ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

શહેરી નક્સલ કોણ બનાવે છે?

બર્નાર્ડ ડી'મેલો તેના ભૂતપૂર્વ સાથીદાર, "શહેરી નક્સલ" ગૌતમ નવલખા વિશે લખે છે

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ભાજપની આગેવાનીવાળી સરકાર અને હિન્દુત્વવાદી "રાષ્ટ્રવાદી" ચળવળની સાંસ્કૃતિક આસ્થા માટેની શૈતાની ઝુંબેશની કોઈ સીમા નથી. પત્રમાં ભૂતપૂર્વનું સમર્થન અને સહભાગીતાની સાથે, સ્ટેટ ટેરરના ઉપયોગથી ભારત દેશના "જરૂરી" શત્રુઓ પર નિયંત્રણ અને તેની સાથે "શહેરી નક્સલ" વર્ગને તાજેતરની જૂન અને ઓગસ્ટ 2018ની ડ્રાઇવમાં ખોળી કાઢવામાં આવ્યા છે. જે અન્યથા નિયમિતરૂપે મુસ્લિમો, લશ્કરથી દમીત રાષ્ટ્રીયતા અને "માઓવાદીઓ"ને નિશાન બનાવે છે. સરકારના "શહેરી નક્સલ"ના વર્ગીકરણમાં અત્યાર સુધી વકીલો, અધિકારવાદી એક્ટિવિસ્ટો, કવિઓ, લેખકો, પત્રકારો અને પ્રોફેસરો, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (સીપીઆઇ) (માઓઇસ્ટ)ના "સક્રિય સભ્યો" હોવાનું માની લેવામાં આવ્યું છે.

ઓગસ્ટમાં ધરપકડ કરાયેલા પાંચ લોકો ઉપર અન્ય ફોજદારી કાયદાઓ ઉપરાંત યુએપીએ(અનલોફૂલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનાઓ લાગુ પાડવામાં આવ્યા છે. આ "શહેરી નક્સલો" અને કેટલાક અન્ય લોકોના નિવાસસ્થાન, ઓફિસોને પણ સરકાર હેરાન કરવા અને ડરાવવા માંગતી હતી તેથી તેના પર દરોડા પાડવામાં આવ્યા હતા. દૂષિત અને અયોગ્ય કૃત્યનો ઇરાદો ત્યારે જ સ્પષ્ટ થઈ ગયો હતો કે જ્યારે ભારતના "ગોદી" મીડિયાના એક તબકાએ પ્રાઇમ-ટાઇમ ટીવી પર આમાના કેટલાક સામે ધાકધમકીનાં કૃત્યોના આરોપ લગાવ્યા. "દોષિત" પૈકીના કેટલાકને "સીપીઆઇ (માઓવાદી)ને સહાય કરવા" માટે જાહેરમાં "રાષ્ટ્ર દ્રોહી", "દેશના અદ્રશ્ય શત્રુઓ" અને "ભારતીય લોકશાહીને ગંભીર ખતરા" તરીકે સંબોધવામાં આવ્યા હતા.

માની લીધેલા "દેશના અદ્રશ્ય શત્રુઓ" અને "ભારતીય લોકશાહીને ગંભીર ખતરારૂપ"માં ઇકોનોમિક એન્ડ પોલીટિકલ વીકલી (ઇપીડબલ્યુ)ના નામાંકિત પત્રકાર ગૌતમ નવલખા પણ છે. નવલખા 1980ના દાયકાના પ્રારંભમાં ઇપીડબલ્યુમાં જોડાયા હતા અને મારી જાણ પ્રમાણેના શ્રેષ્ઠ પત્રકારો રજની દેસાઈ, એમ.એસ. પ્રભાકર અને કૃષ્ણ રાજ સાથે કામ કરતા હતા. 1980ના દાયકાના અંત ભાગે, જ્યારે તેઓ નિવાસસ્થાન બદલીને દિલ્હી રહેવા ગયા ત્યારે પણ તેમણે ઇપીડબલ્યુ માટે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું અને તેને સંપાદકીય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે પછી તેઓ ડેમોક્રેટિક રાઇટ્સ માટે પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઇટ્સ એક્ટીવીસ્ટ તરીકે વધુ સમય ફાળવવા ઇચ્છતા હતા તેથી તેમણે 2006માં તત્કાલિન સંપાદક સી. રામમનોહર રેડ્ડીને પદ મુક્ત કરવાની વિનંતી કરી ત્યા સુધી તેમણે આ જવાબદારી નિભાવી. જોકે, તે પછી પણ તેમણે ઇપીડબલ્યુ માટે લખવાનું ચાલુ રાખ્યું છે.

તેઓ જમ્મુ કાશ્મીર કોએલિએશન ઓફ સિવિલ સોસોયટી સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. તેની સત્ય-શોધક ટીમ, તેની ઝુંબેશો અને તેના અહેવાલોના લેખનમાં ભાગ લીધા બાદ 1990ના દાયકાના આરંભથી નવલખાના લખાણોમાં એકદમ ભિન્નતા જોવા મળી. સત્ય પ્રત્યે ગંભીરપણે પ્રતિબદ્ધતા, કાશ્મીરમાં સત્યને કબરોમાં દફનાવવામાં આવતાં, નવલખાના ઇપીડબલ્યુ અને અન્ય સામયિકોમાં નવલખાના લખાણોએ ભારત સરકારના માનવ અધિકારના મોરચે અત્યંત ખરાબ રેકોર્ડ, નકલી એન્કાઉન્ટરમાં મારી નાખવા, લશ્કર, અર્ધલશ્કરી દળો, અને પોલીસ અધિકારીઓ માટે કાનૂની રક્ષા, વગેરેને ઉઘાડા પાડ્યા.

