ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ખેડૂતો અને તેમનો દેશ

લાખો ખેડૂતો દેશ પાસે પ્રતિસાદશીલ માંગે છે; તેમને પલાયન કે પરિત્યાગ નથી કરવો.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

છેલ્લા કેટલાક મહિનામાં, લગભગ 200 ખેડૂતોના સંગઠનોને સમાવતી ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટી (એઆઈકેએસસીસી) ખેડૂતોને ચલો દિલ્હીના નારા સાથે દિલ્હી તરફ કૂચ કરવા માટે હાંકલ કરી રહી છે. તેમનું 29 અને 30 નવેમ્બરે રાજધાની દિલ્હીમાં પહોંચવાનું આયોજન છે. AIKSCCનો મુખ્ય એજન્ડા દેશમાં કૃષિ કટોકટીની ચર્ચા કરવા માટે સંસદના વિશેષ સત્રની માંગનો છે. ખેડૂતોની માંગ છે કે આ સંસદ સત્ર સ્વામિનાથન કમિશનની ભલામણો, લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની નીતિ અમલીકરણ અને નિયમન, પાક વીમા પૉલિસીનું સમસ્યારૂપ ખાનગીકરણ, દુષ્કાળની આકારણી કરવાની સરકારની ખામીયુક્ત પદ્ધતિઓ અને બેંકો પાસેથી લોન લીધી છે તેવા ખેડૂતો તરફ બેંકો દ્વારા અપનાવવામાં આવતા ભેદભાવપૂર્ણ અભિગમ અંગે ચર્ચાને સમર્પિત હોય. ખેડૂતોનો અનુભવ કહે છે તેમ, કેટલીક બેન્કોએ આ લોનની વસુલાત કરવા માટે કઠોર અને અપમાનજનક પગલાં અપનાવ્યા છે. નોંધપાત્ર રીતે, આમાંની કેટલીક બેંકોએ કરોડો કરોડની લોનને ડિફોલ્ટ કરવાના દોષી અમુક વ્યક્તિઓ પ્રત્યે ઉદાર વલણ અપનાવ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો બેંકોના ભેદભાવપૂર્ણ અભિગમથી પીડિત છે.

ખેડૂતો તેમની તરફેણમાં કામ કરતા ટેકાના ભાવની યોજનાની કાર્યક્ષમતા વિશે સાશંક છે. તેઓ લાંબા સમયથી પુંછી રહ્યા છે કે ખાનગી પક્ષો દ્વારા નિયંત્રિત અને મોટેભાગે ભારે નફાખોરીમાં રસ ધરાવતી બજારની અનિયમિતતામાંથી એમએસપી તેમને કેવી રીતે આઝાદ કરાવી શકશે. ઉપરાંત, તેઓ માને છે કે રોકડિયા પાક ઉપર કોર્પોરેટ વીમા કંપનીઓના વિસ્તરણથી ખેડૂતોને બદલે કંપનીઓને ફાયદો થશે. તેઓ રીમોટ સેન્સિંગ પદ્ધતિની ચોકસાઈ પર શંકા કરે છે અને તેમના મતે તેનાથી જળાશયોના ચોક્કસ ચિત્ર મળતા નથી. આ બધા પરિબળો ત્રણ લાખથી વધુ દુ:ખી ખેડૂતોની આત્મહત્યા સાથે કૃષિ કટોકટી તરફ દોરી જાય છે.

આ સંદર્ભમાં કહી શકાય કે ખેડૂતોની ચળવળ કૃષિ કટોકટી તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે છે. આ ચળવળનું લક્ષ્ય કટોકટીને ઉકેલવા માટે ઓછામાં ઓછી ચિંતિત એવી સરકારમાં લોકશાહી સંવાદને મજબુત બનાવવાનું છે. એવી દલીલ કરવામાં આવી છે કે ખેડૂતોની સમસ્યાઓ "મહેમાન કલાકાર"ની ભૂમિકા જેવી છે અથવા તો તેને ભારતીય અર્થતંત્રમાં સંપૂર્ણપણે અવગણવામાં આવે છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક બંને મીડિયામાં આકર્ષક રીતે દર્શાવવામાં આવતી કાલ્પનિક કથાઓ, મોટી અને મોંઘી જાહેરાતો, ખેડૂતોની આત્મહત્યાના દુ:ખી સત્યની મજાક બનાવે છે.

