એક તોડમરોડ વાળી સ્વતંત્રતા
જો તમે સત્તાવાળાઓ સાથે સહમત થાવ તો જ તમે કંઈપણ કહેવા માટે મુક્ત છો.
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
હાલની સરકાર દ્વારા ટીકા કરવા માટેની સ્વતંત્રતા કોઈ પણ ભારતીય નાગરીકને ખાસ તરફેણ તરીકે આપવામાં આવતી નથી. જેની બંધારણની કલમ ૧૯ (૧) (એ) હેઠળ ખાતરી આપવામાં આવી છે. છતાં, હાલમાં નવી દિલ્હીમાં બેઠેલ સત્તાધીશો દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી અને ઉચ્ચારણો એવું દર્શાવે છે કે આવી સ્વતંત્રતા,માત્ર સરકારને ટેકો આપનારાઓ અને તેની રાજકીય વિચારધારાને ટેકો આપનારાઓ માટે જ છે, જ્યારે તે સિવાયના લોકો માત્ર પોતાની જવાબદારી અને પોતાના જોખમ પર આવું કરી શકે છે. જો તમને એવું લાગે છે કે આ મુક્ત અભિવ્યક્તિના અધિકાર પર ગંભીર આક્રમણ છે, તો તમને કહેવામાં આવે છે કે આ માટેના કોઈ પુરાવા નથી; અને કેટલાક લેખકો અથવા જાણીતા પત્રકારોની હત્યાઓ, અથવા રાજદ્રોહ અને બદનક્ષીના કેસોને, વ્યક્તિગત અભિવ્યક્તિની સ્વતંત્રતા સામેના હુમલા તરીકે ગણવા જોઇએ નહીં.
આપણને એવું કહેવામાં આવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે એટલા પ્રતિબદ્ધ છે તે સોશિયલ મીડિયા પર તેમનું અનુસરણ કરનાર કોઈને બ્લોક કરતા નથી, પછી ભલે તે ૫,સપ્ટેમ્બરે બેંગલુરૂમાં ગૌરી લંકેશ જેવી પત્રકારની હત્યાના ગણતરીના કલાકોમાં, સૌથી ખરાબ અને સૌથી વધુ અપમાનજનક ભાષામાં અપશબ્દોનો પ્રયોગ કરનાર કોઈ કેમ ન હોય. અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કર્ણાટકની યુવાપાંખ દ્વારા, ઇતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાને, ૬ સપ્ટેમ્બરે કરાયેલ તેમના નિવેદનો માટે ફોજદારી અને નાગરિક બદનક્ષી માટે કાનૂની નોટિસ મોકલવી કોઈ રીતે મુક્ત અભિવ્યક્તિ પ્રત્યેની સહિષ્ણુતા દર્શાવતી નથી. ગુહાએ સ્ક્રોલ.ઈન સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું કે સંભવ છે કે લંકેશના હત્યારાઓ "એ જ સંઘ પરિવારમાંથી આવ્યા હોઈ શકે છે, જેમાંથી દાભોલકર, પનસર અને કાલબૂર્ગીના હત્યારાઓ આવ્યા." આ કાનૂની નોટિસના દાવા મુજબ, “ આને કારણે ભાજપની છબી ખરડાશે અને પ્રતિષ્ઠાને ડાઘ લાગશે" અને આ નિવેદનો “ આરોપ અને બદનક્ષીભરેલ છે."
આ બે મોઢાની વાતો દ્વારા જે વાત સ્પષ્ટ રીતે બહાર આવે છે તે એ છે કે જ્યારે ભાજપને અનુકૂળ આવે તેમ હોય તો તે ધિક્કાર ભાષણ કેમ ન હોય, તેની પરવાનગી આપવા મુક્ત અભિવ્યક્તિના અધિકારનો ઉપયોગ કરે છે, પરંતુ જ્યારે ગુહા અને એમના જેવા અન્ય જેવા ટીકાકારો તેમના મનની વાત કરે છે, ત્યારે તેમને કહેવામાં આવે છે કે તેઓ વધારે પડતી સ્વતંત્રતા લઈ રહ્યા છે. ફોજદારી બદનક્ષીનો દાવો કરવો એ ટીકાકારોને આતંકિત કરીને ડરાવવાનું એકમાત્ર સાધન છે. વિવેચકોને ચુપ કરવા માટેનો અન્ય મનપસંદ રસ્તો, રાષ્ટ્રદ્રોહ માટેની ભારતીય દંડ સંહિતાની ધારા ૧૨૪ એ છે. ધ હૂટ વેબસાઈટ અનુસાર, ૨૦૧૪ થી ૨૦૧૬ વચ્ચે રાજદ્રોહના કેસોની સંખ્યા શૂન્ય થી વધીને ૧૧ સુધી પહોંચી છે. આ સંખ્યા, કદાચ પ્રમાણમાં નાની દેખાય શકે છે. તેમ છતાં, આવો દરેક કેસ, બીજા સંભવિત વિરોધીઓ અને ટીકાકારો માટે ચેતવણીની ઘંટડી વગાડે છે કારણ કે આ કાનૂની પ્રક્રિયાની સજા મહત્વની નથી, પરંતુ રાષ્ટદ્રોહના આરોપને લડવાની પ્રક્રિયા જ ખૂબ મુશ્કેલ છે. વિરોધી અથવા પ્રતિસ્પર્ધી સામે રાષ્ટ્રદ્રોહનો આરોપ ઘડવાની રચના જ અન્ય લોકો આવું કરવાની હિંમત ન કરે તેની ખાતરી કરવા માટે રચાયેલ છે. આ એક ધાક બેસાડવા માટેની વ્યૂહાત્મક ચાલ છે અને લક્ષ્યોને એવી રીતે પસંદ કરવામાં આવે છે કે તેના પ્રભાવને મહત્તમ કરવામાં મદદ થાય.
