ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

કાશ્મીરમાં સંકોચાઈ રહેલો ચૂંટણી અવકાશ

જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષો માટે સારા ભાવિના સંકેત નથી આપતી.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

રેખા ચૌધરી લખે છે કે,

જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરમાં યોજાયેલી શહેરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાશ્મીર ખીણમાં સંકોચાઈ રહેલો લોકશાહી અવકાશ પ્રકાશમાં આવ્યો છે. 2002ની વિધાનસભાની ચૂંટણીઓ પછીથી પેદા થયેલા ગતિશીલ ચૂંટણી અવકાશ છેલ્લા થોડા વર્ષોમાં ઘટ્યો છે.

શ્રીનગરમાં 71 મ્યુનિસિપલ કોર્પોરેશનો સહિત 79 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં અને જમ્મુમાં 6 મ્યુનિસિપલ કાઉન્સિલ અને 71 મ્યુનિસિપલ કમિટીઓઓની ચૂંટણીઓમાં રાજ્યમાં 35% મતદાન નોંધાયું છે. આટલું મતદાન પણ મોટેભાગે જમ્મુ અને લદ્દાખ પ્રદેશોમાં થયેલા ભારે મતદાનના કારણે થયું હતું. જો કે, કાશ્મીર ખીણમાં તમામ ક્વાયતોને સંપૂર્ણ જાકારો મળ્યો છે. અહી સૌથી વધુ મતદાન 8.3% હતું, જે મતદાનના પ્રથમ તબક્કામાં નોંધાયું હતું. બીજા તબક્કામાં, મતદાન ખૂબ ઓછું થયું હતું, બીજા તબક્કામાં 3.4%, ત્રીજા તબક્કામાં 3.49% અને ચોથા તબક્કામાં 4% મતદાન થયું હતું. મતદાનના દિવસો પહેલા ચૂંટણી પ્રક્રિયાને જ જાકારો આપી દેવામાં આવ્યો હતો અને ઉમેદવારો તેમના ઉમેદવારી પત્રો જ રજૂ કરતા નહોતા. મોટી સંખ્યામાં વૉર્ડ્સમાં, કાં તો કોઈ ઉમેદવાર નહોતા અથવા તો માત્ર એક જ ઉમેદવાર હતા. આમ, કાશ્મીરમાં કુલ 598 વોર્ડમાંથી માત્ર 186 વોર્ડમાં જ મતદાન થયું હતું. જ્યારે 231 વોર્ડમાં એક જ ઉમેદવાર નોંધાતા તેઓ બિનહરીફ ચૂંટાયા હતા. અહી 181 વોર્ડ એવા હતા જ્યાં કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ઉભા નહોતા. અંતે, અહી 412 જેટલા વોર્ડ એવા હતા જ્યાં મતદાન જ નહોતું થયું. અલગવાદીઓ અને આતંકવાદી સંગઠનો દ્વારા મતદાન બહિષ્કારની જાહેરાત હેઠળ પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે ચૂંટણીવાળા મતક્ષેત્રોમાં કેટલીક જગ્યાએ ચૂંટણી પ્રચાર જ નહોતો થયો અને કેટલીક જગ્યાએ લોકોને ખબર પણ ન હતી કે કોણ ચૂંટણી લડી રહ્યુ છે. કેમકે સલામતીના કારણોસર ચૂંટણી લડનારા ઉમેદવારોના નામ પણ ગુપ્ત રાખવામાં આવ્યા હતા.

વર્તમાન ચૂંટણીની સ્થિતિએ કશ્મીરમાં 1989 પછીના સમયગાળા દરમિયાન આતંકવાદના પહેલા તબક્કાની યાદ અપાવી હતી, જ્યારે મુખ્યપ્રવાહનું રાજકારણ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયુ હતું અને મતદાનના રાજકારણને સંપૂર્ણપણે ખોટું ઠરાવી દેવામાં આવ્યું હતું. ઉદાહરણ તરીકે, 1989ની લોકસભાની ચૂંટણીઓમાં 5% મતદાન થયું હતું અને તેને હાસ્યાસ્પદ ચૂંટણી તરીકે ઓળખાવવામાં આવી હતી. 1996ની વિધાનસભાની ચૂંટણીઓમાં નોંધપાત્ર મતદાન થયું હતું, પરંતુ સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓની હાજરીને લીધે મતદારોની સહભાગીતાને "બળજબરી" તરીકે જોવામાં આવી હતી. 2001ની પંચાયતી રાજની ચૂંટણીઓમાં પણ એકપણ ઉમેદવારી ઉમેદવારી નોંધાવવા આગળ ન આવ્યા હોય એવા મોટી સંખ્યામાં ખાલી મતદારક્ષેત્રો વિવાદાસ્પદ રહ્યા હતા.

