ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

નવા આરક્ષણવાદીઓનો ઉદ્દભવ

આરક્ષણ માટેની નવી માગણીઓમાં વધુ રોજગારીના સર્જનની માંગ શામેલ કરવી જોઈએ.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

આરક્ષણ કોટામાં નવી જાતિના સમાવેશ માટે વધતી દેશવ્યાપી માંગે રસપ્રદ તબક્કામાં પ્રવેશ કર્યો છે. તેના વિરોધીઓ દ્વારા તેને આરક્ષણ નીતિને તોડવાની કલંકીત મંશા રૂપે જોવાઈ રહ્યુ છે. ત્યારે તેના કેટલાક કટ્ટર વિરોધીઓએ સંસ્થાકીય સુખાકારીથી પોતાનું ધ્યાન હટાવીને રાષ્ટ્રના વધુ અમૂર્ત રૂપ પર કેન્દ્રીત કરવા દબાણ કર્યું છે. થોડા દાયકા પહેલાં આ વિરોધીઓએ તેના લાભોને ખાસ કરીને અનુસૂચિત જાતિ (એસસી)ને સરકારના "જમાઈ" તરીકે કે જેમાં તેમને અતિ લાડથી બગાડવાનો ભાવ નિહિત છે, "મેરીટના દુશ્મનો" અને "સુચારૂ કાર્ય માટે અવરોધરૂપ" ગણાવીને નૈતિક રીતે અપમાનજનક ભાષા દ્વારા આરક્ષણના લાભાર્થીઓને વર્ણવ્યા હતા. આમ, આવી ખરાબ ટીકાઓનું લક્ષ્ય એક ચોક્કસ સામાજિક જૂથ હતું. પ્રતિસ્પર્ધીઓએ રિઝર્વેશનની જગ્યાએ ચોક્કસ જૂથ વિરુદ્ધ તેમનો અણગમો અને ગુસ્સો ઠાલવવા જાહેરમાં સંસ્થાકીય સુખાકારી જેવા રૂપકડા ઓઠાનો ઉપયોગ કર્યો હતો. રસપ્રદ વાત એ છે તેને ભ્રામક નહી ગણાવતા આ આક્ષેપ પાછળની ધારણારુપે કોઈ વ્યક્તિ અથવા કોઈ વ્યક્તિનો સમૂહ નહી પણ સંસ્થાકીય સુખાકારી માટેની ચિંતા માનવામાં આવી. જુદી રીતે મુકતા, આવી ટીકા સૂચવે છે કે અનામતને હટાવીને જાહેર સંસ્થાઓમાં પાત્રતા અને યોગ્યતા પુનઃસ્થાપિત કરી શકાય છે. આમ, મંડલ કમિશન વિરોધી ચળવળ દરમિયાન, આરક્ષણ નીતિને કલંકિત કરવા નૈતિક રીતે અપમાનજનક ભાષા દ્વારા "કાસ્ટ કોમન સેન્સ"ના ભાગનું સર્જન કર્યુ હતું.

આજે, ઘણી જાતિઓમાં અનામત માટે વધતી જતી માંગને પગલે આ વિરોધીઓની જાહેર અભિવ્યક્તિ "મેરિટ" અને "કાર્યક્ષમતા" જેવા ઓછામાં ઓછા શબ્દોમાં વિંટાળીને રજુ કરે છે. જોકે, ભૂમિતલ પર અથવા સોશિયલ મીડિયા પર પણ આરક્ષણ સામેની ભાષા ઘણી ઝેરીલી રહે છે. તે પણ નોંધવું રહ્યુ કે અનામતનો વિરોધ મેરિટ અને કાર્યક્ષમતાના આધારે ઓછો અને સમાજના સંકલન અને રાષ્ટ્રના વિકાસના આધારે વધુ થાય છે. વધતી માંગણીઓ સામેની તેમની છટકારૂપ દલીલ એ છે કે જાતિ આધારિત અનામત તેને નાબૂદ કરવાને બદલે જાતિવાદને પોષણ આપશે. જો કે, કોઈએ એક પ્રશ્ન કરવો જોઈએ કે વિરોધીઓએ મેરિટ અને કાર્યક્ષમતાના વિચાર તરફ સંશયાત્મક વલણ અપનાવ્યું હતું તે હવે કોરસમાં કેમ ધકેલાયું છે.

