નકસલબારી અને પછી-અધુરો ઇતિહાસ
શું વિશ્વાસ, પ્રેમ અને આશા ભારતીય મૂડીવાદની અતાર્કીકતા, નિર્દયતા અને અમાનવીયતા પર જીત મેળવી શકશે?
The translations of EPW Editorials have been made possible by a generous grant from the H T Parekh Foundation, Mumbai. The translations of English-language Editorials into other languages spoken in India is an attempt to engage with a wider, more diverse audience. In case of any discrepancy in the translation, the English-language original will prevail.
બર્નાર્ડ ડી'મેલો ની કલમે :
૧૯૪૭માં સત્તા પરિવર્તનના તુરંત બાદ, ભારતમાં આવેલ નવા શાસને, ૧૯૪૮ માં તેની સેનાને તેલંગણામાં મોકલીને તેનો ખરો રંગ બતાવ્યો હતો. અન્ય બાબતો ઉપરાંત, તેનો ઉદ્દેશ્ય, સામ્યવાદી નેતૃત્વ હેઠળ ખેડૂત બળવાખોરો દ્વારા અર્ધસામન્તી વ્યવસ્થા વિરુદ્ધ કરાઈ રહેલ લોકતાન્ત્રિક ક્રાંતિ ને રોકવાનો હતો. હકીકતમાં, ભારતીય ભૂમિ સેનાએ તેલંગાણા ના ગ્રામીણ વિસ્તારોમાં અર્ધસામન્તી વ્યવસ્થાને પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારથી લઇ ને આજ સુધી, ભારતમાં સેંકડો લાખ લોકો ભારતીય મૂડીવાદની અતાર્કિકતા, નિર્દયતા અને અમાનવીયતા નો ભોગ બન્યા છે. એમાં કોઈ આશ્ચર્ય નથી કે છેલ્લા ૫૦ વર્ષોમાં નક્સલવાદીઓ (ભારતીય માઓવાદીઓ) નો એક સતત સંદેશ એ છે કે ભારતની અતિદમનકારી અને શોષણપૂર્ણ સામાજિક વ્યવસ્થા ક્રાંતિકારી પરિવર્તન માટે પોકાર કરી રહી છે. પચાસ વર્ષ પહેલાં, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી) માંનું માઓવાદી જૂથ, સીપીઆઈ ૧૯૬૪ માં બે ભાગમાં વહેંચાઈ ગયું હતું, તેણે ઉત્તર બંગાળના નક્સલબારી (જેના ઉપરથી ભારતીય માઓવાદીઓને તેમનું નામ મળ્યું છે) નામના દૂરવર્તી વિસ્તાર માં સશસ્ત્ર ખેડૂત સંઘર્ષનું આયોજન કર્યું હતું. આ સંઘર્ષ માર્ચ ૧૯૬૭માં શરૂ થયો, પરંતુ તે વર્ષના જુલાઈની મધ્યસુધીમાં તેને ક્રૂરતાપૂર્વક કચડી નાખવામાં આવ્યો હતો. ત્યાર બાદ ટૂંક સમયમાં ચારુ મઝુમદાર, જે પાછળથી નવી પાર્ટી સીપીઆઈ(માર્કસવાદી-લેનિનવાદી), જેણે નક્સલવાદી ચળવળને આગળ ધપાવી હતી,તેના જનરલ સેક્રેટરી બન્યા હતા, તેમણે કહ્યું હતું કે "... ભારતમાં સેંકડો નકસલબારીઓ ધૂંધવાઈ રહી છે ... નક્સલબારીનો નાશ થયો નથી અને થઇ પણ નહી શકે”. એના પછીની ઘટનાઓ એવું સૂચવે છે કે તેઓ દિવાસ્વપ્ન નહોતા જોઈ રહ્યાં, વસાહતી કાળના સશસ્ત્ર ખેડૂત સંઘર્ષને યાદ કરીએ તો, આ સપનાઓએ ચળવળને ફરી ગતિશીલ બનાવી દીધી. ૧૯૬૮ થી ૧૯૭૨ દરમ્યાન, ભારતના જુદા જુદા ભાગોમાં ઘણા નક્સલબારી વિસ્તારો ફૂટી નીકળ્યા, જેમાં આંધ્રપ્રદેશમાં શ્રીકાકુલેમ અને બિહારમાં ભોજપુર સૌથી વધુ નોંધપાત્ર છે. જો કે તેમને પણ રાજ્યના દમનકારી તંત્ર દ્વારા કચડી નાખવામાં આવ્યા હતા.
