ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

દાસ કેપિટલ, વોલ્યુમ-૧- ૧૫૦ વર્ષ

 કાર્લ માર્કસના કેપિટલ, પ્રથમ વોલ્યુમમાં એવું શું છે અને તેના અન્ય લખાણો જે આપણને મુડીવાદી પદ્ધતિ દ્વારા શોષિત દેશમાં, મુડીવાદી પ્રક્રિયાને સમજવામાં મદદરૂપ થાય છે.

 

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

બર્નાર્ડ ડી’મેલો, ઈપીડબલ્યુ ની સંપાદકીય ટીમના સદસ્ય, લખે છે:

સપ્ટેમ્બર ૨૦૧૭માં  કાર્લ માર્ક્સ દ્વારા લિખિત દાસ કેપિટલને જર્મનીના હેમ્બર્ગમાં, પહેલીવાર પ્રકાશિત થયાને ૧૫૦ વર્ષ થયા.( વોલ્યુમ-૧નું અંગ્રેજીમાં રૂપાંતર પહેલીવાર છેક ૧૮૮૭માં બહાર પડ્યું .સૌથી પહેલી વિદેશી ભાષામાં થયેલ રૂપાંતર રશિયનમાં ૧૮૭૨માં પ્રકાશિત થયું હતું.). સપ્ટેમ્બર ૧૮૬૭માં દાસ કેપિટલના બહાર પડવાથી રાજકીય અર્થવ્યવસ્થા અને સમાજ વિજ્ઞાનના ઇતિહાસમાં એક સીમાચિન્હ રૂપી બિંદુ ચિહ્નિત કર્યું કારણ કે આ શોષણકર્તા દેશમાં ભૌતિક વિકાસની પ્રક્રિયાને સમજવાનો પહેલો સફળ પ્રયાસ હતો. વિશ્વની મૂડીવાદી પદ્ધતિ માર્ક્સએ પરંપરાગત રાજકીય અર્થતંત્રનું, તેમની ભૌતિકવાદને લગતી પદ્ધતિની મદદથી અર્થતંત્રની ટીકાત્મક વિચારધારામાં રૂપાંતર કર્યું હતું. કેપિટલમાં, એક સિદ્ધાંત અને એક ઈતિહાસ છે, જેમાં એક અમૂર્ત છે અને બીજું વાસ્તવિક છે, અને બંને વચ્ચે અનિવાર્યરૂપે તણાવ છે. માર્ક્સ આને જાણતા હતા અને તેમણે દરેક તેના વૈકલ્પિક ભાર સાથે સ્થાન આપ્યું હતું.

અલબત્ત, કેપટલના આખરે ત્રણ ગ્રંથો બન્યા, જેમાનો પ્રથમ ભાગ,૧૮૬૭માં પ્રકાશિત થયો અને તેની સુધારેલી બીજી આવૃત્તિ ૧૮૭૨માં બહાર પડી; બીજો અને ત્રીજો ભાગ તેમના મૃત્યુ પછીજ બહાર પડી શક્યો જેને ફ્રીડ્રિક એન્જલ્સ દ્વારા, અનુક્રમે ૧૮૮૫ અને ૧૮૯૪માં બહાર પાડવામાં આવ્યા. કેપિટલમાં માર્ક્સના મૂડીવાદના વિશ્લેષણના હાર્દમાં, એ કેવી રીતે ઇતિહાસમાં એક પ્રણાલી તરીકે ઉભરનાર છે- તે કેવી રીતે ઊભી થઈ અને તે કેવી રીતે કામ કરે છે, અને તે ક્યાં દોરી જવાની શક્યતા ધરાવે છે. અગ્રણી મૂલ્યના તેના પ્રત્યયાત્મક સાધનસામગ્રી સાથે, વધારાનું મૂલ્ય, શોષણણો દર (અથવા વધારાના મૂલ્યનો દર), મૂડીની પ્રાકૃતિક રચના, નફાનો દર, સંબંધિત ફાજલ વસ્તી (અથવા મજૂરોનું ઔદ્યોગિક અનામત લશ્કર) વગેરે, માર્ક્સએ સંપૂર્ણ વિરોધાભાસોણે શોધી કાઢ્યા હતા-ઐતિહાસિક પરિબળો પરિવર્તનને પ્રોત્સાહન આપે છે, સમતુલા જાળવવાની પદ્ધતિની સાથે,તેમની વચ્ચે તણાવ. આ સૈદ્ધાંતિક ઉપકરણની સાથે, તેમણે મૂડી ધરાવતા/ નિયંત્રણ ધરાવતા વર્ગ દ્વારા કામદારોના શોષણનું વિશ્લેષણ કરવા માટે વધારાના મૂલ્યનું મૂળ અને તેને વધારવા માટેની પદ્ધતિઓને ઓળખી, મૂલ્ય શ્રમ સિદ્ધાંત ઘડ્યો.