સંસ્થાઓ પોતે ભરતીની કટોકટીનો સામનો કરી રહી છે. પ્રથમ, સરકારી નોકરીઓ માટે ભરતી ભાગ્યે જ થઈ રહી છે અને જે કંઈ પણ થાય છે તે હાલના પ્રજાસત્તાક શાસનમાં મેરિટથી નહી પણ વિચારધારાથી પ્રભાવિત હોય છે. બીજું, જે લોકોએ મેરિટ અને સક્ષમતાના આધારે અનામતને સંસ્થાને તોડતું સાધન માન્યુ હતું તેઓ અત્યારે તે મૂલ્યોને આરક્ષણમાં જોઈ રહ્યા છે. આ મૂલ્યોની સ્વીકૃતિને આરક્ષણ માટેની માંગ સાથે જોડાયેલું વાંચવું જોઇએ. આરક્ષણ પરના પ્રવચનમાં નવા વળાંકે એસસી  સાથે જોડાયેલા લાંછનમાંથી આરક્ષણના સિદ્ધાંતને અલગ કરવામાં આપણને મદદ કરી છે. આને ફાયદારૂપે જોવામાં આવે છે કારણ કે આરક્ષણની માંગનું લોકશાહીકરણ આરક્ષણની વ્યવસ્થા વિરુદ્ધ કઠોર અને દુર્ભાવનાપૂર્ણ રોષને તટસ્થ કરશે અને તે જોવાનો સંતોષ મળશે. કેટલાક લોકો એવું પણ વિચારે છે કે ભારતમાં અનેક જાતિ જૂથોમાં સક્રિય સામાજિક તણાવ હળવો થશે. જો કે, સરકારની સામેની આ માગણીઓને અસરકારક રીતે દાબી દેવા માટે નક્કર પગલાં લેવાની સરકારને આવશ્યકતા જણાતી નથી.

આરક્ષણમાં આ સામાજિક જૂથોને સામેલ કરવા માટે જાતિ અને સમાજ આધારિત ગતિશીલતા સંબંધિત સરકારને તત્કાલ ચિંતા થવાનું કારણ નથી. કેમકે વધુ ગતિશીલતા વધુ મૂળભૂત નોકરીઓની માંગ વધારવાને બદલે આરક્ષણ માર્ગ દ્વારા નોકરી મેળવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રકારની મૂળભૂત માંગની ગેરહાજરીને કારણે સરકારો એવો માર્ગ અખત્યાર કરે છે કે જેમાં તે વચનોની લહાણીઓ કરે છે અથવા તો કાયદાનો હવાલો આપીને હાથ અદ્ધર કરી દે છે. વક્રોક્તિ તો એ છે કે આ આંદોલનની દિશા સમસ્યાઓનો કોઈ પણ નક્કર ઉકેલ આપ્યા વિના સરકારો માટે આ પ્રકારની તક પુરી પાડી દે છે. આ રીતે, સરકાર શક્ય અને અશક્ય વચ્ચેની વિવિધ સ્થિતિઓ ધારણ કરી શકે છે. ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્ર સરકાર જાહેરમાં મરાઠાને 16% અનામતનું વચન આપે છે અને તે જ સમયે અદાલતમાં કેવિએટ દાખલ કરીને કોર્ટ કાર્યવાહીને સરકારની કામગીરીમાં અવરોધરૂપ ગણાવે છે. વિવિધ રાજ્યોના નવા આરક્ષણવાદી જૂથોએ વધુ રોજગારીનું સર્જન કરવા સરકારને દબાણ કરવાની જરૂરિયાત પર પુરૂ ધ્યાન આપ્યુ નથી લાગતું. આ પ્રકારની ગતિવિધિઓથી વિવિધ સ્તરે હાલની 24 લાખ સરકારી ખાલી જગ્યાઓ પર સરકારને ભરતી કરવા માટે જરૂરી દબાણ લાવવું જોઈએ.

તેના બદલે, આરક્ષણમાં સામેલ થવા માટેની માંગ માત્ર એક જ ક્ષેત્ર પર મહત્વાકાંક્ષાનું ભારે દબાણ લાવે છે. જાટ, ઉત્તર ભારતના ગુર્જરો, પશ્ચિમ ભાગના મરાઠા અને દક્ષિણમાંથી કાપુસને ખેતીવાડી યોગ્ય વિકલ્પ નથી લાગતો. અને માત્ર શિક્ષણ માટે વધુને વધુ નોકરીઓ કે જે કાં તો અસ્તિત્વમાં નથી અથવા બહુ અલ્પ માત્રામાં છે, તેના પર બધો ભાર મુકે છે. નવી આરક્ષણવાદીઓ પાસે વધુ રોજગારીનું સર્જન કરવા સરકાર પર દબાણ લાવવાની અપેક્ષા રહે છે. તે જણાવવું અર્થહીન છે કે અનામતના લાભોનું વાસ્તવદર્શન રોજગારી માટેની વાસ્તવિક તકોના સંદર્ભમાં બુદ્ધિગમ્ય છે. વાસ્તવિક તકો વધુ સારી નોકરીની તકોનું નિર્માણ કરશે.

Back to Top