ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

કામ કરે છે પણ અધુરૂ

જીએસટી ટેક્સ “કાર્ય પ્રગતિમાં” સ્થિતિમાં છે, સંપૂર્ણ નથી.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ભારતમાં જીએસટી લાગુ કરાયાને એક વર્ષ થયુ છે ત્યારે પ્રારંભિક મુશ્કેલીઓનો અંત આવ્યો છે. દર નિર્ધારણમાં કોમોડિટીઝના વર્ગીકરણના કેટલાક મુદ્દાઓને ધ્યાને લેવાયા છે અને રિટર્ન ફાઇલ કરવામાં નડતી સમસ્યાઓને પણ કામચલાઉ રીતે ઉકેલવામાં આવી છે. જીએસટી શાસનની એક નોંધપાત્ર ઉપલબ્ધિ નોંધાયેલા કરદાતાઓની સંખ્યામાં થયેલો નોંધપાત્ર વધારો છે. જ્યારે રિટર્ન ફાઇલની સમયમર્યાદાની શરતનું પાલન માત્ર 70% કરતા પણ ઓછા કરદાતાઓ પુરતું મર્યાદિત રહ્યુ છે, સમય વધારતા, 90% થી વધુ રિટર્ન ફાઇલ કરી શકે છે.

જીએસટી અનેક કારણોસર વર્ક ઇન પ્રોગ્રેસની સ્થિતિમાં છે. પ્રથમ, એક સામાન્ય સમજૂતી એવી છે કે શાસનમાં ઓછી કર શ્રેણીઓ હોવી જોઈએ, કેટલાક એકસરખા દરની અને અન્ય બે કે ત્રણ દર લાગુ પાડવાની દલીલો કરે છે. મહેસૂલ ઉત્પાદકતામાં સુધારાના આધારે કરના દરના સરળીકરણની સંભાવનાને ધ્યાનમાં લેવાનો નાણા મંત્રીનો સંકેત સ્પષ્ટ કરે છે કે જીએસટી શાસન સ્થાયી થવાને હજુ ઘણી વાર છે. બીજું, રિટર્નનું બંધારણ હજુ સ્થિર નથી. જીએસટી કાઉન્સિલ રિટર્નની ડિઝાઇનમાં ઇન્વોઇસ મેચિંગ માટેની પદ્ધતિ જાળવી રાખવાની આગ્રહી છે. ત્યારે ફરી એકવાર આ બાબત પરના જાહેરનામા સૂચવે છે કે હજુ ઘણા ફેરફારો કસોટીની એરણે છે ત્રીજું, ક્રૂડ પેટ્રોલિયમ, નેચરલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, એવિએશન ટર્બાઇન ઇંધણ, વીજળી, શરાબ યુક્ત પીણા અને ચોક્કસ રીઅલ એસ્ટેટ લેવડદેવડ જેવી અમુક પ્રવૃત્તિઓ જીએસટીની મર્યાદાથી બહાર રહી ગઈ છે. અર્થતંત્ર પર અને આવક પર જીએસટીની અસરનો અંદાજ મેળવવાના પ્રયાસ પહેલાં આ લક્ષણોને ઓળખવા જરૂરી છે. જીએસટી લાગુ પાડતી વખતે તેને અર્થતંત્ર પર તેમજ આવક પર હકારાત્મક અસરના સંકેત હોવાની ધારણા હતી, ત્યારે જીએસટીના સુધારા પુરા થયા પછી જ તેની અસર ધીમે ધીમે થશે.

અર્થતંત્ર તરફ વળવાના સિગ્નલો મિક્સ છે, પરંતુ અસરની આકારણી કરવી તે હજી વહેલું ગણાશે. જીએસટીમાંથી નોટબંધીની અસરને જુદી પાડવાનું મુશ્કેલ છે. ત્રિમાસિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ની વૃદ્ધિમાં ઘટાડો જીએસટીની રજૂઆતથી રિવર્સ થયો છે, પરંતુ લેવલ્સ નોટબંધી પહેલાંના સમયગાળામાં પ્રાપ્ત થયું હતું તેના કરતા નીચા છે. મૂડી નિર્માણમાં થોડીક રિકવરી હોવાનું જણાય છે. આ સૂચકાંકો સૂચવે છે કે અર્થતંત્રની ગાડી ફરી પાટે ચડી રહી છે.

