ISSN (Print) - 0012-9976 | ISSN (Online) - 2349-8846

ઉન્માદનું રાજકારણ

પશ્ચિમ બંગાળ સરકારે ગોરખાલેન્ડનો મુદ્દો ઉકેલવા માટે રાજકીય સંવાદ શરૂ કરવો જોઈએ.

The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.

ગતિશીલ લોકશાહીનો આધાર રાજકારણમાં લોકોની ભાગીદારી છે. પરંતુ ઉન્માદ લોકશાહીને માટે ખતરનાક છે. લોકતાંત્રિક રાજકારણ માટે જાણકાર નાગરિકો હોવા જોઈએ; આથી વિપરીત, ઉન્માદ, અવિચારીપણાને પ્રોત્સાહન આપે છે. આજે, ભારતીય રાજકારણમાં આક્રમક પ્રત્યુત્તર પેદા કરવાના હેતુથી શબ્દપ્રયોગો વાપરવામાં આવે છે જેવાકે: ગૌહત્યા, પ્રેમ જેહાદ, કાળાં નાણાં અને એથીય આગળ અલગતાવાદ". આ છેલ્લો શબ્દપ્રયોગ, રાજકીય સ્વાયત્તતાના દાવાઓ પર ખુલ્લા વિચારની ચર્ચાઓને રોકે છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિગ જિલ્લામાં પ્રવર્તમાન કટોકટી લોકતાંત્રિક સંવાદ માટેની તકોના સંકોચનનું જ લક્ષણ છે.

૮ જૂનના રોજ, ગોરખા જનમુક્તિ મોરચા (જીજેએમ) ની આગેવાની હેઠળના વિશાળ દેખાવોએ દાર્જિલિંગને હચમચાવી મુક્યું, કારણકે પશ્ચિમ બંગાળની કેબિનેટે ૪૫ વર્ષમાં પહેલી વાર આ પર્વતીય શહેરમાં તેમની બેઠક યોજી હતી. આનું કારણ, મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા રાજ્યભરની શાળાઓમાં બંગાળી ફરજિયાત બનાવવાનો નિર્ણય હતો. જો કે, દાર્જિલિંગમાં રાજ્યના કેબિનેટની મુલાકાત વખતે, બેનરજીએ સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય મુખ્યત્વે નેપાળી-બોલતા આ પર્વતીય પ્રદેશ પર લાગુ નહીં થાય. પરંતુ ત્યારસુધીમાં ભાષાનો મુદ્દો, ગોરખાલેન્ડની માંગના નવીનીકરણમાં પરિવર્તિત થઈ ગયો હતો. સરકારે તેની પ્રતિક્રિયા સશસ્ત્ર શકિત સાથે આપી. તેણે વિરોધને કચડી નાખવા માટે પોલીસ, અર્ધલશ્કરી દળો તેમજ લશ્કરને તૈનાત કર્યું.

તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ની રાજ્ય સરકારે એવી દલીલ કરી હતી કે પશ્ચિમ બંગાળના "પ્રાદેશિક એકતા" ના હિતમાં સશસ્ત્ર હસ્તક્ષેપ જરૂરી છે. આ કથને જાણીતો ઉન્માદ જગાવ્યો. ઉશ્કેરાયેલ  બંગાળી સંસ્કૃતિના દાવેદારોએ તાકીદે દાર્જિલિંગને કાશ્મીર સાથે સરખાવ્યુ. બન્નેને "અલગતાવાદ" ના ઉદાહરણ તરીકે જોવામાં આવ્યાં હતાં, એ હકીકતને સ્પષ્ટરૂપે ઢાંકી દેવાઈ હતી કે કાશ્મીરમાં સ્વ-નિર્ધારિત ચળવળ અલગ રાષ્ટ્રની માગણી કરે છે, જ્યારે  ગોરખાલેન્ડની ચળવળે ભારતની અંદર જ સ્વાયત્ત રાજ્યની માંગ કરી હતી. કોલકાતા પ્રેસ દ્વારા આ ઇરાદાપૂર્વકની વિસ્મૃતતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર બંગાળમાં હિંસાને અંકુશમાં ન રાખવા માટે કેન્દ્ર સરકારની "બેવડા ધોરણો" ની નીતિ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે જે કાશ્મીરમાં આંદોલનને કચડી નાખવા માટે લોખંડી હાથે કામ હાથ ધરે છે. તર્કની આ લાઈનમાં ખામીનું કારણ, તર્ક પોતે જ છે. તે આપણા સામૂહિક સ્મૃતિભ્રમને ફરી સ્થાપિત કરેછે કે કેવી રીતે લોકપ્રિય આંદોલનોને ઘાતકી દમન દ્વારા કચડી નાખવાને લીધે તેને માત્ર કામચલાઉ ધોરણે અસર થઇ શકે છે; પરંતુ આનાથી મુદ્દાઓનો ક્યારેય કાયમી ઉકેલ આવી શકતો નથી.

