ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

સાંઠ અને દસ

આપણે આજે શું આપણી સ્વતંત્રતાની ઉજવણી કરીએ કે પછી તમામ ગુમાવેલી તકોનો શોક ?

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

 ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ની મધરાતે જે આશાનો પ્રકાશ ફેલાયો હતો તે આજે ધૂંધળા થયો છે. આપણા પ્રથમ વડા પ્રધાન, જવાહરલાલ નેહરુએ, સ્વતંત્રતાને આપણી ભેગા મળીને મેળવેલ '' ભાગ્યની ભેટ'' તરીકે ઓળખાવી હતી જયારે બંધારણ ઘડનારી સમિતિના ચેરમેન બી.આર.આંબેડકરે નવા નવા બનેલા પ્રજાસત્તાકને તેના "વિરોધાભાસી જીવન" અંગે ચેતવણી આપી હતી કે જ્યાં તેના નાગરિકોને રાજકીય સમાનતાની ખાતરી મળતી હતી પરંતુ તેમના મૂળભૂત સામાજિક અને આર્થિક અધિકારો સમાન નહોતા. મહાત્મા ગાંધીએ નોઆખલીમાં કુચ કરી હતી અને કદાચ સ્વાભાવિક રીતે જે સામ્યવાદીઓની ભાષા હતી તે ભાષામાં કહ્યું હતું કે: "યહ આઝાદી જુઠી હૈ"!

આ દ્વેષભાવ અને આપણી સ્વતંત્રતા વાસ્તવિક છે કે ભ્રામક તે અંગેની ચર્ચા છેલ્લા ૭૦ વર્ષોમાં સતત ચાલતી રહી છે. ઉજવણી માટેના ઘણા કારણો પણ છે. આપણે લોકશાહી ટકાવી શક્યા છીએ અને એવી દલીલ કરી શકાય એમ છે કે આજે લાખો લોકો તેમના જીવન અને આજીવિકા વિશે નિર્ણયો લેવા માટે ૭૦ વર્ષ પહેલાં હતા તે કરતા વધુ સક્ષમ બન્યા છે. સાથેજ રોજિંદા જીવનની વિડમ્બના એ છે કે દલિતો હજુ પણ ગટરોની સફાઈ કરતા કરતા મૃત્યુ પામે છે, મહિલાઓ પર હુમલાઓ થાય છે અને મુસ્લિમોને શેરીઓમાં જીવતા સળગાવવામાં આવે છે. આપણે ઉચ્ચ કક્ષાની સંસ્થાઓનું નિર્માણ અને તેને ચલાવવા માટે કુશળ સંચાલન કરી શક્યા છીએ પછી એ ચૂંટણી પંચ હોય કે પછી ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન, સાથેજ આપણે આપણા ગણતંત્રની તંદુરસ્તી માટે પાયારૂપ ઘણીબધી સંસ્થાઓને ખોખલી પણ બનાવી દીધી છે. આપણે માત્ર ધાર્મિક હિંસા અને વસાહતી શાસન પછી ઘણા રાષ્ટ્રો દ્વારા ભોગવવાં પડેલ ભેદભાવના અતિરેકના દુષ્પ્રભાવને જ ટાળી શક્યા નથી, પરંતુ આપણે આપણી વિવિધતા અને સહિષ્ણુતાને જાળવી રાખી છે; અને તેમ છતાં, આપણે એવી સરકારોને ચૂંટીએ છીએ કે જેઓ રાજ્યની નીતિ તરીકે બિનસાંપ્રદાયિકતાનો નાશ કરવા અને બહુમતી દ્વારા થતી હિંસાને પ્રોત્સાહિત કરવા માટે કામ કરે છે.

શું આજે આપણે આપણી સ્વતંત્રતાની ઉજવણી કરીએ કે પછી આપણે ગુમાવેલી બધી તકો બદલ શોક પણ કરીએ અને હાલમાં આપણી સામે ઉભા થયેલ પડકારોથી નિરાશ થઈ જઈએ?

