ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

સ્વતંત્ર હોવાનું મહત્વ

શું નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ આ સરકાર માટે ખૂબ જ મુશ્કેલીરૂપ છે?

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

નરેન્દ્ર મોદી સરકાર તેના વિસ્તૃત રાજકીય, સામાજિક અને આર્થિક એજન્ડા ની વચ્ચે નડતી સંસ્થાઓનું જે ગતિએ અધિગ્રહણ કરી રહીછે કે પછી તેને નિષ્ક્રિય કરી રહી છે તે જોતાં એ જરાય આશ્ચર્યજનક નથી કે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી) પણ તેના નિશાના પર છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ઍક્ટ, ૨૦૧૦ હેઠળ સ્થાપિત આ સંસ્થાનું  કાર્ય એવા તમામ કેસો પર કાર્યવાહી કરવાનું છે કે જે પર્યાવરણનું રક્ષણ, જંગલો અને કુદરતી સંસાધનોનું સંવર્ધન, પર્યાવરણ સંબંધિત કાનૂની અધિકારોને લાગુ કરવા અને એવા લોકોને વળતર અને રાહત આપવી જેમની મિલકતને કુદરતી આફતોને કારણે નુકસાન પહોંચ્યુ છે. તેની સ્થાપના સ્પષ્ટરૂપે પર્યાવરણીય કેસોનો નિકાલ ઝડપથી અને જરૂરી કુશળતા સાથે કરી શકાય ટે માટે કરવામાં આવી છે. ફક્ત સુપ્રીમ કોર્ટ તેના ચુકાદાને ઉલટાવી શકે છે. તેથી, પોતાના વિકાસલક્ષી મોડેલના અમલ માટે ઉતાવળી થયેલ સરકાર માટે પર્યાવરણ બાબતે સ્વતંત્ર નિર્ણયો લઈ શકતી "ગ્રીન" અદાલતની ઉપસ્થિતિ તેને સ્વાભાવિકપણે અસહજ કરનારી છે.

મે ૨૦૧૪માં,મોદી સરકારે સરકાર સંભાળી એના થોડા મહિનાઓમાં જ  સરકારી ગલીયારામાં ચર્ચાઓ શરુ થઇ ગઈ હતી કે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)ની સત્તાઓને કાબુમાં લેવાના પગલાંઓ લેવાશે. જોકે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી) અધિનિયમ ને ઢીલો કરવા માટેના કોઈ સીધા પગલા નથી લેવાયા પણ નાણા અધિનિયમ, ૨૦૧૭માં લવાયેલ ફેરફારોની અસર ચોક્કસપણે આ મુજબની જ થશે. નાણા અધિનિયમ, ૨૦૧૭ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી) જેવા ટ્રિબ્યુનલ્સના સદસ્યો માટેની યોગ્યતા અને સેવાની શરતોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરાયા છે. અત્યારે પ્રવર્તમાન જોગવાઈઓ હેઠળ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી) ના ચેરપર્સન થવા માટે સર્વોચ્ચ અદાલતના સેવાનિવૃત્ત અથવા સેવારત ન્યાયાધીશ કે પછી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોવું જરૂરી છે - અન્ય શબ્દોમાં ન્યાયિક બાબતોમાં અનુભવી એક વ્યક્તિ – જ્યારે નવા નિયમો મુજબ કોઈપણ વ્યક્તિ કે જે સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ બનવા માટે લાયક હોય તે પણ ટ્રિબ્યુનલનું વડપણ કરી શકે છે. એટલે હાઈકોર્ટમાં ૧૦ વર્ષનો અનુભવ ધરાવનાર એક વકીલ પણ ,તકનીકી રીતે સુપ્રીમ કોર્ટના જજ બનવા માટે લાયક છે, તેને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)ના વડા તરીકે પસંદ કરી શકાય છે. આ ઉપરાંત  હાલમાં, નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)ના સભ્યોની પસંદગી સુપ્રીમકોર્ટના જજની અધ્યક્ષતામાં ગઠિત સમિતિ દ્વારા કરવામાં આવે છે, જ્યારે ભવિષ્યમાં, સભ્યોની પસંદગી સરકારી અધિકારીઓ પર છોડી દેવામાં આવશે. આ નિર્ણયોના લાંબા ગાળાના પરિણામો નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી) દ્વારા અપાયેલ ચુકાદાઓની ગુણવત્તામાં દેખાશે, જે વરિષ્ઠ ન્યાયાધીશોના ન્યાયિક અનુભવથી વંચિત હશે અને તેની સ્વતંત્રતા સાથે પણ સમાધાન કરશે; કે જે તેણે કેન્દ્ર અને રાજ્ય બંનેની સરકારોની કામગીરીનું વારંવાર મૂલ્યાંકન કરવાનું છે જોતા ઘણી જ આવશ્યક છે.   

