ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

'બિનસંકોચક' સંઘવાદ

15માં નાણાં પંચની સંદર્ભની શરતોને મધ્યસ્થતાની જરૂર છે અન્યથા અન્ય રાજ્યો નાણાકીય સત્તા ગુમાવશે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 

ફાઇનાન્સ કમિશન (નાણા પંચ) એક બંધારણીય સંસ્થા છે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંસાધનોનું એક સ્વતંત્ર મધ્યસ્થી છે. કમિશનનું મુખ્ય હાર્દ કેન્દ્રિય કરોનું એવી રીતે વિભાજન કરવાનું છે કે બંધારણની 7મી સુચિ પ્રમાણે કેન્દ્ર અને રાજ્યો તેમની સંબંધિત ખર્ચ જવાબદારીઓ નિભાવે. ભૂતકાળમાં નાણા કમિશને આ ભૂમિકા ભજવી હતી અને એક સંસ્થા તરીકે તેમણે બધા હિસ્સેદારો તરફથી ખૂબ જ આદર મેળવ્યો હતો. ભારતના સંઘીય નાણાકીય માળખામાંની એક મુખ્ય તાકાત તેનું સ્વતંત્ર ફાયનાન્સ કમિશન અને તેની આ દેશની સંઘીયતાને મજબૂત બનાવતી ભૂમિકા છે. કમિશનના આદેશને તેના "સંદર્ભની શરતો" (TOR) દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. 15મું નાણા પંચ (XV-FC)ની TORએ રાજ્યો વચ્ચે ગંભીર શંકા ઊભી કરી છે. 1971ને બદલે 2011ની વસ્તીના ઉપયોગના વિવાદને કારણે કેટલાક રાજ્યોને આવકમાંથી સાવ સામાન્ય હિસ્સો મળી શકે છે, TORનો કેન્દ્ર સરકારની તરફેણમાં ભારે ઝુકાવ થયો છે. જો 15માં નાણાપંચ દ્વારા કોઈ સંતુલિત વ્યૂ અપનાવવામાં ન આવે તો આ TOR દ્વારા આદેશ અને નિયંત્રણના સંબંધમાં પહેલેથી અતિક્રમિત કેન્દ્ર-રાજ્યના સંબંધ નિયંત્રણ અને અંકુશમાં રૂપાંતરિત થઈ જવાની સંભાવના છે. આયોજન પંચ નાબૂદ કર્યા પછીનું આ પહેલું નાણા પંચ હોવાથી કમિશનના આગ્રહવાળા માર્ગ સિવાયનો, કેન્દ્ર અને રાજયના સંસાધનો વિશે એક સર્વગ્રાહી અને સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવવાની જરૂર છે.

સંસાધનો અને ખર્ચના એકંદરે દૃષ્ટિકોણ લેવાની પહેલ 14માં નાણા પંચે (XIV-FC) કરી હતી અને રાજ્યોના બિન-યોજનાકીય અને યોજનાકીય બંને ખર્ચને આવરી લેવા માટે 42 ટકા કરવેરાની હિસ્સેદારીની ભલામણ કરી હતી. એ સમયે, 14માં નાણા પંચના 2015-16 થી 2019-20 સુધીના કેન્દ્રિય નાણાના મૂલ્યાંકનમાં કેન્દ્રિય કામગીરીઓ અને કેન્દ્રિય પ્રાયોજિત યોજનાઓ દ્વારા રાષ્ટ્રીય સ્તરે વિકાસની અગ્રિમતાને લગતી કામગીરી કરવા માટે કેન્દ્રને પુરતા નાણા સ્ત્રોત ફાળવવામાં આવ્યા હતા. જો કે, અભૂતપૂર્વ અધિકૃત આદેશમાં 15માં નાણાપંચને કેન્દ્ર સરકારને ન્યૂ ઇન્ડિયા-2022 સહિત રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમની સતત આવશ્યકતા હોઈ ભલામણ કરાયેલી ટેક્સ ભાગીદારીની અસરની સમીક્ષા કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ન્યૂ ઇન્ડિયા-2022 શું છે? જે સરકારનો કાર્યકાળ 2019માં પુરો થાય છે તે અન્ય કોઈ તેમના વિઝનનો અમલ કરે તે માટે કમિશનને 2022 સુધીના કેન્દ્રિય સ્રોતોને સાચવવા માટે કઈ રીતે કહી શકે? આ ન્યૂ ઇન્ડિયાની પહેલ સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં કેન્દ્રિય યોજનાઓનું વિસ્તરણ પણ કરી શકે છે. વધુમાં, રાજય સરકારો કેન્દ્ર અને રાજ્યોના સંયુક્ત ખર્ચના 58% જેટલો ખર્ચ કરવાનો અધિકાર ધરાવે છે તેવી ફેડરલ સિસ્ટમમાં રાજ્યોના સ્ત્રોતોને કાપીને શું કોઈપણ રાષ્ટ્રીય વિકાસ એજન્ડા સેટ કરી શકે છે? TORની અસર ઉગ્ર અને સ્પષ્ટ છે. કેન્દ્ર સરકાર વધુ પડતી નાણા સ્વાયત્તતાની પ્રક્રિયાને ઉલટાવી શકે છે અને રાજ્યના સાધનો અને કાર્યો પર વધુ નિયંત્રણ મેળવવા માંગે છે.