આ દ્વિધાયુક્ત સ્થિતિ અથવા જેને કેટલાક લોકો વિરોધાભાસ કહે છે તે એ છે કે આપણે અંગ્રેજો પાસેથી કેવી રીતે આઝાદી મેળવી અને આઝાદીના વર્ષો થી આજસુધી આપણી સ્વતંત્રતાનું આપણે કેવી રીતે મૂલ્યાંકન કરીએ છીએ તે અંગે ચર્ચામાં ઓછામાં ઓછું એક હકારાત્મક પરિણામ તો રહેલું છે. આનાથી ઉત્પાદક રાજકીય સ્પર્ધાઓ અને શૈક્ષણિક ચર્ચાઓ ખડી થઈ છે, જેણે આપણને સમૃદ્ધ કર્યા છે. આ સામયિક બન્ને માટે સતત કાર્યરત રહ્યું છે, જેણે તમામ પ્રકારની ખુલ્લી ચર્ચાઓ માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યુ છે. આજે, આ પૃષ્ઠો માટે યોગદાન આપનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે અને આ ફાળો આપનાર લેખકો તમામ પ્રકારના શૈક્ષણિક ક્ષેત્ર, રાજ્યો અને સમાજના તમામ વર્ગોમાં ફેલાયેલા છે. કેટલીક રીતે જોઈએ તો, સામાજિક વિજ્ઞાનના સંશોધનો અને જાહેર નીતિની ચર્ચાઓ વધી રહી છે. અને તેમ છતાં, શિક્ષણ અને નીતિ વચ્ચેનું અંતર, ચર્ચાઓ અને રાજકારણ વચ્ચેનું અંતર કદાચ પહેલા કરતાં ઘણું વધ્યું છે. સરકારી નીતિઓ અને જાહેર વિચારોને ઘડવામાં શિક્ષણવિદોની વાતોનું મહત્વ ઘટ્યું છે અને નીતિ ઘડનારાઓને ભાગ્યે જ કોઈ પણ શિક્ષણવિદ્ સાથે કોઈ સંબંધ રહ્યો છે.

આઝાદી બાદના દાયકાઓમાં, સામાજિક વૈજ્ઞાનિકો માટે જે સૌથી મોટો પ્રશ્ન હતો એ રાષ્ટ્ર નિર્માણ માટેની તાત્કાલિક માંગમાંથી ઉભર્યો હતો. આ રીતે, એ માત્ર સાંયોગિક જ ન હતું કે ભારતમાં સામાજિક વિજ્ઞાન ભૌતિક અભાવોની સ્થિતિમાં પણ, સમૃદ્ધ થતું ગયું છે. ભારતીય યુનિવર્સિટીઓ નિયમિત રીતે શિક્ષણશાસ્ત્રીઓ અને વૈશ્વિક પરિસ્થિતીના વિચારોનું નિર્માણ કરતી રહે છે. ફરીવાર, એ માત્ર સંયોગ જ નથી કે ભારતના વિકાસનું મૉડલ, તેમાં તમામ તકલીફો હોવા છતાં વૈશ્વિક સ્તરે ઉદાહરણરૂપ છે પછી તે આર્થિક નીતિની બાબતે હોય કે પછી લોકશાહી અથવા બિનસાંપ્રદાયિકતા બાબતે હોય. આવી સિધ્ધિઓની લાંબીલચક સૂચી ક્યારેય સંપૂર્ણ ન હોય શકે પરંતુ રાજકીય વિજ્ઞાન હોય, સમાજશાસ્ત્ર, ઇતિહાસ કે સાહિત્ય હોય અથવા અલબત્ત, અર્થશાસ્ત્ર હોય, ભારત એવા દુર્લભ ભૂતપૂર્વ વસાહતી દેશોમાંથી એક છે જેના શૈક્ષણિક અવાજને વૈશ્વિક સંવાદોમાં અવગણવામાં આવી શકે એમ નથી. ટૂંકમાં, તેની તમામ કમીઓ છતાં, ભારતે સામાજિક વિજ્ઞાનના ક્ષેત્રમાં એક સ્વાભાવિક વિદ્વત્તા ઉભી કરી છે, જેણે માત્ર જાહેર નીતિમાં જ નહીં પરંતુ રાજકીય યોગદાનમાં પણ ઘણો ફાળો આપ્યો છે.

