ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

શું બનનાર પ્રમુખ માત્ર મહોરું ?

રાષ્ટ્રપતિ ભવનમાં રામ નાથ કોવિંદનો કાર્યકાળ ફરી કેન્દ્રિયકરણની વૃત્તિઓને મજબૂત કરી શકે છે.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આગેવાની હેઠળ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) ની સરકાર દ્વારા ભારતના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદના નામાંકને શાસક પક્ષને દલિતોના હિતોનું સમર્થન કરવાનો દેખાવ કરવાની સાથેજ  સત્તાના કેન્દ્રીયકરણ કરવા માટેની તક પૂરી પાડી છે. આ ૧૭ જુલાઈના રોજ યોજાનાર ચૂંટણીનું પરિણામ લગભગ ચોક્કસ જ છે. કોવિંદ પ્રણવ મુખરજીના અનુગામી હશે કેમકે બીજુ જનતા દળ, જનતા દળ (યુનાઈટેડ) અને તેલંગણા રાષ્ટ્ર સમિતિ સહિતના કેટલાક બિન-એનડીએ પક્ષોએ પણ તેમના માટે તેમનો ટેકો જાહેર કર્યો છે અને તેને મતદાર મંડળના લગભગ ૫૫ ટકા મતો પ્રાપ્ત થવાની ધારણા છે. એનડીએના અધ્યક્ષ અને ભાજપના પ્રમુખ અમિત શાહે ઉમેદવારની જાહેરાત કરતી વખતે કોવિંદની પૃષ્ઠભૂમિ વર્ણવતા તેમની એક એવી વ્યક્તિ તરીકેની ઓળખાણ પર ભાર મુક્યો હતો, જે "એક ગરીબ દલિત પરિવારમાં જન્મ્યા હતા અને ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં આગળ વધ્યા હતા". કોવિંદની ઓળખાણ એક દલિત તરીકે અપાતા દેખીતી રીતેજ  મોટાભાગનાનું ધ્યાન ખેંચાયું હતું અને જોતજોતામાં  એવી જાહેરાત કરવામાં આવી હતી કે ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમાર મોટા ભાગના વિરોધ પક્ષોના ઉમેદવાર હશે. એ પહેલા ઉમેદવાર બનવા માટે ગોપાલકૃષ્ણ ગાંધીને સમજાવવાનો વિચાર કરવામાં આવ્યો હતો. એવું લાગે છે કે કમાન્ડર-ઇન-ચીફ અને રાજ્યના વડાના હોદ્દા માટે કૉંગ્રેસ તેની રીત મુજબ એક દલિત પુરુષ અને એક દલિત મહિલા વચ્ચેની સ્પર્ધા શરૂ કરવા માંગે છે.

નામાંકન અને તે પછીથી ઉભી થયેલ સ્થિતિમાં ઘણાં પરિબળોએ ભાગ ભજવ્યો હતો. તાજેતરના ભૂતકાળમાં અસંખ્ય જાતિ-સંબંધિત બનાવો પ્રત્યે નિષ્ક્રિયતા દાખવવાના કારણે નરેન્દ્ર મોદી સરકારની ઘણી ટીકા થઈ છે, જેમાં હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિથ વેમુલાનું અકુદરતી મૃત્યુ, ગુજરાતના ઉનામાં ગૌરક્ષકો દ્વારા ચાર દલિત વ્યક્તિઓ પર કરાયેલ અત્યાચાર તેમજ ઉત્તરપ્રદેશના સહારનપુરમાં દલીતો પર થઇ રહેલ અનેક હુમલાઓનો પણ સમાવેશ થાય છે. કોવીન્દનું નામાંકન, આ ઘટનાઓ પરની ભાજપની પ્રતિક્રિયાઓને છાવરવા નો પ્રયાસ પણ છે. સાથેજ તેમનું નામાંકન, ભાજપ અને સંઘ પરિવારના લાંબા ગાળાની યોજનાઓનો પણ એક ભાગ છે. આમાં દલિત અધિકારોના અરાજનીતીકરણ અને સંઘના હિન્દુ ધર્મના એકાધિકાર સંસ્કરણમાં તેમનો સમાવેશ કરવો પણ સામેલ છે, જે પડદા પાછળથી બ્રાહ્મણવાદ અને  જાતિગત પ્રણાલીને ટેકો આપે છે અને લઘુમતીના વિરોધમાં ઝેર ફેલાવે છે, આંબેડકરના વારસાનો વિનિયોગ કરે છે; ઉત્તર ભારતમાં દલિતોનું અને અન્ય પછાત વર્ગોનું વિભાજન કરી તેમને અન્ય પક્ષો થી દૂર કરવા માંગે છે. કોવિંદના નોમિનેશનના વિવાદે વિરોધપક્ષો વચ્ચેની ફાટફૂટો અને તેની બિનઅસરકારક રાજકીય વ્યૂહરચના પર પણ પ્રકાશ નાખ્યો છે જેને એનડીએએ તેના ઉમેદવારની જાહેરાત કરી પછી જ તેનો પ્રતિભાવ આપ્યો છે. જ્યારે ઘણાએ તેમના નામાંકન ઉપર ઓળખની રાજનીતિ અને ભાજપના કપટ ભરેલ અસલ રાજનીતિના પરિપ્રેક્ષ્યમાં ટિપ્પણી કરી છે, સાથેજ આ અપેક્ષિત વિજયની લાંબી અવધિ  પછીની અસરોનું  મૂલ્યાંકન કરવું પણ અગત્યનું છે.