પરંતુ ક્રાંતિ માટે આવશ્યક ભાવનાત્મક સામગ્રી, શ્રદ્ધા, પ્રેમ અને આશા સાથે, ક્રાંતિકારીઓ તેમના જીવનને જોખમમાં મુકીને લડ્યા હતા. ગરીબો સાથે થઇ રહેલ સંખ્યાબંધ અન્યાય અને અપમાન ને ચુપચાપ સહન કરવા તેઓ તૈયાર નહોતા. સ્વબચાવની સાહજિક પ્રેરણાના બંધનોને ફગાવી દેવામાં આવ્યાં હતાં. ૧૯૬૦ અને ૧૯૭૦ ના ક્રાંતિકારીઓની હાર થવા છતાં, ક્રાંતિ પેદા કરનાર પરિસ્થિતિઓ એવીને એવીજ રહી હતી, અને વર્ચસ્વ, શોષણ અને દમનની શિકાર નવી પેઢીઓએ ક્રાંતિના પુનરાગમનને સંભવ બનાવ્યું હતું, અને બૌદ્ધિકો જેઓ આનાથી વિચલિત થયા વિના રહી શક્યા નહોતા તેમણે, જેઓ મૃત્યુ પામ્યા હતા કે નિવૃત્ત થયા હતા તેમનું સ્થાન લીધું હતું.
નકસલવાદી ચળવળનો બીજો તબક્કો(૧૯૭૭-૨૦૦૩) સામૂહિક સંગઠનો અને સામુદાયિક સંઘર્ષોથી ભરેલ છે, જેમાં ઉત્તર તેલંગાણા અને તે વખતના આંધ્રપ્રદેશ પ્રાંતના બીજા ભાગોમાં, તે વખતના મધ્ય અને દક્ષિણ બિહાર(દક્ષિણ બિહાર, હવે ઝારખંડ છે), અને જેને દંડકારણ કહેવામાં આવે છે તે, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ઓડિશાના આદિવાસી જિલ્લાઓની સરહદ પાસે આવેલ જંગલ વિસ્તાર ના કેટલાક ભાગો ખાસ હતા. દક્ષિણ છત્તીસગઢનો બસ્તર પ્રદેશ ધીમે ધીમે ગઢ તરીકે ઊભરી રહ્યો હતો. સ્વબચાવ માટે સશસ્ત્ર ટુકડીઓ અને ગ્રામ્ય સ્તરે લશ્કર ઉભા થયા હતા. "ખેડે તેની જમીન" અને "જંગલ પર પૂર્ણ અધિકાર" મુખ્ય મુદ્દાઓ હતા.
જોકે, આ ચળવળના વિસ્તરણની સાથેજ , ભારતીય રાજ્યએ ત્રાસવાદ નો સમૂળગો નાશ કરવા માટે વિરોધી બળનો પ્રારંભ કર્યો હતો અને પક્ષે, ખાસ કરીને તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં તેમના કેટલાક શ્રેષ્ઠ નેતાઓ ગુમાવ્યા હતા. તેમ છતાં, નવા સહસ્ત્રાબ્દીની શરૂઆતમાં, ચળવળને ડામી દેવી મુશ્કલ બની હતી. લોકોની ગેરિલા સેના સ્થાપિત થયા પછી, તે અશક્ય અવરોધોને વેધવા માટે પણ તૈયાર હતી. ૧૯૯૮ અને ૨૦૦૪ માં "લોકોના લાંબા યુદ્ધ" માટે પ્રતિબદ્ધ માઓવાદી પક્ષો માં થયેલ નીચે મુજબના વિલીનીકરણ સાથે આ ચળવળ એક જબરજસ્ત દબાવ તરીકે ઉભરી હતી.
તેના ત્રીજા તબક્કામાં (૨૦૦૪ પછી), પહેલેથી જ નોંધપાત્ર બે સામૂહિક સંગઠનો, દંડકારણય આદિવાસી કિસાન મજદુર સંગઠન અને ક્રાંતિકારી આદિવાસી મહિલા સંઘ, જેમાં એક આદિવાસી ખેડૂતો તેમજ કામદારોનું છે અને બીજું આદિવાસી મહિલાઓનું છે તે અને ભુમક્લ મિલિટિયા (તેનું નામ ૧૯૧૦ ના આદિવાસી બળવા પરથી આવ્યું છે) સાથે બસ્તર પ્રદેશ માઓવાદી જીવટના બુર્જ સમાન બની ગયું છે, જે પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મીને માણસો પુરા પાડે છે.