આ તમામ વર્ષો દરમિયાન, પરંતુ ખાસ કરીને ૧૯૮૦ના દાયકાથી ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં અભૂતપૂર્વ વિસ્તરણ થયું છે. વધતી જતી સાક્ષરતા અને સામાજિક બદલાવ (જેને હજીસુધી સંપૂર્ણપણે સમજી શકાયો નથી કે તેમાં સંશોધનો થયા નથી) ને કારણે, આપણી પાસે કોલેજો અને યુનિવર્સિટીઓમાં  લાખોની સંખ્યામાં નવા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. આ વિસ્તરણ માત્ર વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને પ્રબંધન જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં જ નથી થઇ રહ્યું, પરંતુ સામાજિક વિજ્ઞાન અને માનવતાવાદી અભ્યાસક્રમોમાં પણ થઇ રહ્યું છે. સરકારની આર્થિક મદદ વધી હોવા છતાં, આ સંખ્યામાં થયેલ વધારાને પહોંચી વળવા માટે તે ઘણીજ અપૂરતી છે. ખાનગી વ્યાપારીકરણવાળું શિક્ષણ, સમાજ વિજ્ઞાન પ્રત્યે હંમેશા બેદરકાર રહ્યું છે. ઓછામાં ઓછી બે પેઢીઓનું નાગરિકત્વ અને રાજકીય અવાજો, સામાજિક વિજ્ઞાન અને માનવતાવાદી શિક્ષણ સુધીની પહોંચ વગર વિકસ્યા છે. આ ખાઈ કેટલેક અંશે ટેલિવિઝન દ્વારા પૂરી કરવામાં આવી છે અને હાલમાં તેનું સ્થાન વોટ્સએપે લીધું છે, આ પ્રકારનું શિક્ષણ જ કદાચ હાલમાં ઉભરેલા રાજકારણનું કારણ છે.

સામાજિક વિજ્ઞાન અને માનવતાવાદી શિક્ષાના સેંકડો યુવાનોને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા છે અને એને કારણે શિક્ષણક્ષેત્ર પાંગળું થયું છે અને અવાસ્તવિક બન્યું છે. આના વિભિન્ન પરિણામો આવ્યા છે, જેમાંથી કોઈપણ પરિણામ નારાઓથી ભરેલ અશિક્ષિત ભાષાને સમૃદ્ધ બનાવતા નથી અને આથી મોટાભાગના ભણેલાગણેલા લોકો માટે પણ સામાજિક વિજ્ઞાન અને માનવતાવાદી વિભાગો દ્વારા કરવામાં આવેલા સરળ નિવેદનો પણ અગમ્ય બને છે. આને કારણે સંશોધન માટેના પ્રશ્નો દૈનિક જીવનની સ્વાભાવિક કડીઓથી આઘા ખસ્યા છે અને ઘણી વખત તેના અર્થ અને ગૂંચવણો પર નકામું પિષ્ટપીંજણ કરવામાં આવે છે. તેણે સામાજિક વૈજ્ઞાનિકો માટે તેમની આસપાસના સમાજને ઓળખવું ઘણું મુશ્કેલ બનાવ્યું છે અને એ દુઃખદ છે કે નિર્વાહ માટે તેઓ વધુને વધુ રાજ્ય ઉપર આધારીત બન્યા છે.