રાજય સરકારો અને કેન્દ્ર સરકાર માટે અત્યાર સુધી જીએસટી રેવન્યૂ ન્યુટ્રલ નથી. કેન્દ્રએ આવકમાં 14% વૃદ્ધિની રાજ્યોને ખાતરી આપી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોટાભાગનાં રાજ્યોની આવકમાં 14% કરતા પણ ઓછો વધારો થયો હોવાથી ટૂંકા ગાળામાં રાજ્યોને પૂરતી આવક પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે. જોકે, કેન્દ્ર સરકાર માટે જીએસટી હજુ પણ રેવન્યૂ ન્યુટ્રલ નથી. જીએસટી વળતર આપવા માટે આવક માટે સેસને રાજ્યોના કોઈ પણ નુકશાન માટે જણાવે છે. જે બતાવે છે કે ખર્ચ જરૂરિયાતો માટે કેન્દ્ર દ્વારા આવકને યોગ્ય ગણવામાં નહીં આવે. વધુમાં, ઈન્ટિગ્રેટેડ જીએસટી હેઠળ નોંધાયેલ આવક રાજ્યોને આભારી છે, જ્યારે આયાતી ડીલર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરે છે. જો આ બે પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે તો, છેલ્લા 12 મહિનામાં કેન્દ્ર સરકારને મળેલી મહેસૂલ જીએસટીની રજૂઆત પહેલાના 12 મહિનામાં મળેલી આવક સાથે મેળ ખાતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો, ફિટમેન્ટ સમિતિ દ્વારા કરવેરા દરના સાવચેત કેલિબ્રેશન સાથે ઓછામાં ઓછી મહેસૂલ કામગીરીના સંદર્ભમાં તો જીએસટી રેવન્યૂ ન્યુટ્રલ નથી.

જીએસટીથી અપેક્ષિત મહત્વની અસરો પૈકીની એક અર્થતંત્રનું ઔપચારિકરણ(ફોર્મલાઇઝેશન) છે. જીએસટીની ડિઝાઇન એટલે વધુ વ્યાપક વેલ્યુ એડેડ ટેક્સ. તેની અપેક્ષા ફોર્મલ સેક્ટરમાં રહેવા માટે અર્થતંત્રના મોટા સેગમેન્ટને પ્રોત્સાહન પૂરું પાડવાની છે. અર્થતંત્રનું ઔપચારિકરણ સંભવતઃ બે સ્વરૂપો ધારણ કરી શકે છે, તેમાં ઇન્ફોર્મલ એકમો ફોર્મલ અર્થતંત્રનો ભાગ બનવાનું પસંદ કરે છે અથવા વૈકલ્પિક રીતે, ઇન્ફોર્મલ એકમોની માંગનું સ્થાન હવે ફોર્મલ એકમો લઈ રહ્યા છે. અર્થતંત્રમાં વ્યકિતઓ માટે પાછળના કરતા આગળના ઓછા વિક્ષેપકારક હશે. અહીં એક મહત્ત્વની જોગવાઈ રિવર્સ ચાર્જ પદ્ધતિ છે. નોંધણી વગરના સપ્લાયરો પાસેથી મેળવેલા પુરવઠાઓ માટે રજિસ્ટર્ડ સપ્લાયરોએ આવા સપ્લાયરોને જાહેર કરવા અને કરવેરા વસૂલવાની અપેક્ષા રાખવી પડે છે અને ક્રેડિટનો દાવો કરતા પહેલા સરકારને તે ચૂકવણી કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, આવા વ્યવહારો પર આ જોગવાઈ પાલનની જરૂરિયાતોને સપ્લાયર પાસેથી ખરીદદારને સ્થાનાંતરિત કરે છે. તે કાં તો સપ્લાયર્સને રજીસ્ટર કરવા માટે અથવા વધારાની જોગવાઈઓના ભારને ટાળવા ખરીદદારોને તેમની પ્રાપ્તિ સિસ્ટમને બદલવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. ખાસ કરીને નાના સપ્લાયરો દ્વારા જીએસટી સાથેની કમ્પ્લાયન્સ કિંમત ઊંચી હોવાનું મનાય છે, આ જોગવાઈ હકીકતમાં ઇન્ફોર્મલ સપ્લાયરોને દુર કરીને ફોર્મલાઇઝેશનમાં પરિણમી શકે છે.

નોંધાયેલા આવકમાં વધારો કર્યા વગર નોંધાયેલા કરદાતાઓની સંખ્યા અને રજિસ્ટર્ડ કરદાતાઓની સંખ્યાના સ્વરૂપમાં જીએસટી કમ્પ્લાયન્સના પાલનમાં કોઈ સુધારો એ હકીકત દોહરાવે છે કે જીએસટીનું કાર્ય પ્રગતિમાં છે. કમ્પ્લાયન્સની કિંમતને ઘટાડવાના માર્ગો ફંફોસીને જીએસટી કાઉન્સિલે અર્થતંત્રના વ્યાપક હિતમાં આ મુદ્દે રિવિઝિટ કરવી જોઈએ.

Back to Top