કોવિંદ ૧૯૭૭માં જનતા પાર્ટીએ ચુંટણી જીત્યાં બાદ ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના અંગત સચિવ તરીકે સેવા આપતા હતા. ૧૯૮૦માં, જ્યારે ઈન્દિરા ગાંધી સત્તા પર પાછા ફર્યા, ત્યારે પણ તેઓ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની સ્થાયી વકીલ તરીકે ચાલુ રહ્યા હતા. ભાજપમાં શરૂઆતમાં દાખલ થયેલ એક દલિત તરીકે (તેઓ ૧૯૯૧માં પક્ષમાં જોડાયા હતા), તેમણે પક્ષમાં ભાજપના ઉત્તરપ્રદેશ એકમના સંયુક્ત સચિવ, તેના અનુસૂચિત જાતિ મોરચાના વડા અને રાષ્ટ્રીય પ્રવક્તા જેવી ઘણી મહત્વપૂર્ણ જગ્યાઓએ પોતાની સેવાઓ આપી હતી. ઉત્તર પ્રદેશમાં, તેઓ ૧૯૯૧માં લોકસભાની ચુંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. એક અહેવાલ મુજબ તેમને રાજ્યની યથાકથીત ઠાકુર લોબી સાથે મિત્રતા નહોતી. ભાજપે ૧૯૯૪ અને ૨૦૦૬માં બે વખત, રાજ્ય સભામાં તેમની ચૂંટણીઓ સુરક્ષિત કરી હતી અને  તે સમયગાળા દરમિયાન તેમણે વિવિધ સંસદીય સમિતિઓ પર પોતાની સેવાઓ આપી હતી. અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન યુનાઈટેડ નેશન્સમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૨૦૧૫માં બિહારના ગવર્નર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. 

ભારતમાં વિવિધ પ્રકારના પ્રમુખો જોવા મળ્યા છે. ફકરુદ્દીન અલી અહમદે ઈદિરા ગાંધીના ઈમર્જંસીના નિર્ણયને લાગુ કરીને કેટલાક સમય માટે બંધારણ નિલંબિત કરી દીધું હતું. જ્ઞાની ઝૈલસિંહને શરૂઆતમાં રાષ્ટ્રપતિના મહોરા તરીકે જોવામાં આવતા હતા પરંતુ અનેક વખત પ્રસંગોપાત્ત તેમણે રાજીવ ગાંધીનો વિરોધ કર્યો હતો અને એક વખત તો તેમણે નાટ્યાત્મક રીતે સરકારી દેખરેખ માટેના વિવાદ બાબતે તેમને બરતરફ કરવાની ધમકી પણ આપી હતી. વધુ તાજેતરમાં, કે આર નારાયણન સ્વતંત્ર ભારતની નિષ્ફળતાના મૂલ્યાંકન અને બંધારણમાં આમ્બેડકરના યોગદાનના મહત્વને પ્રોત્સાહન આપવા બદલ જાણીતા થયા હતા અને તેમણે  વાજપેયીના અનેક મંતવ્યો સાથે મતભેદ દર્શાવ્યો હતો. છેલ્લા બે પ્રમુખો, પ્રતિભા દેવીસિંહ પાટિલ અને પ્રણવ મુખર્જી, જે બંને તેમની વ્યવહારની શૈલી અને રાજકીય બેકગ્રાઉન્ડ માં તદ્દન જુદા છે તેમણે ક્યારેય સરકારનો વિરોધ કર્યો નહીં; મુખરજી, તેમની પ્રસંગોપાત બિનસાંપ્રદાયિકતા પર ટિપ્પણીઓ કરવા છતાં તેમણે સરકારના દરેક આદેશ અને જમીન સંપાદન કાયદામાં સુધાર સહિતના વિવાદાસ્પદ માનવામાં આવેલા સંખ્યાબંધ વટહુકમોને મંજુર કર્યા હતા.