કેટલેક અંશે, આ વ્યૂહરચના કદાચ કામ કરી રહી છે. જ્યારે કેટલાક પ્રતિનિધિઓ બોલતા રહે છે, જેમ કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના વિદ્યાર્થીઓ જેમના પર ૨૦૧૬માં રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે, પરંતુ અસંમતી અથવાતો અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મુદ્દે મોટા પાયે ગતિશીલતા જોવા મળતી નથી. કદાચ આ માટે સામાન્ય લોકો શેરીઓમાં બહાર આવે એવી અપેક્ષા રાખવી અવાસ્તવિક છે કેમ કે સામાન્ય રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધો ઉપર વિરોધ જ્યાં સુધી તમે સીધી પ્રભાવિત ન થયા હો, ત્યાં સુધી અણદેખ્યો કરવામાં આવે છે. તેથી જ, બેચેની અને ગુસ્સો મોટેભાગે વિદ્યાર્થીઓ, લેખકો, પત્રકારો અને બૌદ્ધિકોમાં જ પ્રવર્તે છે. જોકે આ જ સમયે, જૂન મહિનામાં દિલ્હી નજીક ૧૬ વર્ષીય જુનેદ ખાનની ઘાતકી હત્યા પછી ધિક્કાર અને અસહિષ્ણતાના વાતાવરણમાં પણ ઉભો થયેલ વિરોધ સૂચવે છે કે એક વિશાળ મતવિસ્તાર એવો છે, જે વ્યગ્ર છે. ગયા અઠવાડિયે ફરી એકવાર, સેંકડો પત્રકારો અને નાગરિક સમાજના અન્ય લોકોએ ગૌરી લંકેશની લક્ષિત હત્યાનો વિરોધ કર્યો,અને આનું અર્થઘટન, અસંમતિથી સ્વતંત્રતા પરના સીધા હુમલા તરીકે કર્યું.
આ તાજેતરના વિરોધને જોતા અને કર્ણાટક રાજ્યમાં નજીકના ભવિષ્યમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે રામચંદ્ર ગુહા જેવી ખુબ જાણીતી વ્યક્તિ સામે કેસ દાખલ કરવાની મંજુરી, કર્ણાટક ભાજપની યુવા પાંખને શા માટે આપવામાં આવી હતી? શું પક્ષના નેતાઓ મૂર્ખ છે, અથવા તેઓ એવી ગણતરી કરે છે કે કેટલાક શહેરો અને નગરોમાં થઇ રહેલ વિરોધ તેમના પક્ષની લોકપ્રિયતાને કોઈ અસર નહિ કરે? કદાચ તેઓ માને છે ગુહા જેવા અગ્રણી ટીકાકારો સામે પણ આવા મજબૂત પગલાં લેવાથી પક્ષના વફાદારોનો આધાર વધુ મજબૂત થશે. સાથેજ, સોશિયલ મીડિયા પર ઉભો થયેલ ગુસ્સો અને જુવાળ કદાચ ભાજપની ચુંટણી ગણતરીઓમાં સ્થાન ધરાવતી નથી. આથીજ, જ્યારે વડાપ્રધાન અમુક ચોક્કસ વ્યક્તિઓને બ્લોક કરે એવી માંગ ટેલીવિઝન માટે રસપ્રદ બની શકે છે, પરંતુ પક્ષ માટે એનું કોઈ મહત્વ નથી. વાસ્તવમાં, તેના ટીકાકારો સામે આક્રમણ કરવાની ભાજપની વ્યૂહરચના, કદાચ તેમને એટલી હદ સુધી અલગ કરવા માટે એક હોશિયારીપૂર્વક ઘડવામાં આવેલ યોજનાનો ભાગ હોઈ શકે છે જેથી તે અપ્રસ્તુત થઇ જાય.
સ્વતંત્રતાના અર્થ બાબત પોતાના વિચારો રજુ કરતા, રોઝા લુક્સેમ્બર્ગે એકવાર કહ્યું હતું જે સમકાલીન ભારત માટે બિલકુલ બંધબેસતું છે. તેમણે કહ્યું હતું કે: "સ્વતંત્રતા હંમેશાં એક વ્યક્તિની સ્વતંત્રતા છે, જે જુદી રીતે વિચારે છે. ન્યાયના કોઈ કટ્ટરવાદી ખ્યાલને કારણે નહીં, પરંતુ સંપૂર્ણપણે ઉપદેશક, તંદુરસ્ત અને શુદ્ધ હોવાને કારણે , રાજકીય સ્વતંત્રતા, આ આવશ્યક લાક્ષણિકતા પર આધાર રાખે છે, અને જ્યારે 'સ્વાતંત્ર્ય' વિશેષાધિકાર બની જાય છે ત્યારે અસરકારકતા મટી જાય છે". આજના ભારતમાં, આપણે આ જ જોઈ રહ્યા છીએ. અભિવ્યક્તિની સ્વતંત્રતા કેટલાક માટે એક વિશેષાધિકાર છે અને બીજા માટે તેને નકારી કાઢવામાં આવે છે, જ્યારે મુક્ત અભિવ્યક્તિને ગૂંગળાવી રહેલ લોકો જ સ્વાતંત્ર્ય અને લોકશાહીના મંત્રને જપે છે.