રાજ્યોને કલમ 275 રાજ્યોની હિસ્સા પછીની રાજ્યોની પોસ્ટ-ડિવોલ્યુશન નાણા ખાધને પુરવા માટેનું એક હથિયાર પુરુ પાડે છે. ફરજિયાત છે કે, "કમિશન પરીક્ષણ કરી શકે છે કે પોસ્ટ-ડિવોલ્યુશન ખાધ ગ્રાન્ટ આપવામાં આવે કે નહી." હકીકતે કમિશને પોસ્ટ-ડિવોલ્યુશન ખાધ ગ્રાન્ટને દૂર કરવાનો નિર્ણય કરી લીધો છે તો રાજ્યોના હિસ્સા પછીની ખાધને પુરવા માટે કઈ વૈકલ્પિક પદ્ધતિ અપનાવવામાં આવશે? આ TOR અસરકારક રીતે સૂચન કરે છે કે કમિશને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે ટેક્સ ડિવોલ્યુશન(કર વિલંબન) પછી કોઈ રાજ્યને ખાધ પડવી જોઈએ નહીં. આ રીતે રાજ્યોની મહેસૂલ અને ખર્ચ જરૂરિયાતોના તેના અવાસ્તવિક અંદાજને ઠીક કરવા કમિશનને ફરજ પાડવામાં આવે છે.

TOR ભારે માત્રામાં શરતી બની રહી છે. TOR(7) મુજબ, વિવિધ ક્ષેત્રે સરકારના અનુકુળ સ્તરે કમિશન વિવિધ ક્ષેત્રોમાં રાજ્યો માટે માપી શકાય તેવા પર્ફોર્મન્સ આધારિત ઇન્સેન્ટિવ્સ પ્રસ્તાવિત કરવાનું વિચારી શકે છે. આ સંદર્ભમાં સંખ્યાબંધ પ્રશ્નો ઊભા થાય છે. શું કમિશનને રાજ્યોની કામગીરીનું મૂલ્યાંકન કરવાનો અને ઇન્સેન્ટિવ્ઝ આપવાનો અધિકાર છે? જો કમિશનનો મુખ્ય મત નાણાકીય અને ખર્ચ સંબંધિત અક્ષમતાઓ સુધારવાનો હોય તો ઇન્સેન્ટિવ્ઝ શા માટે? જો ટેક્સ વહેંચણી ઇન્સેન્ટિવ્ઝ આધારિત હોય તો નાણાકીય સમાનતા હાંસલ કરવાની પ્રાથમિક ભુમિકા સાથે ચેડા નહી થાય? જો તે ગ્રાન્ટની પદ્ધતિ દ્વારા કરવામાં આવે તો તેનાથી આપોઆપ ટેક્સ ડિવોલ્યુશનની ગતિ ઘટાડીને શરતી ગ્રાન્ટ માટે નાણા અવકાશ નહી સર્જે? ઇન્સેન્ટિવ્ઝ કે ગ્રાન્ટ હંમેશા બિન-સરકારી કમિશન ગ્રાન્ટ દ્વારા કેન્દ્ર સરકાર આપી શકે છે. TOR (7) દ્વારા કમિશનના કાર્યને શા માટે રોકવું?

છેલ્લે દેવું, ખાધ અને નાણાકીય જવાબદારીનો પ્રશ્ન આવે છે. આ રાજ્યો એકંદરે નાણા બાબતે સમજદાર છે. 2017-18 (બજેટના અંદાજ) માટે બધા રાજ્યોની નાણા ખાધ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના 2.7% છે. તેથી, 15મા નાણા પંચ દ્વારા રાજ્યના દેવાનો કોઈ શરતી ઘટાડો થશે તો તેની અસર રાજ્ય-સ્તરીય ખર્ચ પર, ખાસ કરીને વિકાસ ખર્ચ પર થશે. રાજ્યોને નહી પણ કેન્દ્ર સરકારને તેની પૂર્ણ ક્ષમતામાં સુધારો કરવાનું કહેવું જોઈએ. આપણે યાદ રાખવું જોઈએ કે તે કેન્દ્ર સરકાર 2008થી તેની પોતાની ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટ મેનેજમેન્ટ એક્ટના લક્ષ્યોને વળગી નથી રહી.

Updated On : 17th Apr, 2018
Back to Top