મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તાર, વિકાસમાં ઘણો પાછળ છે અને ભયંકર કૃષિ કટોકટીનો સામનો કરી રહ્યું છે જેમાં પાછલા ૧૬ વર્ષોમાં તેના ૬ જિલ્લાઓમાં લગભગ ૧૪,૦૦૦ ખેડૂતોએ આત્મહત્યાઓ કરી છે. આ વર્ષના જુલાઈ મહિનાથી તે બીજા પ્રકારની આપદાનો સામનો કરી રહ્યું છે જેમાં યવતમાલ અને અન્ય જિલ્લાઓમાં કૃષિ શ્રમિકો અને નાના ખેડૂતો કિત્નાશાકોની ઝેરી અસર હેઠળ હોસ્પિટલોમાં ભરતી કરાઈ રહ્યા છે. આના પર ઓગસ્ટથી લઇ અત્યાર સુધીમાં ૧૯ મૃત્યુ નોંધાયા ત્યાં સુધી સરકાર કે મીડિયાનું ભાગ્યેજ કોઈ ધ્યાન ગયું હતું. ખેડૂતોની આત્મહત્યાઓને કારણે લોકોનો આક્રોશ અને કૃષિની નબળી સ્થિતિને કારણે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને એ આવી ઘટનાઓ પ્રત્યે વિશેષ નિગરાણી રાખવાની જરૂર હતી. પાછલા વર્ષે પણ ઝેરી અસરના કેસો નોંધાયા હોવા છતાં રોક્થામના કોઈજ પગલા લેવામાં આવ્યા નહોતા. આ કુલ 30 મૃત્યુ, જેમાના ૧૯ તો એકલા યાવાત્માલ જીલ્લામાં નોંધાયા છે તે કીટનાશકોના ઉપયોગ પર નિયંત્રણ અને ઝીણવટભરી દેખરેખની તાત્કાલિક જરૂરીયાત પરત્વે ધ્યાન દોરે છે.
૨૦૦૨થી લઈને, જ્યારે ભારતમાં બીટી કોટનના વેચાણ માટે મંજૂરી અપાઈ હતી, ત્યારથી વરસાદ આધારિત વિદર્ભમાં જ્યાં સિંચાઈની નામ માત્રની સુવિધા છે અને મોટેભાગે સુકી જમીન છે ત્યાં આજ કપાસનું વાવેતર થઇ રહ્યું છે.ગયા વર્ષના ઊંચા ભાવોથી પ્રોત્સાહિત થઈને , વિદર્ભના ખેડૂતોએ ૧૬ થી ૧૭ લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું. કેટલાક વર્ષોથી આ પ્રદેશ અને ભારતના બીજા કેટલાક પ્રદેશોમાં પણ વધુ પડતા કીટાણું પેદા થવાની ઘટનાઓ અને બીજા કીટાણુંઓના ઉપદ્રવથી અલગ લીલા અને ગુલાબી ઈયળ સામે પ્રતિરોધ પેદા થઇ રહ્યો છે. છેલ્લા બે વર્ષોમાં બીટી કોટનની કાર્યદક્ષતા ઓચ્ચી થઇ છે અને ઉત્તર અને પશ્ચિમના રાજ્યો જ્યાં સફેદ માખી અને ગુલાબી ઈયળોના ઉપદ્રવે બોલગાર્ડII નો પ્રતિકાર મેળવી લીધો છે. ગુલાબી ઈયળે તો ૨૦૦૯માં જ બોલગાર્ડI નો પ્રતિરોધક વિકસાવી લીધો હતો. ૨૦૧૫માં ગુજરાત અને તેલંગાનાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેના અવેજમાં આવેલ બોલગાર્ડIIને પણ નુકસાન થયું હતું. ૨૦૧૫-૧૬માં પંજાબ અને હરિયાણામાં સફેદ માખીના ઉપદ્રવને કારણે પાકને નુકસાન થયું હતું. જ્યારે બિનસત્તાવાર ધોરણે સ્વીકારવામાં આવી રહ્યું છે કે બીટી કોટને તેની જીવ અસરકારકતા ગુમાવી છે, છતાં સરકારે ખેડૂતોને આનું અવેજ આપવા માટે કે આ વેરાઈટીનું વેચાણ નિયંત્રિત કરવા માટે કશુજ નોંધપાત્ર કર્યું નથી. ઉલ્ટાનું ખેડૂતો પર કીટ નિયંત્રણ માટે પ્રયાસ ન કરતા હોવાનું અને બીટીકોટનના પાકની આજુબાજુ રેફૂગીયા નહિ રોપવાનું દોષારોપણ કરવામાં આવે છે.