યુદ્ધવિરામ અને અવાસ્તવિક ગઠબંધનનો અંત આણીને ભાજપે તેના બહુમતવાદી એજન્ડાનો મંચ તૈયાર કર્યો છે.
વર્તમાન દિવસોમાં કાશ્મિર અંગેની જુદા જુદા પ્રકારની બે કલ્પનાઓની દફનવિધિ જોવા મળી છે. પરસ્પર શંકા સાથે લાદવામાં આવેલા યુદ્ધવિરામ ઉઠાવી લેવાયો અને સામસામી વિચારધારાનું રાજકીય ગઠબંધન તુટી ગયું. જોકે રમાદાનનો મહિનો પૂરો થતાં જ કાશ્મીરના અગ્રણી પત્રકાર અને આગેવાન સુજાત બુખારીની ઘાતકી હત્યા થઈ એમાં કોઈ શંકા નથી. કે નથી યુનાઈટેડ નેશન્સ દ્વારા કાશ્મીરમાં માનવ અધિકારો અંગેનો સૌપ્રથમ વાસ્તવિક અહેવાલ વિશે શંકા. જો કે ભારત સરકારે તેને નકારવાની બેશરમી બતાવી છે.
કાશ્મીરમાં સીઝફાયરને કોઈ નામ આપી શકાય તેમ નહોતું. ભારત સરકારે "સીઝ-ઓપ્સ(યુદ્ધવિરામ)" વિકલ્પ અપનાવવાનું વલણ અપનાવ્યુ હતું. જે ટૂંકા ગાળા માટે સખ્ત કાર્યવાહીની અવેજીમાં થોડું હળવું હતું. કામચલાઉ યુદ્ધવિરામની આ જાહેરાત જમ્મુ કાશ્મીરના મુસ્લિમ-બહુમતી લોકો માટે રમાદાનનો મહિનો શરૂ થયો તે દિવસથી લાગુ પાડવામાં આવી હતી. આ સદ્દભાવ દર્શાવાયો તેના થોડા દિવસો પહેલા જ ભારતીય સેનાના વડા જનરલ બિપીન રાવતે રાજકારણથી અળગા રહેવાના સિદ્ધાંતોની અવગણના કરીને સ્ટ્રેટેજીના નામે પોતાના મનની વાત કરી હતી. જનરલ રાવતે કહ્યું હતું કે, કાશ્મીરની સ્ટ્રેટેજી યુવાનોને સમજાવીને "તેમને કદી મળવાની નથી તે આઝાદી"ના માર્ગેથી પાછા વાળવાની હતી. રાજ્યમાં વધેલી હિંસાનું કોઈ પરિણામ મળ્યુ નહોતું. આતંકવાદીઓની નવી ભરતી થઈ રહી હતી, પરંતુ તેમની બધી ઇચ્છાઓ મનમાં જ રહી જશે અને સૈન્ય તે બધાને ઠેકાણે પાડી દેશે.