ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

કાવતરું ઘડવું

મોદીને મારી નાખવાના કાવતરાએ ભાજપ માટે અનુકુળ રાજકીય મેદાન તૈયાર કરી આપ્યું છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

પાંચ મહિનાની મથામણ પછી 6 જૂન 2018ના રોજ પૂણે પોલીસે ભીમ કોરેગાંવ કેસને સંબંધિત મુંબઇ, નાગપુર અને દિલ્હીમાંથી સીલસીલાબંધ ધરપકડો કરી હતી. પાંચેય આરોપીઓ સુદીર ધવળે, સુરેન્દ્ર ગાડલીંગ, શોમા સેન, મહેશ રાઉત, અને રોના વિલ્સન હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટ છે અને તેમની ધરપકડ એલ્ગર પરિષદ સાથેની સંડોવણી સબબ કરવામાં આવી હતી. પોલીસના દાવા પ્રમાણે, એલ્ગર પરિષદ બીમા કોરેગાંવના દ્વિ-શતાબ્દિ મહોત્સવમાં હિંસા માટે ઉશ્કેરણી કરવા માટે જવાબદાર હતી. પોલીસે એવો પણ દાવો કર્યો હતો કે આ "શહેરી માઓવાદીઓ" કથિતપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને "મારી નાખવાની યોજના"માં ભાગીદાર હતા. આ રાજકીય ગતિવિધીમાં ધરપકડનો સમય, ટાર્ગેટ અને અવ્યવસ્થિત ઘટનાક્રમ સૂચવે છે કે ભાજપ એક તિરથી અનેક નિશાન સાધવા માંગે છે.

એવું લાગે છે કે આ હાઇ-વોલ્ટેજ રાજકીય ડ્રામા મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં વર્તમાન એનડીએ સરકાર માટે બાકી રહેલા ઓછા કાર્યકાળ ઉપર સવાર થવાનો આ યોગ્ય સમય છે. ચૂંટણી પહેલાના વર્ષે ભીમા કોરેગાંવમાં હિંસા સાથે મહારાષ્ટ્રમાં વ્યાપક દલિત વિરોધ અને જુલમના દ્રશ્યો બહાર આવ્યા હતા.  માર્ચમાં શિડ્યુલ્ડ કાસ્ટ એન્ડ શિડ્યુલ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટિઝ) એક્ટ, 2005ના "દુરુપયોગ"ની તપાસ કરવાના સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે રાષ્ટ્રવ્યાપી વિરોધના પગલે એવું લાગતું હતું કે દલિતો ભાજપમાંથી સાવ વિમુખ થઈ ગયા છે.

ભાજપના તાજેતરના લક્ષ્યાંકોમાં હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટો, હરીફ રાજકીય પક્ષો અને સરકાર વિરુદ્ધ ઉભા થઈ રહેલા દલિત અત્યાચારો છે. ડાબેરી વિદ્યાર્થી પાંખોની રાજનીતિને બેઆબરૂ કર્યા પછી ભાજપનું બીજું લક્ષ્ય ભાજપના મજબુત વિરોધી ટીકાકાર ડાબેરી નાગરિક સંગઠનો હોય એમ લાગે છે. ભીમા કોરેગાંવ એ તો એક બહાનું છે, હકીકતમાં પાંચ આરોપમાંથી ચારનો ભીમા કોરેગાંવની ઘટના સાથે કોઈ સંબંધ નથી. કથિત હત્યાના પ્લોટની વિગતો સાથેના પત્રમાં "પુરાવા"ને ફંફોસવા ખેદજનક છે. આટલું પુરતુ નહોતું તે ભાજપે એક ડગલું આગળ વધીને ભાજપની વર્તમાન દુર્દશામાં જવાબદાર વિપક્ષોના ગઠબંધનની ભુમિકા હોઈ, ભાજપે વિપક્ષ દ્વારા "માઓવાદીઓ"નો સરકાર વિરુદ્ધ ઉપયોગ કરાઈ રહ્યો હોવાનું કહ્યું. નાણા પ્રધાન અરુણ જેટલીએ તો "એક્ટિવિસ્ટોના નકાબ"માં ભૂગર્ભ ચળવળની "હાફ માઓઇસ્ટ (અડધા માઓવાદીઓ)"ની નવી શ્રેણીની કલ્પના રજુ કરી છે. નાણાપ્રધાન લોકશાહીને સમર્થન આપવાની વાત કરે છે પરંતુ દેખીતી રીતે તો તેની ઉપેક્ષા કરે છે. અનલોફૂલ એક્ટિવિટિઝ (પ્રિવેન્શન) એક્ટ, 1967 હેઠળ આ અન્યાયી ધરપકડનો હેતું પણ સરકાર વિરુદ્ધની દલિત/આમ્બેડવાદી બૌદ્ધિકો અને નેતાઓની અગ્રણી ઝુંબેશોને ડરાવવાનો છે.

