ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

આરબીઆઈ અને સરકાર સામસામે

સરકારનું સેક્શન 7 સિગ્નલ્સને ઇજનને લઈને રાજકીય સંસ્થાનોમાં નિયો-ઉદારવાદી છાવણીમાં તડા પડ્યા છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

સેન્ટ્રલ બેંક અને વર્તમાન સરકાર વચ્ચે કાર્યકારી સ્વાયત્તતા માટેની લડાઈ આ દેશમાં નવી નથી. પરંતુ, અત્યારની સ્થિતિમાં એનડીએ સરકારની આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 7ને લાગુ પાડવાની હિલચાલ અભૂતપૂર્વ છે. આ કલમ લગાડવા પાછળના કારણો, પ્રવાહિતા/ધિરાણથી લઈને નોન- બેન્કિંગ ફાઇનાન્સિયલ કોર્પોરેશન્સ (એનબીએફસી), નબળી પડેલી 11 માંથી 3 સરકારી બેંકો માટેના પ્રોમ્પ્ટ કોમ્પ્ટીવિવ એક્શન (પીસીએ) આરબીઆઈના તેના ભંડોળની ગણતરી કરવા અને સરકારને સરપ્લસ ટ્રાન્સફર માટેની ફોર્મૂલા છે. અલબત્ત, નાણામંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં સેક્શન 7 નો સંદર્ભ આપવામાં આવ્યો નથી તેમ છતાં, સંસ્થાની સ્વાયત્તતાને અસર કરતા અને તેના ગવર્નરની સત્તાને નબળી પાડતા આ મુદ્દા પર સરકારના વલણ વિશે આરબીઆઇની અંદર ઘણી રો-કકળાટ ચાલી રહી છે.

તો, આ કલમ 7 વિશે આટલો કકળાટ કેમ છે? કેમકે તે કેન્દ્ર સરકારને જાહેર હિતના મુદ્દે આરબીઆઈને સમય-સમય પર તેના ગવર્નર સાથે પરામર્શમાં માર્ગદર્શન આપવા સમર્થ બનાવે છે  ત્યારે બેન્કિંગ સંસ્થાઓની પહેલેથી જ મોજુદ અસરકારકતા અંગેની ચિંતાઓમાં વધારો થઈ રહ્યો છે. તે આપણને એ પણ બતાવે છે કે બૅન્કિંગ સેક્ટરની કટોકટીને ધ્યાનમાં રાખીને સરકારી બેંકોની સંપત્તિમાં ઘુસણખોરી કરીને તેને સરકાર કેવી રીતે પ્રભાવિત કરે છે. પછી તેને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગના નામે અંધાધૂંધ ધિરાણ આપવાની ફરજ પાડીને હોય કે મોટા વ્યવસાયો કે કોર્પોરેટ્સને બેડ લોન આપીને હોય. અને તેનો પડઘો તેમની બિન-કાર્યક્ષમ સંપત્તિ (એનપીએ)ના ત્રણ-ક્વાર્ટરમાં પડે છે. જોકે આમ કરવા માટે પણ સરકારને ક્યારેય કલમ 7ની જરૂર પડી નથી. આ માટે માત્ર તેના શેરહોલ્ડરના હકોનો હવાલો આપીને જેતે સરકાર પોતાને અનુકુળ અને આરબીઆઈના નિયમનકારી માળખાનું ઉલ્લંઘન કરી શકે તે પ્રકારે સિનિયર બેંક અધિકારીની નિમણુકને પ્રભાવિત કરે છે. 2019 ની ચૂંટણીઓના પગલે જાહેર નાણાંના મોટા પાયે ખરાબ સંચાલન બદલ સખત ટીકાઓનો સામનો કરી રહેલી વર્તમાન સરકાર બહાદુરી તેના ચહેરાને બચાવવા માટે ઝઝુમી રહી છે. કલમ 7ને આમંત્રણ અનેક રીતે તેને ગૌરવાન્વિત કરે છે. તેનાથી આરબીઆઈને માથે દોષનો ટોપલો ઢોળીને સરકારને ક્લીન ચીટ મળી શકે છે અને આમ કરીને રાજકીય ગ્રાહકોની તરફેણમાં તેની નિયમનકારી નીતિઓને હળવી કરવા માટે સેન્ટ્રલ બેંક પર રાજકીય દબાણ ઊભું થઈ શકે છે. તદુપરાંત આ પ્રકારના દબાણને આગળ વધારીને બેંકોની આંતરિક અનામતનું ગળુ દબાવીને તેના બધા પ્રજાવાદી તાયફાઓને ટેકો આપવા માટે સરપ્લસને સરકારમાં જમા કરી શકાય છે.

