રોમાં ખર્ચની મોટાભાગની જવાબદારી, રાજ્યો લઇ રહ્યા હતા. ઓગસ્ટ,૨૦૧૪માં આ સરકાર આવી એના થોડાજ સમયમાં આંતરરાષ્ટ્રીય કાચા તેલની કિંમત જે ઓગસ્ટ,૨૦૧૪માં, બેરલ દીઠ ૧૦૦ ડોલર હતી તે ઘટીને જાન્યુઆરી,૨૦૧૬માં બેરલ દીઠ ૩૦ ડોલરથી નીચી ગઈ હતી અને બેરલ દીઠ ૧૦૦ ડોલરથી ખાસ્સી નીચે રહી હતી. હવે આવી સાનુકુળ પરિસ્થિતિ રહી નથી અને પેટ્રોલિયમ પેદાશો ની કિંમતો વધશે, ક્રુડ તેલ જે હાલમાં ૬૦ ડોલર પ્રતિ બેરાલ્છે તેમાં વર્ષ દરમ્યાન વધારો થશે. સરકારે પેટ્રોલીયમ અને તેની પેદાશોની કિંમતોનો ઉપયોગ વધુ ઇનડાયરેક્ટ ટેક્સ વસુલવામાં કર્યો. આયાતબીલ ઘટવાની સાથે વેપાર ખાધ ખાસ્સી ઓછી હતી. મોંઘવારી પણ નીચી હતી જેનું બધું શ્રેય આ સરકારે લીધું. યુપીએ સરકારના કાર્યોને વગોવવા બીજેપીએ ૨૦૧૪ની ચુંટણીઓમાં મોંઘવારીને મોટો મુદ્દો બનાવ્યો હતો. પરંતુ, નીચી મોંઘવારીનો ફાયદો હોવા છતાં બીજેપી સરકાર અર્થતંત્રમાં રોકાણોની તીવ્ર કટોકટીને ખાલી શકી નથી. તેણે નિકાસ ક્ષેત્રની એ હદ સુધી અવહેલના કરી છે કે ભારતની નિકાસવૃદ્ધિ આવી રહેલ ગ્લોબલ ટ્રેડ રીકવરીમાં ઘણી પાછળ છે.

મોદી સરકાર સત્તામાં આવી તે પહેલાથીજ રોકાણો ઘટવાનું વલણ દેખાઈ રહ્યું હતું પરંતુ સરકારે ખાનગી રોકાણો વધારવા માટેના કોઈજ પગલાં ભર્યા નહિ. સરકારે તેના મૂડી ખર્ચાઓ ઓછા રાખવાનું પણ સુનિશ્ચિત કર્યું. અને હવે સરકાર તેના આર્થિક રીતે નબળા બજેટના બચાવમાં લાગી ગઈ છે.

Back to Top