માર્ક્સએ અંગ્રેજ પરંપરાગત રાજકીય અર્થશાસ્ત્રીઓમાં સૌથી મહાન, ડેવિડ રિકાર્ડોથી તદ્દન જુદી સંગ્રહ કરવાની પ્રક્રિયા પર પોતાના વિચારો રજુ કર્યા.  અહીં તેમણે આર્થિક ચક્ર અને કટોકટી, પડતી માટે નફાનો દર ઘટવાનું વલણ, અને મૂડીની, તેની વપરાશની ક્ષમતાને વટાવી દેવાની વૃત્તિણે છાતી કરી. સાથે સાથે, માર્ક્સે સંગ્રહની અને કેન્દ્રીયકરણની પ્રક્રિયા જેમાં બીજામાં, જોડાણો અને અધિગ્રહણ પર પણ પ્રકાશ નાંખ્યો. માર્ક્સના મૂડીવાદી ગતિશીલતાના ખાતામાં બંને, ઉત્પાદન, નાણાં અને ભંડોળ, કેન્દ્રિય તત્વો હતા. અને અલબત્ત, ઉત્ક્રાંતિ અને વિકાસ જેને માર્ક્સએ એક ક્રાંતિકારી શ્રમજીવી વર્ગ તરીકે વિચાર્યું હતું. માર્ક્સના વિશ્લેષણમાં, આ તમામ પ્રવર્તમાન પ્રક્રિયા " એવા બિંદુએ પહોંચે છે, જ્યાં તે તેના મૂડીવાદી આવરણ સાથે અસંગત બની જાય છે," અને તેને "અલગ અલગ પાડી દે છે" અને "મૂડીવાદી ખાનગી સંપત્તિનો મૃત્યુઘંટ વગાડી દે છે. અને જબ્ત કરનાર જ જબ્ત થઇ જાય છે."

શ્રમજીવી વર્ગનો, એક ક્રાંતિકારી વર્ગમાં વિકાસ થવો અને મૂડીના નિયમનો ઉથલાવી દેવા, માર્ક્સના મત પ્રમાણે અનિવાર્ય છે. એની ભૌતિકવાદને લગતી પદ્ધતિઓ છતાં, લાગે છેકે માર્ક્સ ખોટી ઐતિહાસિક દ્રઢતામાં ખેંચાઈ ગયા છે. લખાણની શૈલી અને કલ્પના અને તેના ગદ્યની અતિ ભવ્યતા, તેના જુસ્સાદાર મૂડી પરનો આરોપ-દાખલા તરીકે- "મૂડી એ મૃત મજૂરી છે, જે રાક્ષસની જેમ, માત્ર જીવતા શ્રમીકોનું લોહી પીને જીવિત રહે છે, અને જેટલા વધુ શ્રમિકોનું તે લોહી પીએ છે તેટલીજ વધુ જીવંત રહે છે,"- ચોક્કસપણે તેના વાચકોને બાંધી રાખે છે અને  તેમને ક્રાંતિકારી પરિવર્તનની જરૂરિયાતને સમજાવે છે, પરંતુ આ બાબત જ લેખકને તેના હેતુથી દૂર લઈ જાય છે, અને તે ક્રાંતિકારી પરિવર્તન ગતિને વધુ અને આવા પરિવર્તન માટેના અવરોધોને ઓછા અંદાજે છે.

