ઓડિટિંગ ફ્રોડ
સીરિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસે એ જોવું જોઈએ કે સરકાર ખાલી જગ્યાઓ ભરે.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
છેલ્લા 15 વર્ષથી અને એમાય ખાસ 2013થી સીરિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (એસએફઆઇઓ) કેટલાક હાઇ-પ્રોફાઇલ કેસની તપાસ સાથે ભારતની કોર્પોરેટ છેતરપિંડીની અગ્રણી તપાસ એજન્સી તરીકે ઉભરી આવી છે. તેમ છતા પ્રશ્ન એ થાય છે કે કોર્પોરેટ અપરાધોને બેપરદા કરતી આ એજન્સીમાં કર્મચારીઓની અછત કેમ રહે છે? હાલમાં તો સ્ટાફની અછતને કારણે આ સંસ્થાની ક્ષમતાનો એક અંશ માત્ર ઉપયોગમાં લેવાઈ રહ્યો છે.
અપૂરતો સ્ટાફ એ કંઈ સરકારી એજન્સીઓ માટે નવી વાત નથી. પરંતુ એસએફઆઇઓને કંપનીઝ એક્ટ, 2013 હેઠળ વૈધાનિક સત્તા આપવામાં આવી ત્યારથી તેની જવાબદારીઓ વધી ગઈ છે. સંસદ થયેલી પ્રશ્નોત્તરી પરથી માલુમ પડે છે કે એસએફઆઇઓને એપ્રિલ 2014 અને જાન્યુઆરી 2018 વચ્ચે 447 કંપનીઓની તપાસ સોંપવામાં આવી હતી. જે 2003માં આ એજન્સી શરૂ થઈ ત્યારથી કુલ 667 કેસની તપાસના 67% જેટલા થાય છે. એની સામે 2014-15થી તેની સામે મંજૂર થયેલા પદની સંખ્યા 133માં કોઈ વધારો નથી કરાયો અને ઉલટાના એમાય 69 જગ્યા ખાલી છે.
કોર્પોરેટ અફેર્સ (એમસીએ) મંત્રાલય હેઠળ આવતી સીરિયલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ પોતાને "મલ્ટિ-ડિસીપ્લીનરી" સંસ્થા ગણાવે છે જે ફોરેન્સિક ઓડિટીંગ, કોર્પોરેટ લો, ઇન્ફર્મેશન ટેકનોલોજી, કોપિટલ માર્કેટ, ટેક્સેશન અને અન્ય સંલગ્ન ક્ષેત્રે વ્હાઇટ કોલર છેતરપિંડીની તપાસ અને માર્ગદર્શન કરે છે. કોર્પોરેટ ઓડિટ અને ગવર્નન્સ પર નરેશ ચંદ્ર સમિતિની ભલામણોના આધારે 2 જુલાઇ 2003ના રોજ આ સંસ્થાની સ્થાપના અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની એનડીએ સરકારે કરી હતી. ત્યારબાદ મનમોહન સિંહની આગેવાની હેઠળની યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન તેને કંપની એક્ટ, 2013 હેઠળ કાનૂની સત્તા આપવામાં આવી હોવા છતાં, ધરપકડની સત્તા આપતા આ નિયમોને છેક ઓગસ્ટ 2017માં અમલમાં મૂકવામાં આવ્યા હતા. તેની સ્થાપના કાળથી જ એસએફઆઇઓને એક વિશિષ્ટ સંસ્થા ગણવામાં આવી રહી છે. તેમાં અનેકવિધ એક્સપર્ટની જરૂર છે, અને મોટાભાગની ભરતી ડેપ્યુટેશન આધારિત થાય છે, તેમાં વિવિધ સિવિલ સર્વિસ કેડરની કુશળતા જરૂરી છે અને જરૂરી કુશળતા ધરાવતા સલાહકારોની પણ જરૂર છે.