અલબત્ત, રાજ્ય સરકારે તેના દાવાઓનું મૂલ્યાંકન કર્યા વગર જીજેએમની માગણીઓ સ્વીકારવી જોઈએ નહીં. સૌ પ્રથમ તો નૃવંશ ભાષાકીય ઓળખ, જેને આ આંદોલન ઉભી કરવા માંગે છે તેના આધાર પર પણ પ્રશ્ન કરવો જરૂરી છે. ઇતિહાસકાર લિયોનલ કેપલાને એવી દલીલ કરી હતી કે "ગોરખા" શબ્દ (અથવા "ગુરખા")ના મુળિયા, વસાહતી "લશ્કરી વંશ"ની થીયરીમાં  શોધી શકાય છે કે  જેમાં લશ્કરી ભરતી માટે આ કેટેગરી હેઠળ જુદા જુદા નૃવંશ-ભાષાકીય સમુદાયોને જૂથબદ્ધ કરાયા હતા. પરંતુ શું આ થીયરી તેની કાયદેસરતા સાથે સમાધાન કરે છે? નિઃશંકપણે, સમુદાયની ઓળખ-સાંસ્કૃતિક, ધાર્મિક, ભાષાકીય, વંશીય, રાષ્ટ્રીય- તમામ ઐતિહાસિકરૂપે ઉત્પન્ન થાય છે. આ પૈકીના મોટાભાગના લોકો આજે આપણે પોતાની જાતને જે ઓળખીએ છીએ, તે ઓછાવત્તા પ્રમાણમાં, વસાહતોની આકસ્મિક ભેટ છે. જો બંગાળી ભદ્રલોકની ઓળખ, બ્રિટિશ વ્યાવસાયિક મધ્યમ વર્ગ ને તર્જ ઉપર સ્પષ્ટ રીતે રચાયેલી છે-તે  કાયદેસર હોય, તો  શા માટે ગોરખાની ઓળખ, જે ઉત્તર બંગાળમાં ભૂતપૂર્વ રાજકીય આચારસંહિતાને પડકારે છે, તે કેમ કાયદેસર ન હોય શકે?

 વધુ અગત્યનો પ્રશ્ન એ છે કે જીજેએમ કોનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે અને તે કોને બાકાત રાખવા માંગે છે. ઉત્તર બંગાળમાં, ગોરખા એ એકમાત્ર નૃવંશ જૂથ કોઈ પણ રીતે નથી. જીજેએમ વિવિધ સંપ્રદાયિક લઘુમતીઓનું પ્રતિનિધિત્વ કેટલા પ્રમાણમાં કરે છે?  દાર્જિલિંગ, જ્યાં ગોરખા બહુમતીમાં છે તે સિવાય પણ જીજેએમ, ગોરખાલેન્ડના ભાગ રૂપે સિલિગુરી નગર સહિતના તળેટીઓ અને મેદાનોના મોટા ભાગ પર દાવો કરે છે. જ્યાં, ગોરખાઓ લઘુમતીમાં છે. જીજેએમ આ પ્રસ્તાવિત રાજ્યમાં ગોરખા ન હોય તેવા લોકોનો કઈ રીતે સમાવેશ કરશે, તે અંગે પ્રશ્ન પૂછવો જરૂરી છે. પરંતુ આવું માત્ર એક ખુલ્લા લોકશાહી સંવાદ દ્વારા જ શક્ય થઇ શકે છે, નહી કે "પ્રાદેશિક અખંડિતતા" ના સશસ્ત્ર અથવા ઉન્માદકારક સંરક્ષણ દ્વારા.