સરકાર સંસદમાં આ મુદ્દા અંગે ચર્ચા કરવા માટે તૈયાર કેમ નથી તે માટેનું કારણ શોધવું અઘરૂ નથી. તેમ થાય તો કટોકટીને નિયંત્રિત કરવામાં સરકારની નિષ્ફળતાને સ્વીકારવાનું દબાણ આવે. વાસ્તવમાં, તેને ડર છે કે તેને કોર્પોરેટ હિતોની તરફેણમાં કટોકટીને વેગ આપવા તેમજ અવગણના માટે જવાબદાર ઠેરવવામાં આવશે.

આ ચળવળ ઘણી રીતે મહત્વપુર્ણ છે. પ્રથમ, તે શરદ જોશીની શેતકરી સંઘટનાની આગેવાની હેઠળના ખેડૂતોની ગતિશીલતાના અગાઉના સ્વરૂપોથી અલગ હોવાનું વચન આપે છે. શેતકરી સંઘટના ખેડૂતોને જોશીએ જેને ભારત અને ઇન્ડિયા વચ્ચે રજુ કર્યો હતો તે દ્વિસંગી વિરોધ પર એકત્ર કરવા માંગે છે. જોશીની ઉપભોક્તાવાદી શહેરી મધ્યમ વર્ગની ટીકા કરવાની માંગ હતી. તેમની દલીલ હતી કે તેમની જીવનશૈલીએ ગ્રામીણ ભારતના ખેડૂત વર્ગે આપેલા ભોગને કોરાણે મુક્યો છે. AIKSCCની આગેવાની હેઠળની ખેડૂતોની આ ચળવળ દ્રિસંગીથી આગળ વધીને અને શહેરી મધ્યમ વર્ગનો ટેકો મેળવવા સક્ષમ છે. આ ચળવળ બહુ-વર્ગીય પ્રકૃતિ ધરાવે છે કેમ કે તેના ટેકેદારો વિદ્યાર્થીઓ, કલાકારો, ફિલ્મ નિર્માતાઓ, ઇન્ફર્મેશન ટેક્નોલૉજી ક્ષેત્રના ટેકીઝ અને પ્રોફેશનલ્સ અને બેંક વ્યવસાયિકો છે. માર્ચ -2018ના નાસિકથી મુંબઇની ઐતિહાસિક અને સફળ ખેડૂત કૂચમાં આ મલ્ટિ-ક્લાસ સપોર્ટ સ્પષ્ટ દેખાયો હતો.

બીજું, સંસદના વિશેષ સત્રને બોલાવવા સરકાર પર દબાણ લાવવાના ખેડૂતોના પ્રયત્નોમાં પણ નિષ્પક્ષતાનો એક ભાગ શામેલ છે. તે સરકારને સાબિત કરવા માટેની એક તક આપે છે કે તેની દલીલો સત્યની નજીક છે કે જૂઠાણાની નજીક છે. ત્રીજું, ખેડૂતોએ કટોકટીની ચર્ચા થઈ શકે તે માટેની પૃષ્ઠભૂમિ પૂરી પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

છેવટે, ખેડૂતો સરકાર અને આ દેશના લોકોને સૂચવવા માંગે છે કે એક પ્રતીકાત્મક અર્થમાં દેશ તેમનો છે, જ્યારે વાસ્તવિક અર્થમાં દેશ કોર્પોરેટ હિતોની સાથે છે. જમીન, પાણી, જંગલો અને ખનીજ જેવા કૃષિ સંસાધનોનું વધતું ખાનગીકરણ તેની સાબિતી છે. સરકાર દ્વારા સહાયભૂત ખાનગી કંપનીઓ, ફાયનાન્સ, બિયારણ, ખાતરો અને બજાર જેવી શરતોને નિયંત્રિત કરીને કૃષિ ઉપર તેમની પકડને મજબૂત કરી રહી છે. આ કૂચનો હેતુ એ વાત શાસક વર્ગને ધ્યાને લાવવા માટે છે કે ખેડૂતો પણ મહત્વના હોય છે, તેઓ તેમના જીવનના ઘડતરની સાથે રાષ્ટ્રના ગૌરવ માટે વધુ મહત્વના હોઈ ખેડૂતોને આપઘાત કરવા માટે ફરજ પાડી શકાશે નહી. સંસદના વિશેષ સત્ર માટેની તેમની માંગ એ વાતની સૂચક છે કે સરકાર કૃષિ કટોકટીને સંબોધવા માટે જવાબદારી લેવામાં નિષ્ફળ ગઈ છે અને સંસદમાં ચર્ચાને જો મંજૂરી આપવામાં આવે તો તેની જવાબદારી આ સરકારના માથે આવશે.

Back to Top