ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

એટ્રોસિટીનો ઓચ્છવ

દલિતો વિરુદ્ધના અત્યાચારોના અપરાધીઓ હવે "કલાત્મક" કલ્પના બની રહ્યા છે.

 

10 જૂનના રોજ, બે કિશોર દલિત છોકરાઓને નગ્ન કરીને માર મારતો એક વીડિયો મહારાષ્ટ્રના રાજકીય રીતે હાઇ-પ્રોવલ ગણાતા જલગાંવ જિલ્લાના એક ગામમાંથી સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. છોકરાઓ ઉપર ગાળો બોલીને હુમલો કરવાનું કારણ માત્ર એટલું હતું કે તેઓ મહારાષ્ટ્રની એક વિમૂક્ત જાતિના વ્યક્તિની માલિકીના કુવામાં નહાતા જોવા મળ્યા હતા. ગુનેગારોની સામાજિક પશ્ચાદભૂ સિવાય આ ઘટના 2016ના ઉના કાંડ જેવી જ છે. ફરક એટલો કે ઉનાકાંડમાં ઉજળિયાત વર્ણના યુવકોનું ટોળાએ દલિતોને ઢોર માર માર્યો હતો. બન્ને કિસ્સાઓમાં, અપમાનજનક દૃષ્ટિકોણનો હેતુ સાધવા દલિતના શરીરને માધ્યમ બનાવીને તેમને પ્રતાડિત કરતો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. બંને કિસ્સામાં તેઓ અસભ્ય કૃત્યોના કાયદાકીય પરિણામોથી બેપરવાહ હતા. જોકે, જલગાંવ કેસ ગુજરાતની સરખામણીએ એ રીતે અલગ છે તેમાં એટ્રોસિટી આચરનારાઓ સામાજિક અર્થમાં હિંદુ જાતિ પ્રણાલીના નથી.

અપેક્ષિત રીતે જ મહારાષ્ટ્ર સરકાર અને તેના સમર્થકોને જલગાંવની ઘટનામાં કોઈ જાતિ તત્વ દેખાતું નહોતું. જોકે પોલીસે આરોપીઓ સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 હેઠળ કાર્યવાહી કરી. વાસ્તવમાં, નુકસાન ખાળવા માટે રાજ્ય સરકારે ઘટનામાં જાતિની ભૂમિકાને અવગણવા માટે બે વ્યૂહરચનાઓ અપનાવી હોવાનું જણાય છે. પ્રથમ, કેટલાક જાણીતા સરકારના લોકો અને કેટલાક સ્થાનિક પત્રકારોએ એમ કહીને જાતિનો એકડો કાઢી નાખવા માગે છે કે ગુનેગારોના વિકૃત માનસ તેમને આ કૃત્ય કરવા તરફ દોરી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, સરકારના ટેકેદારોએ આમા વ્યક્તિગત વિકૃત્તિની આડશે જાતીય સતામણીના તત્વને હળવું કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ આવા સામાજિક અપરાધ પાછળના સંભવિત કારણ કે હેતુને ધ્યાને લેવાનો ઇન્કાર કરે છે. એ ખરુ કે એટ્રોસિટી પાછળનો માસ્ટરમાઇન્ડ ઔપચારિક રીતે જાતિના માળખામાંથી જ આવતો હોય તે જરૂરી નથી, છતાં તે બહારથી જાતિનો આધાર મેળવે છે. તેના કારણે આરોપીની સભાનતા વધે છે અને તે દલિતો વિરુદ્ધ ગુસ્સાની તીવ્રતા માટે શિક્ષાત્મક બળને ઉમેરે છે. આ તત્વ તરૂણોને અમાનુષી ત્રાસ આપતા ગુનેગારના કિસ્સામાં હાજર જોવા મળ્યુ હતું.

Dear Reader,

To continue reading, become a subscriber.

Explore our attractive subscription offers.

Click here

Back to Top