રાજ્ય સરકાર દ્વારા ક્રૂર બળપ્રયોગના સતત ઉપયોગ માટેનું મુખ્ય કારણ એવી માન્યતા છે કે પશ્ચિમ બંગાળની પ્રતિબદ્ધતા પ્રાદેશિક અખંડિતતા રાજ્યના બાકીના ભાગમાં ટીએમસીનો ટેકો મજબૂત કરશે. ગોરખાલેન્ડની ચળવળ, ૧૯૦૫ અને ૧૯૪૭ માં તેના ભાગલાની યાદો સાથે બંગાળ પર મંડરાઈ રહી છે. ટીએમસી પોતાની જાતને બંગાળી સાંસ્કૃતિક ઓળખાણના ચેમ્પિયન તરીકે પ્રસ્થાપિત કરવાની આશા રાખે છે, જે રાજ્યના "વિચ્છેદ" માટેની કોઇ માંગ પર બાંધછોડ કરવાની નથી. આને પશ્ચિમ બંગાળની રાજનીતિમાં દાખલ થવા હિન્દુત્વનો ઉપયોગ કરવાની જનતા પાર્ટી (ભાજપ) ની વ્યૂહરચનાના જવાબ તરીકે જોવાઈ રહ્યું છે.

રાજકીય અશાંતિએ ઉત્તર બંગાળમાં આર્થિક જીવનને અટકાવી દીધું છે. તેમ છતાં, ટીએમસી કદાચ ટૂંક સમયમાં તેનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરશે. અગાઉના ડાબેરી મોરચા સરકાર (જેમણે ગોરખાલેન્ડની માંગ સામે હાલની જેમ જ સમાન સ્થિતિ અપનાવી હતી)ની જેમ જ  તે બંગાળી સાંસ્કૃતિક ઉગ્ર રાષ્ટ્રીયતાને પ્રોત્સાહન આપવાનું મૂલ્ય સમજે છે. આ મુદ્દા પર ભાજપનું નિરાકરણ પણ નિર્દેશકર્તા છે. અગાઉ તે ગોરખાલેન્ડની ચળવળ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતું હતું. પરંતુ બંગાળની રાજનીતિમાં તેની વધતી જતી મહત્વાકાંક્ષાએ પાણીને દુષિત કર્યું છે. ભાજપનું દાર્જિલિગ યુનિટ ગોરખાલેન્ડની માંગને સમર્થન આપે છે;  જ્યારે પશ્ચિમ બંગાળ યુનિટે તેનો વિરોધ કર્યો છે, જ્યારે કેન્દ્ર સરકારે આંદોલનને કચડી નાંખવા માટે લશ્કરી સહાય પૂરી પાડી છે. આ જટિલતામાં એક વધુ સ્તરને ઉમેરતા, સિક્કિમના મુખ્ય પ્રધાન પવનકુમાર ચામલિંગ ગોરખાલેન્ડના ટેકામાં ખુલીને બહાર આવ્યા છે. અંતે તો, "અલગતાવાદ" પરના સામૂહિક જુવાળને ઉશ્કેરવાનું, આપણી લોકશાહીના સ્વાસ્થ્ય માટે હાનિકારક નિવડશે.

 ઘણીવેળાએ હિંસાને બન્ને પક્ષો દ્વારા વાટાઘાટો નહિ કરવાના બહાના તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉશ્કેરાટને ઘટાડવાની જવાબદારી રાજ્ય સરકારની છે. મમતા બેનરજી, જે સમગ્ર પશ્ચિમ બંગાળ દ્વારા લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી મુખ્યમંત્રી હોવાનો દાવો કરે છે, તેણે સામુહિક ઉન્માદના રાજકારણની જગ્યાએ રાજકીય સંવાદ શરૂ કરવાની જરૂર છે.

Updated On : 13th Nov, 2017
Back to Top