ભારતમાં હવે, આજથી ત્રણ પણ નહિ, માત્ર બે જ દશક પહેલાની જે સામાજિક અને રાજકીય સ્થિતિ હતી તે હવે નથી. જે લોકો હવે વાંચી અને લખી શકે છે તેમની સંખ્યા, જે લોકો કાર્ય અને આનંદપ્રમોદ માટે સફર કરે છે તેમની સંખ્યા, જેઓની પાસે તેમની પોતાની સંપત્તિ છે (અને સમુદાયો પણ જે હવે સંપત્તિ ધરાવે છે) તેમની સંખ્યા, વ્યવસાયો અને આવકમાં આવેલ બદલાવ, પરિવારોના સ્વરૂપનું રૂપાંતર, સ્ત્રી અને પુરુષની જાતિગત ભૂમિકાઓ, રાજકીય ભાગીદારી;  આ તમામ સ્વતંત્રતાના સમયની તુલના માં, અથવા કહીએ તો ઈન્દિરા ગાંધીના મૃત્યુ સમયે હતી તે પરિસ્થિતિઓથી તદ્દન જુદા છે અને તેમાં ધરમૂળથી બદલાવ આવ્યો છે.

આ નવા ભારતને સમજવા માટેના નવાં સિદ્ધાંતો, નવી પધ્ધતિઓ ક્યાં છે ?વિવિધ શ્રેણીઓ, મોડેલો અને દ્રષ્ટિકોણો જેના દ્વારા આજના ભારતને સમજી અને દર્શાવી શકાય? રાજકીય અને સામાજીક વિશ્વને સમજવું, આપણે માટે વધુને વધુ અઘરું બનતું જાય છે, ચોંકાવનારા ચૂંટણી પરિણામો અથવા તો નોટબંધીને કારણે ઉપસ્થિત થયેલ અણધારી પરિસ્થિતિ, નવા ભારત અને શિક્ષણવિદો વચ્ચેની ખાઈના બે જીવતાજાગતા ઉદાહરણો છે.

આઝાદીના ૭૦ વર્ષ પછી, હવે આપણે એક એવા દેશમાં રહીએ છીએ, જેને ઓળખવાનું, ફક્ત જેઓ સ્વતંત્રતા માટે લડયા હતા તેમને માટેજ નહિ પણ આપણામાંના મોટાભાગના લોકો માટે- લોકો જેઓ સતત વાંચન ધરાવે છે અને આ પૃષ્ઠો માટે લખે પણ છે, તેમને માટે પણ મુશ્કેલ છે. અહી એક જૂની કવિતાની યાદ આવે છે:

ત્રણવાર વીસ( સાંઠ) અને દસ હું સારી રીતે યાદ રાખી શકું છું:  જેની વચ્ચેના સમયને મેં જોયો છે મુશ્કેલ વેળાઓ અને વિચિત્ર વસ્તુઓ જોઈછે; પરંતુ આ પીડાદાયક રાતે જાણે અગાઉની બધી જાણકારીઓને મિટાવી દીધી છે.

સ્વતંત્રતા દિવસ, હાથ પર લીધેલ કાર્યો પ્રત્યે પોતાની જાતને ફરીવાર સમર્પિત કરવાની વેળા પણ છે. ધ ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી,  અને તેના અગાઉના અવતાર ઇકોનોમિક વીકલી , ભારતમાં સ્વજાગૃતિ લાવવા માટે સતત સહભાગી બનવા બદલ પોતાને ગૌરવાન્વિત સમજે છે. એવા સમયે જ્યારે નવેસરથી શોધ કરવાની જરૂર છે ત્યારે અમે સંવાદ, ચર્ચા અને જેના અવાજને સાંભળવામાં નથી આવી રહ્યો કે દબાવી દેવામાં આવી રહ્યો છે, તેના પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુન: સ્થાપિત કરીએ છીએ. જે લોકોને વસાહતવાદનો કોઈ અનુભવ નથી તેવા લોકોની માંગ અને ઇચ્છાઓને સમજવા માટે એક નવો અવાજ પેદા કરવાની જરૂર છે,

Updated On : 13th Nov, 2017
Back to Top