આમછતાં, કેપીટલ, "રાજકીય અર્થતંત્રની ટીકા" કરતાં કંઇક વિશેષ છે; તેમાં અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનો ગહન ભાવાનુવાદ પણ છે. દાખલા તરીકે, માર્ક્સના કોમોડિટીની અંધભક્તિના વિચારનું અર્થઘટન આ રીતે કરી શકાય છે- કોમોડિટીઝની દુનિયામાં, વ્યક્તિગત સંબંધો, વસ્તુઓ વચ્ચેના સંબંધોની જેમ ભૌતિક બની જાય છે. અને મારા જેવા જૂના જમાનાના લોકોની જેમ, એ આવશ્યક સત્ય છે કે સંપત્તિ, માનવ શ્રમ અને પ્રકૃતિના શોષણથી ઉદભવે છે. ખરેખર, માર્ક્સની પર્યાવરણ માટેની ચિંતાના પ્રશ્નોનું  પ્રતિબિંબ આપણા વખતના પર્યાવરણીય-સમાજવાદીઓના પ્રશ્નોમાં પડે છે. તેઓ તેમના વખતમાં, હવે જેને પર્યાવરણવાદી પદ્ધતિ કહે છે અને જેના મુળિયા, સમાજ અને પ્રકૃતિ વચ્ચેના ચયાપચયના સિધ્ધાંતમાં રહેલા છે, તેનાથી ઘણા પ્રભાવિત હતા. પ્રકૃતિ તેમણે કેપિટલના પ્રથમ અંકમાં મૂડીવાદી ઉત્પાદન "એકસાથે તમામ સંપત્તિના મૂળ સ્ત્રોતો-જમીન અને કામદારો" વિષે કંઇ જ લખ્યું ન હતું.  ઉપરાંત, વોલ્યુમ-૧ માં ભાગ VIII, "કહેવાતા આદિમ સંચય" પર છે કે જે મૂડીવાદ કેવી રીતે ઊભો થયો તેના પર પ્રકાશ પાડે છે. અહીં માર્ક્સ, બ્રિટનમાં ખેતમજુરોને પડદા પાછળ રાખી કરાતા શોષણ બાબત વાત કરે છે અને એથીય વધુ મહત્ત્વની પર્યાવરણ સહિતની લૂંટ છે, જે વિશ્વ મૂડીવાદી પદ્ધતિનો વિસ્તાર બની ગઈ છે જે મૂડીવાદી ઉત્પાદનના ફૂલગુલાબી યુગનો સંકેત આપે છે".

જોકે માર્કસે, જેને તેઓ “પૂંજીવાદી અર્થતંત્રની પદ્ધતિ" ના ભાગ તરીકે ગણાતા હતા- ખાસ કરીને મૂડીવાદી રાજ્ય, વિદેશી વેપાર, અને વિશ્વ બજાર, તેના પધ્ધતિસરના પ્રદર્શનને પૂર્ણ કર્યું નહોતું, અને આથી જ તેમણે એક વિશ્વ પ્રણાલી તરીકે મૂડીવાદ બાબતે કોઈ સૈદ્ધાંતિક માળખુ છોડ્યું નથી. પરંતુ, જેમ આપણે વોલ્યુમ-૧ ના "કહેવાતા આદિમ સંચય", ભાગમાં જોયું તેમ, તેમણે વૈશ્વિકીકરણની પ્રણાલીની પરિઘી બનનાર, ઊભરતાં મૂડીવાદના પ્રભાવ બાબત વાત કરી હતી. અને મશીનરી અને આધુનિકીકરણના પ્રકરણમાં, તેમણે બતાવ્યું કે આધુનિક ઉદ્યોગમાં મશીનરીના ઉપયોગ દ્વારા મળેલા સ્પર્ધાત્મક ફાયદા અને વસાહતી પ્રભુત્વ દ્વારા, યુરોપિયન રાજ્યોએ " તેમના કબ્જા વાળા દેશોમાંથી બળજબરી પૂર્વક, તમામ ઉદ્યોગને દુર કર્યા હતા..." આમ માર્ક્સ,કેન્દ્ર અને પરિધિ વચ્ચેના શોષણકર્તા સંબંધોથી વાકેફ હતા જે મૂડીવાદની  વિશ્વ-પદ્ધતિ બની રહી હતી.

