ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

હત્યાકાંડનું એન્કાઉન્ટરમાં ખપી જવું

ગઢચિરોલીમાં "વિકાસ" અને "માઓવાદીઓ" ની ઠંડા કલેજે સામુહિક હત્યા

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

22 એપ્રિલની સવારે મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લાના ભામરગઢ તાલુકામાં બોરિયા અને કસનસુર ગામ વચ્ચે ક્યાંક માઓવાદીઓના એક જૂથની છાવણી હતી, તેમાં કેટલાક નાસ્તો કરી રહ્યા હતા જ્યારે બાકીના આરામ કરતા હતા. આ છાવણીની ટીપ મળતા જ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને બેરલ ગ્રેનેડ લોન્ચરોથી સજ્જ સી-60 કમાન્ડોના મોટા દળે માઓવાદીઓની ફરતે ઘેરો ઘાલ્યો અને અંધાધૂંધ ગોળીબાર કરીને બધાને મોતને ઘાટ ઉતારી દેવાયા. પોલીસે દાવો કર્યો છે કે એન્કાઉન્ટરમાં 16 માઓવાદીઓને ઠાર માર્યા ગયા છે. ઘટનાસ્થળે પસંદગીના પત્રકારોના એક જૂથને લઇ જવામાં આવ્યુ હતું જેમણે વફાદારીપુર્વક અધિકૃત વર્ણન કર્યું. પછીના દિવસે, પોલીસે દાવો કર્યો કે એન્કાઉન્ટરમાં વધુ છ માઓવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ વખતે જમલગટ્ટાના જંગલોમાં રાજારામ ખંડોલામાં ઓપરેશન હાથ ધરાયું હતું. પછી, 24 એપ્રિલે પોલીસે જાહેર કર્યું કે તેમને ઈન્દ્રાવતિ નદીમાંથી 15 મૃતદેહો મળી આવ્યા છે, જે 22મી એપ્રિલે થયેલા અન્ય એક એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા માઓવાદીઓના હતા. ત્યારબાદ નદીમાંથી ત્રણ વધુ મૃતદેહો મળી આવ્યા. આમ બે એન્કાઉન્ટરમાં કુલ 40 "માઓવાદીઓ" માર્યા ગયા હતા. "એન્કાઉન્ટર સ્પેશિઆલિસ્ટો"માટે એવોર્ડ્સ અને બઢતીઓ પાક્કી હોઈ ઉજવણીનો પ્રસંગ હતો!

વિદ્રોહ-શામકો ઇરાદાપૂર્વક લડવૈયાઓ અને બિન-લડવૈયાઓ વચ્ચેનો ભેદ ભૂંસે છે. માઓવાદીઓ કહે છે કે મૃતકોમાંથી ફક્ત 22 જ તેમના કેડર હતા. વધુમાં પાછળથી કેટલાક વાલીઓએ પોતાના સંતાનો ગુમ થયાની ફરીયાદો દાખલ કરી ત્યારે 21 એપ્રિલની રાત્રે પ્રકાશમાં આવ્યું કે ગેટીપ્લ્લી નામના ગામમાંથી આઠ જુવાન પુરુષો અને સ્ત્રીઓ કસનસુર લગ્નમાં ભાગ લેવા જતા હતા, તેમને ઉઠાવીને પોલીસ દ્વારા મારી નાખવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે તેમના મૃતદેહોને પછીથી મૃત માઓવાદીઓ સાથે ભેળવી દેવામાં આવ્યા હતા અને તે બધા 22 એપ્રિલના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા હોવાનું દર્શાવ્યું હતું. જેમને એક એન્કાઉન્ટરમાં ગોળી મારીને ઠાર કર્યાનો પોલીસે દાવો કર્યો હતો તેવા એક મૃત માઓવાદી નેતાના પિતાએ તેના પુત્રના શરીર પર ઊંડી કુહાડીના ઘા જોયા. આ ક્રૂરતા અને નિર્દયતાને સૂચવે છે, પરંતુ શાસકપક્ષને તેની ફિકર નથી.