સતત પાંચ દાયકાથી પણ વધુ સમય સુધી ટકી રહેલ ક્રાંતિકારી ગતિશીલતાની મક્કમતા શું દર્શાવે છે? અલ્પા શાહ, કે જેઓ ઝારખંડમાં માઓવાદી ગેરિલા ઝોનમાં લાંબા સમયથી એથ્રોનોગ્રાફિકલ(નૃવન્શીય) સંશોધન કરી રહ્યા છે, તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે માઓવાદી સંગઠન અને સંઘર્ષવાળા વિસ્તારોના લોકો વચ્ચે બંધાયેલ "ઘનિષ્ટ સંબંધો"ની સમજણ, ક્રાંતિકારી ગતિશીલતાના વિકાસ અને દ્રઢતાને સમજવા માટે નિર્ણાયક છે. માઓવાદીઓ સામાન્ય લોકો, ખાસ કરીને નિમ્ન જાતિઓ અને જનજાતિઓ ના લોકો સાથે આદર અને ગૌરવપૂર્ણ સમકક્ષ વ્યવહાર કરે છે.
તો પછી, ભારતીય માઓવાદી ચળવળ કઈ દિશામાં જઈ રહી છે? ભારતીય રાજ્ય માઓવાદીઓના પોતાની ધરતી સાથેના " ઘનિષ્ટ સંબંધો"ને ખતમ કરવા માંગે છે, અને સાચી ખોટી કોઈ પણ રીતે આક્રમકતાથી અને તમામ ઉપલબ્ધ સાધનો દ્વારા માઓવાદી ચળવળને દૂર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે અને બિન આંતરરાષ્ટ્રીય સશસ્ત્ર સંઘર્ષથી સંબંધિત જિનિવા સંમેલન અને પ્રોટોકોલ II ના કોમન આર્ટીક્લ 3નો પણ ભંગ કરી રહ્યાં છે. સરવાળે, માઓવાદી ચળવળ, લોકોનો જમાવડો કરી લાંબા સશસ્ત્ર સંઘર્ષ અને પીડિત રાષ્ટ્રીયતાની સાથે વ્યુહાત્મક જોડાણ દ્વારા ભારતીય રાજ્યને ઉથલાવી દેવાનો પ્રયાસ કરે છે. જો કે, ભારતીય રાજ્ય અને માઓવાદીઓ અનુક્રમે જે હાંસલ કરવા માંગે છે તેમાંની કોઈપણ શક્યતાઓ, આ તબક્કે સંભવ થઇ શકે એમ નથી.
વિશ્વના વિકાસશીલ દેશોમાં, સૌથી વધુ તાકતવર મૂડીવાદી રાજ્યો અને શાસક વર્ગો સાથે બાથ ભીડવામાં, માઓવાદી ચળવળનું વધુ ને વધુ લશ્કરીકરણ થઇ રહ્યું છે. ભારતીય રાજ્ય પણ આ આંદોલનને, ખાસ કરીને સશસ્ત્ર સંઘર્ષને સંપૂર્ણપણે રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરિણામે, આ ચળવળ આગળ ધપાવવી મુશ્કેલ બની રહી છે. "બેઝ એરિયા" ની ગેરહાજરી, એક કરતાં વધુ રીતે ચળવળને અવરોધે છે: મુખ્યત્વે, બેઝ વિસ્તારો વિના, પક્ષની સામૂહિક લાઇનની રાજનીતિને સંસ્થાની વેરવિખેર ઉદારમતવાદી લોકશાહી સામે પ્રતિનિધિત્વના શ્રેષ્ઠ ઉપાય તરીકે જોવામાં આવે એ સંભવ નથી. જોકે એક સંભાવના એવી જણાય રહી છે કે, પ્રાદેશિક સામાજિક સુયોજનાઓની વ્યાપક શ્રેણી, એકસાથે બળવો કરે, જેને લઈને ગંભીર ઉથલપાથલો થાય જે પરિણામે ક્રાંતિકારી ઉથલપાથલ સર્જી શકે છે અને એક નિર્ણાયક કદમ આગળ ધપાવી શકે છે.