જો છેલ્લા 150 વર્ષોમાં આ વિશ્વ-વ્યવસ્થાના કેન્દ્રમાં મૂડીવાદના વિકાસ સાથે પરિઘના અપૂરતા વિકાસની પ્રાયોગિક વાસ્તવિકતાને ધ્યાનમાં લઈએ તો, તે પછી, કેપીટલના માળખામાં, નીચેના પાસાઓ કદાચ સંભવિત રૂપે સમાવિષ્ટ હશે. "શ્રમજીવીઓ" જેમાં ગરીબ ખેત મજુરો પણ સમાવિષ્ટ થાય છે જેઓ પણ "મૂડીવાદીઓ" ને માત્ર તેમના ઉદ્યમનો નફો જ નહિ પણ જે જમીન પર તેઓ ખેતી કરે છે તેનું ભાડું, અને તેમના સંચિત દેવાં પર વ્યાજ જ નહિ પણ તેમના "વેતન" નો ભાગ પણ સોંપવાની જવાબદારી રાખે છે, “શ્રમજીવીઓ" માં માત્ર નાના ઉત્પાદકો જ,જેઓ સામાન્યરીતે વેપારી મૂડીથી વંચિત છે તેઓ જ નહિ, પરંતુ જે લોકો તેમણે ઉત્પાદિત કરેલ "બાકી રહેલી સિલક" થી પણ વંચિત હોય છે, કારણ કે તેઓ વેપારમાં અસમાન વિનિમયને આધિન છે, તેઓ પણ સામેલ છે.

શ્રમજીવીકરણના નીચા સ્તરને કારણે, આ શબ્દનો અર્થ ચુસ્તપણે જોતા,કામદારોના વિશાળ અનામત લશ્કરનો સંબંધ, વેતન મેળવી રહેલા સક્રિય કામદારોના લશ્કર સાથે છે અને તે માત્ર હંમેશના કામદારોના વેતન અને બીજી માંગોને માર્યાદિત જ નથી કરતા, પરંતુ નાના ઉત્પાદકોના ઉત્પાદન  ભાવને પણ બજારની અત્યંત સ્પર્ધાત્મક અને ગીચ પુરવઠા બાજુ દ્વારા નીચા રાખે છે જેમાં વેતન મેળવી રહેલ કામદારો ફસાય છે. આ એજ વિશ્વની મુડીવાદી પદ્ધતિ છે જે નફાનો વિસ્તાર કરે છે. પરંતુ આને કારણે આવેલ તેજી એવા બિંદુએ પન્હોંચે છે જ્યાં લોકોની સાપેક્ષ ખરીદશક્તિની વૃદ્ધિ ઓછી થાય છે, જેનાથી વપરાશ ઘટવાથી વધારાની ક્ષમતામાં હજુ વધારો થાય છે, તેથી નવા રોકાણ પર અપેક્ષિત નફો નીચો આવે છે અને તેથી રોકાણની પ્રચુરતામાં ઘટાડો થાય છે. 

Back to Top