આ દુ: ખદ પણ છે અને સાથેજ એક વિડમ્બના પણ છે, કેમ કે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે (એનજીટી) બતાવી આપ્યું છે કે નરેન્દ્ર મોદીની હૃદયની નજીકના મુદ્દાઓ પર તે કેટલું અસરકારક સાબિત થઇ શકે છે તેમછતાં તેની સ્વતંત્રતાને સીમિત કરવામાં આવે એવી શક્યતાઓ છે. ૧૯૮૬માં, વરિષ્ઠ પર્યાવરણવાદી એમ.સી. મહેતા દ્વારા ૧૯૮૫માં ગંગા નદીના પ્રદુષણ અંગે દાખલ કરાયેલ જાહેર હિતની અરજીની પ્રતિક્રિયા રૂપે ગંગા નદી જે રાજ્યોમાંથી પસાર થાય છે તે ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ ના ૨૫ શહેરોને આવરી લેતો  ગંગા એક્શન પ્લાન (જીએપી)નો પ્રથમ તબક્કો શરુ કરાયો હતો. ૧૯૯૩માં, બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો અને તેમાં ગંગાની ઉપનદીઓ યમુના,દામોદર અને મહાનદીને પણ સામેલ કરવામાં આવી હતી: આ દરમ્યાન  મહેતા દ્વારા દાખલ કરાયેલ કેસ સુપ્રીમ કોર્ટમાં નજીવી પ્રગતિ સાથે ખેંચાઈ રહ્યો હતો અને ગંગા એક્શન પ્લાન(જીએપી) દ્વારા પણ નદીના પ્રદુષણની સ્થિતિમાં માત્ર દેખાવ પુરતો તફાવત આવ્યો હતો. ૨૦૧૫માં, મોદી સરકારે આ યોજનાને “નમામી ગંગે” કાર્યક્રમનું નામ આપી ફરીથી શરુ કરી હતી અને નદીની સફાઈ માટે ૨૦૧૫ થી ૨૦૨૦ સુધીના પાંચવર્ષ ના સમયગાળા માટે રૂ.૨૦,૦૦૦ કરોડ જેટલી મોટી રકમની ફાળવણી હતી.  આમાંથી રૂ.૭,૦૦૦ કરોડથી વધુ રકમ ખર્ચાઈ ચુકી છે જે સામે બતાવવા માટે ખાસ કશુજ નથી.

૨૦૧૪માં, સુપ્રીમ કોર્ટે એમ સી મહેતા કેસને નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)માં ખસેડ્યો હતો. ૧૩મી જુલાઇના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી) દ્વારા અપાયેલ ચુકાદો કે જેને  "સીમાચિહ્ન ચુકાદા" તરીકે ઓળખવામાં આવ્યો છે તેમાં એનજીટીએ નોંધ્યું છે કે નદીની સફાઈ ઉપર કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં "ગંગા નદીની સ્થિતિમાં ગુણવત્તા અથવા અન્ય કોઈ દ્રષ્ટીએ સુધારો થયો નથી અને ગંભીર પર્યાવરણીય સમસ્યા હજીપણ કાયમ છે”. તેણે આદેશ આપ્યો છે કે નદીની ૧૦૦ મીટરની અંદરની જમીન પર કોઈ બાંધકામ થઇ શકશે નહિ તેમજ નદીના કાંઠેથી બંને બાજુએ ૫૦૦ મીટર સુધીમાં કચરો ફેંકી શકાશે નહિ અને કાનપુરનો ચર્મઉદ્યોગ જે તેનો કચરો દાયકાઓથી નદીમાં વહેવડાવી દે છે તેને બે સપ્તાહના સમયગાળામાં અન્યત્ર ખસેડવામાં આવે એ આવશ્યક છે. આ અવલોકનો નદીના એક તબક્કાનો ઉલ્લેખ કરે છે. કોર્ટે પાંચ રાજ્યોમાંથી પસાર થઇ બંગાળની ખાડીમાં સમાઈ જતી આ નદીના જુદા જુદા ભાગોને યોજનાબદ્ધ રીતે જોવાનો પ્લાન બનાવ્યો છે.

આ અદાલતી હસ્તક્ષેપનું મુખ્ય પરિણામ એ છે કે તે છે ચોક્કસ છે અને તે એક મોનીટરીંગ મિકેનિઝમ દ્વારા સમર્થિત છે જેની દેખરેખ અદ્દાલત દ્વારા રાખવામાં આવશે નહીકે સુસ્ત રાજ્ય સરકાર દ્વારા જેમ ભૂતકાળમાં થતું આવ્યું છે. જો બદલાવ લાવવા માટે કંઇપણ કામ આવી શકે તો તે આજ હશે. પણ આ કેસમાં એક  સ્વતંત્ર ટ્રીબ્યુનલ ની નિશ્ચયાત્મકતા ખૂબજ જરૂરી છે. આ ચુકાદો મોદી સરકારને સ્વતંત્ર “ગ્રીન” કોર્ટના ફાયદાઓનું ફરીથી મૂલ્યાંકન કરવા પ્રેરશે કે કેમ એ જોવા માટે આપણે રાહ જોવી રહી.

Updated On : 13th Nov, 2017
Back to Top