જોકે 2002ની વિધાનસભા ચૂંટણી પછી ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા વધી હતી. તેમાં કાશ્મીરના બે પ્રમુખ રાજકીય પક્ષો, નેશનલ કોન્ફરન્સ અને પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) વચ્ચે તીવ્ર હરીફાઈ સાથે અલગતાવાદીઓ શાંત પડતા મતદાન અને લોકોની સહભાગિતામાં વધારો થયો હતો. ત્યારપછીની દરેક અનુગામી ચૂંટણીમાં એક ચોક્કસ પેટર્નમાં ઘણું ઉંચું મતદાન જોવા મળ્યું છે. વધુ સ્થાનિક ચૂંટણી થતી ગઈ અને ઉંચું મતદાન થતું ગયું. આમ, લોકસભાની ચૂંટણીઓની સરખામણીએ વિધાનસભાની ચૂંટણીઓમાં વધુ ઉત્સાહ જોવા મળતો હતો. પંચાયતી રાજની ચુંટણીઓમાં વિધાનસભાની ચૂંટણીઓ કરતા કશ્મીરીઓને વધુ ઉત્સાહ દાખવ્યો હતો. 2011ની પંચાયત ચૂંટણીમાં લગભગ 80% મતદાર મતદાન થયું હતું. આ સમયગાળા દરમિયાન અલગવાદીઓ અને આતંકવાદીઓ દ્વારા આપવામાં આવેલા બહિષ્કાર માટેની જાહેરાતને નકારી કાઢવામાં આવી હતી. રસપ્રદ વાત એ છે કે, 2008માં અમરનાથની જમીનને લઈને અલગતાવાદીઓની પ્રવૃત્તિમાં ભારે ઉછાળા પછી પણ થોડા સમય પછી જ યોજાયેલી 2008ની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન 52% જેટલું ઊંચું નોંધાયું હતું. એ ચૂંટણીમાં ઓછામાં ઓછા ચાર જિલ્લાઓમાં 60% થી વધુ મતદાન નોંધાયું હતું. એ જ રીતે, 2010માં અલગાવવાદીઓએ પાંચ મહિના માટે માંથું ઉચક્યુ ત્યારે પણ 2011ની પંચાયત ચૂંટણીઓમાં મતદાન માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ હતો. 2014ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભારે પ્રચાર અભિયાનો થયા હતા અને સ્પર્ધકો વચ્ચે રસાકસી થઈ હતી. કાશ્મીર ક્ષેત્રમાં 46 વિઘાનસભા ક્ષેત્રો પૈકી 23માં મતદાન 60% કરતા વધુ થયું હતું જ્યારે 13 વિધાનસભા ક્ષેત્રોમાં 70% કરતા વધુ મતદાન થયુ હતું અને પાંચ વિધાનસભા ક્ષેત્રોમાં 80% થી વધુ મતદાન નોંધાયું હતું.

ચૂંટણી ચળવળના આ તબક્કા દરમિયાન, કશ્મીરીઓએ "શાસનની રાજનીતિ" (મુખ્ય પ્રવાહની રાજનીતિ) અને "ઘર્ષણની રાજકારણ" (અલગતાવાદી રાજકારણ) વચ્ચે સ્પષ્ટ ભેદ પાડ્યો હતો. તેથી, જ્યારે અલગતાવાદી રાજકારણની પકડ હતી ત્યારે પણ લોકો માનતા હતા કે વિજળી, સડક અને પાણી માટે ચૂંટણીનું રાજકારણ જરૂરી છે. આ જ કારણે અલગતાવાદી રાજકારણમાં ઉછાળો આવવા છતાં, કાશ્મીર હજુ પણ ચૂંટણીના રાજકારણને અને શાસનની રાજનીતિની કાયદેસરતાને જાળવી રાખે છે.

સમાંતર "શાસનનું રાજકારણ" અને "ઘર્ષણની રાજનીતિ"નો આ તબક્કો હવે પૂરું થયો જણાય છે. 2014માં છેલ્લી સફળ ચૂંટણી કવાયત થઈ પછી કાશ્મીરની પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર થયો હોય એવું લાગે છે. ખાસ કરીને 2016માં અલગતાવાદીઓએ માથું ઉચક્યુ એ પછી. શ્રીનગર સંસદીય બેઠકની 2017ની પેટા ચૂંટણીમાં તિવ્ર હિંસા અને વિરોધને પરિણામે માત્ર 8% મતદાર મતદાન નોંધાયું હતું તેમાં સ્પષ્ટપણે આ બદલાવ જોઈ શકાય છે.

કાશ્મીરમાં મુખ્ય રાજકીય પક્ષો ગંભીર પડકારોનો સામનો કરી રહ્યા છે અને તે આપણને નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના શહેરી સંસ્થાઓની ચૂંટણીનો બહિષ્કાર કરવાના નિર્ણયમાં જોઈ શકાય છે. દેખીતી રીતે, તેઓ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવેલી 35-એ કલમના મુદ્દાને લઈને ઉભી થયેલી રાજકીય અનિશ્ચિતતાને કારણે મતદાન પ્રક્રિયામાંથી દૂર રહ્યા છે. જોકે વાસ્તવિક કારણ કાશ્મીરમાં જમીની પરિસ્થિતિઓ છે, જે મુખ્યધારાના રાજકારણ માટે ચોક્કસપણે અનુકૂળ નથી.

---------------------------------------------------------------------------------------------------

 

Back to Top