પરંતુ,  એવું વારંવાર સાબિત થયું છે કે આવી સ્વાયત્તતા માત્ર સૈદ્ધાંતિક છે ત્યારે સેન્ટ્રલ બેંકની "સ્વાયત્તતા" અંગે આરબીઆઈના ટોચના અધિકારીઓની અચાનક સંતાપી પ્રતિક્રિયાઓનું શું? નોટબંધીના વધુ પડતા વપરાયેલા કેસનો ઉલ્લેખ નહી કરતા, એ યાદ કરો કે બેંકે સરકારના દબાણને કેવી રીતે સહ્યુ હતું અને નાણાકીય વર્ષ (એફવાય) 2014 અને 2016 વચ્ચે તેની લગભગ બધી આવક કેન્દ્રમાં "સરપ્લસ" તરીકે સ્થાનાંતરિત કરી હતી, આ સમયગાળામાં બેંકોના પોતાના સહાયકારી અને વિકાસ ફંડમાં તેને ટ્રાન્સફર નહોતું કરાયું. ફરીથી નાણાકિય વર્ષ 2018માં બજારના ફોર્સની તરલતાને કારણે તેના આર્થિક મૂડીના સ્તરમાં અસ્થિરતાને ઘટાડવા માટે "સ્ટેગર્ડ સરપ્લસ વિતરણ નીતિ"નો એવી રીતે ઉપયોગ થયો કે પરિણામે સરપ્લસ સ્થાળાંતરણમાં વધારો થયો. નાણાકીય વર્ષ 2017માં તેમાંથી 63% સરપ્લસ સ્થાનાંતરણ થયું. બેન્કિંગ કટોકટીમાં સમયાંતરે વધારો થઈ રહ્યો છે તે તથ્યની સાથે વર્તમાન સ્થિતિને જોતા એવું માનવું મુશ્કેલ છે કે આરબીઆઇના અધિકારીઓ અને સરકારમાં બેઠેલા સત્તાધિશોમાં મહત્વની બેન્કિંગ નીતિઓ અને અનુગામી ફૉલઆઉટ્સ પર સંમતિ સધાઈ નથી. હકીકતમાં, આરબીઆઇની સર્વોચ્ચ વહીવટી સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યોની આરબીઆઈ એક્ટ, 1934 ની કલમ 8 (4) મુજબ રાજકીય નિયુક્તિ કરાય છે. આમાં બન્ને રાજ્યપાલ અને બૅન્કના ડેપ્યુટી ગવર્નરનો સમાવેશ થાય છે. અને તેમાં તેમના કાર્યકાળ, દૂર કરવા અને પુન: સોંપણી કેન્દ્ર સરકારની વિવેકબુદ્ધિ પર નિર્ભર છે.

સેન્ટ્રલ બેંકની શાસન પદ્ધતિમાં સર્જાયેલી રાજનીતિ એ વાતની ખાતરી કરાવે છે કે તે આર્થિક અસરકારકતાને બદલે રાજકીય લોકપ્રિયતાને પગલે ચાલવા બંધાયેલી છે, જેનાથી "નિશ્ચિત" સ્વાયત્તતા ધૂંધળી બને છે. નિયો-ઉદારવાદ હેઠળ, બૅન્કિંગ સિસ્ટમ્સ સરકારો અને રાજકીય રીતે નિર્ણાયક એવા ખાનગી મહારથી વચ્ચે નિર્ણાયક હોય છે. મોટા ઉદ્યોગો, કોર્પોરેટ્સ રાજકીય પક્ષોના મુખ્ય લાભકારો હોવાથી રાજકીય મૂલ્ય મેળવે છે, પછી ભલેને તેઓ બેંકોના દેવાદાર ડિફોલ્ટરો હોય. જોકે, બેંકની નિષ્ફળતાના કિસ્સામાં નુકસાનનું વિતરણ કરવા માટે સરકારોને થાપણદારોના રાજકીય સહયોગની પણ જરૂર છે, જે મોટે ભાગે મત બેંકોની રચના કરે છે. સરકારનો કાયદો બનાવવાનો આશય મત બેંકોને સાચવવા માટેના તેમના સારા હેતુનો સંકેત આપવા માટેનો હોય છે. સાથે સાથે, આવા કાયદાના નિયમોને વળતર આપનારાઓના હિતમાં ટ્વિસ્ટ કરવામાં આવે છે. અહીં એક સ્વતંત્ર નિયમનકાર, સેન્ટ્રલ બેંક સરકારની રાજકીય એજન્સીને સમર્થન આપવા માટે માત્ર કાનૂની જરૂરિયાતની પોષક માત્ર બની રહે છે.

જોકે, વૈશ્વિક નાણાકીય બજારના બદલાતા નિયમનકારી પરિઘમાં, આરબીઆઈ તેની સુપરવાઇઝરની ઇમેજને ફરીથી સ્થાપિત કરવા માટે પણ દબાણ હેઠળ છે. તેની આ છબી ઘટી રહેલી કાર્યક્ષમતા, નબળી કમાણી અને નબળા રોકાણકારોની ભાવના જેવા મુદ્દાઓ દ્વારા ઝાંખી થઈ છે. તેમ છતાં, બેલેન્સ શીટને સુધારવા અને ભંડોળની સ્થિતિસ્થાપકતા માટેની આવશ્યક નીતિઓ સરકારની ચૂંટણીની વ્યૂહરચનાઓ વિરોધી હોઈ શકે છે. નાણામંત્રાલય અને આરબીઆઈના ફાઇનાન્શિયલ ડિરેક્ટર વચ્ચેના કાદવ ઉછાળમાં, નાણામંત્રી અરુણ જેટલીએ "જાહેર હિતો"ની ભૂમિકા અને આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યની આરબીઆઈના કાર્યક્ષેત્રમાં "નાણાકીય બજારોનો ક્રોધ"ની ભૂમિકાને ધ્યાનમાં રાખીને પક્ષપાતી હિતોના વિવાદને જગાવ્યો છે. સરકાર પોતાને બચાવવા માટે આરબીઆઇની ટીકા કરે છે, તેથી આરબીઆઇના અધિકારીઓ બેન્કિંગ ક્ષેત્રની ગેરરીતિઓમાંથી હાથ ઉંચા કરી લેવા માટે "સ્વાયત્તતા"ની ચાલ ચાલે છે.

Back to Top