ભાજપની વર્તમાન વ્યૂહરચના એ કંઈ નવી નથી. 2006માં મહારાષ્ટ્રના ખૈરલાંજીમાં દલિત પરિવારના સભ્યોની હત્યા અને બળાત્કાર બાદની ચળવળને દલિત વિરોધી અને ન્યાયની માંગ સાથેના માઓવાદી ષડયંત્ર ગણાવી ન્યાયની માંગ કરવામાં આવી હતી. દલિત પ્રતિકારને બિનકાયદેસર ગણાવવાની યુક્તિ એ છે કે દલિતોની શ્રદ્ધાને છેહ આપીને તેને વારંવાર લોકશાહી અને બંધારણીય સંદર્ભોના હવાલે અન્યાયના સૌથી મોટા ચહેરા તરીકે ચિતરી દેવો. પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ પરના સર્વોચ્ચ અદાલતના ચુકાદાને જોડીને કોઈ ફક્ત એવો નિષ્કર્ષ તારવી શકે છે કે દલિતો ન્યાયિક માધ્યમો દ્વારા અથવા જાહેર વિરોધ દ્વારા ન્યાય મેળવવામાં માનતા નથી. એવા કિસ્સામાં, મોટાભાગના દલિતો રાષ્ટ્ર વિરોધી બની જાય છે અને આપણે દલિત વિરોધી રાષ્ટ્રની ઉજવણીમાં ગુલતાન બની જઈએ છીએ અને એમ જ તો હતું.

ભીમા કોરેગાંવ ભાજપ માટે પાણી પહેલા પાળ બાંધવાની ક્ષણો હતી. પૂણેમાં ભીમ કોરેગાંવની જયંતી (ઇપીડબ્લ્યુ, 6 જાન્યુઆરી 2018)ની પહેલા એલ્ગર પરિષદમાં ડાબેરી સુધારાવાદી પરિબળો દ્વારા ભાજપના શાસનને "નવી પેશવાઈ" તરીકે રજુ કરાયું અને  તે એક શક્તિશાળી રાજકીય રૂપક છે. જેનો ઉપયોગ નીચલી જાતિઓની રેલીઓને હિન્દુત્વવાદી પરિબળો સામેની ગણાવવામાં થઈ શકે છે. મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં, જાતિવિરોધી ચળવળ અને કાઉન્ટરકલ્ચરનો ઇતિહાસ ઘણો લાંબો રહ્યો છે. આ રૂપક સંઘ પરિવારના ભાગ્ય પર અવળી અસર કરી શકે છે અને દેશના અન્ય ભાગોમાં ફેલાય એમ પણ બને. ભીમા કોરેગાંવ પછી સરકારે જેમ જ્વાળાઓને ઠારવાનો પ્રયાસ કર્યો તેમ આંબેડકરવાદી જૂથો અને પક્ષો ફરી સજીવન થયા અને તે મહારાષ્ટ્રના રાજકારણના કેન્દ્રમાં આવી બેઠા. વધુમાં,  ટોળાની હિંસાના કેસમાં દલિતોને ઢસડીને શાસક પક્ષ હિન્દુત્વવાદી જૂથોની ભૂમિકા હિંસાને ઉત્તેજન આપવાની હતી એવું છુપાવવા માંગે છે. ભીમા કોરેગાંવ હિંસાના કથિત માસ્ટર માઇન્ડો સંભાજી ભીડે અને મિલિંદ એકબોટની ધરપકડની સામે મુંબઈ અને કોલ્હાપુરમાં છેલ્લાં બે મહિનામાં મોટી રેલીઓ અને પ્રતિ-રેલીઓ જોવા મળી છે. આમ અહી તેની પાછળની અંતિમવાદીઓ અને એન્ટિ-સ્ટેટ ચળવળનો પ્રચાર કરીને ભીમા કોરેગાંવની બહાર એ વિચાર ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આંતરિક ટેન્શન ઉભુ કરીને દલિત ગુસ્સામાં કાણું પાડી દેવું.

મુખ્યપ્રવાહના માધ્યમોમાં ટ્રમ્પ્ડ-અપ હિસ્ટિરિયા હોવા છતાં, "મોદીને મારી નાખવાના પ્લોટ"થી ભાજપને અપેક્ષા પ્રમાણેની સહાનુભૂતિ મળી નથી. શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી સહિત માઓવાદીઓ અને વિરોધ પક્ષો આ ધરપકડ અને માનવામાં આવતા ધમકીઓ સામે પડ્યા છે. છેવટે, મોદીના ગુજરાતના મુખ્યમંત્રી કાળના દિવસોથી લઈને જોઈએ તો જ્યારે જ્યારે મોદી મુસીબતમાં સપડાયા ત્યારે દરેક વખતે મોદીને મોતની ધમકીની આવી પિપુડીઓ વગાડવામાં આવી છે. ભાજપે સોશિયલ મીડિયા પર વડા પ્રધાનની હત્યાના કાવતરાના પ્રચારથી છતું થઈ ગયું છે કે પક્ષના લોકોએ જ તેની ટીકા કરી છે. તેનાથી એ પણ છતું થાય છે કે ભાજપ ભાંગીને વન-મેન પાર્ટી બની ગઈ છે જેમાં વ્યક્તિનું પોતાનું સંરક્ષણ એજ પક્ષનું સંરક્ષણ બની ગયું છે.

Back to Top