શાસકપક્ષને તો વાસ્તવમાં એ ફિકર છે કે મોટા ઉદ્યોગોને તેના ખાણકામના પ્રોજેક્ટ્સમાંથી નફો કરવા જોઈએ અને નફાનો ભાગ જેમણે પ્રોજેક્ટને મેળવવા માટે દલાલ તરીકે કામ કર્યું છે તેવા રાજકીય નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓને મળવો જોઈએ. માદિયા ગોંડસ અને અન્ય વનવાસીઓ ખાણકામ કરવા માંગતા નથી. કારણ કે તેનાથી તેમની પહાડીઓ, જંગલો અને નદીઓનો નાશ થાય છે અને મૂડીવાદીઓ તેમની સંસ્કૃતિને પણ ભૂંસી નાખે છે. તેઓ તો ઇચ્છે છે કે નાની જંગલ પેદાશો પર આધારિત નાના પાયે ઉદ્યોગોનો વિકાસ થાય અને આવા ઉદ્યોગો તેમની ગ્રામ સભા દ્વારા સંચાલિત થવા જોઇએ. તેઓ સ્કેડ્યુલ્ડ ટ્રાયબ્સ એન્ડ અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ (રિકોગ્નિશન ઓફ ફોરેસ્ટ રાઇટ્સ) એક્ટ, 2006 અને પંચાયત(અનુસૂચિત વિસ્તારોમાં વિસ્તરણ) એક્ટ, 1996 અમલમાં મૂકવાની જોગવાઈઓ ઇચ્છે છે. આ ઉપરાંત, તેઓ ઇચ્છે છે કે કહેવાતા વિકાસના પ્રોજેક્ટ્સ માટે જંગલોને કાપવાની દરખાસ્ત હોય ત્યારે, તેમની ગ્રામ સભાઓની આગોતરી સંમતિ મેળવવી. પરંતુ, તેના બદલે, જ્યારે તેઓ સામૂહિક રીતે આવા અધિકારોની માગ કરે છે ત્યારે તેમના સ્થાનિક નેતાઓ પર ખોટા આરોપો અને કેસો કરવામાં આવે છે અને તેમને રાજ્યમાં હિંસા ફેલાવનારા ગણવામાં આવે છે. જ્યારે તેઓ તેને પડકારે છે ત્યારે તેમને માઓવાદીઓ ઠરાવી દેવામાં આવે છે અને ખાણકામના પ્રોજેક્ટ્સના હિતોની રક્ષા કરવા માટે જંગલો લશ્કરીકરણનો અડ્ડો બની જાય છે.

લોઇડ મેટલ્સે 2007માં ગઢચિરોલીમાં માઇનિંગ લીઝ મેળવી ત્યારે ખાણકામ પ્રોજેક્ટ્સ સામે લોકોએ પ્રતિકાર કર્યો હતો અને પ્રોજેક્ટને ઉખાડી ફેંક્યો હતો. ખાણકામ માટે ઘણાં કારોબારની દરખાસ્તો આવી હતી, ગોપાણી આયર્ન એન્ડ પાવરને વન સલાહકાર સમિતિ દ્વારા ખાણકામની લીઝની ભલામણ કરવામાં આવી હતી. જેને એક વર્ષ પહેલાં પર્યાવરણ, વન અને ક્લાયમેટ ચેંજ મંત્રાલયે ભલામણ કરી હતી. મડિયા ગોડની પવિત્ર જગ્યા સુરજગઢ હિલ્સ પણ બચી નથી. આ ટેકરીઓ મડિયા દેવ ઠાકુરદેવનું પવિત્ર નિવાસસ્થાન હોવાની માન્યતા છે અને તેની સાથે સ્થાનિક સ્વાતંત્ર્યવિરોની યાદગીરીરૂપ આ ટેકરીએ 1857માં સ્વાતંત્ર્યવિરોને આશરો આપ્યો હતો, તેની સાથે સ્થાનિક આદિવાસી સ્વાતંત્ર્યસેનાની બાબુરાવ શેડમાકેની યાદ જોડાયેલી હોવા છતા તે બચી નથી. આદિજાતિ લોકો ખાણકામની સાઇટ્સને તેમના નિવાસસ્થાન પરના "ઊંડા લાલ ઘા" તરીકે જુએ છે, જેનાથી સાંસ્કૃતિક અને ઇકોલોજિકલ પતન, ખોરાક અને પાણીની અછત અને આર્થિક જીવન ટકાવી રાખવાનો ખતરો સર્જાય છે.

કોમોડિટી ફેટિશિઝમ દ્વારા આ બધી બાબતોને હડસેલીને સત્તાતંત્ર "ઊંડા લાલ ઘા" ને નકારે છે અને મડિયા ગોંડને રજુ કરે છે. ગૃહ મંત્રાલયનો "ડાબેરી વિગ્રહ ઉગ્રવાદ વિભાગ" એવો દાવો કરે છે કે "માઓવાદીઓ એલડબલ્યુઇ [ડાબેરી ઉગ્રવાદી] અસરગ્રસ્ત વિસ્તારોમાં નિર્દોષ લોકોને, સ્થાનિક વસ્તીને ગેરમાર્ગે દોરે છે અને લલચાવે છે." અને તેથી એસ્ટાબ્લીશમેન્ટને તેની "અંબ્રેલા સ્કીમ સ્કીમ ઓફ મોર્ડર્નાઇઝેશન ઓફ પોલીસ ફોર્સ"ના ભાગરૂપે તેમજ "મીડિયા પ્લાન સ્કીમ" પણ ગણાવે છે. આ માઓવાદીઓને કારણે "એલડબલ્યુઇ પ્રભાવ હેઠળ દેશના ઘણા વિસ્તારોમાં વિકાસની પ્રક્રિયાઓ દાયકાઓ પાછળ ધકેલાઈ છે. નાગરિક સમાજ અને માધ્યમો દ્વારા તેને ઓળખવાની જરૂર છે." સત્તાતંત્ર તો ઠીક, કમાન્ડોની સાથે મીડિયાના વિભાગોએ પણ એપ્રિલમાં ગઢચિરોલીમાં "માઓવાદીઓ"ના ઠંડા કલેજાના સામુહિક હત્યાકાંડની ઉજવણી કરી હતી. આ તમામની વચ્ચે "વિકાસની પ્રક્રિયા" દાયકાઓથી એલડબલ્યુના પ્રભાવ હેઠળ "ઊંડા લાલ ઘા" ને તાજા કરી શકે છે.

Back to Top