શું કોવિંદ આંખે પાટા બાંધીને રાઈસીના હિલ્સ ખાતેના સત્તાવાહીઓના હિતોને સાચવશે ? આ  પ્રશ્નનો જવાબ તો ફક્ત સમય જ આપી શકે છે, પરંતુ એવું માનવાને કોઈ કારણ નથી કે તેમનું રાજકારણ  સરકારથી નોંધપાત્ર રીતે અલગ હોય. આ જ પરિપ્રેક્ષ્યમાં કોવિંદના, જેને ઘણીવાર દુનિયામાં તેના પ્રકારના સૌથી મોટા નિવાસસ્થાન વર્ણવવામાં આવે છે,  જે ૩૪૦ રૂમ સાથે ૩૨૦ એકર જમીન ફેલાયેલુ છે તે "રાષ્ટ્રપતિ ભવન" ખાતેના નિવાસને જોવાવું જોઈએ. અત્યાર સુધીમાં, તેઓ એક આક્રમક લડવૈયા તરીકે જાણીતા નથી. મોદી સરકાર લોકશાહી સંસ્થાઓની મહાન પ્રેમી નથી. વફાદાર અને સહાયક વ્યક્તિ માટેની વડાપ્રધાનની પસંદગીથી કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ. સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ નિમણૂકોથી આ સ્પષ્ટ દેખાય છે.

કોવિન્દ ક્યાં પ્રકારના રાષ્ટ્રપ્રમુખ બનશે? બંધારણ બાબતે તેમનું રુખ, તેમના દ્વારા ચુંટણી પ્રચાર વખતે કરવામાં આવેલ કેટલીક ટીપ્પણીઓથી જાહેર થાય છે. તેમણે કહ્યું હતું કે, "પ્રમુખ માટે, બંધારણ સર્વોચ્ચ છે. તે ગીતા, રામાયણ, કુરાન અને બાઈબલ છે. "ધાર્મિક ગ્રંથો પ્રત્યે તેમની આસ્થા ચિંતાનો વિષય છે. બંધારણ ભગવાન દ્વારા આપવામાં નથી આવ્યું. તે એક જીવંત દસ્તાવેજ આધારિત નૈતિકતા, ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને માનવીય સિદ્ધાંતો છે જે પ્રજાસત્તાક લોકશાહીમાં સતત વાટાઘાટો અને અને પરિચર્ચાઓ દ્વારા વ્યક્ત થાય છે. શું કોવિંદના લોકશાહીમાં બંધારણની ભૂમિકા અંગેના અભિપ્રાયને એક રાષ્ટ્ર રાજ્યના બહુમતીવાદ ના માર્ગે સાચું ઠેરવવું યોગ્ય છે? કોવિંદના ટ્રેક રેકોર્ડને જોતા એવી આશા રાખવાનું કોઈ કારણ દેખાતું નથી કે તે કેન્દ્રીકરણ અને લોકશાહી વિરોધી વૃત્તિઓનો પ્રતિકાર કરવા માટેની ક્ષમતા અથવા ઉદ્દેશ્ય ધરાવે છે. 

Updated On : 13th Nov, 2017
Back to Top