નાણાકીય અસ્ક્યામતો અથવા જાહેર હિતની હિસ્સેદારીને ધ્યાનમાં રાખીને કેસ SFIOને સોંપવામાં આવે છે. તાજેતરના નિરવ મોદી અને મેહુલ ચોકસીના હાઇ-પ્રોફાઇલ કૌભાંડોમાં કથિત પંજાબ નેશનલ બેન્ક સાથેની છેતરપિંડીની તપાસ પણ એસએફઆઇઓને સોંપવામાં આવી છે. છેલ્લા 15 વર્ષોમાં કોર્પોરેટ ફ્રોડના ઘણા હાઇ-પ્રોફાઇલ કેસની તપાસ એસએફઆઇઓ દ્વારા કરવામાં આવી છે. જેમાં 2જી સ્પેક્ટ્રમ ફાળવણી, કિંગફિશર એરલાઇન્સ કેસ, સારદા ચિટ ફંડ કૌભાંડ અને સત્યમ કમ્પ્યુટર્સ છેતરપિંડી એ પૈકીના થોડા નામ છે. આમાંના ઘણા કેસમાં બહારથી બીજુ દેખાતુ હતું પરંતુ એસએફઆઇઓએ શોધી કાઢ્યું છે કે મોટાભાગના અપરાધ ઓડિટર્સ સાથે મળીને આચરવામાં આવ્યા છે. એસએફઆઇઓ રિપોર્ટ 2015 મુજબ, ભારતમાં ટોચની 500 કંપનીઓ પૈકીની ત્રીજા ભાગની કંપનીઓ અને જેમાની ઘણી ટોપ 100માં સમાવેશ પામે છે તે કંપનીઓ તેમના એકાઉન્ટ્સને મેનેજ કરતી જોવા મળી હતી. કેટલાક કિસ્સાઓમાં તો એસએફઆઇઓએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાને તેમાં દોષિત એકાઉન્ટન્ટ સામે પગલા ભરવાની સલાહ આપી હતી. એ વાતથી આપણને આશ્ચર્ય ન થવું જોઈએ કે જ્યારે જ્યારે કોર્પોરેશનો અને ઓડિટર્સ ભેગા મળ્યા ત્યારે યુએસ અને દુનિયાના નાણા ક્ષેત્રે તેજી આવી છે. 2007-08ની વૈશ્વિક નાણાકીય કટોકટી તેનું ઉદાહરણ છે જેમાં કંપનીઓના ઓડિટ રિપોર્ટ્સ મજબુત હતા અને કંપનીઓ અસ્થિપિંજર જેવી મળી આવી હતી.
આનો એકમાત્ર ઉપાય એ છે કે સ્વતંત્ર અને સુવિધા સાથેની એસએફઆઇઓ કોર્પોરેટ ગ્રીડ અને ઓડિટર્સના મેળાપીપણા ઉપર નજર રાખે અને તેમની પાસે કાયદાનું પાલન કરાવે અને સાથે રિટેલ રોકાણકારો અને જાહેર જનતાના હિતોનું રક્ષણ કરે. આ માટે આવી તપાસો કરી શકે તેવા નિષ્ણાતો જોઈએ. એસએફઆઇઓમાં ખાલી જગ્યાઓ માટે એક ખુલાસો એવો કરવામાં આવે છે કે આ પ્રકારના કામના અનુભવી અને કુશળ કર્મચારીઓની અછત છે. કેસોની સંખ્યામાં થઈ રહેલો વધારો જોતા એસએફઆઇઓએ ડેપ્યુટેશન આધારિત ભરતી પ્રણાલીથી ઉપર ઉઠીને ફૂલ ટાઇમ, વિશેષ તાલીમ મેળવેલા કર્મચારીઓની ભરતી કરવાની જરૂર છે. ખાનગી ક્ષેત્રની જુદી મુશ્કેલીઓ છે. ખાનગી ક્ષેત્રે મોટી ઓફરો, કોન્ફ્લીક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, એમ્પ્લોટર્સ પ્રત્યેની નિષ્ઠા જેવી બાબતો જોડાયેલી હોઈ, પગાર ધોરણમાં ઘણો ફરક પડે છે. એસએફઆઈઓની કાયમી કેડર બનાવવા માટે તેમને ડેપ્યુટેશન પ્રણાલીથી દૂર કરવાની વાત થઈ હતી પણ હજુ તેમ થયું નથી. વીરપ્પા મોઇલીની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટી ઓન ફાઇનાન્સ (ડિસેમ્બર 2017માં 33મો રિપોર્ટ અને માર્ચ 2018માં 59મો રિપોર્ટ)કહે છે, "જાણવા મળ્યું હતું કે ભરતી નિયમોના ફાઇનલાઇઝેશન હોવા છતાં ઝડપી કેસ નિકાલની ક્ષમતા મેળવવા સંસ્થામાં બહુ જગ્યાઓ ખાલી છે.” કાયમી કેડર બનાવવાની ખરેખર જરૂરિયાત છે, એટલે મંજુર ખાલી જગ્યાઓ એ રીતે ભરાવી જોઈએ.
ભરતી પ્રણાલીઓથી એસએફઆઇઓમાં વધુ જગ્યાઓની ભરતી થવાની ખાતરી મળતી હોય તો પણ ઓછા સ્ટાફની સમસ્યાથી પિડાતી અન્ય એજન્સીઓ પણ છે. દાખલા તરીકે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ). વિશેષ કેડર સાથેની ખૂબ જૂની સંસ્થા હોવા છતા તેમાં પર્યાપ્ત પ્રશિક્ષિત કર્મચારીઓની અછત છે. માર્ચ 2017 સુધીમાં સીબીઆઇમાં મંજુર 7,274 જગ્યાઓ પૈકી 20% કરતા વધુ જગ્યાઓ ખાલી છે.
સ્પષ્ટપણે જ સ્ટાફની અછતની સમસ્યા રાજકીય ઇચ્છાશક્તિના અભાવનો જ એક ભાગ છે. જે સરકાર નાણાકીય ઘોટાળા અને ભ્રષ્ટાચારને ગંભીરતાથી લેવાનો દાવો કરે છે તે તેના માટે જરૂરી એની એસએફઆઇઓ અને સીબીઆઇ જેવી મુખ્ય તપાસ સંસ્થાઓને સરખી કરવા પુરતા પગલા ભરતી નથી તે એક વિચિત્રતા છે.