ભારતીય લોકશાહીના અસત્યને કાશ્મિરના પુરાવા તરીકે નવલખા તેના વાચકો સમક્ષ મુકે છે. તમારે નવલખા જેવા પત્રકાર અને અધિકારવાદી એક્ટિવિસ્ટ બનવા માટે ખરેખર બહાદુર બનવું પડે. ખાસ કરીને જ્યારે તમે પ્રચારની સ્થાપનાની કલાથી પરિચિત હો અને તેની બાજુમાં મોટો "ગોદી" મીડિયા સમુહ હોય ત્યારે. હિંસાના ભોગ બનેલા લોકોને સતત હિંસા માટે જવાબદાર ગણવામાં આવે છે અને ગુસ્સે ભરાયેલા વાચકો પણ તમારી વાત સાંભળવા તૈયાર નથી. ભારતીય સંસદના ડાબેરી પ્રતિનિધીઓ પણ કાશ્મીર પર નવલખાના લખાણોથી કિનારો કરી રહ્યા છે અને તેમને "ગેરમાર્ગે દોરતા" ગણાવી રહ્યા છે. પરંતુ, તેઓ હકીકતો અને વાજબી કારણો સાથે પોતાની રજુઆત પર મક્કમ રહ્યા અને ભારતને ભારત સંચાલિત કાશ્મિરમાં આંતરિક સંસ્થાનવાદના નરક માટે ભારત તરફ ઇશારો કરતા રહ્યા.

માર્ક્સવાદી-સમાજવાદી બનવા માટે દરેક પ્રકારના દમનનો વિરોધ કરવો જોઇએ, પછી ભલેને તે નૈતિક, રાષ્ટ્રીય, જાતિ, વર્ગ, વંશીય અથવા લિંગ આધારિત હોય. આ માર્ક્સવાદી-સમાજવાદી નીતિશાસ્ત્રનું મુખ્ય અંગ છે. માર્ક્સવાદ કચડાયેલા, કામદાર અને અર્ધ-કામદાર, ખાસ કરીને ગરીબ ખેડૂત વર્ગની ફિલોસોફી છે. માર્ક્સવાદ શક્તિનું તત્વજ્ઞાન નથી; તે સમાનતાનું તત્વજ્ઞાન છે, જે નવલખાએ આત્મસાત કરીને અને અમલમાં મુક્યું હતું. તેનું પત્રકારત્વ અને સંશોધનવૃત્તિ તેમને દક્ષિણ છત્તીસગઢમાં માઓવાદી બળવાના દળ તરફ દોરી ગઈ, જ્યાં ભારત સરકારે સપ્ટેમ્બર 2009થી ઓપરેશન ગ્રીન હંટ તરીકે ઓળખાતા બળવાખોર યુદ્ધને આગળ ધપાવ્યું હતું.

અમેરિકન પત્રકાર એડગર સ્નોએ ચીનમાં 1930ના દાયકામાં (1938માં પ્રકાશિત તેમના રેડ સ્ટાર ઓવર ચાઇનાને યાદ કરો) કર્યુ હતું, જેમાં તેમણે રેડ ટેરિયોરમાં પ્રવેશ કર્યો અને તેમણે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના નેતાઓ અને તેના કાર્યક્રમ અને નીતિઓ વિશેની હકીકતોને બહાર લાવી હતી. લગભગ આવા જ પ્રકારનું કામ નવલખાએ કર્યુ હતું. નવલાખાના 2012ના પુસ્તક, ડેઝ એન્ડ નાઇટ્સ ઈન ધ હાર્ટલેન્ડ ઓફ રેબેલિયન, એવી હકીકતો દર્શાવે છે કે જે તેમણે દક્ષિણ છત્તીસગઢમાં માઓવાદી ગેરિલા બેઝમાં જોઈ હતી. નાગરિક યુદ્ધની તેમની સમજણના આધારે, નવલખાએ એવી તરફેણ કરી કે બંને ભારત સરકાર અને સીપીઆઇ (માઓવાદી) 1949ની જિનિવા સંમેલનના કોમન આર્ટિકલ 3 અને બિન-આંતરરાષ્ટ્રીય સશસ્ત્ર સંઘર્ષ સાથે જોડાયેલા 1977ના પ્રોટોકોલ II ને અપનાવે છે.

"શહેરી નક્સલ" પછી શું? નવલખાના કામને ધ્યાનમાં રાખીને, હું "નક્સલ"ની વ્યાખ્યા નીચે પ્રમાણે કરુ છું. નક્સલ એ એવી વ્યક્તિ છે કે જે મોટાભાગના ભારતીય લોકોની જેમ તેમને હજી પણ અપૂરતો ખોરાક મળે છે, લઘરવઘર કપડા છે, ઝુંપડાઓમાં રહે છે, નામમાત્રના શિક્ષિત છે અને યોગ્ય તબીબી સંભાળ વિના જીવે છે અને એવું માને છે કે ભારતના ભારે દમનકારી અને શોષણભર્યા સામાજિક ક્રમમાં આ સ્થિતિ ઊંડે ઘર કરી ગઈ છે અને તેઓ ક્રાંતિકારી પરિવર્તન માટે તરસી રહ્યા છે. મારી ધારણા એવી છે કે, શબ્દોના આ અર્થને વિસ્તારીએ તો ઘણા બધા ભારતીયો નક્સલ હોઈ શકે છે, પછી તેને શહેરી નક્સલ કહો કે ગ્રામ્ય નક્સલ. તે માટે નવલખા અને મારી જેમ તમારે સીપીઆઇ (માઓવાદી)ના સભ્ય અથવા સમર્થક હોવું જરૂરી નથી.

 

Back to Top